સંબંધોની માયાજાળ - 4 Jimisha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંબંધોની માયાજાળ - 4

સંબંધોની માયાજાળ_4


તેજસની સાથે કોઈ અન્ય વ્યક્તિને જોઇ ભૂમિજા ચોંકી જાય છે. તો સામે ગ્રંથ પણ જાણે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે ભૂમિજાને જોઇને!!😍😍😍😍


હું મને શોધ્યા કરું
પણ!! હું તને પામ્યા કરું
તું લઈને આવે લાગણીનો મેળો.
😊😊😊😊😊😊


" તું ક્યાં જતી રહી હતી?? અને કોનો ફોન હતો અત્યારે?? " ભૂમિજાને આટલી સવાર સવારમાં કોઈનો ફોન આવતા તેજસએ પૂછ્યું.

" કોઇ ખાસ નહી. સિલિકોન વેલીથી ફોન હતો. હેડ ઓફિસથી." ભૂમિજાએ વાતને ટાળતા કહ્યું.

તેજસ સાથે રહેલી વ્યક્તિ એણે અજીબ નજરથી અને એકધાર્યું જોઈ રહી હોવાથી ભૂમિજાને પણ થોડું અજીબ લાગ્યું. એટલે એણે ખોખારો ખાધો. પરંતુ તેમ છતાં પણ ગ્રંથ હજુ પણ એણે એ જ રીતે જોઈ રહ્યો હતો. એટલે નાછૂટકે ભૂમિજાએ વાતની શરૂઆત કરવાનું મુનાસીબ માન્યું.

" એક્સક્યુસમી મિસ્ટર!! " ભૂમિજાએ ચપટી વગાડી ગ્રંથનું ધ્યાન દોરવા માટે થોડા મોટા અવાજે કહ્યું.

ચપટીનો અવાજ તથા ભૂમિજાના એકદમ મોટેથી બોલવાને કારણે ગ્રંથનું પણ ધ્યાન ભંગ થયું.😊😊😊😊

" હમ્મમમ!!" ગ્રંથએ નીચી નજરે જ ભૂમિજા સાથે વાત કરી.

" તમારી જાણકારી માટે જણાવી દઉં કે જે નજરે અને જે રીતે તમે મને જોઈ રહ્યા છો, એ જેન્ટલમેનની નિશાની નથી!!" ભૂમિજાએ બહુ જ વિનમ્રતાથી કહ્યું.

"આઈ એમ સોરી. મારો એવો કોઈ ઈરાદો નહોતો. બટ...." વાતને અધૂરી છોડતા ગ્રંથએ ભૂમિજાની માફી માંગતા કહ્યું.

"હમ્મમમ!! બાય ધ વે. તમારી તારીફ??" ભૂમિજાએ જાણવા માટે થઇને પૂછ્યું.

"મારી તારીફ કરો એટલી ઓછી!!" ગ્રંથએ મજાકના સૂરમાં કહ્યું.

ગ્રંથના આવા જવાબથી ભૂમિજાએ તેજસ તરફ જોયું. એટલે ગ્રંથને લાગ્યું કે એનાથી કાચું બફાયું છે એટલે એણે તરત જ પોતાની ઇન્ટ્રો આપતા જણાવ્યું, " આઈ એમ સોરી વન્સ અગેઈન. હાય. હું ગ્રંથ. તેજસનો યાર !! "

"હાય!! હું ભૂમિજા. તમારી જેમ જ તેજસની મિત્ર." ભૂમિજાએ પણ પોતાની ઓળખાણ આપતા કહ્યું.

"જાણું છું. તમારા વખાણ તો મે ઘણી વાર સાંભળ્યા છે તેજસના મોઢે." ગ્રંથએ પણ સામો જવાબ આપ્યો.

"સાચ્ચે ?? વખાણ અને એ પણ મારા. અને એ પણ તેજસના મોઢે?? ઈમ્પોસિબલ!!" ભૂમિજાએ તેજસ સાથે મસ્તી કરતા કહ્યું.

"ઓ વાતોડિયાઓ!! બસ વાતો જ કરવી છે કે પછી ગિરનાર પણ ચઢવો છે??" તેજસે અકળાતા કહ્યું.

કારણકે એક તો એણે અહીંયા ગિરનાર ચઢવા માટે આવવુ તો નહોતું જ. અને એમાંય પાછું સવાર સવારમાં આટલી જલ્દી ઉઠવું પડયું. 😛😛😛😛

"હા ચાલો દુલ્હેરાજા!!" ભૂમિજા અને ગ્રંથ બંને એકસાથે જ બોલ્યા.

અને ત્યાર બાદ ચાલુ થયું ગિરનાર પ્રયાણ. થોડાક પગથિયાં ચડ્યા બાદ તેજસના મોબાઈલમાં એક મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું કે, 'ચૂપચાપ પગ મચકોડાવાનું નાટક કર.' તેજસને આશ્ચર્ય થયું. કારણકે એ મેસેજ બીજા કોઈએ નહી પરંતુ ગ્રંથે મોકલ્યો હતો. તેજસએ ઈશારામાં જ પૂછ્યું કે કેમ?? ત્યારે ગ્રંથે ફરી બીજો એક મેસેજ મોકલ્યો. જેમાં લખ્યું હતું કે, ' જો તારે ગિરનાર ના ચડવો હોય તો હું કહું તેમ કર!! '

તેજસએ ગ્રંથની વાત માની લેતા 2-5 પગથિયાં ચડ્યા બાદ ' ઓ માં!! મરી ગયો!! ' એમ બૂમ પાડી. એણે એવી રીતના બૂમ પાડી કે જાણે ખરેખર એનો પગ મચકોડાઈ ગયો હોય તેમજ તેને બહુ જ દર્દ થઇ રહ્યું હોય. તેજસની બૂમ સાંભળીને ભૂમિજા અને ગ્રંથ બંને એની પાસે આવ્યા.

તેજસને આમ દર્દ માં કણસતો જોઈ ભૂમિજાએ ચિંતાના સ્વરમાં પૂછ્યું, " શું થયું?? "

"મારો પગ મચકોડાઇ ગયો!!" તેજસએ ઉદાસ વદને જણાવ્યું.

"હવે ??"

"હવે કઈ નહિ!! ચાલો પાછા!!" તેજસએ પોતાનું નાટક ચાલુ રાખતા કહ્યું.

"ના!! પાછું તો નથી જ જવું!!" ભૂમિજાએ મક્કમતાથી કહ્યું.

ભૂમિજાની મક્કમતા જોઈ ગ્રંથને લાગ્યું કે એનો પ્લાન એકદમ સહી જઈ રહ્યો છે. અને એટલે જ તેજસ તથા ભૂમિજાની પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા બોલ્યો, " એક કામ કરો તમે બંને. તેજસ તું અહી જ રોકાઈ જા. અથવા તો અહીંથી જ પાછો ચાલ્યો જા. અને મિસ ભૂમિજા તમને જો કોઈ વાંધો ના હોય તો હું તમને કંપની આપું ગિરનાર ચઢવામાં!!

ગ્રંથની ઑફરથી ભૂમિજા વિચારમાં પડી ગઈ કે જવું કે નહી. તો બીજી તરફ તેજસ ગ્રંથને આંખોના ઈશારાથી જ પૂછવા લાગ્યો કે, " આ બધું શું છે?? અને તું કરવાનો શું છે?? "

ગ્રંથે પણ ઈશારામાં જ જવાબ આપ્યો કે, " વિશ્વાસ રાખ!! હું કઈ ગલત નહિ કરું. "

તેજસને પોતાના મિત્ર પર પૂરો વિશ્વાસ હતો એટલે એને ગ્રંથને વધારે કોઈ સવાલ ના પૂછ્યા. અને ભૂમિજાને કનવેન્સ કરવામાં લાગી ગયો કે જેથી કરીને એ માની જાય. અને થયું પણ એમ જ, જે ગ્રંથે વિચાર્યું હતું. ભૂમિજા માની ગઈ. અને એટલે જ તેજસને પાછા જવા માટે એક પાલખીવાળા ભાઈને ઊભા રાખી એમને તેજસને નીચે તળેટીમાં લઈ જવા જણાવ્યું. ત્યાર બાદ ગ્રંથ અને ભૂમિજા બંને પોતાની આગળની સફર માટે નીકળી પડ્યા.

ભૂમિજા અને ગ્રંથના ગયા બાદ તેજસએ પેલા પાલખી વાળા ભાઈને પૈસા આપીને છુટા કર્યા અને પોતે નીચે તળેટીમાં જવા માટે ચાલી નીકળ્યો.

આ તરફ ભૂમિજા અને ગ્રંથ વાતો કરતા કરતા ગિરનાર શિખર તરફ આગળ વધે છે. આખા રસ્તે ભૂમિજાની વાતો ચાલુ જ હોય છે. અને ગ્રંથ એકધારું એની તરફ જ જોતો રહે છે. પણ!! એવી રીતે જોતો હોય છે કે ભૂમિજાને ખબર ના પડે!! 😊😊😊😊 કારણકે સવારમાં એનાથી થયેલી મૂર્ખામી એણે સારી રીતે યાદ હોય છે. અને એટલે જ એ વધુ ધ્યાન રાખે છે.

પહેલા તો ભૂમિજાને થોડું અજીબ લાગતું હોય છે કે આમ આખો રસ્તો ચૂપચાપ કેવી રીતે કપાશે?? અને એક અજનબી સાથે કઈ વાત કરવી તો પણ કેવી રીતે?? જાણે ભૂમિજાના મનની અવઢવને સારી રીતે જાણતો હોય એમ ગ્રંથ જ વાતની શરૂઆત કરે છે.

"તો મિસ ભૂમિજા!! તમે શું કરો છો??"

"પહેલી વાત તો એ કે તમે મને ખાલી ભૂમિજા કહીને બોલાવી શકો છો. અને રહી વાત કામની તો હું એક મલટીનેશનલ કંપનીમાં બ્રાન્ચ હેડ છું, પુણેમાં."

"ઓહ!! જાણી શકું કે તમારી કંપની શું કામ કરે છે??"

"યા સ્યોર!! એ એક સોફ્ટવેર કંપની છે!! અને હા તમારે ફોર્મલિટી કરવાની કોઈ જરૂર નથી. 😊😊😊😊"

"ok!!"

આમ વાતોનો સિલસિલો ચાલુ થયો. અને એક નવા સંબંધની પણ શરૂઆત થઈ. આમ વાતો કરતા કરતા બંને ગિરનાર શિખર પર પહોંચ્યા. ગુરુ દત્તાત્રેયના દર્શન કરી બંને થોડા પગથિયાં નીચે ઊતરીને એવી જગ્યા પર આવ્યા કે જ્યાં એ બંને બેસી શકે!! સવાર સવારમાં સૂર્યોદયને જોવો પણ એક લ્હાવો છે. અને એ પણ આટલી ઊંચાઈ પરથી!! અહી એકદમ ઠંડો અને આહલાદક પવન વાતો હતો. ભૂમિજાને આ પલ મનભરીને માનવી હતી. અને એટલે જ એ પોતાના બંને હાથ ફેલાવીને પોતાનું મુખ સૂર્યનારાયણ તરફ રાખીને આંખો બંધ કરીને ઉભી રહી. ગ્રંથને ભૂમિજાનો ચહેરો એકતરફથી દેખાતો હતો. સૂર્યનારાયણની રોશનીમાં ભૂમિજાનો ચહેરો વધારે જ ખીલી ઉઠ્યો અને એટલે જ ગ્રંથ ભૂમિજાને ખબર ના પડે એવી રીતે ભૂમિજાના ફોટા પાડવા લાગ્યો.

ભૂમિજા સારી રીતે જાણતી હોય છે કે આવો નજારો અને આવું વાતાવરણ એણે પુણેમાં તો મળવાનું નથી. એટલે જ ઘણા સમય સુધી એ આંખો બંધ કરીને એમ જ સૂર્ય તરફ મુખ રાખીને ઉભી રહી. ગ્રંથ પણ એણે આમ કરતા જોઈ રહ્યો. એણે ખબર નઈ કેમ પણ ભૂમિજાને આમ જોઈ રહેવું એને ગમવા લાગ્યું.

સમયનું ભાન થતા ભૂમિજાએ આંખો ખોલી. અને તરત જ ગ્રંથ તરફ જોયું. આમ અચાનક જ ભૂમિજાએ એની તરફ જોતા જાણે પોતાની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ ગ્રંથે પોતાની નજર નીચી કરી લીધી. પરંતુ તેમ છતા પણ ભૂમિજાને ખબર પડી જ ગઈ. પણ એને ગ્રંથને કઈ જ ના કહ્યું. બસ ખાલી મુસ્કારાવા લાગી. ભૂમિજાને આમ મુસ્કારાતા જોઈ ગ્રંથને હાશ થઈ કે ચાલો એટલીસ્ટ અત્યારે તો ભૂમિજાએ એણે કઈ ના કહ્યું. થોડી ક્ષણો સુધી બંને ચૂપ રહ્યા એ રાહમાં કે પોતે કઈ નહિ બોલે એટલે બીજું કોઈ આપોઆપ જ વાતની શરૂઆત કરશે!! પણ બંનેનું મૌન રહેવું ભૂમિજાને ખટક્યું. એટલે એણે જ વાતની શરૂઆત કરી.

"જઈશું??" ભૂમિજાએ ખચકાતા સ્વરે પૂછ્યું.

"એઝ યુ વિશ!!" ગ્રંથએ પણ સામો ટુંકમાં જ ઉત્તર આપ્યો.

આમ બંને નીચે ઉતારવા માટે પાછા દાદર ચડવા લાગ્યા.

(( ગિરનાર પર્વતનું સ્ટ્રક્ચર જ એ પ્રમાણેનું છે કે જ્યારે તમે ચઢાણ કરતા હોવ ત્યારે અંબાજી મંદિરને પાર કરો ત્યાર બાદ દત્તાત્રેય શિખર સુધી પહોંચવા માટે પહેલા કેટલાક પગથિયાં ઉતારવા પડે. ત્યાર બાદ ફરીથી ઉપરની તરફ ચડો એટલે દત્તાત્રેય શિખર સુધી પહોંચો. ))

અંબાજી મંદિર પાસે આવતા ગ્રંથને લાગ્યું કે થોડો સમય અહી રોકાઈને ચા નાસ્તો કરી લેવો જોઈએ. અને એટલે જ એણે ભૂમિજાને ચા નાસ્તા માટે પૂછ્યું.

"ચા નહી. પણ જો કૉફી મળતી હોય તો ચોક્કસ પીવાનું પસંદ કરીશ!!" ભૂમિજાએ કહ્યું.

"આઈ વિલ ટ્રાય. તમે અહીંયા જ બેસો." ગ્રંથે બહુ જ નમ્રતાથી કહ્યું.

અને ત્યાર બાદ ટી સ્ટોલ પર ગયો. ત્યાં જઈને કૉફી માટે પૂછ્યું. નસીબજોગે ત્યાં કૉફી મળતી હતી. એટલે ગ્રંથ પોતાના માટે ચા તથા ભૂમિજા માટે કૉફી અને ગરમાગરમ મેથીના ગોટા તથા સાથે તળેલા મરચા અને કાંદા લઈને ભૂમિજા પાસે આવ્યો. કૉફીની સાથે પોતાને ભાવતા મેથીના ગોટા જોઈને ભૂમિજા બહુ જ ખુશ થઈ જાય છે. અને સાથે મરચા તથા કાંદા પણ હોય છે એટલે મજા પડી જાય છે. કાઠિયાવાડની ભાષામાં કહું તો ટેસડો પડી ગયો.😊😊

"થેંક યુ!!" ભૂમિજાએ આભાર માનતા કહ્યું.

"કોઈ વાંધો નહીં. અને એમ પણ તેજસના મિત્ર એટલે મારા મિત્ર."

"શું કહ્યું??" ભૂમિજાએ આશ્ચર્યના ભાવ સાથે પૂછ્યું.

"ક..ક..કઈ નહિ." ગ્રંથે થોથવાતા અવાજે કહ્યું.

"તો ઠીક. મને એમ લાગ્યું કે તમે મને પોતાની મિત્ર કહી." ભૂમિજાએ ગ્રંથને ડરાવા માટે થઇને પૂછ્યું.

"મારો કહેવાનો મતલબ એ હતો કે તમે જૂનાગઢમાં આવ્યા છો. અને જૂનાગઢ મારું વતન છે અને એટલે જ તમે અમારા શહેરના મહેમાન થયા કહેવાવ. અને અમારા શહેરના મહેમાન એટલે અમારા મહેમાન. અને અમારા કાઠિયાવાડમાં તો જાણે તમે એણે રિવાજ કહો તો પણ યોગ્ય જ ગણાય કે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે એમની પૂરતી ખાતિરદારી કરવી જ જોઈએ!!"

"આ ખાલી તમારા કાઠિયાવાડની જ પરંપરા નથી, પરંતુ સમગ્ર ગુજરાતની પરંપરા છે." ભુમિજાએ જવાબ આપતા કહ્યું.

ચા નાસ્તો પતાવી બંને પાછા ગિરનાર ઉતરવા લાગ્યાં. 10-11 વાગ્યાની આસપાસ બંને નીચે તળેટીમાં આવી ગયા એટલે ભૂમિજાએ તેજસને ફોન કર્યો, એ જાણવા માટે કે તે ક્યાં છે?? તેજસએ જણાવ્યું કે, અત્યારે તો એ ઘરે પહોંચી ગયો છે. આમ કહી એણે ફોન મૂકી દીધો.

હવે અહીંયાથી હોટેલ પહોંચવા માટે ભૂમિજાએ હોટેલમાં ફોન કર્યો જેથી કરીને હોટેલની કાર એણે પિકઅપ કરવા માટે આવે!! પરંતુ કોઈ કારણોસર હોટેલમાં સંપર્ક થઇ શક્યો નહીં. એટલે એ મુંઝાવા લાગી. ભૂમિજાની મુંઝવણ જોઈ ગ્રંથે એણે હોટેલ સુધી લિફ્ટ આપવાની ઓફર કરી. પોતાની પાસે બીજો કોઈ ઓપ્શન નથી એ વાત સારી રીતે જાણતી હોવાથી એણે નાછૂટકે ગ્રંથની ઑફર એકસેપ્ટ કરી લીધી.

ગ્રંથે ભૂમિજાને હોટેલ ડ્રોપ કરી અને ત્યાર બાદ પોતાના ઘરે જતો રહ્યો. ઘરે પહોંચ્યો ત્યારે તરત જ તેજસનો ફોન આવ્યો. એટલે ત્યાં બહાર જ બેસી ગયો એની સાથે વાત કરવા!!

"હા બોલ!!"

"તું સાંજે આવવાનો છે ને મારા ઘરે??" તેજસએ સાંજના હોલિકા દહનના પ્રોગ્રામ માટે થઇને પૂછ્યું.

"ના ભાઈ!! હું નથી આવવાનો!!"

"કેમ??"

"મારા ઘરે પણ તો હોલિકા દહન છે. એટલે હું તો અહી જ રહીશ!!"

"પ્લીઝ યાર!! તું આવને અહી."

"પણ મારું ત્યાં શું કામ છે??"

"કામ તો કઈ નથી પણ ભૂમિજા આવવાની છે!!"

"સાચ્ચે??"

"હા!! સાચ્ચે. પણ કંઈ વાંધો નહિ. તું ના આવીશ. હું જ જઈને ભૂમિજાને લઇ આવીશ. ok. કાલે મળીયે."

"અરે!! સાંભળ મારી વાત. હું ભૂમિજાને સાથે લઈને આવીશ. તું ખોટો ધક્કો ના ખાઈશ."

"તને બહુ ચિંતા છે ને મારી!! કે પછી કંઈ ઔર ચાલી રહ્યું છે તારા મનમાં??"

"અરે એવું કંઈ નથી." ગ્રંથે પોતાના મનની વાત છુપાવતા જણાવ્યું.

"તું મને ના સમજાવીશ. હું તારા દિલની વાત સારી રીતે જાણું છુ. પણ તું નથી જાણતો કે ભૂમિજાના દિલમાં કોઈ છે, જેને એ બહુ જ પ્રેમ કરે છે!!" તેજસએ ભૂમિજાના જીવનનો રાઝ ખોલતા કહ્યું.

"કોણ છે એ??" ગ્રંથને હવે એ જાણવાની ઉતાવળ થઈ એટલે એણે તેજસને પૂછ્યું.

"એ કોણ છે?? એ તો નથી ખબર. પણ તું નિરાશ ન થઈશ. એ કોણ છે એ તો હું આવતીકાલે જાણી જ લઈશ. પરંતુ તને એક વાત જણાવી દઉં કે એ વ્યક્તિ સાવજ ટીમની જ છે. ભૂમિજા કોઈને પ્રેમ કરે છે એ વાત સાચી છે પરંતુ બીજી એક વાત એ પણ જાણી લે એ વ્યક્તિ ભૂમિજાને પ્રેમ નથી કરતો."

"ok. સાંજે મળીયે." એમ કહી ગ્રંથે ફોન કટ કર્યો. અને વિચારવા લાગ્યો કે કોણ હશે એ વ્યક્તિ કે જેને ભૂમિજા પ્રેમ કરે છે?? શું મારો પ્રેમ અધુરો જ રહી જશે??

જમવાનો ટાઈમ થઇ ગયો હતો એટલે ગરિમા બહેન (( ગ્રંથના મમ્મી )) એ ગ્રંથને બૂમ પાડી. પોતાનું જમવાનું પતાવી ગ્રંથ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. સવાર સવારમાં એકદમ ખુશ દેખાતો પોતાનો દીકરો અત્યારે ઘણો ઉદાસ છે એ વાત ગરિમા બહેનને સારી રીતે સમજાઈ ગઈ. પણ અત્યારે કઈ પૂછવું યોગ્ય નથી, એમ વિચારી ગરિમા બહેને ગ્રંથને કઈ ના પૂછ્યું.

પોતાના રૂમમાં જઈ ગ્રંથ ભૂમિજાના ફોટા જોવા લાગ્યો, જે એણે પોતે જ ગિરનાર શિખર પર પાડયા હતા. સવારમાં વહેલો ઉઠ્યો હતો એટલે એને ફોટા જોતા જોતા જ ઊંઘ આવી ગઈ. સાંજે જ્યારે તેજસનો ફોન આવ્યો ત્યારે એની આંખ ખુલી. તેજસએ એણે ભૂમિજાનો નંબર આપ્યો, જેથી કરીને એ પોતે જ ભૂમિજાનો કોન્ટેક્ટ કરી શકે.

મસ્ત તૈયાર થઇને ગ્રંથ ઘરની બહાર નીકળી જ રહ્યો હતો ત્યારે ગૌરાંગ ભાઈએ (( ગ્રંથના પપ્પા )) એણે બૂમ પાડી અને એ જ સમયે ભૂમિજાનો મેસેજ આવ્યો, એ જણાવવા માટે કે એ પોતે એનાં ઘર આગળ આવે છે, એટલે ગ્રંથ એણે લેવા માટે હોટેલ ના જાય. મેસેજ વાંચીને ગ્રંથે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો અને પહોંચી ગયો એનાં પપ્પા પાસે.

"પપ્પા!! શું કામ છે??"

"કઈ ખાસ નહી. તું ક્યાંય જાય છે અત્યારે??"

"હા!! તેજસના ઘરે!!"

"કેમ??"

"બસ એમ જ. કાલે એની સગાઈ છે તો થોડુંક કામ પતાવવાનું છે એટલે." ગ્રંથ જુઠ્ઠ બોલ્યો.

"ઠીક છે પણ હોલિકા દહન પછી જજે. પૂજા પણ તો કરવાની છે તારે!!"

"હું ત્યાં જઈને પૂજા કરી લઈશ."

"ઠીક છે. પણ જલદી આવી જજે."

"હમ્મમમ!! હું નીકળું. બાય!!" એમ કહી ગ્રંથ પોતાની ગાડી લઈ સોસાયટીની બહાર નીકળી ગયો.

સોસાયટીની બહાર જ ભૂમિજા એની રાહ જોતી ઉભી હતી. ભૂમિજાએ ગ્રંથને જોયો એટલે એણે પોતાનો હાથ ઊંચો કરીને એનું ધ્યાન પોતાની તરફ દોર્યુ. ભૂમિજાને જોતા જ ગ્રંથે ગાડી એની પાસે ઊભી રાખી. અને ગાડીનો દરવાજો ખોલ્યો. ભૂમિજા ગ્રંથની ગાડીમાં બેસી એ કોઈ અન્ય વ્યક્તિ પણ જોઈ રહી છે એ વાતથી અંજાન ગ્રંથે એની કાર મારી મૂકી તેજસના ઘર તરફ!!

(( એ વ્યક્તિ કોણ હશે?? ગરિમા બહેન, ગૌરાંગ ભાઈ કે પછી કોઈ અન્ય?? શું ગ્રંથની love story પણ અધૂરી જ રહેશે ભૂમિજાની જેમ કે પછી કોઈ બીજો જ ટવીસ્ટ આવશે?? આવા અગણિત સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો "સંબંધોની માયાજાળ"))


(( Bhumija ))