The magic of relationships - 9 books and stories free download online pdf in Gujarati

સંબંધોની માયાજાળ - 9

સંબંધોની માયાજાળ_9


શું તમે મને તમારી પત્ની બનાવવાનું પસંદ કરશો?? ભૂમિજાએ આદિત્યની હાજરીમાં જ ગ્રંથને પૂછ્યું.

ભૂમિજા એમ અચાનક જ એણે પ્રપોઝ કરશે એવું ગ્રંથે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. એટલે શું જવાબ આપવો એ એણે સમજ જ ના પડી તેથી એ મૌન જ રહ્યો.

ગ્રંથને ચૂપ જોઈ આદિત્યને પણ જુસ્સો ચડ્યો. એટલે એણે પણ "જોયું?? એ મારો મિત્ર છે. અને તારી હકીકત જાણ્યા પછી મારો મિત્ર તો શું અન્ય કોઈ પણ છોકરો તને એની જીવનસાથી ના બનાવે. Characterless!! તારા જેવી ચરિત્રહીન છોકરીઓની સમાજમાં કોઈ જ જગ્યા નથી." આવા અગણિત આરોપો પછી પણ ગ્રંથે કઈ ના કહ્યું. ગ્રંથનું આમ મૌન રહેવું ભૂમિજાને ઘણું કઠ્યુ. એને હતું કે જે રીતે બપોરે ગ્રંથ એણે સમજતો હતો એવી જ રીતે અત્યારે પણ એ એણે સમજશે અને એનો સાથ પણ આપશે. પરંતુ એવું કઈ જ ના થયું.

ગ્રંથના આવા વર્તનથી ભૂમિજાને લાગ્યું કે હવે અહી રેહવાનો કોઈ જ મતલબ નથી. એટલે એ ત્યાંથી જવા લાગી. ત્યાં જ ગ્રંથે એણે એનો હાથ પકડીને રોકી. અને "હા!! હું તૈયાર છું તમને મારી જીવનસંગિની બનાવવા માટે. જીવનભર તમારી સાથે રહેવા માટે." એમ કહી ગ્રંથે એનો હાથ વધારે મજબૂતીથી પકડ્યો. અને ત્યારબાદ ભૂમિજાને પોતાની પાછળ કરી પોતે આદિત્યની સામે આવ્યો.

"હું નથી જાણતો કે તે ભૂમિજાને કેમ નકાર્યા!! અને મારે જાણવું પણ નથી. પરંતુ આ જ ક્ષણથી ભૂમિજા મારા જીવનસાથી છે. મારા પરિવારની ઈજ્જત છે. અને તું સારી રીતે જાણે છે મને. જ્યારે વાત મારા પરિવારની ઇજ્જતની હોય, ત્યારે હું નથી જોતો કે સામે કોણ છે!! અને એટલે જ કહું છું તને કે ભૂમિજાથી દુર રહેજે. આને મારી ધમકી સમજવી હોય તો ધમકી અને ચેતવણી સમજવી હોય તો ચેતવણી સમજજે." ગ્રંથે ધમકીના સૂરમાં આદિત્યને ચેતવણી આપતા કહ્યું. એણે એનો ફોન આપીને અને ભૂમિજાનો હાથ પકડીને ગ્રંથ ચાલવા લાગ્યો.

ભૂમિજાએ ગ્રંથને રોક્યો. અને એનો હાથ છોડાવી એ આદિત્ય પાસે પાછી આવી. આવીને "જે રૂપિયા માટે અને સંપત્તિ માટે અત્યારે તમે મારા ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છો ને એ રૂપિયાનો મને કોઈ મોહ છે જ નઈ!! દરેક છોકરી માટે સંપત્તિ જ મહત્વની નથી હોતી. કેટલીક છોકરીઓ માટે પ્રેમ અને એની રિસ્પેકટ જ મહત્ત્વના હોય છે. અને રહી વાત સંપત્તિની!! તો મારી પોતાની પાસે એટલી પ્રોપર્ટી છે ને કે હું મારા ફેમિલીને જીવનભર માટે સાથે રાખી શકું. એમને સારી લાઇફ સ્ટાઇલ આપી શકુ. આખા વર્ષમાં 6-7 લાખ રૂપિયા તો હું એમ જ દાનમાં આપી દઉં છું.

અને બીજી વાત. આજે જ્યારે આ સંબંધનો અંત આવી જ ગયો છે તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. જે કારણથી તમે મને રિજેક્ટ કરી હતી એ કારણ એટલે કે તમારી સગાઈ વિશેની સચ્ચાઈ પણ સાંભળી જ લો. મારી સગાઈ થઈ ગઈ છે!! મારી સગાઈ થઈ ગઈ છે!! એમ કહીને બહુ કૂદતાં હતા ને તમે?? તમને શું લાગે છે હું મૂર્ખ છું?? ચૂપચાપ તમારી બધી વાત માની લેતી હતી તો શું મને કઈ ખબર નહોતી પડતી?? ના!! હું ચૂપ હતી એટલા માટે કે હું ઈચ્છતી હતી કેં તમે ખુદ આવીને મને સચ્ચાઈ જણાવો. એટલા માટે નહી કે મને કઈ ખબર નહોતી પડતી!! તમારી વાતો પરથી જ મને ખબર પડી ગઈ હતી કે તમારી સગાઈને લઈને તમે ખોટું બોલ્યા હતા. ખોટું બોલનારે એક સિદ્ધાંત હમેશા યાદ રાખવો જોઈએ,


"સત્ય બોલનારને કઈ જ યાદ રાખવાની જરૂર પડતી નથી!!
પરંતુ!! જુઠ્ઠુ બોલનારને હમેશા બધું જ યાદ રાખવુ પડે છે.."


અને તમને તો કઈ યાદ રેહતું જ નથી. એટલે દર વખતે તમે એક નવી જ કહાની બતાવતા હતા મને." આમ કહી શબ્દોથી જ એણે આદિત્યના ગાલ પર બીજો તમાચો માર્યો. અને આ વખતે એ ખુદ ગ્રંથનો હાથ પકડીને ચાલવા લાગી.


પાછળથી આદિત્ય "તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે ગ્રંથ. એક મિત્ર તરીકે કહું છું હું તને કે તું પસ્તાઈશ. હજુ પણ સમય છે પાછો વળી જા!! આ છોકરી તારે લાયક નથી." એમ બૂમો પાડતો રહ્યો.


પરંતુ ગ્રંથ પર એના શબ્દોની કોઈ અસર ન થઈ. એ તો બસ એની જ મસ્તીમાં ચાલ્યો જાય છે. ગાડી પાસે આવીને ગ્રંથે ગાડીનો દરવાજો ખોલ્યો અને ભૂમિજાને બેસાડી. અને પોતે પણ ગાડીમાં બેસીને એણે ગાડી હંકારી મૂકી.


થોડે દુર ગયા ત્યાં જ ભૂમિજાએ ગ્રંથને ગાડી રોકવા કહ્યું. ગ્રંથે તરત જ ગાડી રોકી. ગાડી રોકાઈ એટલે ભૂમિજા તરત જ બહાર આવી ગઈ. ભૂમિજા બહાર આવી એટલે એની પાછળ પાછળ ગ્રંથ પણ બહાર આવ્યો.


ગ્રંથે બહાર આવીને જોયું તો ભૂમિજા રડી રહી હોય છે. ભૂમિજાને રડતા જોઈ ગ્રંથથી રહેવાયું નહિ. એટલે એ એની પાસે ગયો.જેવો ગ્રંથ ભૂમિજા પાસે પહોંચ્યો તરત જ ભૂમિજા એણે ભેટી પડી.


બપોરની જેમ જ અત્યારે પણ ભૂમિજાના આંસુ રોકાતા જ નહોતા. એ અવિરત પણે રડે જ જતી હતી.એણે ચૂપ કરવા માટે થઇને "ક્યાં સુધી તમે આદિત્ય માટે થઇને રડ્યા કરશો?? એ તમારો ભૂતકાળ છે. એણે ભૂલી જાવ હવે. અને જીવનની એક નવી શરૂઆત કરો. હું તમારી સાથે જ છું." આશ્વાસન આપતા ગ્રંથે કહ્યું.


ઘણા સમય સુધી રડ્યા પછી ભૂમિજા જ્યારે શાંત થઇ ત્યારે એણે ભાન થયું કે ઘણા સમયથી એ આમ જ ગ્રંથને ભેટીને ઉભી છે. એટલે તરત જ એ ગ્રંથથી દૂર થઈ. અને તરત જ "આઈ એમ સોરી." એમ કહી ગ્રંથની માફી માંગી.


"તમે કેમ સોરી કહો છો??" ગ્રંથે કંઈ સમજણ ના પાડતા પૂછ્યું.


"ત્યાં કેફેની બહાર જે થયું એના માટે!! હું એવું કાઈ કરવા નહોતી માંગતી. પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો પોતાને બચાવવા માટે!! અને એટલે જ મે તમને મારી સાથે લગ્ન કરવા વિશે પૂછ્યું. તમને દુઃખ પહોંચાડવાનો મારો કોઈ જ ઈરાદો નહોતો!! સાચું કહું ને તો હું તમને એ મામલામાં ખેચવા જ નહોતી માંગતી. પણ ત્યાં બીજું કોઈ હતું જ નહી જેની પર હું વિશ્વાસ કરી શકું. એટલે જ મે આ નાટક કર્યું." ભૂમિજાએ ફોડ પાડ્યો.


"નાટક?? હું કઈ સમજ્યો નહી."


"હા!! નાટક!! મે તમને લગ્ન માટે જે પ્રપોઝ કર્યું હતું એ ખાલી નાટક જ હતું. જો મે તમારી લાગણીને દુભાવી હોય તો હું હાથ જોડીને તમારી માફી માંગુ છું. આદિત્ય સાચું જ કેહતા હતા કે હું કોઈ પણ છોકરાની પત્ની બનવાને લાયક નથી. but trust me. I'm not a Character less. આદિત્યના આવ્યા પહેલાં કે આદિત્યના ગયા પછી પણ ક્યારેય મે કોઈ જ છોકરા વિશે વિચાર્યું પણ નથી. I am really sorry once again for all that nonsense. તમે મારી આટલી બધી મદદ કરી છે. એક આખરી મદદ કરી દો."


"હા બોલો!!"


"આજે જે કઈ પણ થયું, એના વિશે તેજસને જાણ ન થવી જોઈએ."


"આ હું નહી કરી શકું. કારણકે આજ સુધી અમે બંનેએ એક બીજાથી કઈ જ છુપાવ્યું નથી. અને એમ પણ એણે તમને અહી એ જ હેતુથી બોલાવ્યા હતા કે જેથી કરીને એ તમારા ભૂતકાળ વિશે જાણી શકે. અને રહી વાત મારી!!તો એની ચિંતા તમે ના કરશો ભૂમિજા. મને કોઈ જ ખોટું નથી લાગ્યું. જીવનસાથી તરીકે ના સહી, પરંતુ એક મિત્ર તરીકે હંમેશા તમારી સાથે રહીશ તેજસ ની જેમ જ!!"


"કેટલા એહસાન કરશો તમે મારી પર ગ્રંથ??"


"એક પણ નઈ!! હવે જવું છે કે રાતભર અહી જ રોકાઈને વાતો કરવી છે??" વાતાવરણને હળવું કરવા માટે ગ્રંથે ટીખળ કરતા પૂછ્યું.


"હા!!"


10 મિનિટમાં બંને ભૂમિજાની હોટેલ આગળ પહોંચ્યા. બન્નેએ એક બીજાને શુભરાત્રી કહ્યું એટલે ભૂમિજા ત્યાંથી જવા લાગી. ગ્રંથને કઈ યાદ આવતા એણે ભૂમિજાને બૂમ પાડીને રોકી. અને પાછી બોલાવી.


"હા બોલો!!"


"કઈ ખાસ નહી.બસ એ યાદ કરાવવા માટે પાછા બોલાવ્યા તમને કે સવારે 5:30 વાગ્યે અમે આવી જઈશું તમને લેવા માટે."


"ઓકે. તો હું 5:15 વાગ્યે જ ચેક આઉટ કરી લઈશ. અને હું અહી બહાર જ ઉભી હોઈશ. જેથી તમારે લોકોએ વધારે રોકાવું ના પડે."


"ના!! અમે આવ્યે એ પછી જ ચેક આઉટ કરજો. ત્યાં સુધી હોટેલની અંદર જ રહેજો. બાય. એન્ડ યસ!! કીપ સ્માઈલિંગ ઓલવેઝ." એમ કહી ગ્રંથે સ્માઈલ કરી.


ગ્રંથને હસતા જોઈ ભૂમિજાએ પણ એક મસ્ત મુસ્કાન આપી. અને એણે હસતા જોઈ ગ્રંથ ત્યાંથી નીકળી ગયો. ગ્રંથને જતા જોઈ ભૂમિજા વિચારવા લાગી કે, "કેવા છે આ વ્યક્તિ?? હજુ ખાલી 2 જ દિવસથી મને ઓળખે છે. તેમાં છતાં એવું લાગે છે કે જાણે વર્ષોથી મને સમજે છે!! મારા કારણે એમની વર્ષોની મિત્રતા તુટી ગઈ. તેમ છતાં ચેહરા પર ગુસ્સાની એક રેખા પણ નહોતી. કઈ માટીના બનેલા છે ગ્રંથ??"


અચાનક જ હોટેલના મેનેજરે ભૂમિજાને બૂમ પાડી ત્યારે એનું ધ્યાન ભંગ થયું. મેનેજરે એણે ચેક આઉટ માટે પૂછ્યું. ત્યારે જવાબમાં "હું આવતીકાલે સવારે 6:00 વાગ્યા પહેલાં જ ચેક આઉટ કરી લઈશ." એમ કહી એ એના રૂમમાં જતી રહી.


આ તરફ ગ્રંથે ઘરે આવીને જોયું તો એના ઘરમાં એના મમ્મી સિવાય કોઈ જાગતું નહોતું. ગરિમા બહેન ગ્રંથ સાથે વાત કરવા માટે થઇને જાગતા હતા. એમને ગ્રંથને જોયો તરત જ એને પોતાની પાસે બોલાવ્યો. ગ્રંથ એમની પાસે જઈને એમના ખોળામાં માથું રાખીને સૂતો. ગ્રંથ જ્યારે કોઈ ટેન્શનમાં હોય ત્યારે જ એ આવી રીતે એમના ખોળામાં માથું રાખીને સૂઈ જાય છે. એ વાત ગરિમા બહેન સારી રીતે જાણતા. અને એટલે જ એમણે ગ્રંથને "શું થયું દીકરા??" એમ પૂછ્યું.


"કઈ ખાસ નહી મમ્મી." ગ્રંથે એની મમ્મીને વાત ના ખબર પાડે એ હેતુથી ટુંકમાં જ ઉત્તર આપ્યો.


પણ માં તો માં હોય છે!! એમને બધી જ ખબર પડે છે. એટલે એમને "ભૂમિજાએ એ કઈ કહ્યું??" પૂછ્યું.


"ના રે ના મમ્મા!! એ તો બસ થાકી ગયો છું. અને સવારે જલદી પણ ઊઠવાનું છે એટલે ઊંઘ આવે છે." ગ્રંથે વાતને બીજી દિશામાં વાળી લેતા જણાવ્યું.


"કેમ?? ક્યાંય જવાનો છે તું??"


"હા!! હું અને તેજસ સવારે ખોડલ ધામ જવાનાં છે."


"એકલા?? અને ભૂમિજા?? એ નથી આવવાની??"


"એ પણ આવવાના છે. એમને મૂકવા જ જવાનાં છે રાજકોટ તો વિચાર્યું કે ખોડલ ધામ પણ જતા આવીએ."


"કેમ એણે મૂકવા?? હું કઈ સમજી નહી. શું એ એકલી નહી જઈ શકે??"


એવું નથી મમ્મી. એમને તો કહ્યું જ હતું કે એ એકલા જતા રહેશે. પણ મે અને તેજસએ ખોડલ ધામ જવાનું નક્કી કરેલું જ છે. તો વિચાર્યું કે ગમે ત્યારે જવાનું તો છે જ. તો બેટર છે કે આવતીકાલે જ જઈ આવીએ."


"હમમ!! ઠીક છે. સવારે જલ્દી ઊઠવાનું છે તો જા અત્યારે જઈને સૂઈ જા." એમ કહી ગરિમા બહેને ગ્રંથને રૂમમાં જવા કહ્યું.


"ok. Good Night mom." એમ કહી ગ્રંથ એના રૂમમાં ચાલ્યો ગયો. સૂવાની કોશિશ કરવા છતાં પણ એણે ઊંઘ ના આવી. પાછલી બે રાતોની જેમ આજની રાત પણ એણે જાગીને જ કાઢવી પડી. 4:00 વાગ્યા એટલે એનું એલાર્મ વાગ્યુ ત્યારે એ સ્નાન કરવા માટે ચાલ્યો ગયો. નાહીને બહાર આવ્યો અને ફટાફટ તૈયાર થઈ ગયો. ગાડીની ચાવી લઈને બહાર આવ્યો. ત્યાં એણે જોયું કે એના મમ્મી પણ જાગી જ ગયા છે. એટલે ગ્રંથ એની મમ્મી પાસે આવ્યો અને એમના પગે લાગ્યો તથા "શુભ પ્રભાત માય ડીઅર મમ્મા" કહ્યું.


"શુભ પ્રભાત બેટા. તું બેસ. હું ચા નાસ્તો લઈને હમણાં જ આવી. ચા નાસ્તો કરી લે. પછી જા."


"અરે મોમ!! અત્યારે નહી. હું લેટ થઈ રહ્યો છું. હું રસ્તામાં ચા નાસ્તો કરી લઈશ.


"ઠીક છે. બાય."


"બાય મોમ."


એમ કહી ગ્રંથ નીકળી ગયો તેજસના ઘરે જવા માટે. 4:55 વાગ્યે ગ્રંથ તેજસના ઘરે પહોંચી ગયો. તેજસ તૈયાર થઇને બહાર જ ઉભો હતો. એટલે તેજસને લઈને એ ભૂમિજાની હોટેલ પહોચ્યો.


ગ્રંથે ભૂમિજાને ના પાડી હતી એટલે એ હોટેલની બહાર નહોતી આવી. ગ્રંથે તેજસને રસ્તામાં જ ગઈ કાલ રાત્રે જે કંઈ પણ થયું હતું એ બધું જ કહી દીધું. વાત સાંભળીને તેજસને પણ આદિત્ય પર બહુ જ ગુસ્સો આવ્યો. પણ ગ્રંથે એણે ચૂપ રેહવા કહ્યું. એટલે એણે પણ ભૂમિજાને કઈ જ ના કહેવાનો નિશ્ચય કર્યો.


ગ્રંથ તેજસને ગાડીમાં જ રોકાવાનું કહી હોટેલમાં ચાલ્યો ગયો. રસ્તામાં જ એણે ભૂમિજાને ફોન કરીને રિસેપ્શન પર આવવા કહ્યું. ગ્રંથ રિસેપ્શન પર પહોચ્યો એના થોડાક જ સમયમાં ભૂમિજા પણ આવી ગઈ. ગ્રંથે ભૂમિજાનો સામાન લીધો અને એણે ચેક આઉટ કરીને બહાર આવવા કહ્યું. અને પોત બહાર ચાલ્યો ગયો. કારણકે જ્યારે એણે ભૂમિજાને જોઈ ત્યારે જ સમજી ગયો કે ભૂમિજા આખી રાત સૂતી પણ નથી અને પૂરી રાત બસ રડી જ છે. અને એ વધુ સમય એણે આમ જોઈ શકે એમ નહોતો એટલે જ એ બહાર આવી ગયો.


બહાર આવીને ગ્રંથે તેજસને "આજે તું ગાડી ડ્રાઈવ કરી લે. હું રાત્રે સૂતો નથી એટલે મને ઊંઘ આવે છે." એમ કહી એ ડ્રાઇવર સીટની બાજુમાં બેસી ગયો.


ભૂમિજા આવી એટલે તેજસએ એણે ગુડ મોર્નિંગ કહ્યું. ભૂમિજાએ પણ સામે ગુડ મોર્નિંગ કહ્યું અને ગાડીમાં બેસી ગઈ. તેજસએ કાર સ્ટાર્ટ કરી. અને જેતલસર વાળા રસ્તે જવા દીધી.


ભૂમિજા કોઈની સાથે વાત કરવી ના પડે એટલે આંખો મીંચીને સૂવાનું નાટક કરવા લાગી. પરંતુ એ સૂતી નથી પણ રડી રહી છે. એ વાત સમજતા ગ્રંથને વાર ના લાગી. આ જોઈને એનો ગુસ્સો વધવા લાગ્યો. એણે એટલો બધો ગુસ્સો આવતો હતો કે જો આદિત્ય અત્યારે એની સામે આવી જાયને તો એ એનું ખૂન જ કરી નાખે!!


1 કલાકમાં જ ત્રણેય ખોડલ ધામ પહોંચી ગયા. સૌથી પહેલા તો ત્રણેય જણાએ આઈ ખોડલ ના દર્શન કર્યા. અને એમ પણ માં ખોડલ એ ત્રણેયના કુળદેવી છે એટલે ત્રણેયને વધારે જ આસ્થા હોય છે ખોડલ ધામ પ્રત્યે.


દર્શન કરીને બહાર આવ્યા બાદ ગ્રંથ તેજસ અને ભૂમિજાને બેસવા કહી બહાર આવ્યો નાસ્તો અને ચા લેવા માટે. ચા નાસ્તાની દુકાનમાં જઈને બે ચા, એક કૉફી અને મિક્ષ ભજીયા લઈ આવ્યો. ચા તેજસને અને કૉફી ભૂમિજાને આપી એટલે ભૂમિજાએ થેન્ક યુ કહ્યું.


ચા નાસ્તો કરી લીધા બાદ ભૂમિજાએ જવા માટે પૂછ્યું. ત્યારે ગ્રંથે એનો હાથ પકડીને પાછી બેન્ચ પર બેસાડી. એનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો, "ભૂમિજા હું તમને કઈક કેહવા માંગુ છું."


"હા બોલોને ગ્રંથ!!"


"મારી વાતનું ખોટું ના લગાડતા. પણ હા!! હું સાચું કહું છું. જ્યારે મે ખાલી તમારા વિશે તેજસ પાસેથી સાંભળ્યું જ હતુંને ત્યારથી જ મને તમારાથી પ્રેમ થઈ ગયો હતો. જેમ જેમ તમને હું જાણતો ગયો તેમ તેમ તમારા પ્રત્યે મારા મનમાં રીસપેક્ટ પણ વધતી ગઈ. જ્યારે જ્યારે હું તમને તકલીફમાં જોઉં છું ત્યારે ત્યારે મને પણ તકલીફ થાય છે. તમે જ્યારે મારા મમ્મી સાથે એમની મદદ કરતા હતા કોઈ પણ હિચકિચાટ વગર, ત્યારે મને લાગ્યું કે જો તમે મારી પત્ની બનીને અમારા પરિવારનો હિસ્સો બનશો તો મને મારા માતા પિતા માટે થઇને કોઈ ચિંતા નઈ કરવી પડે. મારા કરતાં પણ વધુ તમે મારા મમ્મી પપ્પા ને સાચવશો. હું કોઈ જ મજાક કે નાટક નથી કરતો. હું બહુ જ સિરિયસલી પૂછું છું તમને. શું તમે મારા જીવનસાથી બનવાનું પસંદ કરશો??" ગ્રંથે ભૂમિજાને પ્રપોઝ કરતા પૂછ્યું.


"ગ્રંથ તમે કેમ સમજતા નથી?? ગઈ કાલે આદિત્યએ જે કહ્યું એ તમે સાંભળ્યું હતું ને બરાબર?? તો પછી આ બધું કેમ?? આદિત્યએ કહ્યું એમ હું ખરેખર કોઈની પણ પત્ની બનવાને લાયક નથી!! અને એમ પણ, તમે મારા કરતાં પણ વધારે સારી છોકરી deserve કરો છો. પ્લીઝ!! હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ખોટી જિદ ના કરો." ભૂમિજાએ ગ્રંથના પ્રપોઝલને નકારતા કહ્યું.


"તમે કેમ આમ વિચારો છો ખુદના વિશે?? અને આદિત્યની વાતને કેમ આટલું સિરિયસલી લઈ રહ્યા છો?? અને હા બીજી એક ચોખવટ કરી દઉં. મને કોઈ જ ફરક નથી પડતો કે દુનિયા શું કહે છે તમારા વિશે!! બસ હું એટલું જાણું છુ કે હુ તમને પ્રેમ કરું છું અને કરતો પણ રહીશ. આ બે જ દિવસમાં મને સમજાઈ ગયું છે કે તમે જ મારા અને મારા પરિવાર માટે શ્રેષ્ઠ છો. એક વાર હા પાડી દો. બીજું બધું હું સાંભળી લઈશ. તેજસ તું સમજાવ ને એમને!!"


બાજી હાથમાંથી સરકી રહી છે એ જોઈ તેજસએ પણ ગ્રંથની વાતને સમર્થન આપતા કહ્યું, " ગ્રંથ એકદમ સાચું કહી રહ્યો છે. અને. એમ પણ તે મને વચન આપ્યું હતું કે જો કોઈ એવો છોકરો મળી ગયો જે તને તારા ભૂતકાળને જાણ્યા પછી પણ તને પ્રેમ કરે, તો તું એની સાથે જીવનમાં આગળ વધી જઈશ. તો ગ્રંથ એ જ છોકરો છે જે તારા ભૂતકાળને જાણ્યા પછી પણ તને પ્રેમ કરે છે. તો પછી તું કેમ ના પાડે છે??"


"ઓકે ઓકે!! હું આ વિશે વિચારીશ. પણ હું હા ત્યારે જ કહીશ જ્યારે ગ્રંથના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા માની જશે. પરંતુ તમારા બેમાંથી કોઈ મને ફોર્સ નહિ કરે." ભૂમિજાએ હાર માનતા કહ્યું.


"એની ચિંતા તમે ના કરો. એ લોકોને હું મનાવી લઈશ. આજથી તમારા દરેક સ્વપ્ન મારા. તમારી દરેક ચિંતા મારી. અહી ખોડલ ધામ માં ઉભા રહીને માં ખોડલની સાક્ષીએ તમને વચન આપું છું કે ક્યારેય તમારા આંખમાં આંસુ નહી આવવા દઉં. તમારી સ્માઈલનું હંમેશા ધ્યાન રાખીશ.અને જો કોઈએ તમને રડાવ્યા તો હું એણે છોડીશ નહીં. હંમેશા તમારું માન જાળવીશ. તમારી દરેક ઈચ્છાઓ ને પૂરી કરીશ. ક્યારેય તમને કોઈ જ કામ કરતા નઈ રોકું." ભૂમિજાએ હા પાડતા ગ્રંથ ખુશીનો માર્યો એણે વચન પર વચન આપવા લાગ્યો.


"બસ બસ!! એક સાથે કેટલા વચન આપશો?? જીવનભર સાથે જ રેહવાનુ છે, જો મે હા પાડી તો!!" ભૂમિજાએ ગ્રંથની ખુશીઓની ગાડીમાં પંચર પાડતા કહ્યું.


આ તરફ ગ્રંથના ઘરે ગ્રંથના મમ્મી એનાં પપ્પાને "તમને એવું નથી લાગતું કે આપણો દિકરો હવે મોટો થઈ ગયો છે??" પૂછ્યું.


"કેમ?? આજે અચાનક આમ પૂછવાનું કારણ??" ગ્રંથના પપ્પાને કઈ સમજ ના પાડતા સામો પ્રશ્ન પૂછ્યો.


"જે છોકરાને છોકરીઓના નામથી પણ એલર્જી હતી એ ગઈ કાલે એક છોકરીને લઈને આવ્યો હતો ડિનર માટે!! હવે બોલો તમને નથી લાગતું કે આપણે એના લગ્ન વિશે વિચારવું જોઈએ??"


"હા!! તારી વાત તો સાચી છે. પણ એણે પસંદ કરે અને સાથે સાથે આપણા ઘરને સારી રીત સાચવે તથા હંમેશા એણે જોડીને રાખે એવી છોકરી આપણને મળશે ક્યાં?? આજ કાલની છોકરીઓ તો તું જાણે જ છે!! લગ્ન થયા નથી કે તરત જ પતિને લઈને અલગ રહેવા જતું રહેવું હોય છે. સયુંકત પરિવારમાં રેહવું તો ગમે જ નહી. હવે બોલ!! તારા કુંવર માટે કઈ છોકરી હા પાડશે??" ગૌરાંગ ભાઈએ પોતાના મનની શંકા વ્યક્ત કરતા પૂછ્યું.


"મારી નજરમાં એક છોકરી છે. જે ગ્રંથ માટે એકદમ પરફેક્ટ રહેશે. જો તમે હા પાડો તો આપણે વાત આગળ ચલાવીએ." એમ કહી પોતાના મોબાઈલમાં રહેલો એ છોકરીનો ફોટો ગરિમા બહેને ગૌરાંગ ભાઈને બતાવ્યો.


ગરિમા બહેનની જેમ ગૌરાંગ ભાઈને પણ છોકરી પસંદ આવી ગઈ. એટલે એમને "તો પછી કરો કંકુના!!" કહ્યું.


આ બધી વાત બહારથી આવીને દરવાજે ઉભેલા ગર્વિતે સાંભળી લીધી. પણ એણે એ નહોતી ખબર કે છોકરી કોણ છે?? એટલે એણે લાગ્યું કે એના ભાઈની લવ સ્ટોરી અધુરી જ રહી જશે. એટલે ગભરાહટ માં જ એણે ગ્રંથને ફોન કર્યો.


(( શું ગ્રંથની લવ સ્ટોરી પણ અધૂરી જ રહી જશે?? કોણ હશે એ છોકરી જેને ગ્રંથના માતા પિતા એ પસંદ કરી છે ગ્રંથ માટે?? ભૂમિજાનો જવાબ શું હશે?? અને કેવું હશે ગ્રંથ અને ભૂમિજાનું ભવિષ્ય?? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija ))

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED