ભૂમિજા એ જ દિવસે રાજકોટ પહોંચે છે. બે દિવસમાં એ ઘણી ખરી preparation પતાવી દે છે એન્યુઅલ મિટિંગની. પોતાનું કામ પતાવીને હોળીની આગલી સાંજે જ ભૂમિજા જૂનાગઢ પહોંચી જાય છે. કંપનીની કાર હોવા છતાં પણ એ ગુજરાત એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. બે કલાકની મુસાફરી હોવાથી ભૂમિજાએ પહેલેથી જ રિઝર્વેશન કરાવીને પોતાની મનગમતી સિટ મેળવી લીધી હોય છે. વિન્ડો સીટની સાથે હળવું મ્યુઝીક અને ગમતી નોવેલ આ બન્ને ભૂમિજા માટે કોઈ પણ સફર માટે એનાં ગમતા સાથી હોય છે.
સાંજે 7:35 વાગ્યે ભૂમિજા જૂનાગઢ પહોંચે છે. હોટેલમાં પહેલેથી જ બુકિંગ હોવાથી એ બસ સ્ટેશનથી ડાયરેક્ટ હોટેલ પહોંચે છે. હોટેલ પહોંચ્યા બાદ સૌપ્રથમ ફ્રેશ થઈને ત્યારબાદ તેજસને ફોન કરે છે.
" Hy નેતાજી!! " ભૂમિજાએ તેજસને ચીડવવા માટે થઇને કહ્યું.
" બોલને બેનામ. " તેજસએ પણ ભૂમિજાની ટાંગ ખેંચતા એનાં જેવો જ જવાબ આપ્યો.
" આવતીકાલ સવારનો શું પ્રોગ્રામ છે?? " ભૂમિજાએ ડાયરેક્ટ મુદ્દા પર આવતા પૂછ્યું.
" આવતીકાલે સવારે તો કઈ નથી. સાંજે હોલિકા દહન છે. બસ એટલું જ!! " તેજસએ પણ ગોળ ગોળ વાતો ના કરતા સીધો જ જવાબ આપ્યો.
" તો ઠીક છે. આવતીકાલે સવારે 5:00 વાગ્યે ગિરનાર પર્વતના પ્રવેશદ્વાર આગળ આવી જજે. "
"કેમ?? "
"જે કહું છું એટલું કર. વધારાના સવાલ જવાબ ના કર."
"પણ કે તો ખરી. આટલું જલદી ત્યાં આવવાનો મતલબ શું છે?? શું ગિરનાર ચડવાનો છે?? "
"યેસ !! ગિરનાર જ ચડવાનો છે. 😊😊😊😊 "
" શું?? પાગલ થઈ ગઈ છે તું?? હું નથી આવવાનો!! "
"ઠીક છે. તો પછી હું પણ નહિ આવું તારી સગાઈમાં!! " સગાઈ શબ્દ પર ભાર આપતા ભૂમિજાએ કહ્યું.
" અરે યાર!! આ તો તું ઈમોશનલ બ્લેકમેઇલ કરે છે મને. આવું ના કરને!! પ્લીઝ!! 🙏🙏 " તેજસએ આજીજીના સૂરમાં કહ્યું.
"તારે જે સમજવું હોય એ સમજ. પણ!! યાદ રાખ કે જો આવતીકાલે સવારે 5:00 વાગ્યે તું ગિરનાર પ્રવેશદ્વાર આગળ ના આવ્યો તો હું પણ પરમદિવસે સવારે તારી સગાઈમાં નહિ આવું!! હવે નક્કી તારે કરવાનું છે કે તારે શું કરવું છે!! "
"ok !! મારી મા. તું જીતી અને હું હાર્યો. પહોંચી જઈશ આવતી કાલે સવારે ત્યાં. જ્યાં તે કહ્યું છે. " તેજસએ હાર માનતા જણાવ્યું.
" Good!! that's a good boy!! "
" હવે એ તો કહે કે તું છે ક્યાં અત્યારે?? "
" હું સાવજના શહેર એવા જૂનાગઢમાં છું અત્યારે!! "
" સાચે?? જલદી બોલ. ક્યાં છે તું અત્યારે જૂનાગઢમાં?? હું તને અત્યારે જ લેવા આવું છું. એક કામ કર. તારું લોકેશન સેન્ડ કર. હું આવ્યો. "
" અરે અરે!! મારી રાજધાની એક્સપ્રેસ!! શાંત પડ. અત્યારે નહી. આવતીકાલે મળીયે. અત્યારે મારે આરામ કરવો છે. સો હું એમ પણ અત્યારે સૂઈ જ જવું છું. so good night. see you tomorrow morning. bye. 😊😊😊😊 "
" as you wish. good night. bye. and take care. " આમ કહી તેજસએ ફોન મૂક્યો.
" કોણ હતી એ ભાઈ?? જેની બધી વાત તે આમ ચૂપચાપ માની લીધી?? " તેજસનો મિત્ર ગ્રંથ તેજસ સામે શંકાની નજરે જોઈને એણે સવાલો કરવા લાગ્યો.
" છે એક!! મારી એકદમ ખાસ ફ્રેન્ડ. "
" ખાલી ફ્રેન્ડ જ કે પછી... " વાક્યને અધુરું જ મૂકતા ગ્રંથએ સ્માઇલ સાથે પૂછ્યું.
" ઓ ભાઈ!! તારા કલ્પનાના ઘોડાઓને લગામ લગાવ. એ બસ ફ્રેન્ડ જ છે. અને તું એ ના ભૂલ કે પરમદિવસે સવારે મારી સગાઈ થવાની છે. "
"ઓહ!! હા!! હા!!By the way. શું પ્રોગ્રામ છે આવતીકાલનો તારો?? "
" કઈ ખાસ નહી. બસ મેડમને ગિરનાર ચઢવો છે. અને એટલે જ એણે કંપની આપવા માટે મારે પણ જવાનું છે!!☹️☹️ "
" પણ તું કેમ આટલો ઉદાસ થાય છે?? ખાલી ગિરનાર જ ચડવાનો છે ને!! "
" ઓ ભાઈ!! ખાલી ગિરનાર જ ચડવાનો છે એટલે?? ગિરનાર ચડવાનો છે. ઘરની અગાસી નથી ચડવાની!! "
" હા!! તો એમાં આટલો ઉકળે છે કેમ તું?? " ગ્રંથએ તેજસની ઉદાસીનું કારણ જાણવા માટે પૂછ્યું.
"ઉકળવાનું કારણ એટલું જ છે કે મને ગિરનાર નથી ચડવો. " તેજસએ લટકેલા મોઢે જવાબ આપ્યો.
" આટલી નાની વાતમાં તું ઉદાસ થઇ ગયો. તારે નથી જવું તો ના પાડી દે ને પણ!! " ગ્રંથએ તેજસની પરેશાનીનો હલ આપતા સુજાવ આપ્યો.
" ના પડાય એમ નથી. "
" પણ કેમ?? "
" કારણકે જો હું ના પાડીશ તો એ મારી સગાઈમાં નહિ આવે. " તેજસએ ઉદાસ વદને જણાવ્યું.
" ઓહ!! તો આમ વાત છે. કોઈ વાંધો નહીં. તારી સમસ્યાનો હલ મારી પાસે છે. આવતીકાલે સવારે 4:45એ હું તને તારા ઘરેથી પિકઅપ કરીશ. તું તૈયાર રહેજે. " ગ્રંથએ શાતિર મુસ્કાન સાથે તેજસને કહ્યું. જાણે એના દિમાગમાં કઈ રંધાઈ ના રહ્યું હોય!!
" પણ ભાઈ!! તું કરવાનો શું છે એ તો કહે પહેલા!! " તેજસને ગ્રંથના ઇરાદા યોગ્ય ન લાગતાં એણે ગ્રંથને પૂછ્યું.
" ચિલ માર. અને હા!! ભરોસો રાખ. તારો મિત્ર કઈ જ ગલત નહિ કરે. અને એ પણ એક છોકરી સાથે તો ક્યારેય નહી. હા માનુ છું કે ભગવાને મને બહેન નથી આપી તો શું થયું?? માતા તો આપી જ છે ને!! અને મારી મમ્મીએ જ મને શીખવ્યું છે કે ક્યારેય કોઈ છોકરીની સાથે કઈ જ ગલત ના કરીશ. અને એમ પણ હું તો એક જ સિદ્ધાંતમાં માનું છું કે, " દરેક છોકરીને પોતાની બહેન નાં બનાવી શકો તો કઈ નહિ. પણ!! દરેક છોકરીને પોતાની બહેન જેટલી રિસ્પેક્ટ તો આપવી જ જોઈએ ""
" હા! હા! મારા શેકસપિયર. હવે તારી ફિલોસોફી બંધ કર અને મને એ જણાવ કે તું કરવાનો શું છે?? "
" હું કઈ જ નથી કરવાનો. હું તો ખાલી તારી સાથે આવીશ ગિરનાર ચઢવા માટે. " ગિરનાર શબ્દ પર ભાર આપતા ગ્રંથ એ જણાવ્યું.
" ok. એક વાત કહું?? "
" હા બોલ!! "
" તમે બંને એક જેવા જ છો!! "
" અમે બંને એટલે?? "
" તું અને ભૂમિજા."
" કેવી રીતે?? "
" તમે બંને જિદ્દી છો. એક વાર કઈ નક્કી કરી લો એટલે પછી એ કામ કરીને જ દમ લો. "
" એ તો આવતી કાલે જ ખબર પડશે કે કોણ કોના જેવું છે?? "
" હમ્મમમ. હવે ઘરે જઈશું?? "
" સ્યોર. મળીયે કાલે. "
આમ કહી બંને છુટા પડ્યા. તેજસને લાગ્યું કે કદાચ ગ્રંથ ભૂમિજા માટે કઈક ફિલ કરી રહ્યો છે. પણ પછી વિચાર આવ્યો કે આ કેવી રીતે શક્ય બને. જેને જોયા જ ના હોય એને કોઈ કેવી રીતે પ્રેમ કરી શકે!!
તો આ તરફ ગ્રંથ વિચારી રહ્યો છે કે એવું તો શું છે આ તેજસની મિત્રમાં?? કે જે મને એના વિશે વિચારવા પર મજબૂર કરી રહ્યું છે?? હું કેમ એની તરફ અટ્રેક્ટ થઇ રહ્યો છું?? અને એ પણ એવી વ્યક્તિ તરફ જેને હજુ સુધી મે જોઈ પણ નથી?? સમજવાની વાત તો બહુ દૂરની રહી!! એનું નામ પણ કેવું વિચિત્ર છે?? "ભૂમિજા" આવું તો કઈ નામ હોતું હશે?? પણ છે એકદમ હટકે!! એકદમ અલગ. આવું નામ ભાગ્યે જ કોઈ બીજાનું હશે. વિચારોમાં ને વિચારોમાં જ ગ્રંથના ચહેરા પર એક મસ્ત મુસ્કાન આવી ગઈ. આખી રાત ગ્રંથ બસ ભૂમિજા વિશે જ વિચારતો રહ્યો. અને અચાનક એલાર્મ વાગ્યું. એલાર્મ વાગ્યું ત્યારે ખબર પડી કે આ અંજાન છોકરીએ એની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે.😍😍
4 વાગી ગયા છે અને એને 4:45એ તેજસના ઘરે પહોંચવાનું છે એ વાતનો ખ્યાલ આવતા જ ગ્રંથ ફટાફટ નહાવા ચાલ્યો જાય છે. નાહીને તૈયાર થઇને ગ્રંથ ઘરની બહાર નીકળતો જ હોય છે ત્યાં જ એના મોમ પાછળથી ગ્રંથને સાદ પાડે છે. એટલે ગ્રંથ રોકાઈ છે એનાં મોમ સાથે વાત કરવા માટે.
પોતાના દીકરાને સવાર સવારમાં આટલી જલ્દી અને એ પણ આમ તૈયાર થઇને જતા જોઈ ગરિમા બહેન(ગ્રંથના મોમ)ને અચરજ થાય છે એટલે જ એ ગ્રંથને પૂછે છે કે એ અત્યારે ક્યાં જાય છે??
ગ્રંથ પોતાની મોમની વાત ને ટાળવા માટે થઇને કહે છે કે ક્યાંય નહી. તેજસ ના ઘરે જાઉં છુ. આજે ગિરનાર ચઢવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ગ્રંથે ટુંકમાં જ પતાવ્યું. જેથી કરીને એની મોમને કઈ શક ના જાય.
પણ!! કહેવાય છે ને કે "મા તો મા હોય છે. એ એના સંતાનના મનની દરેક વાત એનાં જણાવ્યા વગર પણ સમજી જ જાય છે" બસ એ જ રીતે ગરિમા બહેન પણ સમજી જ જાય છે કે એમનો દીકરો કઈક તો છૂપાવી રહ્યો છે. પરંતુ એમને એમના દીકરા પર પૂરો વિશ્વાસ હોય છે એટલે એ ગ્રંથને વધારે કોઈ સવાલ જવાબ કર્યા વિના જવા દે છે.
4:45ની બદલે ગ્રંથ 4:55એ તેજસના ઘરે પહોંચે છે. ભૂમિજા સમયની એકદમ પાક્કી છે આ વાતને સારી રીતે જાણતો હોવાથી તેજસ ગ્રંથ પર ગુસ્સે થાય છે. પરંતુ ગુસ્સો કરવાનો પણ એની પાસે સમય નથી એ વાત સમજાતા જ તેજસએ ગ્રંથને ગાડી તેજ ભગાવવાનું કહ્યું. અને ગ્રંથે પણ તેજસની વાત માનતા ગાડી એકદમ તેજ કરી. અને એટલે જ 15 મિનિટનો રસ્તો 5-6 મિનિટમાં જ પૂરો કર્યો.
અહી ગિરનારના પ્રવેશદ્વાર પર ભૂમિજા પોતે કહ્યા અનુસાર 5:00 વાગ્યે પહોંચી જાય છે. તેજસને 1 મિનિટ જેટલું લેટ થાય છે. પરંતુ આજે ઘણા દિવસો પછી, નહી નહી ઘણા મહિનાઓ પછી એ તેજસને મળતી હોવાથી ભૂમિજા બહુ જ ખુશનુમા મિજાજમાં હોય છે અને એટલે જ એ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરે છે. તેજસને જોતા જ ભૂમિજા એણે હાય કહે છે. તેજસ પણ ભૂમિજાને આટલા બધા મહિનાઓ પછી મળતો હોય છે એટલે એ પણ ઘણો ખુશ હોય છે. બંને એકબીજાની સામે આવતા જ એકબીજાને ગળે મળે છે. આ તરફ ગ્રંથ પોતાની કારને પાર્ક કરીને બંનેની પાસે આવે છે. ત્યારે જ ભૂમિજાને કોઈ કોલ આવે છે એટલે એ તેજસથી દુર જઈને કોલ રિસીવ કરે છે. વાત પતાવીને જ્યારે પાછી આવે છે ત્યારે તેજસની સાથે કોઈ અન્ય વ્યક્તિને જોઈ ચોંકી જાય છે. તો સામે ગ્રંથ પણ જાણે કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે ભૂમિજાને જોઇને!!😍😍😍😍