The magic of relationships - 8 books and stories free download online pdf in Gujarati

સંબંધોની માયાજાળ - 8

સબંધોની માયાજાળ_8


અક્ષે catch કરવા માટે હાથ ફેલાવ્યા. અને catch કરી પણ લિધો. આ જોઈ આદિત્ય અને એની ટીમ ગેલમાં આવી ગઈ. પરંતુ ટવીસ્ટ હજુ બાકી છે!!

કેચ તો થઈ ગયો. પરંતુ જીતવાની ખુશીમાં એ વાતનું ધ્યાન જ ના રહ્યું એમને કે અક્ષનો પગ બાઉન્ડ્રી લાઈનને પેલે પાર આવી ગયો!!

આ વાત અન્ય કોઈની નજરમાં તો ના આવી પરંતુ ભૂમિજાની નજરમાં આવી ગઈ. એટલે તરત જ એણે આદિત્યનો હાથ પકડ્યો. અને એણે ખેંચીને લઈ ગઈ બાઉન્ડ્રી લાઇનની પાસે, જ્યાં અક્ષ ઊભો હોય છે. સૌને ભૂમિજાનું આવું વર્તન અજીબ લાગ્યું. એટલે બીજા બધા લોકો પણ ત્યાં આવી ગયા.

"look at him first where he is stand,then celebrate your victory. (( પહેલા એ તો જુઓ કે એ ક્યાં ઊભો છે!! પછી પોતાની જીતની ઉજવણી કરો.))"

બધાએ અક્ષને જોયો. ત્યારે ખબર પડી કે એનો પગ બાઉન્ડ્રી લાઇનની પેલે પાર છે. ત્યારે સૌને સમજાયું કે ભૂમિજાએ સીક્સ ફટકારી હતી. અને તેથી જ એ લોકોની ટીમ જીતી ગઈ હતી, જ્યારે સાવજની ટીમ હારી ગઈ હતી.

હવે ખુશ થવાનો વારો ભૂમિજા&ટીમનો હતો. સાવજ&ટીમ ચૂપચાપ ત્યાં ઉભી રહીને આ લોકોની જીતની ઉજવણીને જોઈ રહી. આદિત્યથી હાર બરદાસ્ત ના થતા એ બહાર ચાલ્યો જાય છે. એણે આમ બહાર જતો જોઈ ભૂમિજા પણ દોડતી દોડતી એની પાછળ જાય છે. થોડેક દૂર જઈને એ આદિત્યને રોકે છે.

"જેમ જીતનું ઘમંડ કરો છો ને એમ હારને પચાવતા પણ શીખો." ભૂમિજાએ મહેણું માર્યું.

"તું જતી રહે અહીંયાથી. મને આજે પણ તારી સાથે વાત કરવી પસંદ નથી." આદિત્યએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું.

"મને પણ કોઈ શોખ નથી તમારી સાથે વાત કરવાનો. મારે તો તમને ખાલી એટલું જ કહેવું હતું કે તમારા રિજેકશને મને એટલી મજબૂત બનાવી દીધી છે કે કદાચ તમે મારી આંખો સામે જ કોઈ અન્ય સાથે લગ્ન પણ કરોને તો પણ હું વિચલિત ના થાઉં. અને રહી વાત પ્રેમની તો, ગો ટુ હેલ!!" આમ કહી ભૂમિજા ત્યાંથી જતી રહી. આદિત્ય એની અકડને જોઈ રહ્યો.

"જે છોકરીને મેં રીજેક્ટ કરી એ જ છોકરી આજે આટલા આત્મવિશ્વાસથી જવાબ આપે છે!! અને એ પણ મને!! આખીરમાં એના આમ કરવા પાછળ કોનો હાથ છે?? એ તો માલૂમ કરવું જ પડશે. કોના દમ પર એ આટલી કૂદી રહી છે?? એની ભાળ તો મેળવવી જ પડશે." આમ વિચારીને આદિત્યએ કઈક નક્કી કર્યું. અને બહાર જવાનાં બદલે બધા લોકો જ્યાં બેઠા હોય છે ત્યાં જાય છે.

સાવજ ટીમના મેમ્બર્સ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રહેતા હોવાથી અત્યારે એમને નીકળવું પડે એમ હોય છે. જો એ લોકો અત્યારે નીકળી જાય જૂનાગઢથી તો જ કેટલાક લોકો રાત સુધીમાં એમના ઘરે પહોંચી શકે એમ હોવાથી સાવજે તેજસ પાસે જવા માટેની રજા માંગી. તેમજ ભૂમિજાનો પણ આભાર માન્યો.

બધા નીકળતા જ હોય છે ત્યારે જ આદિત્ય અક્ષને "આ લે ગાડીની ચાવી. મારે અહી જૂનાગઢમાં થોડું કામ છે આવતીકાલે, તો હું પરમદિવસે અમદાવાદ આવીશ. આજે તું જ ડ્રાઈવ કરી લે." એમ કહી ચાવી આપે છે.

બધાના ગયા પછી આદિત્ય આજની રાત એનાં જ ઘરે રોકાવા માટે તેજસને પૂછે છે. તેજસ પણ મિત્ર હોવાના નાતે હા પાડે છે. ભૂમિજાને આ નથી ગમતી. પરંતુ આદિત્ય પણ એની જેમ જ તેજસનો મિત્ર છે. એમ વિચારી એ કઈ બોલતી નથી.

ત્યાં જ ભૂમિજાનો ફોન રણકે છે. એટલે એ "હલ્લો!! Bhumija Spiking. who are you??" એમ એકદમ પ્રોફેશનલ લેન્ગવૅજમા વાતની શરૂઆત કરે છે.

સામેથી એણે કઈક માહિતી મળે છે. ફોન પુણેથી આવ્યો હોય છે. એટલે એ મરાઠીમાં જ વાત કરે છે.

"काय अडचण आहे?"
(( પ્રોબ્લેમ શું છે?? ))

વળી સામેથી કઈ જવાબ મળે છે. એટલે "2500 कोटी ही खूपच लहान रक्कम आहे. आम्ही यापेक्षा खूप मोठा प्रकल्प पूर्ण केला आहे. तू ते का विसरलास ?? (( 2500 કરોડ તો બહુ નાની રકમ છે. એના કરતાં પણ મોટી રકમના પ્રોજેક્ટ આપને પૂરા કર્યા છે, એ વાત તું કેમ ભૂલી જાય છે?? ))" એમ કહી સામે વાળી વ્યક્તિ ને ઠપકો આપે છે.

વળી સામેથી કઈ કેહવાય છે. એટલે એ "मी पुणे आलो तर काहीतरी विचार कर. (( હું પુણે આવું પછી કઈક વિચારીએ. ))" એમ કહી ફોન કટ કરે છે.

આ તરફ ભૂમિજા ફોન પર કોઈની સાથે વાતો કરવામાં વ્યસ્ત છે એ જોઈ તેજસ ગ્રંથ સાથે વાત કરવાનું વિચારે છે. પરંતુ એમની સાથે આદિત્ય પણ હોય છે. એટલે તેજસ આદિત્યને પૂછે છે કે સવારે એ લોકો ક્યારે નીકળ્યા હતા અહી આવવા માટે!!

"6:00 વાગ્યે!!"

"હમમ!! તો તો તું સવારે જલદી ઉઠ્યો હોઈશ. તો એક કામ કર તું. થોડોક સમય આરામ કરી લે." એમ કહી તેજસ આદિત્યને પોતાનો રૂમ બતાવે છે. અને એણે આરામ કરવા માટે મોકલી દે છે. જેથી કરીને એણે ગ્રંથ સાથે એકાંત મળે.

આદિત્યના ગયા પછી તેજસ ગ્રંથને "એ લોકો એની સગાઈ દરમિયાન ક્યાં હતા??" એમ પૂછે છે.

"મારી વાડીએ." ગ્રંથ ટુંકમાં જ ઉત્તર આપે છે.

"જાણી શકું કેમ??"

"બસ એમ જ!!"

ગ્રંથના આવા જવાબથી તેજસને ગુસ્સો આવ્યો એટલે એણે ગુસ્સામાં જ "ઓ એમ જ વાળી. તમે બંને અહી મારી સગાઈમાં આવ્યા હતા. વાડીએ જવા માટે નહી." એમ કહ્યું.

તેજસનો ગુસ્સો જોઈને ગ્રંથને પણ ગુસ્સો આવવા લાગ્યો. એટલે એણે પણ "તે આ બધું જે કર્યું હતું ને એના કારણે જ મારે ભૂમિજાને લઈને વાડીએ જવું પડ્યું." એમ ગુસ્સામાં જ જવાબ આપ્યો.

ગ્રંથનો ગુસ્સો જોઈ તેજસ અચરજથી એની તરફ જોવા લાગે છે. અને પૂછે છે કે, " મે શું કર્યું??"

"ઓહ!! ખરેખર તને નથી ખબર કે તું શું કર્યું હતું??"

"ના?? ખરેખર મને નથી ખબર!!"

"તે ભૂમિજાને શું કહ્યું હતું??"

"શું?? અને તું શેના વિશે વાત કરી રહ્યો છે એ જણાવ પહેલા. આમ ગોળ ગોળ વાતો ના કર."

"તે ભૂમિજાને એમ કહ્યું હતું ને કે સાવજ ટીમમાંથી કોઈ પણ તારી સગાઈમાં નથી આવવાનું!!"

"હા!! પણ તને તો ખબર જ છે કે મે કેમ આમ કહ્યું હતું??"

"હા!! મને ખબર છે. પરંતુ જરૂરી નથી કે દરેક વખતે આપણે ધાર્યું હોય એમ જ થાય!!"

"તું શું કહેવા માંગે છે એ સાફ સાફ બોલ."

તેજસએ એણે આજીજી કરતા કહ્યું એટલે ગ્રંથે સાવજ ટીમના આવતા બાદ જે કંઈ પણ થયું હતું એ બધું એણે કહી દીધું.હકીકત જાણ્યા બાદ એને પણ લાગ્યું કે એનાથી અજાણતામાં ય સહી પણ બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે. પોતાની ગેરહાજરીમાં ગ્રંથે એની મિત્રને સારી રીતે સાચવી એટલે તેજસએ ગ્રંથને થેન્ક યુ કહ્યું.

બંને મિત્રો વચ્ચે વાતો ચાલતી જ હોય છે ત્યાં ભૂમિજા આવે છે. ભૂમિજા આવીને તરત જ બંનેને "તમારે બન્નેએ મારી લીધે ઝગડવાની જરૂરત નથી." એમ કહીને ચોંકાવી દે છે.

"એનો મતલબ કે તું અમારી વાતો સાંભળતી હતી??" તેજસ ભૂમિજાને આશ્ચર્યથી પૂછે છે.

"હું તમારી વાતો નહોતી સાંભળતી. પરંતુ તને બંને એટલા મોટેથી બોલતા હોય કે કોઈને પણ સંભળાઈ જાય!!" ભૂમિજાએ ચોખવટ કરતા કહ્યું.

"આઈ એમ સોરી.મારી લીધે તું હેરાન થઈ." તેજસએ ભૂમિજાની માફી માંગતા કહ્યું.

"એમાં તારે માફી માંગવાની જરૂર નથી. કારણકે તારા ઘરનો પ્રસંગ હતો. એમાં તું કોઈને પણ બોલાવી શકે. જેવી રીતે હું તારી મિત્ર છું, એવી જ રીતે એ વ્યક્તિ પણ તારી મિત્ર છે. એ અહીંયા આવ્યા એમાં કોઈની ભૂલ નથી. એટલે પ્લીઝ તું સોરી ના બોલ. ચિલ માર." ભૂમિજાએ સ્માઈલ કરતા કહ્યું.

"એક વાત પૂછું??" ગ્રંથે ભૂમિજાને પૂછ્યું.

"હા!!"

"હમણાં તમે કઈ ભાષામાં વાત કરતા હતા??"

"મરાઠી."

"તમને મરાઠી પણ આવડે છે??"

"6 મહિનાથી પુણે રહું છું. તો હવે તો મરાઠી આવડે જ ને!!"

ભૂમિજા એનાથી નારાજ નથી એ જોઈ તેજસના મનને પણ શાંતિ થઈ.

"તું અહી કેટલા દિવસ રેહવાની છું??" ભૂમિજાનો આગળનો પ્લાન શું છે એ જાણવા માટે તેજસએ એણે પૂછ્યું.

"કેટલા દિવસ એવું તો પૂછીશ જ નહીં. હું તો આવતીકાલે સવારે જ નીકળું છું રાજકોટ જવા!!"

"રાજકોટ!! પણ તું તો પુણે રહે છે ને??"

"હા!! રહું તો પુણે જ છું. પરંતુ હાલમાં એક વીક માટે રાજકોટમાં છું."

"કેમ??"

"મારી કંપનીની એન્યુઅલ બિઝનેસ સમિટ અહી રાજકોટમાં છે. અને એનું બધું મેનેજમેન્ટ મારા માથે છે. એટલે હું ત્યાં જ રોકાવાની છું."

"તો ક્યારે નીકળીશ આવતીકાલે સવારે??"

"હું બસ ચેક કરી લઉં પછી કહું તને!!"

એમ કહી ભૂમિજા ઓનલાઈન જ ગુજરાત એસટીની બસ શોધવા લાગી. ત્યાં જ આદિત્ય પણ આવી ગયો. આવીને તરત જ "બંને મિત્રો શું વાતો કરો છો." એમ પૂછ્યું.

"કઈ ખાસ નહી. બસ એમ જ."

ત્યાં જ ભૂમિજાએ કહ્યું કે, "આવતીકાલે સવારની 6:30 વાગ્યાની બસ છે તો હું એમાં જ નીકળી જઈશ."

"એક વાત કહું જો તમને કોઈ વાંધો ના હોય તો!!" ગ્રંથે ભૂમિજાને પૂછ્યું.

"હા બોલો!!"

"હું અને તેજસ અમે બંને આવતીકાલે સવારે ખોડલધામ જવાનાં છે. રાજકોટ ત્યાંથી નજીક છે. જો તમને કોઈ વાંધો ના હોય તો તમે અમારી સાથે જ ચાલો!!"

આવો કોઈ પ્લાન પહેલેથી બનેલો નહોતો એટલે તેજસ અચરજ પામ્યો. અને ઈશારામાં જ એણે ગ્રંથને પૂછ્યું કે, "આ ક્યારે નક્કી થયું??"

ગ્રંથે આંખ મિચકારીને એણે ચૂપ રહેવા કહ્યું. એટલે તેજસ પણ કઈ ના બોલ્યો.

"પણ.." ભૂમિજા અટકી અને કઈક વિચારવા લાગી. પછી એણે તેજસને પૂછ્યું, "જો તારો પ્લાન પહેલેથી જ બનેલો હતો તો તે મને એનાં વિશે જણાવ્યું કેમ નહિ??"

"એમાં એવું છે ને કે અમારું કંઇ નક્કી નહોતું. પણ આ તો તું રાજકોટ જ જવાની છે તો અમે વિચાર્યું કે ગમે ત્યારે કાગવડ જવાનું જ છે તો આવતીકાલે જ કેમ નઈ!! એ બહાને તને કંપની રહેશે અમારા બંનેની!!" આમ એકાએક ભૂમિજાએ એણે પૂછ્યું એટલે એણે થોથવાતા અવાજે કહ્યું.

"ઓકે. નો પ્રોબ્લમ!! તમે લોકો સવારે કેટલા વાગે નીકળશો??"

"5:00 વાગ્યાની આસપાસ નીકળી જઈશું. તને અમે 5:20 સુધીમાં તો પિક અપ કરી લઈશું. તો તું રેડી રહેજે." તેજસએ ચોખવટ કરતા કહ્યું.

"ઓકે ડન."

"અરે હમણાં તું કઈક 2500 એવું કઈક વાત કરતી હતી. તો એ શું હતું??" તેજસએ જાણવા માટે થઇને ભૂમિજાને પૂછ્યું.

"કઈ ખાસ નઈ. હું અહી આવી એ પછી અમારી બ્રાન્ચને એક પ્રોજેક્ટ મળ્યો છે જેની વેલ્યુ 2500 કરોડ છે."

"શું?? 2500 કરોડ!!" અચંબાથી તેજસ અને ગ્રંથ બંને એક સાથે બોલી ઉઠ્યા.

"હા!! 2500 કરોડ."

"આ રકમ મોટી નથી??" ગ્રંથે કહ્યું

"ના. આના કરતાં પણ મોટા મોટા પ્રોજેક્ટ મે અને મારી ટીમે પૂરા કર્યા છે, જેની માર્કેટ વેલ્યુ 7 થી 10 હજાર કરોડ જેટલી હોય. અને એના પ્રમાણમાં 2500 કરોડ તો બહુ જ ઓછા કહેવાય."

10 હજાર કરોડ જેટલી રકમ સાંભળીને બંને જણા ચૂપ જ થઈ ગયા.

"આજ રાતનો શું પ્રોગ્રામ છે??" ભૂમિજાને ભૂખ લાગી હતી એટલે એણે તેજસને પૂછ્યું.

"કેમ??"

"શું કેમ?? ભૂખ લાગી છે મને. બપોરે પણ કઈ જમી નહોતી. ગ્રંથ તમને ભૂખ નથી લાગી??" એણે ગ્રંથને પણ પૂછ્યું. કારણકે એ જાણતી હતી કે એના ચક્કરમાં ગ્રંથ પણ કઈ જમ્યા નહોતા.

"હા!! મને પણ ભૂખ તો લાગી જ છે. તેજસ તું બોલ ક્યાં જવું છે અત્યારે જમવા માટે??" ગ્રંથે પણ ભૂમિજાની વાતમાં સુર પુરાવતા તેજસને પૂછ્યું.

"તમારે બંનેને જ્યાં જવું હોય ત્યાં જાવ. હું ક્યાંય નથી આવવાનો. અને એમ પણ મે નહોતું કહ્યું તમને બંનેને કે વાડીએ જાવ."

"કેમ?? નથી આવવાનો એટલે??"

"કારણકે આજનો જ દિવસ પ્રિશા અહી છે. આવતીકાલે એ પણ જતી રહેશે. એટલે આજનું ડિનર અમે બંને સાથે લેવાનું વિચાર્યું છે. સો સોરી દોસ્તો."

"ઓકે. તો પછી અમે બંને પણ નીકળીએ. આવતીકાલે મળીયે. બાય." એમ કહી ગ્રંથ અને ભૂમિજા બંને નીકળ્યા.

તેજસ બહાર જવાનો છે એટલે અત્યારે એના ઘરે રેહવાનો કોઈ મતલબ નથી એમ વિચારી આદિત્યએ ગ્રંથને બૂમ પાડીને રોક્યો. ભૂમિજાને આદિત્યની હાજરી જરાક પણ પસંદ ના હોવાથી એ ગ્રંથને, "તમે વાત કરીને આવો ત્યાં સુધી હું ગાડી પાસે જવું છું." એમ કહી ત્યાંથી ચાલી ગઈ.

"હા બોલ!!" ગ્રંથે આદિત્યને પૂછ્યું.

"તું મને બહાર ચાર રસ્તા સુધી લિફ્ટ આપીશ?? તેજસ પણ હમણાં જતો રહેશે તો હુ એકલો એના ઘરે રોકાઈને શું કરીશ?? એટલે મેં વિચાર્યું કે હું પણ બહાર આંટો મારી આવું. જો તને કે તારી મિત્રને કોઈ વાંધો ના હોય તો મને ચાર રસ્તા સુધી ડ્રોપ કરી દે!!" આદિત્યએ પૂછ્યું.

"હા!! હા!! મને કે ભૂમિજાને શું વાંધો હોવાનો?? ચાલ."

"તું પહોંચ. હું તેજસને જણાવીને આવ્યો."

"ઓકે. પણ જલદી!!"

"હા!! બસ એક જ મિનિટમાં આવ્યો."

એમ કહી આદિત્ય તેજસ પાસે ગયો. અને ગ્રંથ ગાડી તરફ. ગાડી આગળ પહોંચીને એણે ભૂમિજાને જણાવ્યું કે આદિત્ય પણ એમની સાથે આવે છે. ભૂમિજાને આ ના ગમ્યું. તેમ છતાં પણ એ કઈ જ ના બોલી. આદિત્ય આવ્યો એટલે ગ્રંથે ભૂમિજાને ગાડીમાં બેસવા કહ્યું. ભૂમિજા આગલી સીટમાં બેઠી ગ્રંથની બાજુમાં!! ગ્રંથને આ ગમ્યું પણ આદિત્યને ન ગમ્યું.😜😜😜😜

જ્યાં સુધી આદિત્ય ગાડીમાં હોય છે ત્યાં સુધી ભૂમિજા ચૂપ જ રહી. ચાર રસ્તે આદિત્ય ઉતરી ગયો એ પછી એણે ગ્રંથને પૂછ્યું, "અહી કોઈ સારી રેસ્ટોરન્ટ છે, જ્યાં મસ્ત જમવાનું મળે??"

"તમારે શું જમવું છે??" ગ્રંથે એણે સામો સવાલ કર્યો.

"કઈ પણ. પણ હા!! ભોજન એકદમ ટેસ્ટી હોવું જોઇએ."

"કાઠિયાવાડી ચાલશે??"

"ચાલશે નહીં પણ દોડશે."

"તો ચાલો."

"ક્યાં??"

"મારા ઘરે."

"શું?? કેમ??"

"કાઠિયાવાડી ભોજન માટે!!"

"પણ મે તો રેસ્ટોરન્ટ માટે પૂછ્યું હતું!!"

"ઘરનું જમવાનું સારુ રેસ્ટોરન્ટ કરતા!!"

"પણ તમારા ઘરે!! તમારા મમ્મી પપ્પાને શું કહેશો??"

"એની ચિંતા તમે ના કરો. એ હું સંભાળી લઇશ."

"ઓકે."

ભૂમિજાએ સહમતી આપી એટલે તરત જ ગ્રંથે ઘરે એના મમ્મીને ફોન કર્યો. ગરિમા બહેને ફોન ઉઠાવ્યો એટલે ગ્રંથે તરત જ "જમવાનું શું બનાવો છે અત્યારે??" એમ પૂછ્યું.

"કેમ?? તારે શું જમવું છે??"

"કાઠિયાવાડી ભોજન બનાવજે આજે. મારી એક ફ્રેન્ડને લઈને આવું છું. એણે કાઠિયાવાડી જમવું છે તો પ્લીઝ મમ્માં!!" ગ્રંથે મખ્ખન લગાવતા કહ્યું.

ગરિમા બહેનને ખબર તો પડી જ ગઈ કે ફ્રેન્ડ એટલે બીજુ કોઈ નઈ પણ ભૂમિજા જ હશે એટલે એમને "સારું. પણ તું આવતા કોઈ sweet લઈને આવજે." એમ કહી ફોન મૂકી દીધો.

એની મમ્મીએ હા પાડી એટલે ગ્રંથને કોઈ ટેન્શન રહ્યું નહી. મીઠાઈની દુકાન આગળ ગાડી ઊભી રાખીને ગ્રંથ રસગુલ્લા લઈ આવ્યો. 40 જ મિનિટમાં બંને ગ્રંથના ઘરે પહોંચી ગયા. ભૂમિજા હજુ પણ ખચકાટ અનુભવતી હતી એટલે ગ્રંથના ઘરમાં જતા ડરતી હોય છે. એટલે ગ્રંથે એણે "કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. મારા મમ્મી પપ્પા બહુ જ ફ્રેન્ડલી છે. અને એમ પણ હું તો તમારી સાથે જ છું. સો ચિલ!!" એમ કહી આશ્વસ્ત કરી દીધી.

દરવાજો બંધ હોવાથી ગ્રંથે ડોરબેલ વગાડી. એટલે ગર્વિતે દરવાજો ખોલ્યો. તેની પાછળ પાછળ ગરિમા બહેન પણ આવ્યા. ગ્રંથે ભૂમિજાની ઓળખાણ ગર્વિત તથા ગરિમા બહેન સાથે કરવી. ભૂમિજા ગરિમા બહેનને પગે લાગી. ગરિમા બહેને ભૂમિજાનું એમના ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કર્યું. અને એણે બેસવા માટે કહી એ રસોડામાં ચાલ્યા ગયા.

ગ્રંથ, ગર્વિત અને ભૂમિજા ત્રણેય બહાર હૉલ માં બેઠા. ગર્વિત પોતાનો ચહેરો ભૂમિજાથી છૂપાવી રહ્યો છે. એ વાત ગ્રંથ અને ભૂમિજા બંનેને સમજાઇ. ગર્વિતનો ચહેરો ધ્યાનથી જોતા ભૂમિજાને લાગ્યું કે એણે ગર્વિતને ક્યાંક જોયો છે. પણ ક્યાં??

થોડું વિચાર્યા બાદ એણે યાદ આવ્યું કે એણે ગર્વિતને ક્યાં જોયો હતો. એટલે તરત જ ભૂમિજાએ એણે "તમારે ચહેરો છૂપાવવાની જરૂર નથી ગર્વિત." કહ્યું.

ગ્રંથને સમજ ના પડી એટલે એણે ગર્વિતને પૂછ્યું કે ભૂમિજા એણે આમ કેમ કહે છે. પણ ગર્વિત કઈ બોલતો નથી. એટલે ભૂમિજાએ જ ફોડ પાડતા સવારની ઘટના વિશે જણાવ્યું. એટલે ગ્રંથને ગર્વિત પર ગુસ્સો આવ્યો. પરંતું ગર્વિત કઈ કહે એ પહેલા જ ભૂમિજાએ બાજી સંભાળતા કહ્યું, "ગ્રંથ તમે એમના પર ગુસ્સો ના કરશો. આજે ધુળેટી હતી. એટલે એમની જગ્યાએ કોઈ પણ હોય એ એવું કરેત જ!!"

ભૂમિજાએ આવું કહ્યું એટલે ગ્રંથે ગર્વિતને કઈ ના કહ્યું. પણ એ એનાથી નારાજ જરૂરથી થયો. ગર્વિતે કાન પકડીને ગ્રંથની માફી માંગી. પણ ગ્રંથ ના માન્યો. અને કોઈ કામથી એના રૂમમાં ચાલ્યો ગયો. ગ્રંથના ગયા બાદ ભૂમિજાએ ગર્વિતને આશ્વાસન આપતા કહ્યું કે તમે ચિંતા ના કરશો. હું ગ્રંથને સમજાવીશ. મારા લીધે તમારા બે ભાઈઓ વચ્ચે કોઈ મનમુટાવ નહી થાય. આમ કહી એણે રસોડા વિશે પૂછ્યું. એટલે ગર્વિત એણે રસોડામાં લઈ ગયો.

ભૂમિજાને રસોડામાં જોઈ ગરિમા બહેને એણે "બેટા તું અહીંયા શું કામ આવી??" પૂછ્યું.

"હું તમને મદદ કરવા માટે આવી છું. તમે કામ કરો અને હું બહાર બેસી રહુ એ સારું લાગે આંટી??" ભૂમિજાએ સામો સવાલ પૂછ્યો.

"પણ હું તારી પાસે કામ કરાવું એ સારું ના લાગે. તું તો અમારી મહેમાન છું. એટલે જ કહું છું કે તું બહાર ગ્રંથ અને ગર્વિત સાથે બેસ. વાતો કર. હમણાં તારા અંકલ પણ આવી જશે. ત્યાં સુધી મારી રસોઈ પણ બની જશે." ગરિમા બહેને ભૂમિજાને કામ ના કરવા માટે થઇને કહ્યું.

"એક તરફ મને બેટા કહો છો અને બીજી તરફ કામ કરવાની પણ ના પડો છો!! ધિસ ઇસ નોટ ફેર!! જો દિલથી મને બેટા કહેતા હોય તો મને તમારી હેલ્પ કરવા દો. બંને સાથે મળીને કામ કરીશું તો રસોઈ જલદી બની જશે. અને પછી અંકલ આવે ત્યાં સુધી સાથે બેસીને વાતો પણ કરી શકીશું."

"ઠીક છે. તું જીતી અને હું હારી." એમ કહી ગરિમા બહેને પોતાની હાર સ્વીકારી અને ભૂમિજાને રસોઈમાં મદદ કરવાની પરમિશન પણ આપી.

ગ્રંથ 5 જ મિનિટમાં પાછો હૉલમાં આવ્યો ત્યારે ભૂમિજાને ત્યાં ના જોતા એણે ગર્વિતને એના વિશે પૂછ્યું. ગર્વિતે ભૂમિજા અને ગરિમા બહેન વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી. ગરિમા બહેન અને ભૂમિજા વચ્ચેનું ટ્યુનિંગ જોઈને એણે ખુશી થઈ.

20-25 મિનિટમાં જ ભૂમિજા અને ગરિમા બહેન બંને હસતા હસતા હૉલમાં આવ્યા. ત્યારે જ ગૌરાંગ ભાઈ પણ ઘરે આવ્યા. એટલે ગરિમા બહેને જ ભૂમિજાની ઓળખાણ ગૌરાંગ ભાઈ સાથે કરાવી. ગૌરાંગ ભાઈ પણ આવી ગયા એટલે ગરિમા બહેને બધાને જમવા બેસવા માટે કહ્યું. બધા જમવા બેસી ગયા એટલે ગરિમા બહેન એ લોકોને જમવાનુ પીરસવા લાગ્યા. આ જોઈ ભૂમિજાએ ગરિમા બહેનને પણ એમની સાથે જ જમવા બેસવા માટે આગ્રહ કર્યો. પરંતુ એમને ના પાડી. એટલે ગ્રંથ અને ગર્વિત એ બન્નેએ પણ એમના મમ્મીને એમની સાથે જ જમવા બેસવા માટે કહ્યું. તે છતાં ગરિમા બહેન ના માન્યા. એટલે નાછૂટકે ગૌરાંગભાઈએ જ "રોજ તો આપને સાથે જ બેસીએ છીએ જમવા માટે. તો આજે કેમ નહિ??" પૂછવું પડયું. ગરિમા બહેન પાસે કોઈ ઉત્તર ન હોવાથી એ પણ બધાની સાથે જ જમવા બેઠા.

જમી પરવારીને ગૌરાંગ ભાઈ, ગ્રંથ અને ગર્વિત ત્રણેય જણ બહાર વરંડામાં આવીને બેઠા. ભૂમિજા ગરિમા બહેન સાથે સાફસફાઈમાં એમની મદદ કરવા લાગી. 10 મિનિટમાં એ બંને બહાર આવ્યા.

ગૌરાંગભાઈએ ભૂમિજાને એના પરિવાર વિશે પૂછ્યું. ભૂમિજાએ પણ બહુ જ શાલીનતાથી ગૌરાંગ ભાઈના દરેક સવાલોના જવાબ આપ્યા. ઘણા સમય સુધી એકબીજા સાથે વાતો કર્યા બાદ ભૂમિજાએ જ્યારે ઘડિયાળમાં જોયું તો 10:00 વાગી ગયા હતા. એટલે એણે ગ્રંથને એણે હોટેલ સુધી ડ્રોપ કરવા માટે પૂછ્યું. એણે હા કહી એટલે ભૂમિજાએ ગૌરાંગ ભાઈ તેમજ ગરિમા બહેનની આજ્ઞા લીધી જવા માટે.

ગૌરાંગ ભાઈએ ભૂમિજાને "એક મિનિટ દીકરા" એમ કહી રોકી. અને ગરિમા બહેનને ઈશારામાં જ કઈક કહ્યું. એટલે ગરિમા બહેન ઘરની અંદર જઈને એક કવર લઈને આવ્યા અને એ ભૂમિજાને આપ્યું.

ભૂમિજાએ "આ શું છે આંટી??" એમ પૂછ્યું.

"શગુન!!" ગરિમા બહેને કહ્યું.

"શગુન!! હું આ ના લઈ શકું. અને એમ પણ તમે મને તમારા હાથનું ભોજન જમાડ્યું એમાં બધું જ આવી ગયું." એમ કહી એણે એ કવર પાછું આપ્યું.

"તું અમારા ઘરે પહેલી વાર આવી છું. એટલે અમે તને ખાલી હાથે ના જવા દઈ શકીએ." ગૌરાંગ ભાઈએ કવર લઈ લેવા માટે કહ્યું.

"હું ખાલી હાથે ક્યાં જાઉં છુ અંકલ. આંટીના રસોઈનો સ્વાદ, તમારું જ્ઞાન, ગર્વિતની મસ્તી અને ગ્રંથની મિત્રતા સાથે લઈને જઈ રહી છું. આ બધા આગળ આ કવરની કિંમત કઈ જ નથી."

"ભલે!! તેમ છતાં તારે આ લેવું જ પડશે." ગૌરાંગ ભાઈએ ભારપૂર્વક કહ્યું.

બીજી કોઈ વિકલ્પ ના હોવાથી ભૂમિજાએ ગ્રંથ તરફ જોયું. ગ્રંથે આંખોથી એણે એ કવર લઈ લેવા જણાવ્યું. એટલે ભૂમિજાએ એ કવર લઈ લીધું. ગરિમા બહેન અને ગૌરાંગ ભાઈને પગે લાગીને ભૂમિજા ગાડી તરફ ચાલવા લાગી. ગ્રંથ પણ એના મમ્મી પપ્પાને "હું હમણાં એમને મૂકીને આવ્યો." કહી ભૂમિજાની પાછળ પાછળ ગયો.

બંને ગ્રંથની સોસાયટીની બહાર નીકળ્યા એટલે તરત જ ભૂમિજાએ ગ્રંથને કૉફી વિશે પૂછ્યું.

"અત્યારે??" ગ્રંથે સામે સવાલ કર્યો.

"હા!! અત્યારે!!"

"ઓકે."

બંને કૉફી કેફે આગળ પહોંચ્યા. ત્યાં જ એમને કોઈના ફોનની રીંગનો અવાજ સંભળાયો. ગ્રંથે જોયું કે અવાજ પાછલી સીટ પરથી આવી રહ્યો છે. ઍટલે તરત જ એને ભૂમિજાને અંદર જવા કહ્યું. અને પોતે એ ફોન કોનો છે એ જોવા રોકાયો. ફોન રિસીવ કર્યો તો સામેથી આદિત્યનો અવાજ આવ્યો.

આદિત્યએ એણે જણાવ્યું કે, "એનો ફોન ગલતિથી એની ગાડીમાં રહી ગયો છે. અને એણે અત્યારે જ એનો ફોન જોઈએ છે. તો એ ક્યાં છે અત્યારે??" એમ ગ્રંથને પૂછ્યું.

ગ્રંથે "હું તને લોકેશન મોકલું છું. જો તું આવી શક્તો હોય તો આવી જા. નહિતર હું આવતીકાલે સવારે તેજસના ઘરે આવવાનો જ છે તો હું ત્યારે જ તને તારો ફોન આપી દઈશ." કહ્યું.

"ઠીક છે. તું મને એડ્રેસ આપ. હું આવ્યો."

ગ્રંથે આદિત્યને એડ્રેસ આપ્યું અને ફોન કટ કરીને કેફેમાં ગયો. ભૂમિજાએ ઓર્ડર તો આપી દીધો હતો. એ આવ્યો ત્યારે ભૂમિજા શાંતિથી બેઠી હતી.

ગ્રંથે આવીને ઓર્ડર વિશે પૂછ્યું તો ભૂમિજાએ "મે ઓર્ડર આપી દીધો છે. હમણાં આવી જશે." એમ કહ્યું.

ગ્રંથને લાગ્યું કે આ જ યોગ્ય સમય છે ભૂમિજાને એના ભૂતકાળ વિશે પૂછવાનો!! એટલે એણે પૂછ્યું, " જો તમને કોઈ વાંધો ના હોય તો હું કઈક પૂછું??"

"મને ખબર છે કે તમે શું જાણવું છે!! અને મને કોઈ વાંધો પણ નથી તમને મારા ભૂતકાળ વિશે જણાવવામાં!! પણ એ તમારા મિત્ર થાય છે એટલે હું કોઈને એમના વિશે નથી જણાવતી." ભૂમિજાએ ચોખવટ કરતા કહ્યું.

"હું તમને ફોર્સ નથી કરતો. જો તમારે કહેવું હોય તો જ જણાવો."

ભૂમિજા વાતની શરૂઆત કરે એ પહેલા જ કૉફી આવી ગઈ. એટલે ભૂમિજાએ મૌન રહેવું પડ્યું. વેઈટરના ગયા બાદ ભૂમિજાએ કૉફી પીતાં પીતાં બધી વાત જણાવી. વાત ખતમ થઈ ત્યાં સુધી કૉફી પણ પૂરી થઈ ગઈ.

વાત પૂરી થયા બાદ ગ્રંથે જોયું કે ભૂમિજાના ચહેરા પર એવી જ ઉદાસી છવાઈ ગઈ છે જેવી બપોરે હતી. ગ્રંથે ભૂમિજાને આશ્વાસન આપવા માટે થઇને ટેબલ પર મૂકેલા ભૂમિજાના હાથ પર પોતાનો હાથ મૂક્યો એક મિત્ર હોવાના નાતે. એના મનમાં બીજું કઈ જ નહોતું. પરંતુ એ જ વખતે કેફેમાં આવેલા આદિત્યએ આ દ્રશ્યને જોયું. અને એણે ઊંધું જ વિચારી લીધું. અને એ ત્યાથી બહાર ચાલ્યો ગયો.

કૉફી પતી ગઈ એટલે ભૂમિજાએ ગ્રંથને જવા માટે પૂછ્યું. ગ્રંથે હા કહ્યું. એટલે ગ્રંથ બિલના રૂપિયા આપે એ પહેલા જ ભૂમિજાએ આપી દીધા અને કહ્યું કે આ એના તરફથી ગ્રંથને ટ્રીટ!!

બંને બહાર આવ્યા ત્યારે આદિત્ય એમની રાહ જોતો બહાર જ ઊભો હોય છે. ભૂમિજાને જોતા જ એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ગ્રંથ એણે એનો મોબાઈલ આપે એ પહેલા જ એણે ભૂમિજાનો હાથ બહું જ ક્રૂરતાથી પકડ્યો અને પૂછ્યું, "મને ના ફસાવી શકી એટલે મારા મિત્રને ફસાવી લીધો??"

ભૂમિજા કે ગ્રંથ બેમાંથી એકપણને નહોતું સમજાતું કે આદિત્ય શું બોલી રહ્યો છે એટલે ગ્રંથે "તું શું બોલી રહ્યો છે??" એમ પૂછ્યું.

"તું વચ્ચે ના બોલીશ ગ્રંથ. હું આની સાથે વાત કરું છું." ભૂમિજા તરફ જોઈને આદિત્યએ જવાબ આપ્યો.

"એમને નહી તો મને જણાવો કે શું થયું છે?? અને તમે કેમ આ રીતે વાત કરી રહ્યા છો મારી સાથે??" ભૂમિજાએ આદિત્યને સવાલ કર્યો.

"ઓહ!! ખરેખર તને નથી ખબર કે હું શેના વિશે કહી રહ્યો છું!! કે પછી અંજાન બનવાની કોશિશ કરી રહી છે??" આદિત્યએ એ જ ક્રૂરતા પૂર્વક ભૂમિજાનો હાથ વધારે જોરથી દબાવ્યો એટલે એના મુખમાંથી ચિસ નીકળી ગઈ. ભૂમિજાને દર્દમાં કણસતા ગ્રંથ જોઈ ના શક્યો એટલે એણે આદિત્યને એનો હાથ છોડવા કહ્યું. પરંતુ તેમ છતાં આદિત્યએ ભૂમિજાને હાથ ના છોડ્યો.

"જે હોય એ સાફ સાફ શબ્દોમાં કહો. આમ ગોળ ગોળ વાતો ના કરો." ભૂમિજાને પણ હવે ગુસ્સો આવતો હોવાથી એણે પણ ગુસ્સામાં જ આદિત્યને કહ્યું.

"તારે સાફ સાફ શબ્દોમાં સાંભળવું છે ને તો સાંભળ. તને મે રીજેક્ટ કરી એટલે તે મારા મિત્ર એટલે કે ગ્રંથને ફસાવ્યો. રૂપિયા માટે હજુ કેટલી નીચે પડીશ!! તું કયા સમાજમાંથી આવે છે એનું તો ભાન રાખ. તારા ગયા પછી મને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે મે તારી સાથે ખોટું કર્યું. પણ આજે મને લાગે છે કે મે જે કંઈપણ કર્યું એ યોગ્ય જ હતું. તારા જેવી ચરિત્રહીન છોકરી મારી તો શું કોઈની પણ પત્ની બનવાને લાયક નથી!! તું આપના સમાજ માટે કલંક છું." ચરિત્રહીન શબ્દ પર ભાર મુકતા અને ભૂમિજાનો હાથ છોડીને એણે ધક્કો મારતા આદિત્યએ કહ્યું.

આદિત્યએ આમ એકાએક ધક્કો માર્યો એટલે ભૂમિજાના કદમ લડખડાયા. અને એ પડવા જેવી થઈ ગઈ. પરંતુ ગ્રંથે એણે સાચવી લીધી એટલે એ પડી નઈ.

નિર્દોષ હોવા છતાં પણ એના ચરિત્ર પર આદિત્યએ સવાલ ઉઠાવ્યા છે એ વાત ભૂમિજાથી સહન ના થતા ભૂમિજાએ બહુ જ જોરથી આદિત્યના ગાલ પર "સટ્ટાક" કરતો એક થપ્પડ માર્યો.

થપ્પડ એટલો જોરથી મારવામાં આવ્યો હોય છે કે આદિત્યનો હાથ પણ એના પોતાના ગાલ પર જતો રહે છે.

"તમે છો કોણ મારા ચરિત્ર પર સવાલ ઉઠાવવા વાળા!! અને તમને હક કોણે આપ્યો આમ મારો હાથ પકડવાનો?? તમારી હદમાં રહીને વાત કરો. અને એમ પણ હું તમારી પ્રેમિકા કે પત્ની નથી કે તમે મને આમ સવાલો કરી શકો. મારે મારા ચરિત્રને સાબિત કરવા માટે તમારા સર્ટીફીકેટની જરૂર નથી.

અને રહી વાત ગ્રંથની!! તો આજે તમે અહી જ છો. હું તમારી સામે જ ગ્રંથને પૂછું છું" ગ્રંથ તરફ જોતા "હું જેને પ્રેમ કરતી હતી એ બીજું કોઈ નહિ પણ તમારા જ મિત્ર આદિત્ય છે. મારો ભૂતકાળ તમે સારી રીતે જાણો છો. પરંતુ હું ઇચ્છું છું કે તમે જ મારો વર્તમાન અને ભવિષ્ય બનો. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. એક વ્યક્તિ તરીકે મે તમને જેટલા પણ જાણ્યા છે એ પરથી હું એટલું ચોક્કસથી કહી શકું કે કોઈ પણ છોકરી માટે તમે એકદમ પરફેક્ટ છો. પણ હું તમારા માટે પરફેક્ટ છું કે નહી એ તમે જાતે જ નક્કી કરી લો. શું જવાબ આપવો એ પણ તમે તમારી જાતે જ નક્કી કરી લો. શું તમે મને તમારી પત્ની બનાવવાનું પસંદ કરશો??

(( ગ્રંથનો જવાબ શું હશે?? શું હવે આદિત્ય ભૂમિજાના જીવનમાંથી exit થઈ જશે?? શું ખરેખર ભૂમિજા ગ્રંથને પોતાનો જીવનસાથી બનાવવા માંગે છે?? શું થશે હવે આગળ?? જાણવા માટે વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija ))

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED