" ક્યારેક તો મારી feelingsને સમજો યાર!! "
" હું કેમ તારી feelingsને સમજુ?? મારે તારી સાથે લગ્ન તો કરવાના નથી. "
" પણ..... "
" પણ બન કઈ નઈ. તું એક વાત સમજી લે કે હું તને પ્રેમ નથી કરતો. અને ક્યારેય કરીશ પણ નહિ. તું જતી રહે અહીંયાથી. "
2 વર્ષ પહેલાંની એ ઘટના એના સ્વપ્નમાં ફરી આવતા એ સફાળી જાગી ગઈ. આજે પણ એની આંખમાં આંસુ છે. ઘડિયાળમાં જોયું તો રાત્રીના 4:30 થયા હતા અને તારીખ હતી 2nd માર્ચ. એ તારીખ કે 'જ્યારે એને સૌથી મોટા માં મોટી ભૂલ કરી હતી' એ એવું વિચારતી. પણ એવું કંઈ હતું જ નહીં. કારણકે એ દિવસે ""એણે એ ગુમાવ્યું હતું કે જે એનું હતું જ નહિ. પરંતુ આદિત્યએ તો એ ગુમાવ્યું હતું કે જે ખાલી ને ખાલી એનું જ હતું.""
અમદાવાદ શહેર એની જાન હતું. પણ એ ઘટના બાદ ત્યાં રહેવું ભૂમિજા માટે દુષ્કર બની ગયું અને એટલે જ છેલ્લા 6 મહિનાથી એ એની ફેમિલીથી દૂર, પોતાના મિત્રોથી દૂર, પોતાના વતનથી દૂર અહી પુણે શહેરમાં રહેતી. પુણે એટલે મહારાષ્ટ્રની રાજધાની. મલ્ટીનેશનલ કંપની કેપગેમીની સોફ્ટવેરની પુણે બ્રાન્ચમાં as a બ્રાન્ચ હેડ જોબ કરતી. પહેલા તો એ આ જ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં કામ કરતી. પણ જ્યારે એના પ્રમોશન માટે થઇને એની સામે પુણેની ઓફીસ જોઈન કરવાની શરત મૂકવામાં આવી ત્યારે એને આ વાત સ્વીકારી લીધી. કારણકે એ પોતે પણ અમદાવાદ છોડવા માંગતી હતી. ભૂમિજાએ આ પ્રમોશનની સાથે ટ્રાન્સફર પણ સ્વીકારી લીધું. આ ટ્રાન્સફર સ્વીકારવાનું બીજું કારણ હતું એની સેલરી. એની સેલરી 50,000 માંથી કંપની દ્વારા 2,00,000 કરી દેવામાં આવી હતી. સાથે સાથે કંપનીનો જ ફ્લેટ, કાર અને વર્ષની 3 થી 4 ફોરેન ટુર.
આદિત્યથી દૂર થયા પછી ભૂમિજાએ ધમાલ મસ્તી કરવાનું તો છોડી જ દીધું. પણ સાથે સાથે એ ગંભીર રહેતા પણ શીખી ગઈ. આદિત્યનો સાથ છોડ્યા પછી ભૂમિજાએ પોતાને વર્કોહોલિક અને રીડોહોલિક બનાવી દીધી. કા તો કામ કા તો પુસ્તકો. બસ આ જ એની દુનિયા બની ગઈ. છેલ્લા 2 વર્ષથી ભૂમિજા એ જ આશામાં જીવતી કે ક્યારેક તો આદિત્યને એના પ્રેમનો એહસાસ થશે અને પાછા આવશે. પણ જ્યારે હદથી વધારે જો કોઈની રાહ જોવામાં આવે અને તેમ છતાં પણ જો એ વ્યક્તિ પાછી ન આવે ત્યારે આપણને ખુદથી જ નફરત થવા લાગે છે. ભૂમિજા ખુદને તો નફરત નહોતી કરવા લાગી, પરંતુ એને આ ' પ્રેમ ' શબ્દ પ્રત્યે નફરત થઇ ગઈ. અને એટલે જ ભૂમિજાએ ખુદને પોતાની જ દુનિયામાં કેદ કરી લીધી. એક એવી દુનિયા જ્યાં ન તો પ્રેમને સ્થાન છે, ન તો સોશીયલ મીડીયાને. અને ન તો ધમાલ મસ્તીને સ્થાન છે. ત્યાં માત્ર ને માત્ર કામ તથા પુસ્તકો માટે જ જગ્યા છે. પરંતુ આ બધી ઘટના પછી પણ એણે એ વાતનું ધ્યાન રાખ્યુ કે એના કારણે એની નજીકની કોઈ વ્યક્તિ હર્ટ ન થાય. અને એટલે જ પોતાના ચહેરા પર એક ખોટી તો ખોટી ય સહી પણ કાયમી મુસ્કાન રેહવા દીધી. અર્થાત્ આટલું બધું થયા પછી પણ એણે પોતાનું મુસ્કરાવાનું નહોતું છોડ્યું.
" સ્મિતના દોરાથી દુઃખને ભીતરમાં સીવી લે છે!!
કેટલીક હસ્તીઓ આમ જ ખુમારીથી જીવી લે છે"
આ 2 વર્ષમાં ભૂમિજા ઘણી બદલાઈ ચૂકી છે. ખાસ કરીને છેલ્લા 6 મહિનામાં. આ નવા શહેરની હવાએ એણે ઘણી ચેન્જ કરી દીધી. એનું ભરાવદાર શરીર હવે મધ્યમ બાંધાનું થઇ ગયું છે. શરીરનો વાન પણ પહેલા કરતા ઉજળો થયો છે. શારીરિકની સાથે સાથે માનસિક રીતે પણ ભૂમિજા ઘણી ચેન્જ થઈ ગઈ છે.એના માટે કામ અને પુસ્તકો જ એના મિત્રો છે અને એના એમ્પ્લોઇ જ એનો પરિવાર. આખો દિવસ કામ, કસરત તથા પુસ્તકોમાં જ વિતાવવાનો. કામ બાબતે એ બહુ જ કડક બોસ. પણ એના હાથ નીચે કામ કરતા લોકોનું પણ એ એટલું જ ધ્યાન રાખતી. કામ એણે પરફેક્ટ જોઈતું. કામ બાબતે એ કોઈ જ બાંધછોડ નહોતી કરતી. એની જેમ એના એમ્પ્લોઇ પણ એના જેવા જ. એ લોકો પણ સારી રીતે જાણતા કે એમના મેમ એકદમ નારિયેળ જેવા છે. બહારથી કડક અને અંદરથી નરમ.
ભૂમિજાએ પુણે આવ્યા બાદ જાણે ઘરને તો ભુલાવી જ દીધું. એના મિત્રો પણ છે એ વાત તો જાણે એણે યાદ જ નહોતી. મિત્રોના નામ પરથી યાદ આવ્યું કે ચાલ આજે રાત્રે ઓફીસથી આવ્યા બાદ પહેલાંની જ જેમ એ લોકો સાથે કોન્ફરન્સ કોલ કરશે. જ્યારે જ્યારે એ ખરાબ યાદ એના સ્વપ્નમાં આવતી ત્યારે ત્યારે એ એના મિત્રો સાથે વાત કરતી. કારણકે એના મિત્રો ગમે તેમ તોય એની જાન છે.
" સગા સંબંધીઓ તો ખાલી વ્યવહાર જ સાચવે છે!!
મનથી ભાંગેલાને તો મિત્રો જ સાચવી શકે છે.. "
ઘડિયાળ તરફ નજર કરી તો એ 4:45નો સમય બતાવતી. અને એમ પણ પોણા કલાક પછી તો ઊઠવાનું જ છે તો હવે સૂવાનો કોઈ મતલબ નથી એમ વિચારી એ બેડરૂમમાંથી બહાર હૉલમાં આવી. હૉલ સાથે અટેચ્ડ્ બાથરૂમમાં જઈને પોતાનું મોઢું ધોઇ બહાર આવીને સાઈકલની ચાવી લઈને નીકળી પડી પુણેની સૂમસામ સડક પર. એક તરફ કાનમાં ઇયરફોન ભરાવીને પોતાને ગમતા સોંગ્સ સાંભળવાના અને બીજી તરફ સાઇકલ ચલાવવાની. બસ આ જ એનું રૂટિન. ભૂમિજા પાસે કાર હોવા છતાં એ ઘણી વાર સાઇકલ ચલાવવાનું પસંદ કરતી. 6:30 સુધી સાઇકલની સવારી કર્યા બાદ એ ઘરે પાછી આવે અને ત્યારબાદ એક કલાક જીમમાં જઇને વર્કઆઉટ કરવું. આ સાયકલિંગ પછીનું એનું બીજું કામ. 7:45એ ઘરે પાછી આવે ત્યા સુધીમાં એની ગાડીના ડ્રાઇવર અંકલ આવી ગયા હોય. એટલે એમના માટે ચા બનાવવા મૂકી એ સ્નાન કરવા માટે જતી. સ્નાન કરીને આવે ત્યાં સુધીમાં ચા તૈયાર હોય. એટલે ડ્રાઇવર અંકલને ચા આપી પોતે ઓફિસ જવા તૈયાર થતી. સાર્પ 8:15એ ઓફીસ જવા નીકળી જતી. બ્રાન્ચ હેડ હોવા છતાં પણ ભૂમિજા ઓફીસમાં સૌથી પહેલા આવતી, ઓફીસ ટાઈમ 10:00 વાગ્યાનો હોવા છતાં પણ. 8:45એ ઓફીસ પહોંચી ગયા બાદ પોતાનું બાકી રહેલું કામ કરી લેતી. અને જો કોઈ કામ બાકી ન હોય તો પછી મોબાઈલમાં જ પ્રતિલિપિ એપ ઓપન કરીને વાર્તાઓ વાંચતી. અને જો એનો મૂડ હોય તો કોઈ એક માઇક્રોફિક્શન લખી પણ નાખતી.10 થી 6 ના ઓફીસ ટાઈમમાં ભૂમિજા અડધા કલાકનો જ બ્રેક લેતી અને એ પણ લંચ માટે.લંચ ટાઈમમાં ભૂમિજા બધા એમ્પ્લોઇ સાથે જ જમવા બેસતી. અને શાયદ એટલે જ એ લોકો પણ એણે દિલથી પસંદ પણ કરતા તેમજ એટલું સન્માન પણ આપતા. 6:00 વાગે ઓફીસ છૂટ્યા બાદ જ્યારે બધા એમ્પ્લોઇ ઘરે જાય, ત્યારબાદ પણ એ ઓફીસમાં જ રોકાતી. કંપની રિલેટેડ કોઈ કામ હોય તો એ પતાવવાનું. અને ના હોય તો જૂની યાદોને યાદ કરવાની. જૂના મિત્રોને યાદ જ કરતી હતી કે ત્યાં જ ફોનમાં તેજસનો મેસેજ આવ્યો. તેજસ ભૂમિજાનો બાળપણનો મિત્ર તો નહોતો. પણ બન્નેની યારી બહુ ગાઢ હતી. જે વાત ભૂમિજાએ એના બાળપણના મિત્રોને નહોતી જણાવી એ વાત પણ તેજસ જાણતો. મતલબ કે આદિત્ય વિશે જો કોઈ જાણતું હોય તો એ માત્ર ને માત્ર તેજસ જ છે. તેજસ સારી રીતે જાણે છે કે ભૂમિજા કોઈને પ્રેમ કરે છે. પણ એ કોઈ કોઈ અન્ય નહી પરંતુ એનો જ બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય છે એ વાત એ નથી જાણતો. અને એ વાતને જાણવા માટે થઇને જ તેજસે એક એવું આયોજન કર્યું છે જેના વિશે ભૂમિજા અંજાન છે. તેજસ એ વાત સારી રીતે જાણતો કે ભૂમિજા કોઈનો પણ મેસેજ નથી વાંચતી એટલે એણે ઇન્વિટેશન કાર્ડ પણ ભૂમિજાના ઘરે મોકલાવી દીધું. આ વાતથી પણ ભૂમિજા અંજાન છે.
7:00 વાગી ગયા છે. અને ડ્રાઇવર અંકલને પણ ઘરે જવાનું મોડું થશે એમ વિચારીને ભૂમિજા પોતે પણ ઘરે જવા નીકળી. ઘરે પહોંચતા જ સામેવાળા આંટીએ એણે બૂમ પાડી.
" भूमीजा "
" जी आंटी "
" आपल्यासाठी invitation card आहे का. "
(( તારા માટે કોઈ Invitation card આવ્યું છે. ))
" हे कोणाचे नाव लिहिले आहे ?? "
(( કોનું નામ લખેલું છે?? ))
" आपण फक्त वाचले गुजराती भाषेत लिहिलेले. "
(( તું જ વાંચી લે. ગુજરાતીમાં લખ્યું છે. ))
" ठीक आहे वर आणा. "
(( ok. એણે અહી લઈ આવો.))
" हे घ्या. आणि मी तुझे जेवण बनवले आहे. तर इथे जमीन घ्या. "
(( ઠીક છે. અને હા!! મે તારું જમવાનું બનાવી દીધું છે. અહી જ જમી લે. ))
" किती गोड. माझे तुझ्यावर खूप प्रेम आहे. धन्यवाद "
(( So Sweet. I love you so much. Thank you 😊😊. ))
Invitation Card જોવાની ઉતાવળમાં અને સાથે ભૂખ પણ એટલી જ લાગી હોય છે એટલે ભૂમિજા ચેન્જ કર્યા વિના જ સામેવાળા આંટીને ત્યાં જાય છે. ભૂમિજા જ્યાં રહે છે ત્યાં દરેક ફ્લોર પર માત્ર 2 જ ફ્લેટ છે. પોતાના ફ્લેટમાં તો ભૂમિજા એકલી જ રહેતી હોય છે. પણ સામેવાળા ફ્લેટમાં અંકલ-આંટી, એમના દીકરા વહુ સાથે રહે છે.
ભૂમિજા સામેવાળા આંટીને ત્યાં જાય છે તો ત્યાં એણે આંટીના દીકરાની વહુ સમિતા મળે છે.
" कसा आहेस वैनी ?? "
(( કેમ છો ભાભી?? ))
" मी मजा केली. तू का आहेस ?? "
(( હું મજામાં. તું કેમ છે. ))
" मी पण मजा केली "
(( હું પણ મજામાં. ))
" आज काय शिजवतो आहेस ?? "
(( આજે શું રસોઈ બનાવી છે?? ))
" पुरणपोळी. बोलायचे आहे किंवा जेवण देखील घ्यायचे आहे ?? "
(( પૂરણપોળી. વાતો જ કરવી છે કે પછી જમવું પણ છે?? ))
" अरे हो !! चला जाऊया. "
(( હા હા!! ચાલો. ))
જમ્યા બાદ આંટીના દીકરા મોહિત કે જે પોતે પણ એક મલટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં જ કામ કરતો હોય છે એની સાથે થોડીક વાતો કરીને ઇન્વિટેશન કાર્ડ લઈને ભૂમિજા પોતાના ઘરે જાય છે. ઘરે જઈને ઇન્વિટેશન કાર્ડ ઓપન કરીને જુવે છે તો એ સરપ્રાઈઝ થઈ જાય છે. કારણકે એ કાર્ડ તેજસની સગાઈનું હોય છે. પહેલા તો એ ખુશ થાય છે અને જવાનું નક્કી કરે છે પણ પછી એણે આદિત્યની યાદ આવતા તેજસની સગાઈમાં જવાનું માંડી વાળે છે.
ઊંઘ ના આવતી હોવાથી ભૂમિજા લેપટોપ લઈને બેસે છે. અને પોતાનું કામ કરવા લાગે છે. કામમાં એટલી બધી પરોવાઈ જાય છે કે ભૂમિજાને એ ભુલાઈ જ જાય છે કે આજે એણે એનાં મિત્રોને કોન્ફરન્સ કોલ કરવાનો હોય છે. કામ કરતા કરતા એણે સમયનું પણ ભાન નથી રહેતું. કામ કરતી વખતે કોઈ એણે ડિસ્ટર્બ ન કરે એ હેતુથી ભૂમિજા પોતાનો ફોન કાયમ વાઈબ્રેશન પર જ રાખતી હોય છે. અને એના કારણે જ તેજસ ક્યારનો ફોન કરતો હોવા છતાં પણ ભૂમિજા ફોન રીસિવ નથી કરતી હોતી. અચાનક એની નજર ઘડિયાળ તરફ જતા એણે ભાન થાય છે કે કામ કરવામાં એ સમયનું ભાન તો ભૂલી જ ગઈ. એટલે જ કામ બધું પડતું મૂકીને સુવા જાય છે. સૂતા પહેલાં એક નજર ફોનમાં કરે છે ત્યારે એણે ખબર પડે છે કે તેજસના 34 મિસ્ડ્કૉલ છે. અને તેજસના મિસ્ડ્કોલ જોઈને ભૂમિજા તરત જ તેજસને ફોન કરે છે........
(( ભૂમિજા તેજસની સગાઈમાં જાય છે કે નહિ?? શું એની મુલાકાત આદિત્ય સાથે ફરી એક વખત થાય છે કે કેમ?? શું તેજસ ભૂમિજાના પ્રેમ એટલે કે આદિત્ય વિશે જાણી શકશે ખરો?? ભૂમિજાના જીવનમાં નવો કયો વળાંક આવશે?? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચતા રહો " સંબંધોની માયાજાળ " ))