Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-11: મિત્રતામાં તિરાડ

ભાગ-11: મિત્રતામાં તિરાડ


દેવ હોસ્ટેલના ટેરેસ ઉપર જઈને એકલો બેઠો. બેઠા બેઠા તે તેના ફોનમાં કોલેજકાળમાં લીધેલા તમામ ફોટોગ્રાફ્સ જોઈ રહ્યો હતો. એન્જીનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યાનો તેના ચહેરા ઉપર સંતોષ દેખાઈ રહ્યો હતો. તેણે પહેલી વાર સુરત આવ્યો હતો ત્યારનું તેનું પોતાની જાતને આપેલું વચન યાદ કર્યું અને તેને પુરા કર્યાની ખુશી દેખાઈ ચહેરા ઉપર દેખાઈ રહી હતી. તેને પોતાના મૃતપ્રાયઃ પિતા યાદ આવ્યાં. તેને ઇશીતા અને લવ યાદ આવ્યા. તેણે પોતાનો ગુસ્સો બાજુમાં મુક્યો અને ફરીથી તેમને મળવાનું નક્કી કર્યું. તેણે સોરી કહીને ફરીથી જુનાં દિવસોની જેમ ભેગા થઈ જવાનું વિચાર્યું. તેને એ લોકોની સાથે વિતાવેલો સમય યાદ આવ્યો. આટલા દિવસોમાં એકવાર પણ દેવે બંનેમાંથી કોઈની પણ સાથે વાત કરી નહોતી. તેને મનમાં થયું મારે માફી માંગી લેવી જોઈએ અને ફરીથી જુના દિવસો જેવા મિત્રો બની જવું જોઈએ તેવું તેને સુજ્યું. તે ફટાફટ નીચે ઉતર્યો અને ફ્લેટની ચાવી લઈને લવના ફ્લેટ પર જવા નીકળ્યો. તે લવના ફ્લેટ પર પહોંચી ગયો અને ફ્લેટનો દરવાજો ખોલીને ઉભો રહ્યો.

"લવ? ક્યાં છે?" તેને ફ્લેટના દરવાજાને હડસેલતા બૂમ લગાવી.

એટલામાં અંદરના રૂમમાંથી રાશી બહાર આવી. તે શોર્ટસમાં હતી.
"ઓહ, દેવ. આવ આવ. બેસ." રાશીએ દેવને બેસવા કહ્યું.

"લવ ક્યાં છે?" દેવે મોઢું બગડતા પૂછ્યું.

"એ હમણાં બહાર ગયો છે, થોડી વારમાં આવતો હશે." રાશીએ દેવને ઉપરથી નીચે સુધી જોતા કહ્યું.

દેવે ફોન કાઢ્યો અને લવને કોલ લગાવવા લાગ્યો. પણ લવને કોલ લાગ્યો નહીં. એટલામાં રાશીએ પાછળથી દેવનો હાથ પકડ્યો અને તેને પોતાની તરફ ખેંચી લીધો.

"આ...આ... શું કરી રહી છે?" દેવે ગભરાતા ગભરાતા કહ્યું.

"મેં તને કહ્યું હતું ને કે મને ના કહેવી તને બહુ મોંધી પડશે. લવ સાથે તો હું માત્ર એના પૈસાના લીધે છું. એતો માત્ર ટાઈમપાસનું સાધન છે મારા માટે. અને બિચારો એવું સમજે છે કે હું એને સાચે જ પ્રેમ કરું છું." રાશીએ હસતા હસતા કહ્યું.

"મારું લક્ષ્યાંક તો તું છે. તારા જેવો આટલો હેન્ડસમ, ગુડ લુકિંગને જોઈને તો કોઈપણ પાગલ થઈ જાય. યાદ છે મેં તને કહ્યું હતું કે હું જે ધારું છું એ મેળવીને જ રહુ છું નહીં તો સામે વાળાની લાઈફ હેલ કરી દઉં છું." રાશીએ દેવના ચહેરા ઉપર હાથ ફેરવતા કહ્યું.

દેવે તેને ધક્કો માર્યો. "આવી નીચ હરકત કરતા તને જરા પણ શરમ ના આવી? હું લવને તારી આ મોહજાળ માંથી છોડાવીને જ રહીશ." કહીને દેવ દરવાજા તરફ આગળ વધ્યો.

એટલામાં રાશીએ તેને પકડી લીધો અને જોરથી ધક્કો માર્યો અને તેનું પણ બેલેન્સ ના રહેતા બંને જણા સોફામાં પડ્યા. નીચે રાશી અને ઉપર દેવ. રાશીએ દેવને પોતાની બાહોમાં જકડી લીધો.
"તારી પાસે હજી એક મોકો છે. વિચારી લે જે, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. છોકરાઓની કમી નથી મારે." રાશીએ દુષ્ટતાથી કહ્યું.

"તને જરા પણ શરમ નથી. કેવી છોકરી છે. આટલી વખત ના કહી છતાં પણ મારો પીછો નથી છોડતી." દેવે પોતાને રાશિની બાહોમાંથી છોડાવતા કહ્યું.

રાશીએ પણ બળ લગાવી તેને પોતાની એકદમ નજીક લાવી દીધો, તેને છૂટવા ના દીધો અને એટલામાં ફ્લેટનો દરવાજો ખુલ્યો. લવ અંદર પ્રવેશ્યો અને આ દ્રશ્ય જોઈ રહ્યો. તેણે જોયું કે રાશીની ઉપર કોઈ માણસ આવી સ્થિતિમાં બેઠેલું છે. તે ગયો અને તેણે જોરથી ધક્કો માર્યો.

દેવ સાઈડમાં જઈને પડ્યો. તેને જોઈને લવ આશ્ચર્યચકિત થઈ ગયો."દેવ? તું? આ... આ... શું કરી રહ્યો હતો?"

એટલામાં રાશી ઉભી થઇ. તે લવને વળગી પડી અને રડવા માંડી.
"દેવે મારો રેપ કરવા પ્રયત્ન કર્યો." કહીને તે જોર જોરથી રડવા લાગી.

"વોટ? મેં એવું કંઈજ નથી કર્યું લવ, એ ખોટું બોલે છે. બલ્કે એ તારો યુઝ કરે છે. એ તારી સાથે ખાલી તારા પૈસાના લીધે છે." દેવે પોતાના બચાવમાં કહ્યું.

લવે રાશી સામે જોયું. રાશી નકારમાં માથું હલાવતા હલાવતા રડી રહી હતી. લવે રાશીને શાંત કરી. "તું ઘરમાં હતો નહીં એનો ફાયદો ઉઠાવવા એ અહીં આવ્યો. મને આવા કપડામાં જોઈ અને એકલી જોઈને તેણે મારી સાથે આવું ગંદુ કામ કરવા ટ્રાય કર્યો. તેણે એ પણ કીધું કે લવમાં શું રાખ્યું છે, એનાથી વધારે હેન્ડસમ તો હું છું. તું મારી સાથે આવી જા અને લવને છોડી દે. અને આ પહેલી વખત નથી, મારા બર્થડેના દિવસે પણ એણે આવું કરવા ટ્રાય કર્યો હતો યાદ છે મેં ગરોળીનું કહ્યું હતું. એ વખતે પણ તેણે મને ધમકી આપી હતી કે જો હું એની સાથે નહીં આવું તો એ મારો રેપ કરી નાખશે અને તને મારા વિશે એવું ખોટું ખોટું ભરાવશે કે હું તારી સાથે માત્ર તારા પૈસાના લીધે છે." કહીને રાશી ખોટું ખોટું રડવા લાગી.

લવની આંખોમાં આંસુ આવી ગયા. તેને એ જુના તમામ બનાવો યાદ આવી ગયા. રાશિનાં બર્થડે ઉપર તેનું ગભરાઈ જવું, દેવનું વાઈન પીવું, અને આંગળી બતાવીને દેવને રાશીને ધમકાવવું જે તેણે ગેલેરીમાંથી જોયું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે દેવ આવું કરી શકે. તેણે હાથની મુઠ્ઠીઓ વાળી. તે દેવની પાસે ગયો, એને કોલરથી પકડ્યો અને બે લાફા મારી દીધા.

"આ છોકરી હળોહળ જૂઠું બોલે છે. એ છોકરી તને ફસાવી રહી છે અને તને મારા વિરુદ્ધ કરી રહી છે. મને સમજાવાનો મોકો તો આપ યાર લવ. મારી વાત તો સાંભળ." દેવે એકહાથ ગાલ ઉપર મૂકીને કહ્યું.

"એક સમયે મને એણે ખાલી કહ્યું હોત તોપણ મેં ના માન્યું હોત, પણ આંખે દેખેલી વસ્તુને હું કેવી રીતે ખોટી સાબિત કરું દેવ. મેં તને મારો ભાઈ માન્યો હતો. તું મારી ફેમિલી હતો. અને તે મારી જ ગર્લફ્રેન્ડ સાથે આવું કર્યું. આજે મને, તને મારો બેસ્ટફ્રેન્ડ કહેતા પણ શરમ આવે છે. એક છોકરી માટે આટલું બધું? તે મને એકવાર કીધું હોતતો તારા માટે આવી કેટલીયે છોકરીઓ કુરબાન કરી દેત દોસ્ત. એક રેપીસ્ટના દોસ્ત કહેવડાવું એના કરતાં તો મારો કોઈ દોસ્ત ના હોય, એ મને મંજુર છે. હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું છું." ભીની આંખોએ તેણે દેવ સામે જોઇને કહ્યું.

"ના, પોલીસને નહીં બોલાવ. એ તારો બેસ્ટફ્રેન્ડ છે. મારે કોઈ ફરિયાદ નથી કરવી. એની સજા એ જ છે કે હવેથી તું એની સાથે કોઈ સંબંધ નહીં રાખે. દરેક માણસને સુધારવાનો એક ચાન્સ મળવો જોઈએ." રાશીએ સારા બનવાની ખોટી એક્ટિંગ કરતા દેવ પ્રત્યે ખોટી સહાનુભૂતિ બતાવતા કહ્યું.

"મેં કશું જ નથી કર્યું લવ. મારો વિશ્વાસ કર. આ એક ચાલ છે મને આવો સાબિત કરવા માટેની." દેવ લવના પગ પકડીને રડવા લાગ્યો.

લવે દેવને ઉભો કર્યો અને કહ્યું,"તે એની સાથે આવું કર્યું, છતાં પણ એ હજી તને બચાવી રહી છે જો જરા. અત્યારે જ મારી નજરો આગળથી દૂર થઈ જા તું. આપણાં હવે કોઈ જ રિલેશન નથી. જસ્ટ ગો અવે." કહીને લવ આંસુ લૂછતાં લૂછતાં બીજા રૂમમાં જતો રહ્યો.

દેવ રડતા રડતા થોડી વાર ત્યાં બેસી રહ્યો. રાશીએ દરવાજો ખોલી તેને બહાર જવા ઈશારો કર્યો. દેવ બહાર નીકળ્યો.

"મેં કહ્યું હતું ને કે મારી સાથે પંગો લેવો બહું મોંઘુ પડશે તને. જોઈ લીધું ને પરિણામ. હવે રડતો રહે આખો દિવસ. બાય" હસતા હસતા રાશીએ દરવાજો બંધ કરી દીધો.

દેવ ક્યાંય સુધી રડતો રહ્યો. આજે પહેલી વાર લવે તેના ઉપર હાથ ઉપાડ્યો હતો. તે પરિસ્થિતિનો શિકાર બની ગયો હતો. આજે તેને એક રેપીસ્ટનું કલંક મળી ગયું હતું. પોતાના જ મિત્રની નજરમાં તે ઉતરી ગયો હતો. તે હોસ્ટેલ આવીને રૂમમાં પુરાઈ ગયો. તેને હવે સુરત રહેવું નહોતું. તેણે પોતાનો બધો સામાન પેક કર્યો. હવે તે અહીં રહેવા નહોતો માંગતો. તેણે નક્કી કર્યું કે કાલે હવે છેલ્લી વાર તે ઇશીતાને મળશે અને પછી હંમેશા માટે સુરત છોડી દેશે. તેને અચાનક યાદ આવ્યું કે લવના ફ્લેટની ચાવી તેની પાસે છે. તેણે નક્કી કર્યું કે આવતીકાલે તે બપોરે ચાવી લવને આપી દેશે અને સાંજે ઇશીતાને મળીને રાત્રે આ શહેર છોડી દેશે.

બીજા દિવસે બપોરે તે લવના ફ્લેટ ઉપર પહોચ્યો. તેની હિંમત નહોતી થતી અંદર જવાની, પણ આ જગ્યા સાથે એની ઘણી બધી યાદો જોડાયેલી હતી. માટે તેને એકવાર અંદર જઈને મનભરીને જોઈ લેવાનું નક્કી કર્યું. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. દેવ અંદર પ્રવેશ્યો અને ત્યાંની બધું વસ્તુઓ, બધી દીવાલો અને તેના ઉપર લગાવેલા તેમના ફોટોસને જોઈ રહ્યો. એટલામાં બીજા રૂમમાંથી તેને કોઈકનો હસવાનો અવાજ આવ્યો. તે એ દિશામાં ગયો. દરવાજો ખુલ્લો હતો. તેણે અંદર ડોકિયું કર્યું. અંદરનું દ્રશ્ય જોઈને તે આભો બની ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને માન્યામાં ના આવ્યું કે તે શું જોઈ રહ્યો છે. તેણે રૂમની અંદર રાશીને અને સાગરને એકબીજાની સાથે સુતેલા જોયા. તેના ગુસ્સાનો પર ના રહ્યો. તે દરવાજો ખોલીને અંદર ગયો.

"સાલા, હરામખોર. હું તને ઇશીતાની લાઈફ બગાડવા નહીં દઉં. આજે તમારી પોલ ખુલી જશે." કહીને તેણે સાગરના ચહેરા ઉપર બે મુક્કા મારી દીધા.

"તને શું લાગે છે તું કહીશ એટલે એ તારી વાત માનશે એમ?" કહીને સાગર હસવા લાગ્યો.

દરવાજો પછાડતા દેવ ત્યાંથી નીકળી ગયો.
"હવે શું થશે?" રાશીએ ઘભરાતાં કહ્યું.

"કશું નહીં થાય, મને સારી રીતે ખબર છે શું કરવાનું છે એ? ચીલ બેબી." સાગરે ખંધું હસતા રાશીને કહ્યું.

દેવે ઇશીતાને ફોન કરીને અરજન્ટ અડ્ડા ઉપર બોલાવી. તેણે દેવને પણ મેસેજ કરીને ચાવી આપવા માટે બોલાવ્યો.

ત્રણેય ભેગા થયા.
"ગાઈઝ, હું કહું એ વાત ધ્યાનથી સાંભળજો. લવ, તું પહેલા મારી વાત સાંભળજે પછી રીએક્ટ કરજે. આજે હું લવના ફ્લેટ ઉપર આ ફ્લેટની ચાવી આપવા માટે ગયો હતો અને ત્યાં જઈને મેં રાશીને સાગર સાથે બેડમાં જોઈ." દેવે આખો પ્રસંગ વર્ણવ્યો.

"વોટ? સાગર? બને જ નહીં."ઇશીતાએ ચોખ્ખી ના પાડી દીધી.

"આ સાગર કોણ છે?" લવે પૂછ્યું.

"મારો બોયફ્રેન્ડ." ઇશીતાએ લવને કહ્યું.

લવનું મગજ છટક્યું.
"ઇનફ દેવ, એક લિમિટ હોય નીચતાની. હજી કેટલો નીચો જઈશ. આટલું કર્યું એ ઓછું છે કે તું હવે ઇશીતા સાથે પણ આવું કરી રહ્યો છે. એક છોકરીને કેટલું બદનામ કરવા પ્રયત્નો કરીશ. એક છોકરીના ચારિત્ર્ય વિશે આવી વાત કરતા શરમ નથી આવતી? હું અત્યાર સુધી ભલે આખો દિવસ છોકરીઓની વાતો કર્યા કરતો હતો પણ મેં ક્યારેય આવું કોઈ વિશે નથી વિચાર્યું. અને તું તારા મગજમાં આટલી બધી ગંદકી ભરેલી છે." લવે કહ્યું.

"હું સાચું કહું છું યાર. તમે લોકો કેમ મારી વાત નથી માનતા. મારી વાતનો વિશ્વાસ કરો." દેવે કાકલૂદી કરતા કહ્યું.

"વેઇટ, શું વાત કરો છો. મને કંઈ સમજાતું નથી. આ બધું શું ચાલી રહ્યું છે?" ઇશીતાએ ખબર ના પડતા કહ્યું.

"તો સાંભળ. દેવે રાશી ઉપર રેપ અટેમ્પ કરવા ટ્રાય કર્યો." લવે ભીની આંખો બંધ કરતા ઇશીતાને કહ્યું.

"વોટ?" ઇશીતાને વિશ્વાસ નહોતો આવી રહ્યો. "થાય જ નહીં આવું. હું નથી માનતી. દેવ આવું કરી જ ના શકે. હું એને ઓળખું છું."

"મને કોઈએ કહ્યું હોત તો એ કહેલી વાત પર મેં પણ વિશ્વાસ ના કર્યો હોત. કાશ આ ખોટું હોત. પણ બદનસીબે આ વસ્તુ મેં મારી આંખોથી જોઈ, જેને હું જુઠલાવી નથી શકતો." લવે રડતા રડતા કહ્યું.

ઇશીતા અવાક થઈને ઉભી રહી ગઈ. તેને માન્યામાં જ નહોતું આવતું. તે દેવની આગળ ગઈ,"તને ખબર છેને મને રેપ અને રેપીસ્ટ શબ્દથી કેટલી નફરત છે. કેમ દેવ? કેમ આવું કર્યું?" કહીને તેણે દેવના ગાલ ઉપર એક તમાચો મારી દીધો અને રડવા લાગી.

"તને પણ એવું લાગે છે કે મેં આવું કર્યું છે? મેં કશું નથી કર્યું, તમે લોકો મારી વાત કેમ માનતા નથી." દેવ કાલાવાલા કરવા લાગ્યો.

એટલામાં સાગર ત્યાં આવ્યો. એના ચહેરા ઉપર પટ્ટી લગાવેલી હતી અને આંખ આગળ દેવના મુક્કાની બદોલત ઝામું થયેલું હતું.
તેને જોઈને ઇશીતા આકુળવ્યાકુળ થઈને સાગરની પાસે જઈને ઉભી રહી.

"આ બધું શું છે? શું થયું?" ઇશીતાએ ચિંતાજનક સૂરમાં સાગરને પૂછ્યું.

સાગર દેવ આગળ જઈને હાથ જોડીને ઉભો રહી ગયો.
"મને માફ કરી દે દેવ. હું આજ પછી ઇશીતાને ક્યારેય મળીશ નહીં."

"એક મિનિટ, કેમ આવું કહે છે?" કહીને ઇશીતા દેવની સામે જોઇ રહી. દેવને કંઈ સમજાયું નહીં.

"આજે બપોરે દેવ આવ્યો હતો મને મળવા. આવીને મને મારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ઇશીતાથી દૂર રહેજે. ઇશીતા મારી છે. એની આજુબાજુ હું બીજા કોઈને જોઈ શકતો નથી. એને તો હું મારી ગર્લફ્રેન્ડ બનાવીશ. બીજા કોઈને એની આસપાસ નહીં ફરકવા દઉં. અને હું જો તને ફરીથી મળ્યો તો મને જાનથી મારી નાખશે." સાગરે હળાહળ જુઠ્ઠાણાનું વિષ ઇશીતાનાં કાનમાં રેડયું.

લવ અને ઇશીતા અવાક થઈ ગયા. તેમને વિશ્વાસ જ ના આવ્યો કે દેવ આવું કરી શકે છે. દેવને સમજાઈ ગયું કે આ જૂઠની માયાજાળમાં તે પુરી રીતે ભરાઈ ચુક્યો છે.

ઇશીતા આંસુભરી આંખોએ દેવની સામે આવી,"શું તું સાગરને મળ્યો હતો?" ભાવરહિત ચહેરે તેણે દેવને પૂછ્યું.

"મેં આવું નથી કહ્યું એને. એ જૂઠું બોલે છે." દેવે પોતાનો બચાવ કરતા કહ્યું.

"શું તું સાગરને મળ્યો હતો?" ઇશીતાએ ફરીથી કડકાઈથી ઉંચા સ્વરે પૂછ્યું.

"હા"દેવે જવાબ આપ્યો. ઇશીતાને આંચકો લાગ્યો.

"શું તે સાગર ઉપર હાથ ઉપાડ્યો હતો?" ઇશીતાએ બીજો સવાલ કર્યો.

"હા, પણ હું એવું કશું બોલ્યો જ..." દેવે જવાબ આપ્યો

ઇશીતાએ દેવને તમાચો લગાવ્યો.
સટ્ટાક અવાજ સાથે વાતવરણમાં નીરવતા પ્રસરી ગઈ.

"આજે મને શરમ આવે છે તને મારો દોસ્ત કહેતા. મને શરમ આવે છે કે તું મારો બેસ્ટફ્રેન્ડ હતો. એક સમયે મને પ્રાઉડ હતું તારા માટે, આજે અફસોસ થાય છે કે મેં તારા જેવા ઘટિયા માણસને મારો ફ્રેન્ડ બનાવ્યો. તદ્દન જૂઠો, ઢોંગી, રેપીસ્ટ અને નીચ વ્યક્તિ છે તું. આજે મારા જન્મદિવસ ઉપર બહુ સારી ગિફ્ટ આપી તે મને, જે હું જિંદગીભર નહીં ભૂલું. જે મિત્રતાની શરૂઆત 25 ઓગસ્ટે થઈ હતી, આજે એ જ તારીખે આપણો એ સંબંધ પૂરો થાય છે. અત્યારે જ અહીંથી જતો રહે. આજ પછી ક્યારેય હું તારું મોઢું પણ જોવા નથી માંગતી." કહીને ઇશીતા સાગરને વળગીને રડવા લાગી અને દેવને એકલો મૂકીને બધા ત્યાંથી જતા રહ્યા.

દેવ એકલો નિરાધાર થઈને ત્યાં બેસી રહ્યો. તેને બંનેનાં શબ્દોથી ખૂબ દુઃખ થયું. પણ તે કંઈ કરી શકે તેમ નહોતો. આટલું લાચાર તેને ક્યારેય મહેસુસ નહોતું થયું. તેને લવ અને ઇશીતા સાથે વિતાવેલા જુના તમામ મસ્તીભર્યા યાદગાર પળો યાદ આવવા લાગ્યા. જાણે આખું ફ્લેશબેક એની આંખો આગળથી જઈ રહ્યું હતું. એટલામાં વરસાદ ચાલુ થયો. દેવે ઉપર જોયું અને રડવા લાગ્યો."મારી સાથે કેમ ભગવાન?"તેણે કહ્યું. એવું લાગી રહ્યું હતું જાણે આજે મેઘરાજા પણ આ સંબંધ તૂટવાના કારણે રડી રહ્યા હતા. તેણે આંસુ લૂછયા. રૂમ પર પહોંચ્યો અને સામાન ઉપાડ્યો અને નીકળી પડ્યો. દેવે જતા જતા નક્કી કર્યું કે હવે ફરીથી આ શહેરમાં ક્યારેય પગ નહીં મુકું. હવે એક નવી શરૂઆત થશે.

******************************

દેવ કાવ્યાને ભીની આંખોએ વળગી પડ્યો. કાવ્યાએ તેના માથે હાથ ફેરવ્યો અને સાંત્વના આપી.
"અહીં પાછા આવ્યા પછી મેં જુના એ તમામ કોન્ટેક્ટ ડીલીટ કરી દીધા. મારો જૂનો નંબર બંધ કરી દીધો અને નવો નંબર વસાવી લીધો. એક નવી શરૂઆત કરવાનું વિચાર્યું. મેં મારી સ્પીચના વિડિઓ બનાવ્યા અને એમને યુટ્યુબ ઉપર મુક્યા અને જોત જોતમાં હું ફેમસ મોટીવેશનલ સ્પીકર બની ગયો. એ દિવસે મને સમજાયું કે વિશ્વાસથી બોલાયેલું એક જ જુઠ્ઠાણું ક્યારેક તમારા સો સત્યની ઉપર ભારે પડી શકે છે. એક ગેરસમજ ગમે એવી ગાઢ મિત્રતાની ધરોહરને તોડી શકે છે. મેં એમને બચાવવા પ્રયત્ન કર્યો અને ઉપરથી હું જ એમની નજરમાં વિલન બની ગયો. એ વખતે મને સ્ત્રીની એક આવી બાજુના પણ દર્શન થયા." દેવે આખરી ફોટો નીચે મુકતા કહ્યું.

"હું સમજી શકું છું તું કઈ પરિસ્થિતિમાંથી પસાર થયો હોઈશ. આટલી મોટી વાતનો બોજ લઈને તું ચાર પાંચ વર્ષથી જીવી રહ્યો હતો. એકવાર કહી દીધું હોત તો, તને બેટર ફિલ થાત." કાવ્યાએ દેવને સંભાળતા કહ્યું.

"હમ્મ.."દેવે બધા ફોટોગ્રાફ્સ કવરમાં મુક્ત કહ્યું.

"એકવાત કહું. એમણે જે કર્યું એ કર્યું, પણ તારે એકવાર તો એ કઈ પરિસ્થિતિમાં છે એ જોવું જોઈએ ને. નહીં તો તારામાં અને એમનામાં શું ફરક રહ્યો. દેવ, મિત્રતામાં ક્યારેય ઈગો ના હોવો જોઈએ કે પહેલી પહેલ કોણ કરશે એ માટે પણ અવકાશ ના હોવો જોઈએ. એમ ખાલી બોલી દેવાથી સંબંધો પુરા નથી થઈ જતાં અને એટલે જ આ વસ્તુ હજી તને અંદરથી હતાં કરી રહી છે. માન્યું કે એમણે આવું તારી સાથે કર્યું, પણ એમને સચ્ચાઈ ખબર નહોતી. પણ તું તો જાણતો હતો ને સચ્ચાઈ. એ લોકો કઇ પરિસ્થિતિમાં છે એ જાણવા તારે પહેલ કરવી હતી, શું ખબર એમને કદાચ ખબર પડી ગઈ પણ હોય કે તું સાચો હતો અને તારો સામનો કરી શકવા સક્ષમ ના હોય. આ જે ન બોલાયેલા શબ્દો છે એને સમજી લેવું એને જ મિત્રતા કહેવાય. તે પણ સારી મિત્રતા નિભાવી, નહીં?" કાવ્યાએ દેવને સમજાવતા કહ્યું.

"હું આગળ વધી ચુક્યો છે. મારા માટે હવે એમના હોવા ના હોવાથી કોઈ ફરક નથી પડતો." દેવે અકળાઈને જવાબ આપ્યો.

"હા, એ તો દેખાય છે કેટલો ફર્ક નથી પડતો એ. આજે ખાલી માત્ર લવને જોઈને તું આટલો આકુળવ્યાકુળ થઈ ગયો એ." આ વાતનો દેવ પાસે કોઈ જવાબ ન હતો. એ ચૂપચાપ બેસી રહ્યો.

"દેવ કેટલીક વખત આપણે સંબંધને નથી ચુઝ કરતા, પણ એ સંબંધ આપણને ચુઝ કરે છે. અમુક રિલેશન દુનિયામાં એવા હોય છે કે ગમે એટલા તોડવા પ્રયત્ન કરો પણ એ તુટતા નથી. આ તારો એવો જ એક સંબંધ છે. તું લાખ કોશિશ કરીશ પણ તું આ સંબંધથી દૂર નહીં જઇ શકે. આઈ થિંક તારે એ લોકોને મળવું જોઈએ." કાવ્યાએ કહ્યું.

"જોઈશું એ પછી. બટ થેન્ક્સ." દેવે કાવ્યની આંખોમાં જોઈને કહ્યું.

"થેન્ક્સ? ફોર વોટ?" કાવ્યાએ સહજતાથી જવાબ આપ્યો.

"ફોર બીઇંગ એ ગુડ લીસનર, ફોર બીઇંગ એ ગુડ ફ્રેન્ડ, ફોર બીઇંગ એ ગુડ સપોર્ટ સિસ્ટમ, ફોર બીઇંગ એ ગુડ એડવાઇઝર, ફોર બીઇંગ એ ગુડ લાઈફ પાર્ટનર એન્ડ ફોર મેકિંગ મી એ બેટર પર્સન." દેવે કાવ્યાના વખાણ કરતા કહ્યું.

"બસ,બસ. કેટલા મસ્કા મારીસ. ચાલ હવે એક મસ્તવાળી સ્માઈલ આપ મને. કેટલાય દિવસથી એ સ્માઈલ મિસિંગ છે તારા ચહેરા ઉપર."

અને દેવ મસ્ત સ્માઈલ કરતા કરતા કાવ્યાને વળગી પડ્યો.

(ક્રમશઃ)