Dil A story of friendship - 7 books and stories free download online pdf in Gujarati

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-7: સરપ્રાઈઝ

ભાગ-7: સરપ્રાઈઝ


વર્ષ:2013

સાંજના છ વાગ્યાનો સમય હતો. સૂરજ આથમવાની તૈયારી કરી રહ્યો હતો. ડુમ્મસનાં દરિયાકિનારે બેઠા બેઠા ત્રણેય મિત્રો મસ્તી કરી રહ્યા હતા.

ઇશીતા ગિટારની ધૂન છેડી રહી હતી અને સાથે સાથે ગીત ગાઈ રહી હતી. લવ તેનો વિડિઓ ઉતારી રહ્યો હતો.

"અત્યાર સુધી પંદર વિડિઓ હું ઉતારી ચુક્યો છું. આ લાસ્ટ વિડિઓ છે. હું નહીં ઉતારું હવે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સારી આવડે એટલે એવું નહીં કે દરવખતે મારા જ હાથમાં ફોન પકડાવી દેવાનો." લવે અકળાઈને કહ્યું.

"તું તો મારી સૌથી પાક્કો દોસ્તાર નહીં? આટલું તો તું કરી જ શકે ને મારા માટે." ઇશીતાએ મસ્કા મારતા કહ્યું.

"કેટલી મીઠડી બને છે. દરવખતે આવું મીઠું મીઠું બોલીને કામ કરાવી લે છે." લવે મોઢું મચકોડયું.

"આઈ લવ ધીસ પ્લેસ. અહીં એક અલગ જ શાંતિ મળે છે મનને. આ દરિયાકિનારે બેસીને સૂર્યાસ્તને નિહાળવો એ પણ એક લહાવો છે. કેટલો સુંદર નજારો છે. કુદરતના ખોળે એક સૂકુંન પ્રાપ્ત થાય છે." દેવે આથમતા સૂર્યને જોતા જોતા કહ્યું.

"ઇટ ઇસ રીયલી બ્યુટીફૂલ." ઇશીતાએ ગિટાર બાજુમાં મૂકીને સૂર્યાસ્તને નિહાળતા કહ્યું. લવ પણ નીચે બેસી ગયો.

"બાય ધ વે, આ આટલા બધા વિડીઓનું તું કરે છે શું?" દેવે પૂછ્યું.

"કંઈ નહીં, બસ યાદગીરી માટે. આ વિડિઓ જોઈને લાગેને કે મને સારું ગાતા આવડે છે એટલે. મેમરી." ઇશીતાએ હસતા હસતા કહ્યું.

"તમે બેય બંધ કરો તમારી લવારી અને આ બાજુ જોવો જરા. તમારી ભાભી ઉભી છે જોવો." લવે બીજી બાજુ આંગળીથી એક છોકરી તરફ ઈશારો કરતા કહ્યું.

"આખો દિવસ છોકરીઓ છોકરીઓ! બાઘાની જેમ જોયા કરે છે આખો દિવસ. કોઈ ગર્લફ્રેંડ બનાવ તો ખરા. સાવ ડેસપરેટ." ઇશુએ લવના માથામાં ટપલી મારતા કહ્યું.

"તું બનીશ બોલ મારી ગર્લફ્રેંડ?" લવે ફ્લર્ટ કરતા કહ્યું.

"ટ્રાય પણ ના કરતો મારી આગળ તો. દાંત તોડીને હાથમાં આપી દઈશ. હજી મારા એટલા પણ ખરાબ દિવસો નથી આવી ગયા કે તને મારો બોયફ્રેન્ડ બનાવું. ખબર નહીં તારી ઘરવાળીના નસીબ કેવા હશે કે તારી સાથે લગન કરશે." ઇશીતાએ લવની તરફ જોઈને ટોન્ટ માર્યો.

"એજ, મારા પણ હજી એટલા ખરાબ દિવસો નથી આયા ઓકે. લુક એટ યુ અને લુક એટ મી. ભાઈ નું લેવલ બહુ હાઈ છે. ઘરવાળી નસીબદાર હશે જોજેને તું." લવે ડંફાંસો મારતા કહ્યું.

આ સાંભળીને દેવ અને ઇશીતા એકબીજાને હાઈફાઈ આપીને જોર જોરથી લવ ઉપર હસવા માંડ્યા.

"બસ કર પગલે, હસ્તે હસ્તે રૂલાયેગા ક્યાં?" દેવે લવની મજાક ઉડાવતા કહ્યું.

"હા...હા...હા...ના મજા આવી જરાય પણ." લવે મોઢું બગાડતા કહ્યું.

"ગાઈઝ, ગાઈઝ એક પ્રશ્ન. બધા એનો સાચો જવાબ આપશે." ઈશુએ કહ્યું.

"હા, ગો અહેડ."

" એન્જીનીયરિંગમાં તો આપણે છીએ જ, પણ તમારું પેશન શુ છે? ભવિષ્યમાં શુ કરવા માંગો છો. આઈ મીન હું તો મારી મરજીથી નથી આવી આમાં. તમારું ખબર નહીં. દેવ તું બોલ." ઈશુએ કહ્યું.

"મને લખવાનો શોખ છે. હું આર્ટિકલ્સ અને મારા મનનાં વિચારો જ્યારે પણ સમય મળે ત્યારે લખું છું. જુઓ આ." દેવે પોતાના ફોનમાં લખેલા આર્ટિકલ્સ એ બંનેને બતાવતા કહ્યું.

"વાહ. તું ઘણું સારું લખે છે. લોકો સુધી પહોંચાડ આ વિચારોને. એક કામ કર આને રેકોર્ડ કર વિડીઓમાં અથવા સ્પીચ આપવાનું શરૂ કર. લોકોને હેલ્પ પણ થશે આનાથી. આજકાલ યુટ્યુબ ઉપર આવી ઘણી ચેનલ ચાલે છે." ઇશીતાએ સુઝાવ આપ્યો.

"હમણાં તો એવો કોઈ ઈરાદો નથી. પહેલા એન્જીનીયરીંગ પુરી કરવાની છે. બીજા બધા વિશે આગળ કંઈ વિચાર્યું નથી. પણ હું ધ્યાનમાં રાખીશ આ વાત. ઇટ'સ એ નાઇસ આઈડિયા." દેવે જવાબ આપ્યો.

"લવ તું? તું ફ્યુચરમાં શું કરવા માંગે છે?" ઇશીતાએ સવાલ કર્યો.

"આપણું કંઈ ઠેકાણું નથી. એન્જીનીયરીંગ બાપાની મરજીથી લીધું છે, બાકી મારી કોઈ ઈચ્છા નહોતી. અને એવો કોઈ શોખ નથી જોરદાર, પણ ફોટોગ્રાફી ગમે એમ. આઈડિયા ખોટો નથી વિચારીશું આના ઉપર પછી, અને અત્યારથી શું ભવિષ્યનું વિચારવાનું. ધાર્યું કંઈ જ ના થાય. તું તારું બોલ ચલ હવે." લવે ઈશુને પૂછ્યું.

"મારું પણ એવું જ છે, મારા પપ્પાના લીધે મેં એન્જીનીયરિંગમાં એડમિશન લીધું. પણ, એનું કારણ કંઇક અલગ હતું. મને સિગિંગનો બહુ શોખ છે. આઈ લવ સિગિંગ. એ મારું ઝુનૂન છે. મારું એક સપનું છે કે હું ગિટાર લઈને સ્ટેજ ઉપર ઉભી હોઉં, લાખો લોકો મારો અવાજ સાંભળવા મારા કોન્સર્ટમાં આવ્યા હોય, મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ્સ ચાલુ હોય, લોકો મારા પોસ્ટર લઈને ઉભા હોય, લોકો ઇશીતા ઇશીતા બુમો પાડતા હોય અને હજુ આવીને જોરથી પગેલા કહું 'હેલો, સુ.....ર.....ત' અને હું એ પછી બધા લોકોની સામે ગાવાનું શરૂ કરું." બોલતા બોલતા ઇશીતા કાલ્પનિક દુનિયામાં ખોવાઈ ગઈ.

"ઓ બેન, પાછાં વળી જાઓ ચલો. વાસ્તવિકતામાં પાછા ફરો. સપનાઓની દુનિયામાંથી પાછા ફરો. તારા સપના તારા જેવા જ છે, શેખચિલ્લી જેવા અને તદ્દન વાહિયાત." લવે ઇશીતાને ખેંચીને નીચે બેસાડતા કહ્યું.

"બહુ, સારું ચાંપલા." ઈશુએ મોઢું બગાડ્યું.

"યુ શુડ ટ્રાય ધીસ." દેવે વિચારતા કહ્યું.

"એટલે?" ઈશુએ અસમંજસમાં જવાબ આપ્યો.

"આઈ મીન ટુ સે કે તું આટલું સારું ગાય છે તો પછી તારે ચોક્કસપણે એક પ્રયત્ન કરવો જોઈએ અને લવ તારે પણ. ફોટોગ્રાફીનો કોર્સ કર. પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકે તું." દેવે કહ્યું.

"મારા પપ્પા આ બધી વસ્તુઓના વિરોધમાં છે. આ ગિટાર જ માંડ માંડ કેટલું માનવીને લીધું છે ને." ઈશુએ નિરાશ થતા જવાબ આપ્યો.

"તો પછી મુકને આ બધું. ચીલ કર હમણાં. ટેક એ ચીલ પીલ." લવે મસ્તી કરતા કહ્યું.

એટલામાં ઇશીતા રડવા લાગી. "ગાઈઝ, થેન્ક યુ સો મચ. તમે લોકો છો તો એમ લાગે છે કે દુનિયા ભરેલી ભરેલી છે. આઈ એમ લકી કે મને તમારા બે જેવા નંગ મિત્રો મળ્યા. ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. મેરે દો અનમોલ રતન!" ઈશુએ બંનેને ભેટતા રડતા રડતા કહ્યું.

"આ 'દિલ' આપણું ગ્રુપ ક્યારેય તૂટવું ના જોઈએ. તમે લોકો છો તો આમ દુનિયા જીવંત લાગે છે બાકી તો શૂન્ય જ લાગે છે." ઈશુએ આગળ કહ્યું.

"પાગલ જ છે તું સાવ. એમાં રડવાનું થોડી હોય. આ 'દિલ'ને જીવંત તો તું રાખે છે. આપણને બધાને અરસ પરસ માં જોડતી મૂળભૂત કડી તું છે. આઈ પ્રોમિસ હું ઓલવેઝ તારી સાથે હોઈશ જ્યારે પણ તારે જરૂર હશે ત્યારે. ખાલી એક કોલ દૂર હોઈશ હું તારાથી. આપણો બોન્ડ અનબ્રેકેબલ છે. ચલ હવે હસ નહીં તો આજે ડુમ્મસમાં ભરતી પાક્કી આવશે." દેવે ઇશીતાના આંસુ લૂછતાં કહ્યું.

"થેન્ક...યુ...ગાઈઝ." લવે ઇશીતાના ચાળા પાડતા પડતા રડમસ અવાજમાં કહ્યું.

"જાને, સાલા નાલાયક." ઈશુએ લવને મારતા કહ્યું.

"આઈ જા પાગલ." લવે ઇશીતાને ભેટતા કહ્યું.

અને ત્રણેય મિત્રો એકબીજાને ભેટી પડ્યા.
"ગાઈઝ, સે ચીઝ.." ઇશીતાએ સેલ્ફી લેતા કહ્યું.
એ દિવસે સૂર્યાસ્ત પણ તેમની મિત્રતાનો સાક્ષી બની ગયો હતો.

******************************

"ચાલ ઉઠ, એ ઊંઘણસિંહ. મારી જોડે રહી રહીને તું પણ એક નંબરનો આળસુ થઈ ગયો છે." લવે દેવને લાત મારતા કહ્યું.

"ઊંઘવા દે ને, હરામી. આજે કોલેજ નથી જઉં." દેવે અર્ધજાગ્રત અવસ્થામાં જવાબ આપ્યો.

"સારું તો તું પડ્યો રહે. હું બહાર જાઉં છું, મારે આજે કામ છે થોડું. એટલે સીધો રાતે મળું તને. બાય." કહીને તે ફટાફટ નીકળી ગયો.

અચાનક દેવને કંઇક યાદ આવતા એ ફટાફટ ઉભો થઈને દોડ્યો. "ઉભો રહે." પણ ત્યાં સુધીમાં લવ નીકળી ગયો હતો. તે હારેલા યોદ્ધાની જેમ મોઢું લટકાવીને રૂમમાં પાછો આવ્યો. તેણે મનમાં વિચાર્યું, "આજે મારો જન્મદિવસ છે, અને આ સાલો વિશ પણ કર્યા વગર જતો રહ્યો. નાલાયક, હવે સીધો રાતે મળશે. યાદ હોય તો પણ સારું. કોલ કરશે પછી હરામી." તે બેડ ઉપર બેઠો.

એટલામાં તેનો ફોન રણક્યો. તેણે કોલ ઉપાડ્યો.

"હેપ્પી બર્થ ડે, હેન્ડસમ." સામેથી ઈશુનો અવાજ આવ્યો.

"થેન્ક્સ. તને યાદ હતું?" દેવે પૂછ્યું.

"બેસ્ટ ફ્રેન્ડ કહે છે અને પાછો પૂછે પણ છે કે યાદ હતું? કોઈ જાતની શરમ જ નથી તારામાં. અચ્છા ચલ, 15 મિનિટમાં રેડી થઈ જા અને કેન્ટીનમાં પહોંચ. હું તને પીક કરવા આવું છું. આપણે બહાર જઈએ છે." ઈશુએ આદેશ આપ્યો.

"ક્યાં?" દેવે ઉત્સાહિત થઈને પૂછ્યું.

"બહુ પંચાત તને, કીધું એટલું કરને છાનો માનો. લઈ જાઉં એટલે જોઈ લે જે. એ સરપ્રાઈઝ છે. બાય. 15 મિનિટ શાર્પ."

"આ પહોંચ્યો હમણાં." દેવે જવાબ આપ્યો.

ઇશીતા કેન્ટીન પહોંચી. તેણે આશ્ચર્યમાં જોયું કે દેવ તેનાથી પણ પહેલા આવીને ઉભો હતો.

"આટલો જલ્દી? કેવી રીતે? હમણાં તો ફોન પર હતો. એટલી વારમાં ક્યાંથી આવી ગયો." ઇશીતાએ આશ્ચર્યમાં પૂછ્યું.

"ટેલેન્ટ છે એ તો મારું." દેવે હોશિયારી મારતા કહ્યું.

"સાચું બોલજે તું નાહયો નથીને આજે? જન્મદિવસના દિવસે કોણ આવું કરે યાર! ગંદા ગોબરા. ડીઓડરન્ટ લગાવીને ચાલ્યો આયો. હદ છે. તને પણ પેલા આળસુની અસરો આવવા માંડી છે." ઈશુએ દેવને જોઈને મોઢા બગડતા કહ્યું.

'ચાલને છાનમાની ગાડીમાં બેસ હવે." દેવે ઇશીતાના વાળ ખેંચતા કહ્યું.

"એ...ય. બર્થડે છે એટલે જવા દઉં છું, નહીં તો આજે પડી ગઈ હોત મારા હાથની તને." ઈશુએ મસ્તીમાં કહ્યું.

બંને ગાડીમાં બેઠા.

"પેલા નાલાયકને ખબર છે કે આજે મારો બર્થડે છે?" દેવે લવ વિશે ઈશુને પૂછ્યું.

"ના, આઈ મીન મને નથી ખબર. કેમ?" ઈશુએ ગાડી ચલાવતા જવાબ આપ્યો.

"સવારથી વિશ કર્યા વગર જતો રહ્યો છે ક્યાંક કામથી. બેસ્ટ ફ્રેન્ડના જન્મદિવસે કોણ આવું કરે." દેવે કહ્યું.

"ગયો હશે એની ગર્લફ્રેન્ડ જોડે. હમણાં પટાવી છે ને એણે કોઈક એની જોડે." કહીને ઇશીતાને અચાનક યાદ આવ્યું કે આ નહોતું બોલવાનું.

"શું? ગર્લફ્રેન્ડ? ક્યારે? કેવી રીતે? મને કીધું કેમ નથી?" દેવે પ્રશ્નોનો મારો ચલાવ્યો.

"તું એને ના કહેતો પ્લીઝ કે મેં તને આ વાત કહી દીધી છે. એ તને બે દિવસમાં કહેવાનો હતો, પણ થોડો બીઝી હતો એટલે નહીં કીધું હોય." ઇશીતાએ બચાવમાં કહ્યું.

દેવને આ વાત ના ગમી. તેને ખોટું લાગ્યું.
"સરપ્રાઈઝ શુ છે એતો કહે હવે?"

"જાતે જ જોઈ લે." કહીને ઇશીતાએ ગાડી ઉભી રાખી.

"જાવેદ હબીબ સલૂન! અહીં શા માટે?" દેવે પૂછ્યું.

"આજે તારી આખી કાયાપલટ કરી નાખવાની છે. નવી હેરસ્ટાઇલ અને એકદમ નવો લૂક. આ શું આયો ત્યારથી આવા સિમ્પલ લુકમાં ફર્યા કરે છે. આજે એક નવો જ દેવ બનીને નિકલીશ તું કે જેની ઉપર કેટલીયે દેવીઓ ફિદા થઈ જવાની છે. ચલ ફટાફટ આ પતે પછી હજી બીજું પણ એક કામ છે." ઇશીતાએ કહ્યું.

એક કલાકમાં દેવનો આખો લૂક બદલાઈ ગયો. એકદમ નવી હર સ્ટાઇલ, બીયર્ડ સેટ કરેલો લૂક, ફેશિયલ કરેલો ચહેરો.

"આયે હાયે, મેં મરજાવા. ચમકે છે બાકી આજે તો મારો હીરો." ઈશુએ દેવને જોઈને ઓવારણાં લેતા કહ્યું.

"હજી ક્યાં જવાનું છે હવે?" દેવે પૂછ્યું.

"તું સવાલો બહુ પૂછે છે યાર. ચૂપચાપ બેસી રહેને, લઈ જાઉં ત્યાં જવાનું તારે." ઇશીતાએ છણકો કરતા કહ્યું.

ગાડી બ્રાન્ડ ફેક્ટરી આગળ તેણે ઉભી રાખી.
" ચાલ, હવે તારા માટે સ્ટાઈલિશ કપડાંની ખરીદી કરવાની છે. તને જે પણ ગમે એ બધા લઈ લે જે. આજે મોકો છે ફરી આવી ઓફર નહીં મળે." ઈશુએ કીધું.

કપડાંની ખરીદી કરીને બંને બહાર નીકળ્યા.
"ફ્યુ, યાર તું તો છોકરીઓ કરતા પણ વધારે સમય લે છે કપડાં પસંદ કરવામાં. આટલો ટાઈમતો મેં મારી શોપિંગમાં પણ નથી આપ્યો.

બંને ગાડીમાં બેસી ગયા.
"થેંક્યું સો મચ, ઈશુ. તને ખબર હતીને કે મને જાવેબ હબીબનું સલૂન અને બ્રાન્ડ ફેક્ટરીનાં કપડાં બહુ પસંદ છે. ઇટ રીયલી મીન્સ એ લોટ." દેવે આભાર વ્યક્ત કરતા કહ્યું.

"ગાંડા, તારા માટે તો જાન હાજર છે. બસ, ખાલી માંગતો નહીં." કહીને બને એકબીજાને ભેટી પડે છે.

"ચાલ, જલ્દી હોસ્ટેલ જા અને નાહીને આવજે હવે. તૈયાર થઈને કોલ કર સાંજે. હજી એક સરપ્રાઈઝ બાકી છે." ઈશુએ હસતા હસતા કહ્યું.

"અલા કેટલી સરપ્રાઈઝ. આજે જ ખુશીથી મને મારી નાખશો કે શું?" દેવે જતા જતા કહ્યું

દેવ હોસ્ટેલ પહોંચ્યો અને નાહીધોઇને તૈયાર થઈ ગયો. આજે તે કોઈ હીરોથી કમ નહોતો લાગતો. પોતાના નવા લૂકથી દેવ પોતે આશ્ચર્યચકિત થઈ ગયો. બ્રાન્ડેડ કપડાં અને સૂઝ પહેરીને તે હોસ્ટેલમાંથી નીકળ્યો અને ગાર્ડન આગળ પહોંચ્યો. રસ્તામાં બધા જ લોકો દેવમાં આવેલા આ પરિવર્તનને જોઈને ચોંકી ગયા હતા. તેને ઈશુને ફોન કરીને આવવા કહ્યું અને રાહ જોતો ગાર્ડનમાં બેઠો.
એટલામાં તેની બેચની રાશી નામની છોકરી તેની પાસે આવી.

"હાય દેવ. હેપ્પી બર્થડે." રાશીએ કહું.

"ઓહ, થેન્ક્સ. પણ તને કેવી રીતે ખબર કે આજે મારો બર્થડે છે?" દેવે આશ્ચર્યમાં પૂછ્યું.

"એ બધું છોડ. મારે તને કંઇક કહેવું છે. આજે તું બહુ હેન્ડસમ લાગે છે." રાશીએ દેવના વખાણ કર્યા.

"થેંક્યું, થેંક્યું." દેવ શરમાઈ ગયો.

"મને તું પસંદ છે. હું તને મારો બોયફ્રેન્ડ બનાવવા માંગુ છું." રાશીએ ધડાકો કર્યો.

"શુ? આઈ મીન.. સોરી." દેવ હાંફળોફાંફળો થઈ ગયો તેને કઈ સમજાયું નહીં.

એટલામાં હોર્નનો અવાજ આવ્યો. ઇશીતાએ હાથ કરીને તેને બોલાવ્યો.

"હાય, રાશી. આવ, બેસ." ઈશુએ રાશીને કહ્યું.
આ સાંભળીને દેવ ચોંકી ગયો.

"રાશી પણ આપણી સાથે આવશે? આપણે ક્યાં જઈએ છે?" દેવે પૂછ્યું.

ઇશીતાએ ગુસ્સા ભરી આંખે તેની સામે જોયું એટલે દેવ ચૂપ થઈ ગયો. તેને મિરરમાં જોયું તો પાછળની સીટ પર બેસેલી રાશી દેવને તાકી તાકીને જોઈ રહી હતી.

ઇશીતાએ એક ફ્લેટ આગળ ગાડી ઉભી રાખી અને પાર્ક કરી.
"તારી આખો ઉપર પટ્ટી બાંધવાની છે." કહીને તેણે દેવની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી. ત્રણેય કારમાંથી ઉતર્યા અને ફ્લેટમાં ઉપર પાંચમા માળે ગયા.
ઈશુએ બેલ વગાડ્યો. દરવાજો ખુલ્યો અને અંદરથી લવ ચૂપચાપ નીકળ્યો.
"આવી ગયું? ક્યાં લઈ જાવ છો જરા કહો તો ખરા?"
બંને દેવને અંદર લઇ ગયા. લવે ચપ્પલ ઉપાડ્યું અને દે દનાદન દેવને પાછળ માર્યું અને ગાયું,"હેપ્પી બર્થડે ટુ યુ."
દેવે બુમો પાડતા પાડતા આંખો પરથી પટ્ટી ઉતારી. તેણે જોયું તો આખો ફ્લેટ દેવના ફોટોસથી શણગારેલો હતો. વચ્ચે કેક પડી હતી અને આખો રૂમ ફુગ્ગા અને રિબન્સથી ભરેલો હતો.

"હરામી તને યાદ હતું એમને, આવી બધી કરતૂતો તારી જ હોય." દેવે પાછળ હાથ ફેરવતા કહ્યું અને બંને એકબીજાને ભેટી પડ્યા.

"હેપ્પી બર્થડે ડાર્લિંગ. તારો બર્થડે કેવી રીતે ભૂલી શકું હું, ભાઈ છે તું આપણો." કહીને તેણે દેવને બીજી બે મારી.

"ચાલ, કેક કાપ હવે." લવે કહ્યું.

દેવે કેક કાપી.
"હેપ્પી બર્થડે ટુ યુ. હેપ્પી બર્થડે ટુ યુ. હેપ્પી બર્થડે ડીયર દે...વ.., હેપ્પી બર્થડે ટુ યુ."

તેણે વારાફરતી ઈશુ અને લવને કેક ખવડાવી.

"દેવ, મને કેક નહીં ખવડાવે?" રાશીએ સામેથી દેવને યાદ કરાવતા સ્માઈલ કરતા કહ્યું.

"અરે હા. સોરી સોરી. હું તને એક્ વાત કહેવાનો હતો, મારે પહેલા કહી દેવું હતું પણ પછી થયું તને તારા બર્થડે પર સરપ્રાઈઝ આપું. આ રાશી છે. મારી ગર્લફ્રેન્ડ." લવે રાશીને પોતાની બાહોમાં લેતા કહ્યું.

દેવ હાથમાં કેકનો ટુકડો પકડીને આંખો પહોળી કરીને આશ્ચર્યમાં ઉભો રહી ગયો.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED