Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-2: તકરાર

ભાગ-2: તકરાર


"કાવ્યા,ચાલ ઉઠ. સાત વાગી ગયા છે. રેડી થઈ જા, થોડી વારમાં આપણે નીકળીએ." દેવે કાવ્યાના માથે હાથ ફેરવતા કહ્યું.

કાવ્યા ઉઠીને ફ્રેશ થાય છે એટલામાં એના ફોનની રિંગ વાગી.
દેવે ફોન ઉપાડીને કહ્યું,"હેલો! હુ ઇસ ધીસ?"
સામે છેડેથી તેને કોઈક પુરૂષનો એકદમ ઘેરો,રૂઆબદાર અવાજ સંભળાયો,"હેલો, આઈ એમ મિસ્ટર રઘુવીર રાઠોડ. મે આઈ સ્પીક ટુ કાવ્યા?"

દેવે કાવ્યાને ફોન આપ્યો અને પોતે દીવાલને અડીને ઉભો રહયો.
કાવ્યાએ 5 મિનિટ સુધી એ માણસ સાથે વાત કરી," હા. હા. ચોક્કસ. કાલે સવારે શાર્પ 11 વાગે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં. ડન."
કાવ્યાએ ફોન કટ કર્યો.

"કોનો ફોન હતો?" દેવે જાણવાની આતુરતાથી પૂછ્યું.

કાવ્યા એકદમ ખુશીમાં ઉછળી પડી અને દેવને વળગીને તેણે કહ્યું," ગેસ વૉટ, મને લાગે છે આ શહેરમાં મને મારી પહેલી બિગ ઇવેન્ટ મળી ગઈ છે. કાલે સવારે એમણે મને મળવા બોલાવી છે મિટિંગ માટે ,ડિસ્કસ કરવા માટે. એન્ડ યુ નો, મેરેજનો પ્રોજેકટ છે, અ ગ્રેટ ઇન્ડિયન બિગ બજેટ વેડિંગ. મારો પહેલો બિગ પ્રોજેકટ."

"અરે વાહ, તારા માટે આ શહેર બહુ લકી લાગે છે, આવતામાં જ ઓફર આવવા માંડી." કાવ્યાને ઊંચકીને ગોળ ફેરવતા દેવે કહ્યું.

"અરે યાર, કાલે તારે પણ સવારે સ્પીચ આપવા ઇવેન્ટમાં જવાનું છે ને! તું સાથે નહીં હોય તો હું શું કરીશ? હું કંઈક બાફીને આવીશ એમની આગળ તો?" કાવ્યાએ ચિંતિત સ્વરમાં કહ્યું.

"કંઈ નઈ થાય, મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. અને પહેલી વાર થોડી તું કંઈ આ કરી રહી છે. ખાલી જગ્યા જ બદલાઈ છે, કામ તો એનું એ જ છે. મને ખાતરી છે તું કાલે આ ઇવેન્ટનો કોન્ટ્રાકટ લઈને જ આવીશ." દેવે કાવ્યાની પીઠ થપથપાવતા કહ્યું.

"ચલ હવે. મારે પણ રાતે આવીને પ્રેઝન્ટેશન બનાવવાનું છે આના માટે, નહીં તો કાલે ભવાડો થઈ જશે." દેવને ઘરની બહાર ખેંચી જતા તેણે કહ્યું.

******************************

"વેઈટર?" દેવે હાથ ઊંચો કરીને બૂમ પાડી.
"મારા માટે એક મૈસુર મસાલા ઢોસા વિથ એક્સ્ટ્રા ચીઝ અને એક કોક." કાવ્યા એ પોતાના ફોનમાં જોતા જોતા કહ્યું.
એટલામાં કાવ્યાની નજર તેણે પાડેલા પેલા ફોટોસ પર પડી. તેને અચાનક સાંજના મનમાં ઉદ્દભવેલા બધા જ સવાલો પાછા આવી ગયા અને તે એના વિચારોમાં ખોવાઈ ગઈ.

"ઓ હેલો, મેડમ. ક્યાં ખોવાઈ ગઈ?" દેવે તાળી પાડીને કાવ્યાનું ધ્યાનભંગ કરતા પૂછ્યું.

"અરે, કંઈ નહીં. તારે કાલના પ્રોગ્રામની બધી તૈયારીઓ થઈ ગઈ?" કાવ્યાએ વાત ટાળવા માટે પૂછી લીધું.

"હા, ઓલમોસ્ટ." કહીને દેવ પોતાના ફોનમાં ઇ-મેઇલ્સ ચેક કરવા લાગ્યો.

"ચાલને, આપણે એક ગેમ રમીએ. હું એક શબ્દ બોલીશ અને પછી કંઈપણ વિચાર્યા વગર તારા મનમાં પહેલો શબ્દ જે આવે એ બોલવાનો તારે. જે વ્યક્તિ પહેલા અટક્યો એ હાર્યું." કાવ્યાએ પોતાનો જાળ બિછાવ્યો.

"ઓકે, ડન.એમ પણ હજી ઓર્ડર રેડી થઈને આવવાની વાર છે. ચલ સ્ટાર્ટ, હું જ જીતવાનો છું." દેવે પુરા આત્મવિશ્વાસથી કહ્યું.

કાવ્યા: "આકાશ."
દેવ: "પક્ષી."
કાવ્યા: "હિલસ્ટેશન."
દેવ: "દરિયા કિનારો."
કાવ્યા: "ધર."
દેવ: "ફેમિલી."
કાવ્યા: "સુરત"
દેવ: "કોલેજ."
કાવ્યા: "પ્રેમ."
દેવ: "કાવ્યા."
કાવ્યા(મલકાતાં મલકાતાં): "હાર્ડવર્ક."
દેવ: "ટેલેન્ટ."
કાવ્યા: "રાગડા પેટીસ"
દેવ: "પાણીપુરી."
કાવ્યા: "દિલ."
દેવ: "અનબ્રેકેબલ ફ્રેન્ડશીપ."
કાવ્યા: "બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર."
દેવ અટકી ગયો. તેના મોઢામાંથી એકપણ શબ્દ ના નીકળ્યો.

કાવ્યા (ખુશ થતા થતા): "યસ, હું જીતી ગઈ અને તું હારી ગયો. ત્રણ વર્ષોમાં આજે પહેલી વાર હું તારી સામે જીતી ગઈ."

દેવ: "પણ તું પૂછે જ એવું કે જેનો કોઈ જવાબ ના હોય તો શું જવાબ આપું. તને ખબર તો છે મારા એવા કોઈ ફ્રેન્ડ જ નથી."

કાવ્યા: "તો પછી અટકી કેમ ગયો તું? તું 'ના' પણ બોલી શકતો હતો જવાબમાં, પણ તું અટકી ગયો, તે જવાબ જ ના આપ્યો."
દેવ તેની વાતને ઇગ્નોર કરીને ફરી પોતાના ફોનમાં મશગુલ થઈ ગયો.

એટલામાં વેઈટર એમનો ઓર્ડર લઈને આવ્યો અને આપીને જતો રહ્યો.
" બાય ધ વે, આ 'દિલ: અનબ્રેકેબલ ફ્રેન્ડશીપ' શું છે?" કોક નો એક ઘૂંટડો લેતા કાવ્યાએ શોટ માર્યો.

"એ...એ...એતો બસ એમ જ મોઢામાંથી નીકળી ગયું. ક્યાંક ઇન્ટરનેટ પર હમણાં વાંચ્યું હતુંને એટલે." દેવે સ્વબચાવનો પ્રયાસ કર્યો.

" સારું ચલ. મને એમ કહે તો, કે તારા બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર એટલે કે બી.એફ.એફ. કોણ છે?" કાવ્યાએ બીજો ઘા કર્યો.

"આજે તને આ મારા ફ્રેન્ડ્સમાં આટલો રસ કેમ પડ્યો છે? તને મારો જવાબ ખબર જ છે, છતાં ફરી કહી દઉં કે મારું એવું કોઈ જ ફ્રેન્ડ નથી." દેવે અકળાઈને જવાબ આપ્યો.

"ઓકે. તો પછી આ ફોટોગ્રાફ્સમાં તારી જોડે બે જણ કોણ છે? 'હેશટેગ દિલ:અનબ્રેકેબલ ફ્રેન્ડશીપ' અને 'હેશટેગ બેસ્ટ ફ્રેન્ડસ ફોરેવર અનટીલ વર્લ્ડ એન્ડ્સ'." કાવ્યાએ દેવને ફોન બતાવતા પોતાનું અંતિમ બ્રહ્માસ્ત્ર કાઢ્યું.

દેવ કાવ્યાનો ફોન લઈને તેમાં રહેલા તમામ ફોટોસ જોયા અને ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડીને કહ્યુ, "મારી આ બધું વસ્તુઓને તે મને પૂછ્યા વગર હાથ કેવી રીતે લગાડ્યો. આજ પછી મારી આ વસ્તુઓને હાથ લગાડવાની હિંમત ના થવી જોઈએ તારી. દરેક વ્યક્તિની એક પર્સનલ સ્પેસ હોય છે, તને એટલી પણ સમજણ નથી પડતી."

આજુબાજુના તમામ લોકો કાવ્યાની તરફ જોવા મંડ્યા.
કાવ્યા હેબતાઈ ગઈ. તે કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ પોતાનું જમવાનું પતાવા લાગી. બંનેજણા રસ્તામાં એકપણ શબ્દ બોલ્યા વગર ઘરે પહોંચ્યા. કાવ્યા ઘરનું લોક ખોલીને પોતાના રૂમમાં બેસીને રડવા લાગી. દેવે આજ સુધી ક્યારેય કાવ્યા સાથે આ રીતે વર્તન કર્યું નથી હોતું. દેવનું આવું સ્વરૂપ કાવ્યાએ પહેલી વખત જોયું. તેને એક સમય માટે એવું લાગી આવે છે કે જાણે આ કોઈ બીજુ જ માણસ છે, દેવ નથી. કાવ્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..

બીજી તરફ દેવને પોતાના આવા વર્તનને લઈને ખૂબ પસ્તાવો થયો. તેણે મનોમન વિચાર્યું, "મારે આવું કાવ્યા સાથે નહોતું કરવું જોઈતું. એ બિચારીને તો કંઈ વાતની ખબર જ નથી. મારે આવું વર્તન એની સાથે નહોતું કરવું જોઈતું." એટલામા કાવ્યાનો રડવાનો અવાજ સાંભળીને તે અંદર ગયો.

દેવ પોતાના ઘૂંટણો ઉપર બેસીને કાવ્યા નો હાથ પોતાના હાથ માં લઈને, "સોરી કાવ્યા. મારાથી ભૂલ થઈ ગઈ. મારે તારી સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું. પ્લીઝ, મને માફ કરી દે."

"તને ખબર છે દેવ, આપણા લગ્નને બે વર્ષ થઇ ગયા છે અને ત્રણ વર્ષથી હું તને ઓળખું છું. પણ આજે પહેલી વાર મને લાગ્યું કે જાણે હું તને ઓળખતી જ નથી. મને ખબર છે તું બધી વાતો મને નથી કહેતો એન્ડ ઇટ્સ ફાઈન. હું તારી પત્ની છું દેવ, શું મારો એટલો પણ હક નથી કે તારી પર્સનલ વસ્તુઓને અડી શકું કે તને કોઈ વાત પૂછી શકું? કોઈ વસ્તુ જ્યારે તને અંદરથી હેરાન કરે છે ત્યારે મને ખબર પડી જાય છે. તારા વણબોલ્યા શબ્દો મારાથી સારું કોઈ વાંચી શકે એમ નથી." કાવ્યાએ પોતાની જાતને સ્વસ્થ કરતા કહ્યું.

"મને ખબર છે, આઈ એમ સોરી. અને એવી કોઈ વાત હશે તો સમય આવ્યે તને ખબર પડી જશે, તું ચિંતા નહીં કર. હું એકદમ ફાઈન છું. ચાલ હવે કાલની તૈયારી કર." દેવે કહ્યું.

કાવ્યા હાલ પૂરતું વાત માનીને પોતાનું કામ કરવા લાગે છે.

******************************

"ચાલ, રેડી? એક કામ કર, મને વચ્ચે ડ્રોપ કરીને તું જ કાર લઈને જતી રહે. તારી મિટિંગ પતિ જાય પછી મને પાછા વળતી વખતે લેતી જજે." દેવે બ્લેઝર પહેરતા કહ્યું.

"ડન. પાછા વળતા હું પિક કરી લઈશ તને." કાવ્યાએ લેપટોપ બેગમાં મુકતા કહ્યું.

કાવ્યા દેવને તેની જગ્યાએ ઉતારીને,"ચાલ બાય. મળીએ પછી."

"ઓલ ધ બેસ્ટ. આ પ્રોજેકટ તને જ મળવાનો છે. એકદમ કોન્ફિડન્સથી વાત કરજે. બાય" દેવે હાથ હલાવતા કહ્યું.

દેવ સીડીઓ ચડીને ઓડિટોરિયમમાં પહોંચ્યો. આજે 150 એન્જીનીયરીંગના સ્ટુડન્ટસ વચ્ચે તેને મોટિવેશનલ સ્પીચ આપવાની છે. દેવનું સ્વાગત કરવામાં આવ્યું. દેવ પોતાની સ્પીચ આપે છે.

દેવે સ્પીચ આપવાનું શરૂ કર્યું, "ગુડમોર્નિંગ એવરીવન, મને આ કાર્યક્રમમાં બોલાવવા બદલ હું અહીં ઉપસ્થિત તમામ લોકોનો આભારી છું. હું પોતે એક મોટીવેશનલ સ્પીકર હોવા પહેલા એક એન્જીનીયર છું. થ્રી ક્લેપ્સ ફોર ઓલ ધી એન્જીનિયર્સ." આખું ઓડિટોરિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું.

દેવે આગળ કહ્યું,"અહીં બેઠેલા આ તમામ ઉત્સાહિત ચહેરાઓને જોઈને મને મારા કોલેજના દિવસો યાદ આવે છે. હું પણ આ જ કોલેજમાં, આ જ ઓડિટોરિયમની સીટો પર બેસીને મસ્તી કરી ચુક્યો છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે કોલેજમાં જે લોકોને સાંભળવા અમે આ સીટ પર બેસતાં હતા, એ જ ઓડિટોરિયમમાં મને સાંભળવા માટે લોકો આવી રીતે બેઠા હશે. એક ગામડામાંથી આવેલો ખેડૂતનો છોકરો, જેને પોતાના ગામની બહાર આવેલી દુનિયા વિશે કંઈપણ ખબર નહોતી, એ છોકરો પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી એન્જીનીયર બને છે અને આજે તમારી સામે પોતાની વાત કહી રહ્યો છે." લોકો તાળીઓથી દેવને વધાવી લે છે.

" કંઈપણ મેળવવા માટે જીવનમાં સંઘર્ષ જરૂરી છે. સખત પરિશ્રમ, સમર્પણ અને દ્રઢતા, આ ત્રણ ગુણો હશે તો તમે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકશો. અને સૌથી મુખ્ય વસ્તુ ઝનૂન. એક સફળ વ્યક્તિ બનવા માટે આટલા ગુણો હોવા જરૂરી છે. કંઈક પામવાની આ સફરમાં ઉતાર ચડાવ પણ આવશે, મુશ્કેલીઓ આવશે, નિષ્ફળતાઓ પણ મળશે, ક્યારેક નિરાશા હાથ લાગશે, ચારે તરફ અંધકાર દેખાશે. પણ એક વાત યાદ રાખજો, એ સમય પણ વીતી જશે, જરૂર હશે માત્ર ધીરજ રાખવાની અને પોતાના પર આત્મવિશ્વાસ રાખવાની. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ હશે એ શિખરો સર કરી શકે, પરંતુ જે વ્યક્તિને પોતાના પર જ વિશ્વાસ નહીં હોય તો તે કંઈ નહીં કરી શકે. એ અંધકારમાંથી ક્યારેક ને ક્યારેક તો આશાનું એક કિરણ દેખાશે. હકારાત્મક અભિગમ રાખવો જીવનમાં ખૂબ જરૂરી છે. ક્યાંક વાંચેલી આ બે પંક્તિઓથી હું સમાપન કરીશ.
'कामयाबी के सफर में धुपका अपना ही महत्व होता है।
क्योंकि छाव दिखाई देते ही कदम रुक से जाते है।'
થેંક્યું એવરીવન એન્ડ ઓલ ધી બેસ્ટ ટૂ એવરીવન." કહીને દેવે પોતાની સ્પીચનું સમાપન કર્યું.

આખું ઓડિટોરિયમ તાળીઓ અને ચિચિયારીઓથી દેવને વધાવી લે છે. દેવ સૌનું અભિવાદન કરીને સ્ટેજ પરથી ઉતર્યો.

બરાબર 12 વાગે કાર્યક્રમ પૂર્ણ થયો અને અચાનક દેવની નજર તેનાથી દૂર સામે ઉભેલા એક વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ પણ તેની સામે જોઈ રહી. એક લાંબો, મધ્યમ બાંધાનો વ્યક્તિ ઉભો હતો. તેને જોઈને અચાનક દેવ પોતાનું મોઢું ફેરવી લીધું અને જલ્દીથી તે માણસને અનદેખો કરીને ત્યાંથી નીકળી ગયો. તે ખૂબ અસ્વસ્થ થઈ ગયો.

એટલામાં કાવ્યા આવી અને દેવ કારનો દરવાજો ખોલીને અંદર બેઠો. તે ચૂપચાપ 2 મિનિટ બેસી રહે છે અને પોતાનો પરસેવો લૂછે છે. કાવ્યા તેને જોઈ રહી અને ગાડી ચલાવાનું ચાલુ રાખ્યું.

"શુ થયું? કેમ આટલો ચિંતામાં લાગે છે? મને તો એમ હતું કે મને જોઈને તું જાણવા માટે ઉત્સાહિત હોઈશ કે શું થયું." કાવ્યાએ જાણવા માટે પૂછ્યું.

"આજે મેં એને જોયો." દેવે કાવ્યની વાત કાપીને ચિંતાભર્યા અવાજમાં કહ્યું.

"કોણ? તે કોને જોયો દેવ?" કાવ્યાએ સામો સવાલ કર્યો.

******************************
કોણ હોય છે એ વ્યક્તિ? તેને જોઈને દેવ કેમ આટલો અસ્વસ્થ થઈ ગયો? તે વ્યક્તિનો દેવ સાથે શુ સંબંધ છે? શુ કાવ્યાને પ્રોજેકટ મળી ગયો? શુ કાવ્યા દેવના ભૂતકાળ વિશે જાણી શકશે? જાણો આવતા ભાગમાં.