મોહન ની દાબેલી માંડવી ની મહેક Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

મોહન ની દાબેલી માંડવી ની મહેક


આત્મતીયતા ના ભાવથી બનાવેલી કોઈપણ વસ્તુ નો સ્વાદ અનેરો અને મીઠાસ ભર્યો હોય છે. તેવું દ્રષ્ટાંત જગવિખ્યાત દાબેલી માં જોવા મળે છે.દાબેલી રૂપન અને મોહન દોસ્તી ની દેન છે.

આપણે વાત કરી રહ્યા છીએ જગવિખ્યાત દાબેલી ના શોધક અને જેમનું નામ અગ્રેસર રહ્યું છે. તેવા મોહનનાથ વિશ્રામનાથ નાથબાવા નું નામ આવતાજ મોહનકાકા ની દાબેલી યાદ આવી જાય છે. તેઓ જ્યારે બંદરીય શહેર માંડવીમાં આવ્યા હતા અને બાબાવાળી સ્થિત શિવ મંદિરની પૂજા અર્ચના નિષ્ઠા ભાવે કરતા હતા.શરૂઆત માં તેઓ મોહન બાવાજી તરીકે ઑખાતા હતા. પોતાનું ગુજરાન ચલાવવા માટે મસાલાવાળા બટાકાવનું શાક થાલામાં લઈ ને માંડવી શહેર ની ગલીએ ગલીએ વેંચવા જતા
તેઓ ના શુદ્ધતા અને સ્વાદ માંડવી ના લોકો એ સ્વીકારી લીધા હતા. તેમના મસાલા વાળા બટેકા વેચવાની રીત ઉદાર મન અને વિશાળ હૃદય ના માલીક મોહન ભાઈ એક કુશળ રસોઈયા પણ હતા..

માંડવી શહેર માં વાર તહેવારે વિવિધ મેળાઓનું આયોજન કરાતું હોય છે. જેમાં મોટી રવાડી નો મેળો ખુબજ લોક પ્રખ્યાત છે.આવા મેળાઓ માં મોહનકાકા બટાકા અને ટોપરાપાક નું વેચાણ હાથ લારી પર કરતાં હતા આ સ્વાદિષ્ટ વાનગીઓ નો સ્વાદ માણવા દેશ-વિદેશ ના લોકો ખાસ માંડવી મુકામે આવતા એ વખતે પણ 25 થી 30 કિલો બટાટા અને ટોપરાપાક ગણતરી ના સમય માજ વેચાણ થઈ જતો અને મોહનભાઇ મેળો માણવા નીકળી જતા.. વધુ માલ વેચવાનો સ્વાર્થ કે વધુ કમાવી લેવાની લાલસા કે મોહ આ મોહનકાકા એ ક્યારે પણ રાખી ન હતી

વિષેશ માં તેમની ઉચ્ભાવના એવી સરસ હતી કે કોઈપણ વ્યક્તિ એમની પાસે દાબેલી ખાવા આવે અને સંજોગવસાત જો રૂપિયા ન હોય તોય તેને મોહનકાકા હસી ને દાબેલી ખવડાવતા..

હાલ ના સમયના કેટલાય એવા દાબેલીના કારીગરો કે જેવો મોહનકાકા પાસે પડીકા બાંધતા બાંધતા દાબેલી બનાવતા શીખ્યા હતા એવા કારીગરો આજના યુગ મા પોતે દાબેલી ના વેપાર માંથી કરોડો રૂપિયાના ધની બની ગયા છે અને કરોડાધીપતિ તરીકે ઓળખાય છે..

પણ નિજાનંદ મોહનકાકા ને તો કોઇ પણ મોહ માયા જકડી શકે તેમજ ન હતી.. પોતાની કમાણી માંથી જે આવક થતી તેમાંથી જીવદયા માં ખર્ચ કરવું ,નાના બાળકો ને પીપીરમેન્ટ આપવી.. કોઈ જરૂરત મંદ ને મદદ કરવી. તેવા સુધવિચારો સાથે હંમેશા તેઓ મોજમાં રહેતા

એવા શિવભક્ત ની શ્રદ્ધા અને માનવતા ના સૂત્ર સાથે જીવન વિતાવતા મોહનકાકા રોજ માંડવી ના સ્નાન ગૃહ પર વહેલી સવારે સ્નાન કરવા જતાં ત્યારે રસ્તા માં જોવા મળતા શ્વાનો ને ખવડાવતા....

વર્ષે દોઢે વર્ષે જ્યારે મોહનકાકા ને યાત્રા કરવાનું મન થતું ત્યારે પોતાની દાબેલી ની હાથ લારી વહેંચી જે રૂપિયા મળે તેમાંથી ધાર્મિક યાત્રા કરવા નીકળી જતાં અને માંડવી ને દાબેલી નો એક નવો વ્યાપરી આપતા જતાં નિર્દોષ ભાવે પોતાનો વ્યાપાર આપવું એ સાધારણ વ્યક્તિ નું કામ જ નથી..

પણ આ મન મોજી મોહનકાકા યાત્રા કરી ફરી. માંડવી આવતા અને શૂન્ય થી વેપાર ચાલુ કરતા
મોહનકાકા વયોવૃદ્ધ અવસ્થા ના થતા તેઓ પોતાની દાબેલી ની લારી લક્ષ્મીનારાયણ ચોક માં લગાડવા નું ચાલુ કરેલું.

આ દાબેલીના શોધક
તારીખ 5-1-2006 ના રોજ શિવ લહેરી મોહનકાકા કૈલાશ નિવાસી થયા માંડવી ને કર્મ ભુમી બનાવી ચૂકેલા અને છેલ્લા શ્વાસ માંડવી માં લીધા બાદ તેમને સમાધી અંજાર ખાતે આપવામાં આવેલી છે.

હાલ ના સંજોગો માં આત્મનિર્ભર શબ્દ દેશમાં એટલો પ્રચલિત થઈ ગયો છે કે કોઈપણ વ્યક્તિ
પોતાના આત્મબળ ના લીધે ધન્ધો કે વેપાર માં કમાણી કરે તેવા વ્યક્તિ આત્મનિર્ભર ની વ્યાખ્યામાં આવેછે. વર્ષો પહેલા માંડવી ના આ મોહનકાકા એ અનેક લોકોને દાબેલી બનાવવા ની કળા શીખવીને આવા લોકોને આત્મનિર્ભર કરી જીવનમાં પગભર કર્યા છે આજ પણ આવા આત્મનિર્ભર લોકો બંદરિય શહેર માંડવી માં જોવા મળે છે.
શબ્દસંનકલન- અજય ખત્રી