એક ભૂલ - 17 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 17

રાતનાં સમયે દરિયાકિનારે મિહિર અને મીરા બેઠાં હતાં. માણસોની અવરજવર પણ ઓછી હતી. મિહિર અને મીરા છેલ્લાં ઘણાં સમયથી તેમનાં જીવનમાં આવેલ ઉતાર-ચઢાવની વાતું કરી રહ્યાં હતાં. મિહિર મીરાની આંખમાં એક એવી લાગણીને જોઈ રહ્યો હતો જે મીરા કહી નહોતી શકતી. કદાચ તેની પાસે કહેવા માટે શબ્દો ખૂટતાં હશે.

" મિહિર.. " મીરા અચાનક બોલી.

" હા બોલને.. શું થયું? " મિહિરે પૂછ્યું.

" આઈ લવ યુ, મિહિર. " મીરા આંખ બંધ કરીને બોલી ગઈ.

મિહિરને થોડીવાર વિશ્વાસ નહોતો આવતો કે તેણે જે સાંભળ્યું છે તે સાચે મીરાએ કહ્યું કે પછી કોઈ ભ્રમ હતો. તે ઘડીક મીરાનાં ચહેરા તરફ જોતો રહ્યો. મીરાને સામે કોઈ જવાબ ના મળતાં તેણે આંખ ખોલી અને મિહિર તરફ જોયું. મિહિર હજું પણ મીરાને તાકી રહ્યો હતો.

મિહિરને આ રીતે જોઈને મીરા બોલી,

" મિહિર, ખબર નહીં કેમ પણ તું મને પસંદ છે. મને નથી ખબર ક્યારથી ને કેવી રીતે પણ બસ મને તું ગમે છે. તું મારાં માટે એક મિત્ર કરતાં પણ ઘણો વિશેષ છે. થોડાક સમયથી મારાં મનમાં સતત આ વાત ચાલી રહી હતી પણ હું તેને ન તો સમજી શકતી હતી કે ન તો કહી શકતી હતી. પણ હવે હું સમજી ગઈ છું એટલે વધુ મોડું ન થાય એ પહેલાં જ આજે મેં તને કહી દીધું. તું મારાં માટે શું વિચારે છે કે શું અનુભવ કરે છે તેની મને નથી ખબર. કદાચ તારી લાઈફમાં કોઈ બીજું પણ હોઈ શકે, હું નથી જાણતી. પણ મારાં મનમાં જે વાત હતી તે આજે મને તને કહીં દીધી. બની શકે કે કદાચ તું મને ફક્ત તારી ફ્રેન્ડ જ માનતો હો. હું એમ નથી કહેતી કે તું પણ મને પ્રેમ કર. તારો જે નિર્ણય હશે તે મને મંજૂર છે. હું બસ વધુ સમય આ વાત મનમાં રાખવાં નહોતી ઇચ્છતી. એટલે આજે મેં તને કહી દીધું. "

મિહિર ઉભો થયો અને મીરાને પણ હાથ પકડીને ઊભી કરી.

" એય, શું થયું? " મીરાને થયું કે મિહિરને ગુસ્સો આવ્યો.

મિહિર મીરાનાં બંને હાથ પકડીને બોલ્યો,

" મીરા, મીરા.. મને થોડી પણ ખબર નહોતી કે જે હું તારા માટે જેવું વિચારું છું એવું જ તું પણ મારાં માટે વિચારે છે. તને ખબર છે.. હું જ્યારથી પ્રેમ શું તે સમજવા લાગ્યો ત્યારથી બસ મેં તને જ પ્રેમ કર્યો છે. હા, આપણે ત્યારે સાથે નહોતાં, પણ આપણી યાદો મારી સાથે હતી. મને તો સહેજ એવી પણ આશા નહોતી કે તું મને મળીશ. કેમકે તું સુરત અને હું મુંબઈ હતો. અને ત્યારે ફરીથી અમારે સુરત આવવાનું થશે એ પણ નક્કી નહોતું. પણ જ્યારે મેં તને પહેલીવાર તે ગાર્ડનમાં જોઈ ત્યારે મને વિશ્વાસ આવી ગયો હતો કે આપણે એક દિવસ જરૂર મળશું, હંમેશાં હંમેશાં માટે.... પણ એ પછી જ્યારે તું દહેરાદૂન જતી રહી ત્યારે મને લાગ્યું કે મેં ફરીથી તને ખોઈ દીધી. હું તૂટી ગયો હતો. બહુ મહેનતથી તને શોધી છે. પણ હવે તું મારી સાથે છો. હવે હું તને ક્યાંય નહીં જવાં દઉં. હું તને ઘણાં સમયથી કહેવાં માંગતો હતો પણ હિંમત નહોતી થતી. હું ફરીથી તને ખોવા નહોતો માંગતો. પણ આજે હું ખૂબ ખૂબ ખૂબ જ ખુશ છું. જો કદાચ તે આજે ન કહ્યું હોત તો આ વાત આખી જિંદગી માટે મનમાં જ રહી જાત. પણ આજે તું મને મળી ગઈ મીરા.. મારી મીરા મને મળી ગઈ. આઈ લવ યુ ટુ, મીરા. "

મિહિરે ખુશીને મારે મીરાને ઊંચકી લીધી.

" અરે પણ આ શું કરે છે? પહેલાં મને નીચે ઉતાર. " મીરા મિહિરને માથા પર ટપલી મારતાં બોલી.

મિહિરે તેને નીચે ઉતારી અને મીરા બોલી,

" જો તું પણ મને પ્રેમ કરતો જ હતો તો તું મને પહેલાં જ કહી નહોતો શકતો? એ પણ મારે કહેવું પડયું. મને કેટલો ડર લાગી રહ્યો હતો કે મારી વાત સાંભળીને ખબર નહીં તું મને શું કહીશ? કેટલી હિંમત કરીને આજે મેં તને કહ્યું. અને તું સામેથી બોલી પણ ન શક્યો. એમ તો બહુ બોલ બોલ કરતો હો, તો આ ન બોલી શકાયું. અને પાછું તો... "

" પણ "

" શું પણ? તને તો એટલી પણ... "

મીરા બોલી રહી હતી અને મિહિર તેને ચૂપ કરાવાની કોશિશ કરી રહ્યો હતો પણ મીરા તેની વાત સાંભળી જ નહોતી રહી. કંટાળીને મિહિર પોતાનો ચહેરો મીરાનાં ચહેરા પાસે લઈ ગયો અને પોતાનાં હોઠને મીરાનાં હોઠ પર મૂકી દીધાં. મીરાનું બોલવાનું બંધ થઈ ગયું. મીરા મિહિરનાં શ્વાસની ગરમાહટ અનુભવી રહી હતી. તેનાં હ્રદયનાં ધબકારા સ્પષ્ટપણે સંભળાય રહ્યાં હતાં. મીરાએ પણ તેનો વિરોધ ન કર્યો. મીરા અને મિહિર બંને આ આનંદનો અનુભવ કરી રહ્યાં હતાં. મનમાં રહેલી લાગણીઓને બસ આજે વહેવા દેવાં માંગતા હતાં. થોડીવાર સુધીનાં તસતસતાં ચુંબન પછી મીરા મિહિરથી અલગ થઈ.

" જો હવે બહુ બોલ બોલ કરીશ તો આમ જ ચૂપ કરી દઈશ તને. ધ્યાન રાખજે. " મિહિર બોલ્યો.

મીરા શરમાય ગઈ અને કાંઈ પણ બોલ્યાં વગર નીચું જોઈ રહી.

" ઓય હોય.. ખૂંખાર શેરનીને શરમાતાં પણ આવડે છે. મને તો આજે ખબર પડી હોં. " મિહિર મીરાને ચીડવી રહ્યો હતો.

" હવે તું હાલ ને, બહુ મોડું થઈ ગયું છે. ઘરે જઈએ. કાલે પછી જવાનું પણ છે. " મીરાએ કહ્યું.

" હા મોડું તો થઈ ગયું. ચાલ હવે ઘરે જ જઈએ. કાલે તો સૂવાનો વારો આવશે કે નહીં કોને ખબર. " મિહિરે હાથમાં પહેરેલ વોચ તરફ નજર નાખીને કહ્યું.

" સારું તો ચાલો. " કહીને મીરા અને મિહિર ઘરે જવા માટે નીકળી ગયાં.

રસ્તામાં પણ વાતું કરતાં કરતાં અને મસ્તી કરતાં કરતાં જઈ રહ્યાં હતાં.

" ઘરે તો પહોંચી જશું પણ ખબર નહીં ઊંઘ આવશે કે નહીં. કાલે તો ખબર નહીં શું થશે. " મીરા કાલનું વિચારીને થોડી ચિંતામાં આવી ગઈ હતી.

" કાલે તો બધું સરખું પાર પડી જ જશે પણ જો આજે તને ઉંઘ ન આવે તો મને કહેજે. તને જાગવામાં હેલ્પ કરીશ. મારી પાસે એક મસ્ત પ્લાન છે. " મિહિર બોલ્યો અને પછી ધીમું ધીમું હસી રહ્યો હતો.

મિહિરની વાત સાંભળીને મીરાએ તેની સામે જોયું. મિહિરનો હસતો અને શરારત ભર્યો ચહેરો જોઈને મીરા તેનો ઈરાદો સમજી ગઈ. અને પછી ખોટું ખોટું બગાસું ખાઈને બોલી,

" ચાલ મિહિર જલ્દી કર હવે. મને તો બહુ ઉંઘ આવે છે. ગાડી જલ્દી ચલાવ નહિં તો અહીં જ સૂઈ જઈશ હું. "

" ઓહોહો.. વાયડી તેમાં. એટલી વારમાં તને હવે ઉંઘ પણ આવવાં લાગી. ધ્યાન માં જ છો તું. "

બંને મસ્તી ભરી વાતો કરતાં કરતાં જઈ રહ્યાં હતાં એટલામાં ઘર આવી ગયું બંને જઈને સૂઈ ગયાં.

***

" વિહાન, મને તું જવાબ આપ. અમિત તારો ભાઈ નથી ને? " રાધિકાએ ફરીથી પૂછ્યું.

" મને નથી લાગતું કે મારે તને જવાબ આપવાની જરૂર હોઈ. " વિહાન બીજી તરત ચહેરો રાખીને બોલ્યો.

" તો મતલબ કે હું સાચી છું. એમપણ મને તો પહેલાથી જ લાગતું હતું કે તું એનો ભાઈ હોઈ જ ન શકે. તમારાં બંનેના સ્વભાવમાં જમીન-આસમાનનો ફરક છે. " રાધિકાએ કહ્યું.

" તો શું થઈ ગયું. અમારો સ્વભાવ સરખો નથી એટલે અમે ભાઈ ન હોઈ શકીએ એવું કોણે કીધું તને..? " વિહાન બોલ્યો.

" મેં અમિતનાં રૂમમાં બધાં ફોટોઝ જોયાં હતાં. તેમાં તેનો ફેમિલી ફોટો હતો તેમાં પણ તું ક્યાંય નહોતો. જો તમે બંને ભાઈ હોત તો એવું તો બની જ ના શકે ને. " રાધિકાએ કહ્યું.

" હા હું એમાં નથી પણ એનો મતલબ એવો નથી કે હું તેનો ભાઈ નથી. હા, અમે બંને સગાં ભાઈઓ નથી પણ તે મારા માટે તેનાં કરતાં પણ વિશેષ છે. તેણે ઘણી નાની ઉંમરમાં જ પોતાનાને ખોઈ દીધાં હતાં. તે મારાં કાકાનો છોકરો છે. અમિત તો હજું નાનો હતો. ત્યારે મારા કાકા-કાકીનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે તો અમિતની બહેન પણ સાવ નાની હતી. હજું તેને બોલતાં પણ નહોતું આવડતું. આટલી નાની ઉંમરમાં બંને ભાઈ બહેન માતા-પિતા વગરનાં થઈ ગયાં હતાં. તેની બહેનને તો મારા મમ્મી-પપ્પા અમારી ઘરે જ લઈ આવ્યાં હતાં. પણ અમિત હજું એટલો સમજણો નહોતો થયો. તે તેનાં નાની સાથે રહેવાની જીદ કરવાં લાગ્યો અને પછી તે ત્યાં જ મોટો થયો. જ્યારે તે સમજણો થયો અને ખબર પડી કે તેની બહેન અમારી સાથે જ રહે છે તે પછી અમિત પણ અમારી સાથે રહેવાં આવી ગયો. "

" હું, મારા મમ્મી-પપ્પા, અમિત અને તેની બહેન અમે પાંચેય ખુશીથી રહેતાં હતાં. અમિતને હું એક ભાઈ કરતાં પણ વધુ પ્રેમ કરતો. અક્ષિતાનાં રૂપમાં મને એક બહેન પણ મળી ગઈ હતી. પણ એક દિવસ તેની બહેન, અક્ષિતા એ સ્યુસાઇડ કરી લીધું. એ પછીથી તે સાવ ભાંગી પડ્યો. તેનાં મમ્મી-પપ્પાનાં મૃત્યુ પછી એક અક્ષિતા જ હતી કે જેનાં માટે તે જીવતો હતો. અમિત તેને પોતાનો પરિવાર માનતો હતો. અને તેનાં પણ મૃત્યું પછી તે સહન ન કરી શકયો અને અમારું ઘર છોડીને અહીં આવતો રહ્યો. અહીં આવીને અન્ડરવર્લ્ડનાં ધંધામાં જોડાય ગયો. મારા પપ્પાએ મને અહીં તેનું ધ્યાન રાખવાં મોકલી દીધો એટલે હું તેની સાથે જ રહું છું. અમિત મને એક ભાઈ કરતાં પણ વિશેષ રાખે છે. માટે જ હું તેની વિરુદ્ધ જતો નથી કે તેનાં કામમાં કોઈ રોક-ટોક કરતો નથી. છતાં પણ હું તારું ધ્યાન રાખું છું. અમિતને ખબર નથી પડવા દેતો. કેમકે તેની વિરુધ્ધ મારે જવું નથી અને એક છોકરાની અને મીરા નામની છોકરીની. તે કોણ છે તેની તો... નિર્દોષને દુ:ખી હું જોઈ નથી શકતો. તે મનથી ખુબ ભાંગી ગયેલ છે. તે અંદરથી પોતાને સાવ એકલો મહેસૂસ કરે છે. જ્યાં સુધી તે તેનો બદલો પૂરો નહીં કરે ત્યાં સુધી તેનાં મનની આગ શાંત નહીં થાય. તેની બહેનનાં મોતનાં ગુનેગારને તે પકડીને જ શાંત થશે. હું જાણું છું કે તે જે કાંઈ પણ કરે છે તે ખોટું જ છે પણ તેને સમજાવવાનો કોઈ અર્થ નથી હવે. તેને હવે તલાશ છે કોઈ આરવ અને મીરાની. તે કોણ છે તેની.... "

પોતાની બહેન અને આરવનું નામ સાંભળતાં જ રાધિકાને ઝટકો લાગ્યો.

***

વધું આવતાં ભાગમાં..

વધું જાણવા બન્યાં રહો અને પ્રતિભાવો આપતાં રહો.

જય શ્રી ક્રિષ્ના..