એક ભૂલ - 10 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 10

મીરા અને મિહિર મુંબઈ પહોંચી ગયાં હતાં. મિહિર માટે આ શહેર નવું નહોતું પણ મીરા પહેલી વાર આવી હતી. અલબત્ત તે સુરત જેવાં સિટીમાં રહેતી હતી પણ મુંબઈ તેનાથી પણ ઘણું ભવ્ય હતું. મુંબઈ એટલે સપનાઓની ભવ્ય નગરી. દરરોજ કેટલાંય લોકો અહીં આવતાં હશે પોતાનાં સપનાઓ પૂરાં કરવાં. મીરા પણ આવી હતી, તેની બહેનને શોધવાં.

મિહિર ઘરે જવા માટે રીક્ષા શોધી રહ્યો હતો પણ મળી નહોતી રહી.

"અરે યાર, આયા એક તો ઘડીકમાં રીક્ષા નઈ મળે." મિહિર પરેશાન થઈ ગયો હતો. ઘણી લાંબી મુસાફરીથી તે થાકી ગયો હતો.

"હા.. પણ શાંતિ રાખ, મળી જશે." મીરાએ કહ્યું.

"રીક્ષા.. રીક્ષા..." સામેથી ખાલી રીક્ષા આવતી જોઈ મીરાએ હાથ ઊંચો કરી રોકવાની કોશિશ કરી.

રીક્ષા ઉભી રહી. રિક્ષાવાળા ભાઈ બંને સામું પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. તેને જોઈ મીરાએ મિહિરને કહ્યું,

"ક્યાં જવું છે.. એડ્રેસ તો કે."

"ઓહ હા." મિહિરે રીક્ષાવાળાં ભાઈને કહ્યું, "અંધેરી ઈસ્ટ, વિજય નગર."

બંને રીક્ષામાં બેઠાં પછી મીરાએ પૂછ્યું, "તું કેમ એમ બાઘાની જેમ ઊભો રહી ગયો હતો?" મીરા હસવાં લાગી.

"એલી શું બાઘાની જેમ, હું ક્યારનો ટ્રાઈ કરતો હતો. એક રીક્ષાવાળો ઊભો નતો રે'તો. ને તારાથી એકવારમાં મળી ગઈ." મિહિર બોલ્યો.

"લે, એમાં શું થયું પણ. લાગે છે તારે આરામની સખ્ત જરૂર છે." મીરાને હવે મિહિરની વાત પર હસવું આવું રહ્યું હતું.

"હા, લાગે તો એવું જ છે.." મિહિર હવે અકડાઈ રહ્યો હતો.

થોડીવાર થયું ત્યાં મિહિરે આપેલાં એડ્રેસ પર રીક્ષા ઉભી રહી. મિહિરે પૈસા ચૂકવ્યાં. મીરા થોડી આગળ ચાલી. સામે એક એપાર્ટમેન્ટ હતું.

"હા બસ, એ જ છે." મિહિર મીરા પાસે આવીને બોલ્યો.

"ઓકે." મીરાએ કહ્યું.

બંને અંદર ગયાં અને મિહિરનાં ઘરે પહોંચ્યાં. મિહિર લોક ખોલી રહ્યો હતો ત્યાં તેની બાજુનાં ફ્લેટમાં રહેતાં એક બહેન બહાર નીકળ્યાં અને મિહિરને જોઈ બોલ્યાં,

"લે મિહિર, તું અહીં.. કેમ અચાનક? ને ક્યાં તારાં મમ્મી-પપ્પા?"

"અરે ના, એ નથી આવ્યાં. હું તો અહીં એક જરૂરી કામથી આવ્યો છું." અને મીરા તરફ ઈશારો કરીને બોલ્યો, "ને આ મારી ફ્રેન્ડ છે, મીરા."

તેણે મીરા તરફ સહેજ ત્રાંસી નજરે જોયું અને પછી મિહિરને કહ્યું, "સારું, કાંઈ કામ હોઈ તો કહેજે." આટલું કહીને જતાં રહ્યાં.

મિહિર અને મીરા ઘરમાં આવ્યાં.

"મિહિર, તે જોયું તુ? એણે કેવું મારી સામે જોયું.. કેમ જાણે હું કોઈ ટેરરિસ્ટ હોઉં." મીરા મોં બગાડીને બોલી.

"હા એ તો કદાચ તને મારી સાથે જોઈને. આઇ મીન.. અહીં બીજું કોઈ છે નહીં, સો.. " મિહિર બોલ્યો.

"આઈ નો, આઈ નો.. એમ પણ એક છોકરાને અને એક છોકરીને સાથે જુએ એટલે પહેલો વિચાર એ જ આવે. ફ્રેન્ડ્સ નો મતલબ તો આ લોકોની સમજ બહારનો છે." મીરાને હવે ગુસ્સો આવી રહ્યો હતો.

"લોકોનું કામ જ એ છે. તું એ બધું છોડ અને હવે મારી વાત સાંભળ. મેં તને કહ્યું હતું ને કે મારો એક ફ્રેન્ડ છે અહીં. તે આજે સાંજે આવશે. એમપણ એ જાસૂસીમાં માસ્ટર-માઈન્ડ છે તો રાધિકાને શોધવામાં તે જરૂર કામ આવશે." મિહિરે કહ્યું.

"ઓકે." મીરાએ કહ્યું.

"તો ત્યાં સુધી આપણે થોડો આરામ કરીએ. તું પણ થાકી ગઈ હોઈશ." મિહિરે કહ્યું.

"હા, સારું..." મીરાએ કહ્યું.

***

"હેય.. તું જાગી ગઈ.. અને આ શું એકલી બેઠી બેઠી વિચાર કરે છો?" ઊઠીને આંખો ચોળતાં ચોળતાં મિહિર બોલ્યો.

"હાય, કાંઈ ખાસ નહીં.." મીરાએ કહ્યું અને પછી ઘડિયાળ તરફ જોઈને બોલી, "તારો ફ્રેન્ડ કેમ હજી આવ્યો નહીં?"

"હજી નથી આવ્યો? લાવ કૉલ કરીને પૂછી જોવ."

કહી મિહિર મોબાઇલ લેવા ગયો ત્યાં જ ડોરબેલ વાગી.

"લે આવી ગયો લાગે.." કહી મિહિર દરવાજો ખોલવાં ગયો.

મિહિરે દરવાજો ખોલતાં જ જાણે તુફાન આવ્યું હોય એમ કોઈ બોલી રહ્યું હતું.

"આય હાય મિહુડી.. આખરે મુંબઈની યાદ આવી જ ગઈ એમ ને.. આ વખતે તો તને પાછો જવાં જ નથી દેવો. તારાં વગર તો સંસાર સાવ સુનો સુનો લાગતો હતો અને...."

"અરે બસ કર, નૌટંકી કી દુકાન.. . અંદર તો આવ. પછી બોલજે તું." મિહિરે તેને વચ્ચેથી રોકીને કહ્યું.

"મીરા, આ છે મારો ફ્રેન્ડ.. મીત" અને "મીત આ છે.. મીરા." મિહિરે બંનેને એકબીજાનું ઈન્ટ્રોડક્શન આપતાં કહ્યું.

"ઓહ હાય.. નાઈસ ટુ મીટ યુ." મીતે કહ્યું.

"હાય." મીરાએ કહ્યું.

"મીરા, આ એક નંબરનો નાટકબાજ છે હો.." મિહિરે કહ્યું.

"આભાર આભાર, વખાણ કરવાં.." મીત અંદર આવ્યો અને મિહિરને કહ્યું, "આ એ જ મીરા છે ને જેનાં વિશે તું ઘણીવાર વાત કરતો?"

"શું વાત કરતો?" મીરાએ પૂછ્યું.

"ના ના.. કાંઈ ખાસ નહિં." મિહિરે મીરાને કહ્યું અને પછી મીત તરફ જોઈને બોલ્યો, "હા, એ જ છે હો.."

મિહિરનો ચહેરો જોઈ મીત સમજી ગયો કે હવે આગળ બોલવામાં એની ભલાઈ નથી. એટલે તે એ બાબતે ચૂપ જ રહ્યો.

"જો મીત, અત્યારે બીજી કોઈ વાત કરવાનો સમય નથી. અમે અહીં એક ખૂબ જ જરૂરી કામથી આવ્યાં છીએ અને મને ખબર છે એમાં તારી મદદની પણ જરૂર પડશે જ." મિહિરે ગંભીરતાથી કહ્યું.

"ઓકે.. પણ વાત શું છે?" મીત વાતની ગંભીરતા સમજી ગયો હતો.

મીરાએ અત્યાર સુધીમાં બનેલી બધી ઘટનાઓને વિસ્તાર પૂર્વક કહી.

"એટલે આરવે કહ્યું કે તારી બહેન અહીં છે અને એને શોધવાં માટે પહેલાં અમિતને શોધવાનો છે એમ ને.." મીતે કહ્યું.

"હા." મીરાએ કહ્યું.

"જો મીરા, બની શકે કે આરવ તેની સાથે જોડાયેલ હોઈ અને એ લોકો આરવ થ્રુ તને ગુમરાહ કરવાની કોશિશ કરતાં હોઈ અથવા તો બની શકે કે આરવ હકીકતમાં તારી મદદ કરવાં ઇચ્છતો હોઈ." મીતે કહ્યું.

"નહીં.. આરવને પણ તેને લીધે કોઈ મુસીબતમાં છે. એટલે તો તે મારી સામે પણ નથી આવતો." મીરાએ કહ્યું.

"ઓકે.. તો તું આ અમિતને ઓળખે છે?" મીતે પૂછ્યું.

"ના.. એ જ તો નથી સમજાઈ રહ્યું આ અમિત છે કોણ.. નામ જાણીતું છે પણ યાદ નથી આવતું કે એ કોણ છે." મીરા ખૂબ ચિંતામાં આવી ગઈ હતી.

"હમમ.. કાંઈ વાંધો નહીં. હું મારી રીતે તારી બહેનને અને અમિતને શોધવાની ટ્રાઈ કરું છું. પણ તને તેનાં વિશે કાંઈ પણ યાદ આવે અથવા કાંઈ પણ માહિતી મળે તો મને જલ્દીથી જાણ કરજે." મીતે કહ્યું.

"હા. હું પૂરી કોશિશ કરું છું." મીરાએ કહ્યું.

"ઓકે તો મિહિર હું નીકળું છું. કાલે મળ્યાં." મીતે કહ્યું.

"લે આ શું.. અત્યારમાં શું છે? એક તો આટલાં સમય પછી મળ્યાં અને એટલીવારમાં તો તારે જવું છે.." મિહિરે તેને રોકતા કહ્યું.

"હા ભાઈ, તારી વાત સાચી છે.. પણ આજે તારી ભાભી સાથે બહાર જવાનું છે ને જો મારે લેટ થશે તો.. તને તો ખબર છે ને શું હાલત થાય એ.. સમજ." મીત બોલ્યો.

"ભાભી.. શું વાત છે.. મામલો સેટ એમ ને.." મિહિરે ખુશ થતાં કહ્યું.

"હા હો.. હવે હું જાવ છું. કાલે મળશું. બાય મીરા.. બાય મિહિર. અને હા હું ટ્રાય કરીશ કોઈ માહિતી મળે તો પણ મીરા તું ય ટ્રાય કરજે.. ઓકે. બાય." કહીને મીત ચાલ્યો ગયો.

"મીતના મેરેજ થઈ ગયાં છે?" તેનાં ગયાં પછી મીરાએ મિહિરને પૂછ્યું.

"ના રે ના.. એ તો એની ગર્લફ્રેન્ડની વાત કરતો હતો.. કેટલાં સમયથી પાછળ પડ્યો હતો પણ હવે ગાડી પાટે ચડી ગઈ હોય એવું લાગે છે." મિહિર બોલ્યો.

મીરા તેની વાત સાંભળીને હસી.

"મીરા ચાલને આપણે પણ ક્યાંક જઈએ. બહું દુર નહીં.. અહીં નજીકમાં જ. એમ પણ ઘરમાં બેઠાં કંટાળો આવે છે હવે." મિહિરે કહ્યું.

"હા.. વાત તો સાચી છે. સારું તો ચાલ, થોડીવારમાં જઈએ." મીરાએ સહમતી આપી.

***

વધુ આવતા ભાગમાં..

વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર.. આપના અમૂલ્ય પ્રતિભાવો આપતાં રહેજો..

જય શ્રી કૃષ્ણ..