યુવા દિન Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

શ્રેણી
શેયર કરો

યુવા દિન

યુવકોના પ્રેરણાસ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદ:
દુનિયાને હિન્દુ અધ્યાત્મ અને યોગ સાથે ખરો પરિચય કરાવનાર વિદ્વાન સંત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ 12 જાન્યુઆરી યુવા દિન તરીકે ઉજવાય છે. વિશ્વભરમાં હિંદુ ધર્મનો ઉપદેશ આપવા ઉપરાંત તેમણે સર્વ ધર્મ સમભાવ નો બોધ આપ્યો હતો. તેમનું જીવન ભારતના યુવાનો માટે હંમેશા પ્રેરક રહ્યું હતું. 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા માં તે સમયના ટોચના વકીલ વિશ્વનાથ દત્ત અને ઊંડી અધ્યાત્મિક સમજ ધરાવતા ભુવનેશ્વરી દેવી ને ત્યાં વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. બાળપણમાં ખૂબ જ સમૃદ્ધિમાં ઉછરેલા નરેન્દ્રનાથ નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા. અને ખૂબ જ નાની વય થી જ તેમને ઈશ્વર પ્રાપ્તિની ઝંખના હતી. તેઓ બી એ. થઈ જાય પછી તેમના પિતા તેમને વકીલાતનો અભ્યાસ કરાવવાના હતા.પણ પિતા નું અકાળે અવસાન થઈ જતા નરેન્દ્રનાથ પર પરિવારની તમામ જવાબદારીઓ આવી પડી.આ માટે તેમણે ખૂબ પ્રયત્નો કરીને નોકરી મેળવી અને પારિવારિક જવાબદારીઓ નિભાવી હતી. નરેન્દ્ર નાથ ના ઘરનું વાતાવરણ ખૂબ જ મુક્ત હતું માતા-પિતા બંને વિદ્વાન હોવાથી નાની વયે જ વિશાળ વાંચન કરતા. આ દરમિયાન બાળક નરેન્દ્ર કઠોપનિષદ નો અભ્યાસ કર્યો. એમાં ઊંચા આસને બેસતા, ખાસ પોશાક પહેરતા અને ચાબુકથી ઘોડાઓને વશમાં રાખીને યોગ્ય સ્થાને પહોંચાડતા સારથી નું વર્ણન નરેન્દ્રને એટલી હદે સ્પર્શી ગયું કે પછી તેઓ પોતાના મિત્રો સામે ઘણી વખત એ રીતે બેસી સારથિનો વિશિષ્ટ પોશાક પહેરીને હાજર થતા અને પેલા સારથીની માફક દોરવણી આપતા હતા. યુવાન બન્યા પછીપછી બાળક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ બનીને પેલા કઠોપનિષદ ના સારથિ ની જેમ હિન્દુ ધર્મના રથની ધુરા સંભાળી. સમગ્ર વિશ્વમાં વેદ મંત્રો ને ગુંજતા કર્યા હતા.
બાળવયે મનમાં વસી ગયેલા સારથી ના ચરિત્રનો તેમના પર ઉંડો પ્રભાવ પાથર્યો હતો.એકવાર કોઇ બાબતે બાળક નરેન્દ્ર અને તેમની માતા ભુવનેશ્વરીદેવી સાથે ઝઘડો થયો હશે. નરેન્દ્રે કોઈ બાબતે જીદ કરી ત્યારે માતાએ તેમને રોક્યા હશે. પરિણામે માતા સાથે બોલાચાલી થઇ. પિતાએ પણ એ સાંભળ્યું પણ તેમણે આ બાબતે નરેન્દ્રની કશું જ ઠપકો ના આપ્યો.થોડી વાર પછી તેમણે નરેન્દ્રના ઓરડાના દરવાજા પર લખ્યું નરેન્દ્ર બાબુએ આજે તેમની માતા સાથે ઝઘડો કર્યો છે. ઓરડામાં આવતા જતા નરેન્દ્રના બધા મિત્રો આ વાંચવાના હતા એવ નરેન્દ્ર ને ખબર હતી,એટલે એ વાતથી નરેન્દ્ર ખૂબ જ છોભીલા પડી ગયા. તેમના પિતાએ આવી અનોખી રીતે નરેન્દ્ર ઠપકો આપ્યો. એ પછી બાળક નરેન્દ્ર માતા પાસે જઈને માફી માંગી લીધી. આ ઘટના પછી તેમને ક્યારેય માતા સાથે કોઈ બાબતે જીદ કરી ન હતી.સુખી-સંપન્ન પરિવારના હોવાને કારણે તેમની શોખની તમામ વસ્તુઓ તેમને સરળતાથી મળતી. પિતાએ એક ગાય રાખી હતી.બાળક નરેન્દ્રને તે ગાય પ્રત્યે વિશેષ લગાવ હતો.થોડા સમયમાં નરેન્દ્રના આગ્રહને કારણે તેમના ઘરના પ્રાણીસંગ્રહાલયમાં અન્ય પ્રાણીઓ અને પક્ષીઓનું ઉમેરો પણ કરવો પડ્યો હતો.જેમાં વાંદરો, બકરો ઉપરાંત કબુતર, મોર વગેરેનો સમાવેશ થતો હતો. મિત્રો સાથે રમીને આવે એટલે નરેન્દ્ર મોટાભાગે આ પ્રાણીઓ અને પક્ષીઓની સંગાથે રહી મસ્તી કરતા જોવા મળતા. ઘરમાં અનેક નોકર હોવા છતાં નરેન્દ્ર પોતાના હાથે તેમને ખવડાવતા. અને દરેકની કાળજી રાખતા જે તેમનું પ્રાણીઓ પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરે છે.
યુવાન વયે ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા પછી તેનાથી પ્રભાવિત થયેલ નરેન્દ્રનાથ મનોમન ઇશ્વરનો સાક્ષાત્કાર કરવાનું નક્કી કરી નાખ્યું હતું. અને રામકૃષ્ણ પાસે દક્ષિણાયન માં જવાનું મન બનાવી લીધું હતું.પણ પારિવારિક મુશ્કેલીને કારણે શરૂઆતમાં એ શક્ય બન્યું ન હતું.જોકે અંતે તેમણે તેમના હૃદયની વાત ને અનુસરીને રામકૃષ્ણ પરમહંસનુ શરણ લીધું હતું.
1884માં સંન્યાસ ધારણ કર્યું,અને વિવેકાનંદ નામ ધારણ કરી,ભારતભરમાં ભ્રમણ કર્યું.૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે વિશ્વના ધર્મધુરંધરની ઉપસ્થિતિમાં ૧૦ હજારથી વધુ શ્રોતાઓ ને પોતાના જ્ઞાનમય પ્રવચનથી પ્રભાવિત કર્યા, ત્યાર પછી તેમની શક્તિની ભારતવાસીઓની ઓળખ થઇ.ઇંગ્લેન્ડ, ફ્રાન્સ,જર્મની, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોમાં પણ તેમની તે જ સરળ વાણીથી ભારતીય તત્વજ્ઞાનની સરળ અને સફળ રજૂઆત કરનાર સ્વામીજીના શિષ્યોમાં વિદેશીઓ પણ સારી સંખ્યામાં જોડાયા.
વેદો અને યોગનો ગહન અભ્યાસ કર્યા સ્વામી વિવેકાનંદ ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસના પરિચયમાં આવ્યા એ પહેલા બ્રહ્મ સમાજ માં પણ થોડો વખત જઈ આવ્યા હતા.જોકે ત્યાં પણ તેમના મનમાં ઉદભવેલા પ્રશ્નો નિરાકરણ થયું ન હતું .તેઓ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ થીવધુ જાણીતા બન્યા હતા . ખાસ તેમનું સંબોધન 'ભાઈઓ અને બહેનો' સૌથી વધુ આવકાર પામ્યું હતું. 1897માં ગુરુ શ્રી રામકૃષ્ણની સ્મૃતિમાં તેમણે રામકૃષ્ણ મઠ અને મિશન ની સ્થાપના કરી હતી.તેમ મિશનના બ્રહ્મચારીઓને વેદાંત, ગીતા, દર્શન આદિ ગ્રંથનો અભ્યાસ કરાવતા. આ બંને સંસ્થાએ આજે સેવા ક્ષેત્રે નામના મેળવી છે.યુવાનો માટેનો તેમનો સંદેશ "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો." આજે પણ બહુ માટે આગળ વધવા ખુબ પ્રેરણાદાયી છે.
4 જુલાઈ ૧૯૦૨ના રોજ ધ્યાનની અવસ્થામાં જ બેલુર ના રામકૃષ્ણ મઠ માં તેમનું નિધન થયું હતું.દરેક નાગરિક પોતાના નિશ્ચિત ધ્યેય મેળવવા માટે જાગૃત પણે સતત પ્રયત્ન કરે એ જ વેદ યોગના જ્ઞાની સંત સ્વામી શ્રીવિવેકાનંદની જન્મ જયંતીએ સાચી સ્મરણાંજલિ કહેવાય.