ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-44 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-44

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-44
શ્રોફની કેબીનમાંથી નીલાંગી નીકળી.. ઓફીસ છૂટી હતી એણે નિલાંગ સાથે નક્કી કર્યા પ્રમાણે નીલાંગ એની ઓફીસે લેવા માટે આવી ગયો હતો. નીલાંગીનાં મનમાં તુમુલ યુદ્ધ જામ્યુ હતું વિચારોનું. શું કરવું ના કરવું ? શ્રોફ સરે તો અહીંથી મને રીલીવ પણ કરી દીધી. એ પણ શું કરે ? મેં જ જવાની તૈયારી કેટલી બધી બતાવી હતી. અમોલ સરે પાર્ટી વગેરેની વાત કરી એમાં મને તકલીફ છે નોકરીની નથી... પણ નીલાંગને શું કહીશ ? શું કરીશ ?
નીલાંગ આવી ગયો હતો. નીલાંગીનું ચિંતાવાળું મોં જોઇ બોલ્યો કેમ શું થયું ? કેમ તારો ચહેરો ઉતરેલો છે ? કંઇ થયું ? નીલાંગીએ કહ્યું ના કંઇ નહી... ચાલ્યા કરે ઓફીસમાં બધુ પોલીટીક્સ ચાલે છે એમ કહીને વાતને ટર્ન આપી દીધો.
નીલાંગે એને પૂછ્યું. "તારી ઓફીસથી રોજ સવારે ઓફીસની કારમાં કોઇની સાથે ક્યાં જાય છે ? શું કામ કરે છે ? કહીશ ?
નીલાંગીએ ગુસ્સાથી નીલાંગ સામે જોયું અને બોલી કેમ ? ઓફીસમાં કામથી જઊં છું અને વિશુભૈયા સાથે જઊં છું નવા પ્રોજેક્ટ અંગે કંપની ઓફીસમાં જવું પડે છે બીજા ઘણાં કામ હોય છે ઓફીસમાં. અને તને કેમ પ્રશ્ન થયો ? હું તારી ઓફીસમાં ડોકીયા કરવા આવું છું ? તમે કોણ કામ કરો છો ? કોની સાથે કરો છો ? આંખાં દિવસ દરમ્યાન કોને મળો છો ? શું વાતો કરો છો ? એ તારું કામ છે તું કરતો હોઇશ એમ હું મારું કામ કરું છું આટલું સીમ્પલ તને સમજાતુ નથી ? તું મારાં પર વોચ રાખે છે ? નોકરી નથી જતો ? શા માટે ? તને મારાં ચરિત્ર પર શંકા છે ? તો ફરીથી આપણે નહીં મળીએ.
નીલાંગતો નીલાંગીના મોઢેથી ભડાશ નીકળતી સાંભળી રહ્યો. પછી એણે કહ્યું "તું શું બોલે છે આવું બધુ ? તને કંઇ સમજણ પડે છે ? હું તારાં માટેજ કરુ છું બધુ તારુ ધ્યાન રાખુ છું કારણ કે તું મારી છે તું કોઇ ષડયંત્રમાં ફસાય નહીં તારું હું... છોડ તને નહીં સમજાય તને ના ગમતુ હોય તો હવે ધ્યાન નહીં રાખું નહી પ્રશ્ન પૂછું હવે તું તારે તને ઠીક લાગે એમજ કરજે મારે હવે આવી કોઇ વાત કરવી નથી કરીશ નહીં....
બંન્ને જણાં એકબીજાથી હર્ટ થયેલાં ગુસ્સે થયેલાં હતાં. નીલાંગીને એવું લાગતું હતું કે નીલાંગ એનું વધારે પડતું ધ્યાન રાખી રહ્યો છે. અને પ્રોફેશનલ લાઇફ એની હોય એમ મારી છે હું મારું ધ્યાન રાખીજ શકું છું તો શા માટે એ મારામાં આટલી... પણ એ નહીં રાખે તો કોણ રાખશે મારું ધ્યાન ? નીલાંગીનાં મનમાં વિચારો અટવાયા કરતો હતાં બંન્ને જણાં ઘુંઘવાયેલાં હતાં. નીલાંગીએ નીલાંગનાં પ્રશ્નનો કોઇ સીધો જવાબજ નહોતો આપ્યો એટલે નીલાંગ ધુંઘવાયેલો હતો. નીલાંગી સીધો જવાબ આપવાનાં બદલે છેલ્લાં પાટલે બેઠી હતી અને સ્ત્રી ચરીત્ર અજમાવી દીધું હતું.
નીલાંગ નીલાંગીને એનાં ઘરે ડ્રોપ કરી દીધી. બાય કે કંઇ બોલ્યા વિના એની સામુ પણ જોવા ના રહ્યો અને પોતાના ઘર તરફ બાઇક હંકારી ગયો....
*************
શ્રોફે અમોલને ફોન કરીને જણાવી દીધુ કે મેં નીલાંગીને કહી દીધુ છે કે અહીં મારી ઓફીસથી તને મેં રીલીવ કરી દીધી છે કારણે કે તું અમોલ સરની ઓફીસ જોઇન્ટ કરી રહી છે કાલે તારાં એકાઉન્ટમાં હિસાબ પણ થઇ જશે. એટલે કાલે ત્યાં જોઇન્ટ કરી દેશે એ નક્કીજ અને અમોલે હસતાં હસતાં થેંક્સ કહીને ફોન મૂક્યો.
****************
બીજે દિવસે નીલાંગ વહેલો નીકળી સીધો દાદર પહોચી ગયો. પરાંજપે એ આપેલી લીડ પ્રમાણે કામ કરી રહેલો એને લાગ્યું જો આમાં સફળ થઉ તો આખા મીડિયા જગતમાં બૂમરેંગ સાબિત થશે અને મારું નામ જર્નાલીસ્ટ તરીકે આભમાં અંકાશે... મનમાં ખુશ થતો થતો આગળવધી રહેલો.
આ બાજુ નીલાંગી પણ ઘરેથી નીકળી ટ્રેઇનમાં ઓફીસ પહોચી ગઇ ના એણે નીલાંગને ફોન કર્યો ના નીલાંગનો ફોન આવ્યો ઘરેથી ઓફીસ પહોચતાં સુધીમાં એને ઘણાં વિચાર આવી ગયાં. નીલાંગને મારે કહેવું જોઇએ ? હમણાં નહીં પછી જણાવીશ....
શ્રોફ સરને મળીને કહ્યું "સર હું આજથી અમોલ સરની ઓફીસ જઊ ? મને નથી સમજણ પડતી.
શ્રોફ સરે કહ્યું "યપ સરટેઇનલી અહીં તો તારો હિસાબ થઇ ગયો છે તારો એકાઉન્ટ બંધ કરી દીધો છે અને આ રજીસ્ટરમાં સહી કર અને એક કવર એનાં હાથમાં આપીને કહ્યું આ તારી પગાર અને પર્કસની બધી રકમ ચૂકતે ગણી લેજે આમાં સહી થાય પછી તું અમોલ સરની ઓફીસે જઇ શકે છે.
નીલાંગી આશ્ચર્યથી શ્રોફ સર સામે જોઇ રહી એ કંઇ બોલી નહીં એની આંખો ભીંજાઇ.. એ એટલુજ બોલી થેંક્યુ સર અહીં પણ મને પોતાનું લાગતું હતું હવે ત્યાં જોઇન્ટ કરીશ એમ કહી રજીસ્ટરમાં સહી કરીને કવર પર્સમાં મુકી કંઇ પણ બોલ્યા વિના સડસડાટ ઓફીસની બહાર નીકળી ગઇ.
અમોલની ઓફીસે એ ટેક્ષીમાં પહોંચી ગઇ અને તલ્લિકામેમની કેબીનમાં જોયુ એ હતાં નહીં ત્યાં પ્યુન જોસેફ આવીને કહ્યું "મેમ હવે આ કેબીનમાં તમે બેસો સર આવી ગયાં છે તમને બોલાવે છે.
નીલાંગીએ કેબીનમાં પર્સ મુક્યું અને ઓકે આવું છું કહીને એ અમોલની ચેમ્બરમાં ગઇ.
અમોલે નીલાંગીને જોઇને કહ્યું આવ આવ નલાંગી અને સામે બેસવા કહ્યું "તલ્લિકા મેમ લીવ પર ગયાં છે અને તારો એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર થઇ જશે તું બપોર પછી કલેક્ટ કરી લેજે અથવા જોસેફ તારી ડેસ્ક પર આપી જશે.
નીલાંગીને આશ્ચર્ય થયું કે મેં હજી વિચારીને જવાબ આપવા કહેલું અને આ.... અમોલ જાણે એનો પ્રશ્ન સમજી ગયો હોય એમ બોલ્યો નીલાંગી શ્રોફ સરનો ફોન હતો કે એમણે તને એમની ઓફીસમાંથી રીલીવ કરી છે અને મને એપોઇન્ટમેન્ટ લેટર આપવા સૂચના આપી છે. એમણે કહ્યું તે એમને તારી ભલામણ અહીંની ઓફીસ માટે કરી છે.
નીલાંગી કંઇ બોલી નહીં અને સંમતિમાં ડોક ધુણાયુ અને પછી બોલી તલ્લિકા મેમ બધી ફાઇલ મૂકીને ગયા છે હું એ બધી ફાઇલ... અમોલે વચ્ચે અટકાવતા કહ્યું એ બધુ થતું રહેશે ખાસ વાત એ છે કે નવી ઓફીસ તૈયાર થઇ ગઇ છે અને ખાસ અત્યારે જોવા જવાનુ છે સાંજે તો મને પઝેશન મળી જશે એટલે બે દિવસમાં તો નવી ઓફીસ શીફ્ટ થઇ જઇશુ અને ત્યાંથીજ કામ કરીશું. એટલે મરીનલાઇન્સ જઇએ છીએ આપણે આપણી નવી ઓફીસ જોઇ લઇએ અને તને સાથે ખાસ કારણથી લઇ જઇ રહ્યો છું કે તારાં પ્રમાણે કોઇ ફેરફાર કે કંઇ રહેતું હોય તો તું જોઇલે તેથી સાથે સાથે થઇ જાય.
નીલાંગીને તો શું બોલવું ખબરજ ના પડી પણ અંદરને અંદર એને ગમી રહેલું એને ઉત્સાહ આવી ગયો ઓકે સર ચલો જોઇ આવીએ.
અમોલ ખુશ થઇ ગયો એણે કહ્યું લેટ્સ ગો અને બંન્ને જણાં અમોલની ઇર્મ્પોડ કારમાં મરીનલાઇન્સ જવા નીકળ્યાં અમોલની કારમાં બેસી અને નીંલાંગી વિચારમાં પડી ગઇ કારમાં આટલી લકઝરી ? શું કમફર્ટ ચિલ્ડ એસી-એક ખાસ પરફ્યુમની સુગંધ.. એનાં શરીરમાં તાજગી અને જાણે જોશ ભરાઇ આવ્યો એ ખૂબ આનંદમાં આવી ગઇ.
અમોલે કાર ડ્રાઇવ કરતાં કરતાં સીગરેટ કેસમાંથી સીગરેટ કાઢીને લાઇટરથી સળગાવી કસ લેવા માંડ્યો નીલાંગીથી ના રહેવાયું એણે કહ્યું સર એમ જ ખુશ્બુ ખૂબ સરસ હતી તમે સીગરેટ કેમ સળગાવી ?
અમોલે હસતાં હસતાં કહ્યું "ઓહ સોરી તને સીગરેટ પસંદ નથી ? એમ કહીને એસ્ટ્રેમાં સીગરેટ હોલવી નાંખી નીલાંગીને આર્શ્ચ થયું. "ઓહનો નો એમ વાત નથી પણ એ આગળ ના બોલી એને જાણે અંદર અંદર ગમી રહેલું મન કાબૂમાં રાખવા પ્રયત્ન કરી રહી હતી પણ અસફળ રહી.
અમોલ કાર ડ્રાઇવ કરતાં કરતાં ત્રાંસી આંખે નીલાંગીને નીરખી રહેલો પગથી માથા સુધી માપી રહેલો એનાં અંગ અંગને ઘૂરી રહેલો અને મનમાં વાસનાનાં સાપોલીયા સળવળી રહેલાં પોતાની જાતને કાબૂ કરી રહેશે.
ત્યાં નવી ઓફીસનું બીલ્ડીંગ આવી ગયું. અમોલે 10 મા માળ સુધી કાર લઇ લીધી ડ્રાઇવ વે પાર્કીંગ 10માં માળ સુધી હતું પછી મોટું વિશાળ ફોયર અને ત્યાં એની પર્સનલ લીફ્ટ હતી જે 36માં માળ સુધી લઇ જાય અને એની ઓફીસમાંજ ખૂલે. નીલાંગી બધુ જોઇને આંખો પહોળી થઇ ગઇ હતી એણે કદી જોયું નહોતું એવું જોઇ રહી હતી અને એનું મન પલળીને સાવ.... એ.. બોલી.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-45