અફસોસ...!! Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અફસોસ...!!

" અફસોસ....!! "

મંથન આજે ખૂબ ઉદાસ હતો અને નૈસર્ગી, નૈસર્ગી તો તેનાથી પણ વધારે ઉદાસ હતી અને પલેપલ તે મંથનને યાદ કરીને રડી રહી હતી.તેને જે સફળતા મળી હતી તેની હકદાર તે એકલી ન હતી મંથન પણ હતો માટેે તે સફળતાની એકલતા બરદાસ્ત કરી રહી ન હતી...!!

નૈસર્ગીને આજે ઈન્ડિયા લેવલે ફર્સ્ટ રનરનો એવોર્ડ મળ્યો હતો. તેને પોતાની આ ખુશી મંથન સાથે શેર કરવી હતી. પણ મંથન તેની સાથે ન હતો. બીજા બધાજ ફ્રેન્ડસ, બધાજ સગાવ્હાલા બધા નૈસર્ગીની સાથે તેની કામયાબી અને ખુશીમાં સામેલ થવા માટે હાજર હતા પણ જેને તે પોતાના જીવ કરતાં પણ વધારે ચાહતી હતી, જેણે તેને રનર બનવા માટે પ્રેરણા આપી હતી, તે મંથન, મંથન આજે ક્યાંક ખોવાઈ ગયો હતો...!! તેની સાથે ન હતો તેને છોડીને ચાલ્યો ગયો હતો...!!

નૈસર્ગી વારંવાર એવોર્ડને હાથમાં લઇ ચૂમી રહી હતી અને મંથનને યાદ કરી રહી હતી. અને બસ તેને મળેલો એવોર્ડ છાતી સરસો ચાંપીને બસ રડી રહી હતી...રડી જ રહી હતી...!!

મંથન પણ તેને દિલો જાનથી ચાહતો હતો...પણ એક મિસ અન્ડરસ્ટેન્ડીંગને કારણે બંને છૂટા પડી ગયા હતા.

નૈસર્ગી અને મંથન બંને બાળપણથી પોતાની સ્કૂલ લાઇફથી સાથે જ ભણી રહ્યા હતા. બંને ધીમે ધીમે મોટા થતાં ગયા અને બંનેની દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી તે બંનેમાંથી કોઈને પણ ખબર ન પડી.

નૈસર્ગી નાનપણથી જ સ્કૂલમાં ફર્સ્ટ રનરનો ખિતાબ લેતી આવતી હતી. મંથન તેથી ખૂબજ ખુશ થતો. મંથને એકવાર નૈસર્ગીને કહ્યું કે, " નૈસુ, તું થોડી મહેનત વધારે કરે તો તું ઈન્ડિયા લેવલે ફર્સ્ટ નંબર લાવી શકે તેમ છે. "

નૈસર્ગીએ પહેલા તો " ના " જ પાડી અને કહ્યું કે, " તું સમજે છે એટલું ઈઝી નથી. અને તેને માટે ખૂબજ પ્રેેેપ્રેક્ટિસ કરવી પડે. " પણ મંથને આ વાતની જીદ છોડી નહિ અને પ્રોમિસ આપી કે, " હું તને ચેમ્પિયનશીપમાં લઈ જવા માટેની પૂરેપૂરી તૈયારી કરાવીશ. " અને નૈસર્ગી મંથનની હિંમતને લીધે તૈયાર થઈ ગઈ. મંથન નૈસર્ગીને ખૂબ પ્રેક્ટિસ કરાવવા લાગ્યો. નૈસર્ગી એક પછી એક શીખરતાના સોપાનો સર કરતી ગઈ. પહેલા કોલેજ લેવલે ફર્સ્ટ નંબર લાવી પછી ગુજરાત લેવલે ફર્સ્ટ નંબર લાવી અને પછી ઈન્ડિયા લેવલે પહોંચી ગઈ.

બંનેનું કોલેજનું ભણવાનું પણ હવે પૂરું થઇ ગયું હતું. મંથન ભણવામાં ખૂબજ હોંશિયાર હતો. તેને પોતાના ઘરથી દૂર બીજી સીટીમાં સરસ જોબ મળી ગઇ હતી એટલે તેને ત્યાં સેટલ થવું પડ્યું.

નૈસર્ગીને પ્રેક્ટિસ માટે એક એક સાથીની જરૂર પડી. તે જે ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ માટે જતી હતી ત્યાં એક અશ્વિન નામનો છોકરો પણ પ્રેક્ટિસ માટે આવતો જે સારો ક્રિકેટર હતો અને અવારનવાર નૈસર્ગીને ગ્રાઉન્ડ ઉપર મળી જતો. જે હવે મંથનની ગેરહાજરીમાં નૈસર્ગીને પ્રેક્ટિસ કરાવવા લાગ્યો. બંને વચ્ચે સારી એવી ફ્રેન્ડશીપ થઈ ગઈ.

આ વાતની જાણ થતાં મંથનને ખૂબ દુઃખ થયું અને તે અચાનક વૉચ કરવા માટે ગ્રાઉન્ડ ઉપર જવા લાગ્યો અવારનવાર નૈસર્ગીને અને અશ્વિનને એકબીજાની સાથે મજાક મસ્તી કરતાં જોઈ તેને બંનેના રીલેશન માટે ગેરસમજ ઉભી થઈ. નૈસર્ગીએ તેને ખૂબજ સમજાવ્યો છતાં તેણે નૈસર્ગીનો સાથ છોડી દીધો બંને વચ્ચે એક તિરાડ પડી ગઇ.

એક મીસ અન્ડરસ્ટેન્ડીંગને કારણે જે બંને પ્રેમીઓ એકબીજાને દિલોજાનથી ચાહતા હતા અને બાળપણથી જ સાથી હતા તે બંને છૂટા પડી ગયા હતા.

આજે નૈસર્ગીને નેશનલ લેવલે ફર્સ્ટ રનરનો એવોર્ડ મળ્યો હતો પણ અફસોસ એ ખુશીમાં સામેલ થવા માટે તેનો મંથન તેની સાથે ન હતો....

- જસ્મીન