My dear besty,
Thank you so much મારી લાઈફ માં આવવા માટે, આપણી પહેલી મુલાકાત થી લઈ ને અત્યાર સુધીની દરેક મુલાકાત મારા માટે બહુ જ Special હતી. મારા Life મા જ્યારે તારી Entry થઈ ત્યારે હું ખૂબ જ મુશ્કેલ દિવસો માંથી પસાર થઈ રહી હતી. એવું લાગતું હતું કે હવે મારી લાઈફ મા મારું પોતાનું કહેવા વાળુ કોઈ છે જ નહીં. હું મારું હસવાનું પણ ભૂલી ગઈ હતી. બસ ચૂપચાપ જ રહેતી. ત્યારે જ તે વાવાઝોડાં ની જેમ મારી લાઇફ માં આવી ને એક બેસ્ટ ફ્રેન્ડ થી લઇ ને મારા માં બાપ ની પણ કમી પૂરી કરી. તે જ્યારે મને ફરેન્ડશીપ માટે પૂછ્યું ત્યારે તો પહેલા મે તને ના જ પાડી દીધી હતી. પણ સાચું કહું તારી આ smile જે મને ખુબ જ પ્રિય છે એ smile જોઈને જ હું તારી પર ફિદા થઈ ગઈ હતી. ને પછી મે ફ્રેનડશીપ માટે હા કહી દીધી હતી. તારી સ્માઈલ જોઈ ને મારા face પર એક મસ્ત ચમક આવી જાય છે એટલે જ તો તને હું મારું "vitamin c" કહું છું. જ્યારે આપણી નવી નવી ફરેન્ડશીપ થઈ ત્યારે તો હું કઈ બોલતી જ નહીં એકદમ ચૂપ ચૂપ ને ડરી ડરીને રહેતી. અને તું બોલ બોલ કરી ને મને સમજાવ્યા કરતો. સાચે તારું એ સમજવાનું મને ખૂબ જ ગમતું. ક્યારેક તો જાણી જોઈ ને તને msg માં એવા પ્રશ્નો પૂછતી અને પછી તું એમ કહે તો કે એક મિનિટ બેટા હમણાં તને કોલ માં સમજાવું છું પછી તું કોલ કરે અને કલાક સુધી આપણી વાતો ચાલતી. મને તો તારી સાથે કોલ માં વાત કરવાનું બસ બહાનું જોઈતું. જયારે પણ હું તને મળતી ત્યારે હું જાણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગઈ હોવ એવું લાગતું. તારી સાથે મને આ દુનિયા અને મારી ભીતર ના ઘોંઘાટ થી દુર અપાર શાંતિ મહેસૂસ થતી. એટલે જ તો કીધું તું કે તું મારું"meditation" છે. તને મળીને મને મારી જાત ને મળ્યા હોવાનો અહેસાસ થતો હતો એટલે જ તો તને વારંવાર મળવાનું મન થતું. તારી સાથે વાત કરી ને હું એકદમ fresh ફીલ કરતી. તું મારી દરેક પ્રોબ્લેમ શાંતિથી સાંભળતો ને પછી કહેતો કે "તું ચિંતા નહીં કર બેટા હું છું ને તારી સાથે". તારું મને બેટા કહેવું મને ખૂબ જ ગમતું. એક દીકરી ને પોતાના પિતા સાથે જેટલું safe feel થાતું હોય એટલું જ safe feel હું તારી સાથે કરતી. હું જ્યારે પણ તને મળવા આવતી ત્યારે ઘણું બધું વિચારતી કે આજે તને આમ કહીશ તેમ કહીશ કે પછી હું તારા થી કોઈ વાત ને લઈ ને નારાજ હોવ તો વિચારતી કે આજે તો તને મળી ને મારે ખૂબ ઝગડવું છે. પરંતુ તારી આ સ્માઈલ જોઈને જ હું કાંઈ બોલી જ ના શકતી. હું પેહલાથી જ શાંત ને શરમાળ સ્વભાવની હતી એટલે બહુ બોલતી પણ નહીં પણ તું મને કહેતો કે જો જે એક દિવસ એવો આવશે કે મારે તને કેવું પડશે કે હવે ચૂપ થા મારી મા🙏😅 ને સાચે એવું જ થયું પછીતો તું મારી બક બક સાંભળ્યા કરતો. અને મે તને હેરાન પણ બહુ જ કર્યો છે. એ માટે sorry હો, પણ સાચું કહું મને તને હેરાન કરવાની બહુ જ મજા આવતી ક્યારેક તો હું તને જાણી જોઈ ને હેરાન કરતી. ને જ્યારે તું મને ખીજાતો તો એમ લાગતું કે ચાલો કોઈ તો છે જે મને હક્ક થી ખીજાય છે એવી ફિલીગ આવતી કે મારા પપ્પા મને ખીજાય છે. પણ પછી તારું રિસાઈ જવું ઉફ મને બહુ જ ભારે પડતું. ને પાછો તારો ego તો એવો ને જલ્દી માને પણ નહિ તું ત્યારે તો મને જરાય મજા નોહતી આવતી. શું કરું તારા વગર ચાલતું પણ નહિ મને તારું બેટા કહી ને બોલવું ખૂબ યાદ આવતું😢. હા હા ખબર છે ઝગડો પણ હું જ કરતી. પણ શું કરું તારા લક્ષણ પણ એવા હતા ને કે મને ગુસ્સો આવી જ જાય. પણ પછી હું પણ તને મનાવ્યા વગર છોડતી નહીં.
અને તે જ મને હસતા 😄 શીખવાડ્યું ને તે જ મને બિન્દાસ જિંદગી જીવતા પણ શીખવાડ્યું છે. પણ તે મને રડાવી પણ બહુ જ છે હો એનો તો હું બદલો લઈ ને જ રહીશ. જોઈ લે જે😏 અને હા મારી life ની તમામ secret વાતોને જાણવાનો હકદાર પણ એક માત્ર તું જ છે. જો કોઈ મને કહેને કે તારા માટે આ આખી દુનિયામાં ખુશી માટે ની જગ્યા કઈ છે તો હું તો બસ તારું જ address આપી દઉં છું. તું એટલે મારી સવાર ની મસ્ત કડક મીઠી ચા ☕ જેમ ચા વગર મને ના ચાલે એમ મને તારા વગર પણ ના ચાલે. સવાર ની ચા સાથે તારી યાદ પણ આવી જ જાય. આ આખી દુનિયામાં જો કોઈ મતલબ વગર નો સાથ હોય ને તો એ તું છે મારો દોસ્ત 🥰. સાચું કહું ને તો તું મારી જિંદગીનું ફિલ્ટર છે. હા જેમ આપણે આપણા photos ને best બનાવવા માટે filter નો use કરીએ છીએ ને એમ તે મારી જિંદગીને filter કરીને best બનાવી દીધી છે.
હું મારી હસી પાછળ મારુ ગમ છુપાવીને આખી દુનિયાને મૂર્ખ બનાવી લઉં છું પરંતુ તુ તો મારો અવાજ સાંભળીને જ મારું દર્દ પારખી જાય છે. એ દોસ્ત એટલે જ તો તું મારા દિલમાં સૌથી નજીક છે. ક્યારેક તો મને મારું દુઃખ કહેવા માટે શબ્દો ની પણ જરૂર નથી પડતી તું તો મારા મૌન ને પણ પારખી જાય છે. અને પછી તારા લાગણી ભર્યા અવાજ માં કહે છે કે "કેમ બેટા આજે કેમ ઉદાસ છો શું થયું છે? " અને જો હું તારા થી વાત છુપાવવી ની કોશિશ કરતી કે જૂઠું બોલતી તો પણ તને ખબર પડી જ જાય પછી તું કેહતો " અચ્છા બેટા તારા બાપ થી વાત છુપાવે છે ચલ બોલવા માંડ ફટાફટ 😅 અને પછી મારી બક બક ચાલુ. હા ખબર છે તને મારી બક બક ક્યારેક બક્વાસ લાગતી. પણ પછી તું ગમે તેમ કરી ને મને હસાવી પણ દેતો😄. તું ક્યારેક નાના બાળક ની જેમ મારી care કરતો જે મને ખૂબ ગમતું. તને મળાવી ને ભગવાને મને એ બધું જ આપી દીધું છે જે મારા જીવનમાં ખૂટતું હતું. ને હા તું હંમેશા એમ કહે છે ને કે હું તું મને ટાઈમ નથી આપતો એ બાબતે હંમેશા ફરિયાદ કરતી રહું છું તો એ ફરિયાદ તો તારે સાંભળવી જ પડશે. ને મારા નખરા પણ તારે સહન કરવા જ પડશે. એટલી તકલીફ તો રહેશે જ. અને આપણે હંમેશા આમ જ સાથે જ રહેશું. Ok....
આ દુનિયા માટે તો એક છોકરો ને છોકરી ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ બની ને રહી જ ના શકે. દુનિયા ભલે ને કહે પણ આપણો સબંધ તો કઈક અલગ જ છે. બેસ્ટ માં બેસ્ટ છે આપણી દોસ્તી. આપણી દોસ્તી એટલે જ્યાં કાંઈ પણ સંકોચ કે વિચાર કર્યા વગર શબ્દોની ગોઠવણી કર્યા વગર જ મન મૂકીને વાતો કરી શકાય. જેમાં નિસ્વાર્થ લાગણી રહેલી હોય છે. દોસ્તી ક્યારે રંગરૂપ કે જાતિ જોઈને નથી થતી તે તો જ્યાં એક સમાન વિચારો મળે છે ત્યાં જ દોસ્તી કમાલની હોય છે અને આપણી પણ દોસ્તી કમાલ ની છે દોસ્ત. સાચું કહું તો કોઈને પ્રેમ કરવા કરતાં કોઈ વ્યક્તિ સાથેની દોસ્તી વધારે આનંદદાયી હોય છે જેમાં કોઇપણ જાતની અપેક્ષા રાખ્યા વગર જિંદગી ભર સાથ નિભાવવાના વાયદા હોય છે. જે વ્યક્તિ આપણા વગર કહે આપણી લાગણીઓને, તકલીફને સમજી જાય એ જ તો સાચો મિત્ર હોય છે. છેલ્લે તો એટલું જ કહીશ કે,
My dear besty,
કે તારી દોસ્તી માટે તો ભલેને બધા લાઈન માં બેઠા હોય પરંતુ હું તો તને kidnap કરીને લઈ જાઈશ.😜🥰😘
Really love u my besty😘 ને આ લવ વાળુ લવ યુ નથી પરંતુ બેસ્ટ ફ્રેન્ડ વાળું love u છે. ને હા એક વાત તો કેવાની ભૂલી જ ગઈ
Happy birthday my dear besty 🎂😘
N miss you so so much 🥰
લી:- તારી બેટુ 🥰