adhuri kahaaani books and stories free download online pdf in Gujarati

અધૂરી કહાની

જય શ્રીકૃષ્ણ મિત્રો,
અહીંયા હું મારી પ્રથમ વાર્તા રજુ કરી રહી છું. હું લેખક તો નથી પણ લેખન ના શોખના કારણે એક નાનકડો પ્રયાસ કર્યો છે તમે મારી વાર્તા વાંચી ને તમારા પ્રતિભાવ ને સૂચનો જણાવશો તમારા સૂચનો મને ઘણા મદદ રૂપ થશે..


અહીંયા હું વાત રોહિતની કરું છું રોહિત એક ખૂબ જ સમજુ ને મહેનતુ છોકરો છે બધા સાથે હળી મળીને રહે,તેનો બોલકણો સ્વભાવ, બધાને હેલ્પ કરવાની ભાવના અને બધા થી અલગ જ વ્યક્તિત્વ ધરાવે તેનો હસમુખો ચહેરો જોઈને કોઈના પણ ચહેરા પર સ્માઈલ આવી જાય એકવાર એ પોતાના ઓફિસના કામથી બહાર ગયો હતો ત્યાં અચાનક જ એની મુલાકાત એના એક જૂના મિત્ર સાથે થઈ ગઈ...
અરે વરુણ તુ અહીંયા શું કરે છે ?કેટલા ટાઈમ પછી મળ્યો ક્યાં ખોવાઈ ગયો છે તારા તો કોઈ સમાચાર નથી.

વરૂણ:-શું કરું દોસ્ત, કોલેજ પછી મેં મારા પપ્પાનો બીઝનેસ સંભાળી લીધો એમાં જ વ્યસ્ત રહું છું બાકી નો ટાઈમ ફેમિલી સાથે વિતાવું છું ખુદ માટે તો સમય જ નથી મળતો..

રોહિત:-યાર એટલો શું busy થઈ ગયો કે ક્યારેય તને દોસ્તોની યાદ પણ ના આવે તું social media પણ use નથી કરતો! મેં તને એક વાર Facebook મા શોધ્યો હતો પણ તું તો ઈદ કા ચાંદ થઈ ગયો છે.તને social media માટે પણ સમય નથી?...

વરુણ:-યાર મને આ social media ગમતું જ નથી આ બધું just waste of time છે. હું મારી લાઇફમાં જ મસ્ત રહું છું તું કે તારે શું ચાલે છે?

રોહિત:-બસ જો કોલેજમાંથી છૂટા પડ્યા પછી મેં પણ એક ટ્રાવેલ નો નાનકડો એવો બિઝનેસ ચાલુ કરી દીધો...
વરુણ:-ને ઘરમાં બધા કેમ છે?

રોહિત:-ત્રણ વર્ષ પહેલા એક accident મા મારા મમ્મી-પપ્પાનું મૃત્યુ થઈ ગયું એ પછી હું એકલો જ રહું છું.વધારે તો હું મારા કામમાં વ્યસ્ત રહું છું બાકી તો હું ને મારી તન્હાઈ બસ આમ જ એકબીજાને સાથ આપતા રહીએ છીએ..

વરુણ:-તો તે લગ્નન ના કર્યા?

રોહિત:-ના યાર કોઈ મળી જ નહીં કે જે મને સાચવે અને તું તો મને ઓળખે છે ને મને સાચવવું એ કોઇ જેવા તેવાના નું કામ થોડું છે..

વરુણ:-પણ મને જ્યાં સુધી યાદ છે તુ તો પૂજાના પ્રેમમાં હતો ને તમે બંને લગ્ન પણ કરવાના હતા.એનું શું થયું?

રોહિત:-હા પણ પૂજાના પિતાએ અમારા લગ્નની મંજૂરી ન આપી.પૂજા એક સીધી સાદી ને સંસ્કારી છોકરી હતી એને તેના પિતાના વિરુદ્ધ જઈને લગ્ન નહોતા કરવા એના માટે એના પિતાનું સન્માન ખૂબ જ વ્હાલું હતું એટલે અમે બંને સમજી-વિચારીને જ છૂટા પડી ગયા. અત્યારે તો પૂજા ક્યાં હશે ક્યાંક લગ્ન કરીને સેટ થઈ ગઈ હશે કંઈ જ ખબર નથી. મારી પ્રેમ કહાની તો અધૂરી જ રહી ગઈ દોસ્ત..

વરુણ:-તો તે ક્યારે પૂજા ને social media માં ગોતવાની કોશિશ ના કરી?

રોહિત:-ના યાર, ક્યારેય એવું વિચાર્યું જ નહીં કે તેને ગોતવા ની કોશિશ કરું એ જ્યાં હશે એની life માં ખુશ હશે. અને મારે એની life માં કોઈ દખલગીરી નથી કરવી એની life માં કોઈ problem થાય એવું નથી કરવું..

વરુણ:-સારું તો ચલ મારે એક argent meeting માં પહોંચવાનું છે અને આ લે મારું કાર્ડ એમાં મારો નંબર છે આપણે પછી નિરાંતે મળશું અને હા હું whatsapp તો use કરું જ છું તું મને મેસેજ પણ કરી શકે છે any time..

રોહિત:-ok ચલ bye આજે તને આમ મળીને ખરેખર ખૂબ આનંદ થયો જૂની યાદો તાજા થઇ ગઈ...

વરુણ:-હા ક્યારેક આવજે ઘરે હું તને મારી family થી મળાવીસ. તારી ભાભી જમવાનું ખૂબ સરસ બનાવે છે ક્યારેક time લઈને આવજે સાથે જમીશું ને ખૂબ વાતો કરશું..

રોહિત:-અરે વાહ!તો તો આવું જ પડશે હું તો રહ્યો એકલો માણસ બહારનું ખાઈ ને ભટક્યા કરું મને આવો મોકો મળે તો હું મૂકું નહીં ચોક્કસ આવીશ ભાભી ને કે જે મારા માટે સારી સારી વાનગી બનાવી રાખે....

વરુણ:-અરે હા તું આવ તો ખરા મજા આવશે..

રોહિત:-સારુ ચલ તો હું તને call કરીશ. ચલ bye..

વરુણ:-ok bye...

બંને મિત્રો આટલી વાત કરી છુટા પડ્યા.રોહિત તેનું કામ પતાવીને ઘરે ગયો. આમ તો ઘરમાં એકલો જ રહેતો એના ઘર પાસે એક ટિફિન સર્વિસ માંથી બંને ટાઈમનું જમવાનું સવારનો ચા-નાસ્તો પણ આવી જ તો ઘરના બાકીના કામ માટે રામુ રાખેલો હતો. સગાવાલા માં પણ કોઈ ખાસ વધારે હતું નહીં એના શહેરમાં એની એક cousin sister રહેતી તેની સાથે એની ખૂબ બનતી. ક્યારેક Cousin sister સાથે મળીને વાતો કરી મન હળવું કરી લેતો.એ ઘરે આવ્યો ત્યારે એનું ટીફીન આવી ગયું હતું જમીને શાંતિથી મોબાઈલ હાથમાં લઈને બેઠો ત્યાં જ એને વરુણ યાદ આવ્યો વરુણે પૂજા નું નામ લીધું ત્યારથી જ એના મન માં એક અજીબ હલચલ મચી ગઈ હતી એ પૂજા ની યાદમાં ખોવાઈ ગયો....

પૂજા એક શ્રીમંત પરિવારની ખૂબ જ રૂઢિચુસ્ત મહોલમાં ઉછેરેલી ખૂબ જ સીધી અને સરળ છોકરી હતી આજકાલની છોકરીઓ ની જેમ વધારે પડતા modern કપડાં પહેરવા, hi-fi style એવું કાંઈ જ નહીં,એની સાદગી અને સરળતા કોઈનું પણ મન મોહી લે એવું હતું. દેખાવે રૂપાળી સ્વભાવ એકદમ શાંત. રોહિત પણ ક્યારેક વિચાર કરતો કે આટલી સીધી સાદી છોકરી મારા પ્રેમ માં કેવી રીતે પડી ગઈ હું રહ્યો મોજીલો, શરારતી અને બોલકણો સ્વભાવ.રોહિત દેખાવે થોડો શ્યામ હતો પણ તેનું વ્યક્તિત્વ જ કંઈક અલગ હતું એની વાતોમાં જ કાંઈ એવો નશો હતો કે કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય....
બંનેની કોલેજ દરમિયાન મિત્રતા થઈ ને ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ ખબર જ ના પડી એ વાતને છ વર્ષ થઈ ગયા આજે પણ પૂજા નો ચહેરો રોહિતના સ્મૃતિમાં છે રોહિત તેને આજે પણ એટલો જ પ્રેમ કરે છે એના માતાપિતાએ એને ઘણી વાર લગ્ન કરવાનું કહ્યું પણ એ પૂજાને ભૂલી ને જાણે આગળ વધવા જ નથી માગતો.કાયમ એની મમ્મીને એમ કહી લગ્નની વાત ટાળતો કે મમ્મી please હમણાં નહીં પહેલા મને પૂરી રીતે સેટ થઈ જવા દે પછી તું કે ત્યાં લગ્ન કરી લઈશ. રોહિત ને જાણે અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ તેની યાદ માં થી બહાર આવી ગયો અને વિચારવા લાગ્યો કે લાવને એકવાર પૂજા ને Facebookમાં સર્ચ કરીને જોઈ લઉં, એક વાર એને જોવાની તાલાવેલી જાગી છે વરુણા ના મોઢે પૂજા નું નામ સાંભળ્યા પછી મન ઘણું બેચેન થઈ ગયું છે એને એક વાર જોઈ તો લવ કે એ ખુશ તો છે ને...
રોહિતે facebook ખોલીને તેનું નામ સર્ચ કર્યું.પૂજા મહેતા નામ type કરતાં જ પૂજા મહેતા નામની છોકરી નું લાંબુ લિસ્ટ નીકળી આવ્યું.રોહિત મુંજયો હવે આને શોધવી કઈ રીતે આટલી બધી પૂજા, અત્યારે એ ક્યાં હશે મને તો કાંઈ જ ખબર નથી.એટલામાં લિસ્ટ ફેરવતા ફેરવતા એની નજર એક ચહેરા પર પડી, અરે આ રહી પૂજા આજી પણ એવી ને એવી જ દેખાય છે સીધી સાદી અને સરળ એની પ્યારી મુસ્કાન એનો કોમળ અને શાંત સ્વભાવ હા આ એ જ પૂજા છે.રોહિત પૂજાનું પ્રોફાઈલ ચેક કરે છે કઇ ખાસ હોતુ નથી એના પ્રોફાઇલમાં થોડા ઘણા એના જ ફોટા હતા એ પણ બે વર્ષ જૂના રોહિત મૂંઝવણમાં પડ્યો.શું અત્યારે પણ એ facebook યુઝ કરતી હશે. અચાનક રોહિત ને શું થયું કે એને એની ખબર અંતર જાણવાની તાલાવેલી જાગી એને થયું લાવને એક hi નો મેસેજ મોકલી દઉં રોહિત hi નો મેસેજ કરે છે સામે પણ જાણે પૂજા એના જ મેસેજ ની રાહ જોતી હોય તેમ થોડી જ વારમાં તેના hi નો રીપ્લાય પણ આવી જાય છે..
રોહિત:-અરે પૂજા કેમ છે? કેટલા વરસો પછી તને જોઈ તું ખુશ તો છે ને તારી લાઇફમાં?

પૂજા:બસ જો એકદમ મજામાં તને પણ ઘણા વર્ષો પછી જોયો ઘણો આનંદ થયો તને જોઈને..

રોહિત:-તું છે ક્યાં અત્યારે ઘરે બધા મજામાં ને?

પૂજા:-હા બધા મજામાં છે હું મારા પપ્પા ના ઘરે છું..

રોહિત:-તો તારા લગ્ન થઈ ગયા?

પૂજા:-હા લગ્ન તો થઈ ગયા પણ લગ્નજીવન ખૂબ જ ટૂંકું હતું એક વર્ષ પહેલાં જ મારા પતિ ની એક બીમારીથી મૃત્યુ થઈ ગઈ મારે બે વર્ષનો બાબો પણ છે....

રોહિત:- ઓહ! સાંભળીને ઘણું દુઃખ થયું પૂજા આટલી નાની ઉંમરે તારા જીવનમાં આટલી મોટી ઘટના ઘટી ગઈ ખરેખર સાંભળીને ખૂબ દુઃખ થાય છે તને હું આવી હાલતમાં જઈશ એ ક્યારેય નહોતું વિચાર્યું...

પૂજા:-હા પણ સમય ને નસીબ ની સામે આપણું ક્યાં કઈ ચાલે છે...

રોહિત:-તારા મમ્મી પપ્પા ઉપર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હશે!..

પૂજા:-હા હું એમની એકની એક દીકરી છું મારા પર આવેલા દુખે એ લોકોને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધા છે.પાછું મારી સાથે મારા બાળકની પણ જવાબદારી આવી ગઈ છે એટલે એ લોકો tensionમાં જ રહે છે મને બીજા લગ્ન માટે દબાણ તો કરે જ છે પણ હું જ ના પાડું છું મારે જ હવે હમણાં લગ્ન વિશે વિચારવું જ નથી.હું job શોધું છું જેથી હું મારા બાળકને સારી રીતે ઉછેરી શકું.તું કે તારા લગ્ન થઈ ગયા? તારા ઘરમાં કોણ કોણ છે?

રોહિત:-ના મે લગ્ન નથી કર્યા ત્રણ વર્ષ પહેલા એક્સિડન્ટમાં મારા માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું ત્યારથી હું એકલો જ રહું છું....

પૂજા:-ઓહ! તારા મમ્મી-પપ્પા નું સાંભળીને ખૂબ દુઃખ થયું. પણ તે લગ્ન કેમ ન કર્યા?

રોહિતે મજાકમાં કહ્યું કે કોઈ તારા જેવું મળ્યું છે નહીં..

પૂજા એકદમ વિચારવા લાગી શું રોહિત આજી પણ મને પ્રેમ કરતો હશે...

સામે કાંઈ જવાબ ના મળતા રોહિતે કીધું અો મેડમ મજાક કરું છું સાચું કહું તો કોઈ છોકરી જ મને હા નથી પડતી. તને તો ખબર જ છે ને મારો સ્વભાવ એ ફરી હસ્યો...

પૂજા:-સારું ચલ ઘણું મોડું થઈ ગયું છે મારે કાલે એક ઈન્ટરવ્યૂ આપવા જવાનું છે તો સુઈ જઈએ આપણે પછી વાત કરશું bye...

રોહિત:-ok bye..
બંને જણા વાત કરીને સુઈ જાય છે. બીજા દિવસે રોહિત આખો દિવસ ઓફિસમાં કામ પતાવી ઘરે આવે છે.ને જમી ને પરવારી ફરી મોબાઈલ હાથમાં લેતાં જ અને પૂજા યાદ આવી જાય છે એ વિચારવા લાગે છે પૂજા કેટલી સીધી સાદી છોકરી ભગવાન એની સાથે આવો કાળો કેર કેમ સર્જ્યો?આટલી નાની ઉંમરમાં વિધવા થઈ ને જીવવું કાઈ સહેલું છે. આવડી મોટી જિંદગી પડી છે સામે. એક સાથી તો જોઇએ જ ને એટલા માં જાણે એને પુજા સાથે ની એની પ્રેમક્રીડા યાદ આવવા લાગી. એના દિલમાં એના પ્રેમની કુંપળો ફૂટવા લાગી. પછી એકદમ જ જાણે વિચાર આવ્યો કે ના ના એ હવે એક છોકરાની મા છે. અને હું ફરી મારી સાથે પ્રેમ કરવાનું કેવી રીતે કહું?હવે એ પણ નહીં મને.પાછું બીજી બાજુ એમ પણ વિચાર આવે છે કે એમાં ખોટું શું છે એ પણ એના પ્રેમના લીધે જ અત્યાર સુધી લગ્ન ના કરી શક્યો અને કોને કીધું કે વિધવા ને ફરી જીવન જીવવાનો અધિકાર નથી. ને રહી વાત એના બાળક ની તો હું એના બાળકને પણ અપનાવવા તૈયાર છું મને મારી એકલતા નો સહારો મળી જશે ને જે પૂજા સાથે ની મારી પ્રેમ કહાની અધૂરી રહી હતી એ પણ પૂરી થઈ જશે. પણ શું પૂજા માનશે ખરા.રોહિત ઊંડા વિચારમાં પડી ગયો ત્યાં જ એના મોબાઈલમાં કોઇનો મેસેજ આવ્યા ને જોયું તો પૂજા નો જ મેસેજ હતો અને રોહિત નો તો ખુશીનો પાર ન રહ્યો...

પૂજા:- hi રોહિત..

રોહિત:-અરે પૂજા હાય! કેમ છે ?કેવું રહ્યું આજનું તારો ઇન્ટરવ્યૂ જોબ મળી કે નહીં?

પૂજા,,:-ઇન્ટરવ્યૂ કંઈ ખાસ ના હતું જોબ તો ન મળી પણ હું હજી બીજી ટ્રાય કરું છું...

રોહિત:-તું કહે તો હું તારી કાંઈ મદદ કરું?

પૂજા:-તારી પાસે છે કોઈ જોબ મારા માટે તને તો ખબર જ છે ને કે બી.કોમ પછી મેં Telly નો કોર્સ કર્યો છે પણ એના આધાર પર જોબ મળવી મુશ્કેલ છે તારી પાસે મારા લાયક કઈ જોબ હોય તો પ્લીઝ મારી એટલી help કર ને..

રોહિત:-હા જરૂર તારી help કરીશ પણ એક શરત પર..

પૂજા:-શું શરત?

રોહિત:-તારે મને મળવું પડશે એ પણ એ જ રેસ્ટોરન્ટમાં જ્યાં આપણે પહેલા મળતા હતા...

પૂજા થોડી મુંઝાય છે એ થોડા સમય ભૂતકાળની યાદો વાગળવા લાગી...
રોહિત:-અરે પૂજા શું થયું ?જવાબ તો દે મળ્યા વગર હું તારી મદદ કેમ કરું?

પૂજા:-એકદમ સ્વસ્થ થઈને કહે છે ઠીક છે તો કાલે સાંજે ચાર વાગ્યે મળીએ એ જ રેસ્ટોરેન્ટમાં.

રોહિત:- ok તો મળીએ ચલ bye good night..

Pooja:-ok bye good night..

બીજા દિવસે બંને પોતાના નક્કી કરેલા સમયે એજ રેસ્ટોરન્ટમાં મળ્યા જ્યાં પેલા એ લોકો મળતા હતા.બન્ને જણાએ coffee મંગાવી ને પોતાના પરિવાર વિશે ખૂબ સારી વાતો કરી.પૂજા એ એના લગ્ન તેના પતિ ને બાળક વિશે વિગતવાર બધું કહી દીધું. જાણે બે જૂના મિત્રો એક બીજા સમક્ષ પોતાનું દુઃખ ઠાલવી રહ્યા હોય તેમ મનનો બધો જ ભાર હળવો કરી દીધો. રોહિત અચાનક પૂજા ને કહે છે કે પૂજા તને યાદ છે? આ રેસ્ટોરન્ટ આપણા મિલનની આ જગ્યા યાદ છે તને?

પૂજા:-હા રોહિત એ દિવસો પણ કંઈ ભુલાય એમ હતા!..

રોહિત:-સાચુ કે જે પૂજા તને ક્યારે મારી યાદ નોતી આવતી?..

પૂજા:-રોહિત યાદ તો આપણે એને કરીએ છીએ જેને આપણે ભૂલી ગયા હોય. તું મારો પ્રેમી પછી એ પહેલા આપણે ખૂબ જ સારા મિત્રો હતા કદાચ હું મારા પ્રેમીને ભૂલી જાવ પણ મારા મિત્રને થોડું ભૂલી જાવ.ને તને મારી યાદ આવતી કયારેય?

રોહિત:-હું તો મારી મિત્ર ને પ્રેમિકા બને ને નથી ભુલ્યો.પૂજા શું તું તારું જીવન ફરી મારી સાથે વીતાવીશ.હું માનું છું કે તારા પતિને ગયે આજી એક જ વર્ષ થયું છે પણ આમ વિધવા તરીકે
નું જીવન ખૂબ જ કઠિન છે ને હું તો તારા બાળકને પણ અપનાવવા તૈયાર છું.શું તું મારી જીવનસંગિની બનીશ?

પૂજા:-રોહિત શું કહે છે તું આ અશક્ય છે હવે હું આમ મારા બાળકની જવાબદારી તારા પર કેમ નાખું.અને મારા મમ્મી પપ્પા એ લોકો ક્યારેય રાજી નહિ થાય..

રોહિત:-એમાં તકલીફ શું પૂજા આપણે બંને મળીને બાળકને ઉછેરશું.ને મને કોઈ વાંધો નથી તો પછી તને શું વાંધો છે હું બાળકનો પિતા નથી પણ એક પિતા તરીકેનો પ્રેમ જરૂર આપીશ...

પૂજા:-ના રોહિત લોકો શું કહેશે? ને મારા મમ્મી પપ્પા તો માનસે જ નહીં..

રોહિત:-જો તું હા કહે તો હું એક વાર તારા પપ્પા ને મનાવવાની કોશિશ કરું તું કહે તો હું મારી cousin sister ને લઈને આવું તારા મમ્મી પપ્પાને સમજાવા. ને રહી વાત તો આ સમાજ ની તો આ સમાજ થોડો ટાઈમ વાતો કરશે પછી બધું ભૂલી જશે અને સમાજનું વિચારીને જીવવાનું થોડું ભૂલી જવાય છે પૂજા please આ વખતે એકવાર મને ચાન્સ આપ મને મારી અધુરી કહાની પુરી કરવી છે પ્લીઝ મને સાથ આપ...

પૂજા:- આમ અચાનક કેમ તને હા પાડી દવ મને વિચારવાનો સમય તો આપ..

રોહિત:-સારુ હું તને કાલ સવાર સુધી નો સમય આપું છું તારે આજે નહીં તો કાલે કોઈ સાથે તો લગ્ન કરી જીવનમાં આગળ વધવું જ પડશે. તો કોઈ બીજા સાથે લગ્ન કર એના કરતાં આપણે આપણો અધુરો પ્રેમ જીવી લઈએ. લે આ મારું કાર્ડ છે આમાં મારો નંબર છે જો તારી હા હોય તો તું સવારે મને એક good morning નો મેસેજ કરજે હું તારો જવાબ સમજી જઈશ...
આટલી વાત કરીને બન્ને છુટા પડ્યા પૂજા આખી રાત રોહિત વિશે વિચારતી રહી.મને મન માંએક અજીબ કશ્મકશ હતી. એને એની મમ્મીની કહેલી એક વાત યાદ આવી "બેટા પૂજા તું ક્યાં સુધી આમ રહીશ. હવે તો તારા પતિને ગયે એક વર્ષ ઉપર થવા આવ્યું અને હવે અમારી પણ ઉંમર થઈ ગઈ છે તું અમારું એક નું એક સંતાન છો અને અમારા ગયા પછી તારું કોણ આ દુનિયામાં.આજ નહીં તો કાલે ત્યારે ફરી લગ્ન કરવા જ પડશે ને અને આજી તારી ઉંમર પણ નાની છે અને આપણી કાસ્ટ માંથી ઘણા સારા છોકરા ની વાત પણ આવે છે શ્રીમંત ઘરના છોકરાઓ તારા બાળકને આપવા પણ તૈયાર છે તો એકવાર હા તો પાડ બેટા"..

પૂજા:-માં પણ શું એ શ્રીમંત ઘરના છોકરા ઓ મારા દીકરાને પિતાનો પ્રેમ આપી શકશે એ વાતની ગેરંટી કોણ લેશે? બસ આમ જ તેનાં મમ્મી-પપ્પાને ચૂપ કરાવી દેતી..

પૂજા આખી રાત રોહિત એ કહેલી વાતો વિચારતી રહી. પૂજા રોહિત ને સારી રીતે ઓળખતી હતી તેને ખબર હતી રોહિત જેવો માણસ ક્યારેય પોતાના વાત પરથી ચૂકે નહીં. ને મારા દીકરાને રોહિત જેવા પ્રેમાળ પિતા મળે તો ખરેખર મારું જીવન ધન્ય થઈ જાય.....

બીજા દિવસે સવારે પૂજાએ રોહિતને હા પાડવાનું નક્કી કરી લીધું. અને ઊઠીને તરત જ રોહિતને good morning નો મેસેજ કર્યો. રોહિત પૂજા નો મેસેજ વાંચીને તરત જ મલકાયો. બંને એ મેસેજ માં થોડી વાતો કરી અને નક્કી કર્યું કે આજે રાતે તે પૂજાના પપ્પા ને મળવા આવશે..

રોહિત પોતાના ઓફીસે જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યાં અચાનક જ એને વરુણ યાદ આવ્યો એને થયું લાવને વરુણ ને call કરીને બધું જણાવી દઉં. એને વરુણ ને call કરીને બધી વાત વિગત સર કહી દીધી. વરુણ તરત જ ઉત્સાહથી બોલી પડ્યો "અરે વાહ રોહિત આ ખૂબ જ સારા સમાચાર છે.સારું કહેવાય કે પૂજા એ તને ફરી લગ્ન કરવાની હા પાડી દીધી. ને તારી વાત સાચી છે દોસ્ત પૂજા ને પૂરો અધિકાર છે પોતાનું જીવન નવેસરથી જીવવાનનો.અને જો તું કહે તો હું પણ પૂજાના પપ્પા ને મનાવવા તારી મદદ કરવા આવું.કોને ખબર આ વખતે મને અંદરથી એવી ભાવના જાગે છે કે એના પપ્પા માની જશે દોસ્ત તારી પ્રેમ કરવાની જરૂર પૂરી થશે....

રોહિતે કહ્યું ઠીક છે તો આજે રાતે તું હું ને મારી cousin sister સીમા પૂજા ના પપ્પા ને મનાવવા જશું..
રાતના 9:00 વાગે રોહિત વરુણ અને તેની બહેન સીમા ને લઈને પૂજાના ઘરે પહોંચી ગયો પૂજાના પપ્પા સતિષભાઈ રોહિત ને જોઈને જ ઓળખી ગયા એમને થોડો ગુસ્સો આવ્યો પણ કંઈ બોલ્યા નહીં ઘરે આવેલા મહેમાનને માનથી સત્કાર આપ્યો "આવો બેસવા"..
પૂજા બધા માટે પાણી લઈને આવી થોડીવાર તો કોઈ કંઈ જ બોલ્યું નહીં વાત કરવાની ક્યાંથી શરૂઆત કરવી એ જ ખબર ન પડી છતાં રોહિતે ખોંખારો ખાતા કહ્યું અંકલ હું તમારી દીકરી પૂજા સાથે લગ્ન કરવા માંગુ છું..

સતીષ ભાઈ:-શું તમને ખબર તો છે કે મારી દીકરી વિધાતા છે..

રોહિત:-તો શું થઈ ગયું. Uncle એ વિધવા છે તો શું એને જીવવાનો કોઈ હક નથી અને હું એના બાળકને પણ અપનાવવા તૈયાર છું..

સતિષભાઈ:-એવું નથી હું ખુદ ચાહું છું કે મારી દીકરી બીજા લગ્ન કરી જીવન માં આગળ વધે.પણ તમારી કાસ્ટ અલગ છે મારા સમાજમાં મારે શું મોઢું બતાવું..

રોહિત:-કયા સમાજની વાત કરો છો uncle એવા સમાજની શું ચિંતા કરવાની કે જે તમારા મોઢા પર મીઠું બોલે અને પીઠ પાછળ વાતો કરે સમાજનું વિચારશો તો તમારી દીકરીને ખુશીઓ નું ક્યારે વિચારશો? અને સમાજ તો થોડો ટાઈમ વાતો કરીને ભૂલી પણ જશે.

સતિષભાઈ થોડું વિચારીને બોલ્યા પણ તમારા મમ્મી પપ્પા ક્યાં છે?

રોહિત:-મારા માતા પિતા એક accident માં મૃત્યુ પામ્યા છે હું ઘરમાં એકલો જ રહું છું મારે travel નો business છે પોતાનું ઘર છે ને મારો પરિવાર મારી બહેન સીમા અને આ મારો મિત્ર બસ બે જ છે ને હું તમને ખાતરી આપું છું કે તમારી દિકરીને તેના બાળક ને ખુશ રાખીશ..
વરુણ અને સીમા પણ સતીશભાઇ ને પોતાની રીતે સમજાવવાની કોશિશ કરી. સતિષભાઈ વિચારમાં પડ્યા પછી બોલ્યા મારે મારી દીકરીની મરજી જાણવી છે સતિષભાઈ એમની દીકરી તરફ જોઈને પૂછયું બેટા પૂજા તારી શું મરજી છે?

પૂજા:-પપ્પા તમે જ કહેતા હતા ને કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ અને રોહિત ને હું સારી રીતે ઓળખું છું મારા બાળકને એના જેવો પ્રેમાળ પિતા મળશે તો મારું જીવન ધન્ય થઇ જશે...
દીકરીની વાત સાંભળીને, બધાના સમજાવ્યા પછી સતિષભાઈ માની ગયા. બધા ખુશ ખુશ થઈ ગયા રોહિત નો રોમ રોમ ખુશી થી છલકાતો હતો. બધી ચર્ચા કર્યા પછી નક્કી થયું કે એક મહિના પછી કોર્ટમાં બંનેના લગ્ન કરી દેવામાં આવશે..
એક મહિના પછી...
રોહિત સવારે 9:00વાગે ફટાફટ પૂજાએ પસંદ કરેલી શેરવાની પહેરીને કોર્ટમાં પહોંચી ગયો ત્યાં પહોંચીને જોવે છે તો વરુણ અને બહેન સીમા પહેલેથી ત્યાં પહોંચી ગયા હતા વરુણ રોહિત ને જોઇને બોલ્યો.

વરુણ:-જોયું લગ્ન તારા છે પણ તારા કરતા ઉત્સાહ અમને વધારે છે તારી પહેલા આવી ગયા ક્યારના તારી રાહ જોઈએ છીએ...

રોહિત:-હા પણ આ પૂજા ને એના મમ્મી પપ્પા ક્યાં રહી ગયા.

એટલા માં પૂજા પણ એના મમ્મી પપ્પા સાથે ત્યાં આવી પહોંચી.રોહિત તેને દુલ્હન ના કપડા માં જોતો જ રહી ગયો. પૂજા એકદમ એની પાસે આવીને બોલી અરે રોહિત! ક્યાં ખોવાઈ ગયો શું જોઈ છે ક્યારનો.

રોહિત:- કાઈ નય તું આજે બહુ સુંદર લાગે છે.

પૂજા:-અચ્છા!( પૂજા શરમાય છે)

એટલામાં અંદરથી પૂજા અને રોહિતના નામની બૂમ આવે છે બધા અંદર જાય છે અને કોર્ટની લગ્ન વિધિ પતાવી છે રોહિત પૂજા નો હાથ પકડી ને કહે છે આજે મારી અધુરી કહાની પુરી થઈ ગઈ...

આજે રોહિત પૂજા અને એના બાળક સાથે ખુશીથી પોતાનો ઘરસંસાર મણે છે....

વાર્તા અહીં સમાપ્ત 🙏

આ વાર્તા વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. જો વાર્તા લખવા માં મારી કોઈ ભૂલ થતી હોય તો મને જણાવવા વિનંતી. તમારો કીમતી અભિપ્રાય આપવા બદલ આભાર..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED