લાગણી ની હુંફ Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ની હુંફ

મારી પહેલી સ્ટોરીને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર🙏

નિશાંત એક સામાન્ય પરિવારનો ખુબ જ સીધો અને સરળ છોકરો છે દેખાવે સામાન્ય પણ તેનો ઉદાર અને હસમુખો સ્વભાવ અને બધા સાથે આત્મીયતાથી જોડાઈ જાય. તેના પરિવાર માં તેના મમ્મી સુશીલા બહેન અને નાની બહેન રીમા એમ 3 જણા નો નાનો અને સુખી પરિવાર. અને એના પિતાજી તો નિશાંત 18 વર્ષનો હતો ત્યારે જ હૃદય ની બીમારી થી ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. ત્યારથી જ જાણે તેના મમ્મી અને નાની બહેન ની જવાબદારી નિશાંત પર જ આવી ગઈ હતી.
નિશાંત એક કોલસેન્ટરમાં જોબ કરતો હતો. એક દિવસ એણે એક કંપની તરફથી એક ફોન જોડ્યો અને સામે પક્ષે એક 55 વર્ષના હર્ષદ ભાઈ એ ફોન ઉપાડ્યો..

નિશાંત કઈ બોલે એ પહેલા જ હર્ષદભાઈ બોલ્યા:-અરે દીકરા અંકિત ક્યાં છો બેટા તું? કેટલા દિવસ થઈ ગયા?તું તો તારા બાપને ભૂલી જ ગયો છે દીકરા! તું તો મને મળવા પણ નથી આવતો દીકરા!. હવે જલ્દી આવ તારો બાપ તારી રાહ જોવે છે. હર્ષદભાઈ ના પત્ની આ બધું જોઈ જાય છે કે તેમના પતિ કોઇ સાથે ફોન માં વાત કરે છે એ એકદમ જ હર્ષદભાઈ ના હાથમાંથી ફોન લઈ લે છે અને કહે છે હાલો કોણ બોલો છો ?..
સામેથી નિશાંત કહે છે કે હું કોલ સેન્ટરમાંથી બોલું છું મેડમ!.

ત્યાં જ હર્ષદભાઈ ના પત્ની મંજુબેન તેને અટકાવતા કહે છે સોરી હો ભાઈ! મારા પતિની માનસિક સ્થિતિ થોડી નબળી છે અમારા દીકરા ની વિદાય પછી એના મગજ પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જેનો પણ ફોન આવે એની સાથે પોતાનો દીકરો સમજી ને વાત કરવા લાગે છે સોરી હો!માફ કરજો..

નિશાંત:-અરે ના ના બેન !એમાં શું સોરી હું તમારી વાત સમજી શકું છું પણ તમારો દીકરો છે ક્યાં?

મંજુબેન:-ભાઈ મારા દીકરાએ એક વર્ષ પહેલા આત્મહત્યા કરી ને અમને બધા ને અચાનક છોડી ને ચાલ્યો ગયો છે..
આટલું કહેતા મંજુબેન ની આંખો ભરાઈ આવે છે ને તરત ફોન કટ કરી નાખે છે..

નિશાંત નું મન લાગણીથી ભરાઈ જાય છે.એકદમ જ એને એ પતિ પત્ની પ્રત્યે આત્મીયતા થી જોડાઈ ગયો એ વિચારવા લાગે છે કે કેવી અજીબ છે આ દુનિયા અહીંયા કોઈ બાપના પ્રેમ માટે તરસે છે તો કોઈ દીકરાના વાત્સલ્ય માટે તરસે છે. એ સાંજે જોબ માંથી છૂટી ઘરે જાય છે ત્યારે તેનું મન ખૂબ જ ઉદાસ અને બેચેન હોય છે ત્યારે નિશાંત નો ઉદાસ ચહેરો જોઈને તેના મમ્મી સુશીલા બહેન તરત જ પૂછે છે કે શું થયું બેટા તું કેમ આજે આટલો ઉદાસ છે? નિશાંત એ સાંજે બનેલી ઘટના નું વર્ણન વિગતવાર કરે છે અને એની મમ્મી પણ એને એ જ કહે છે કે "હા બેટા આ દુનિયામાં કોઈ સંપુર્ણ સુખી તો છે જ નહીં બધા કોઈને કોઈ દુઃખ થી પીડાય છે અને દીકરા ભગવાન બધા ને બધું આપે ને તો દુનિયા ભગવાન ને ભૂલી જાય સુખ દુઃખ જીવન નો ભાગ છે એનું નામ જ તો જિંદગી છે..

નિશાંત:- મમ્મી તને પણ પપ્પા ના ગયા નું બહુ જ આઘાત લાગ્યો હશે ને?..મને ખબર છે કે તું ક્યારેય કઈ બોલતી નથી .પણ મારા પપ્પા ની ખોટ તને આજે પણ બહુ જ સાલવતી હશે ને?..

નિશાંત ની મમ્મી સુશીલા બહેન એક નીશાસો નાખતા કહે છે કે :- હા બેટા મને પણ ખૂબ આઘાત લાગ્યો તો પણ મારી પાસે તું ને તારી નાની બહેન રીમા હતા એટલે હું એ આઘાત માંથી બહાર આવી શકી.અને સમય બધું ભૂલવી પણ દે છે આ જ વાસ્તવિકતા છે.અને આજે પણ એ પળ યાદ આવે તો દુઃખ તો થાય જ પણ પછી તમારા બંને નો હસતો ચેહરો જોવું ને એટલે હિંમત આવી જાય છે.સારું ચાલ હવે બહુ મોડું થઈ ગયું છે.તું હવે વધારે વિચાર નઈ કર.શાંતિ થી જમી લે અને જલ્દી સુઈ જજે હો દીકરા..
નિશાંત:- ok મમ્મી, પણ આ રીમા ક્યાં છે?

સુશીલાબહેન:- રીમા આજે એની friend ના ઘરે વાચવા ગઈ છે થોડા જ દિવસ માં એની exam ચાલુ થાય છે.

નિશાંત:- ohk મમ્મી ગુડ નાઈટ.

નિશાંત રૂમ માં જઈ ને સૂવાની કોશિશ કરે છે પણ એ તો હર્ષદભાઈ વિષે જ વિચારતો રહ્યો.તેને જાણવાની ઈચ્છા થાય છે કે એવું તો શું થયું હશે કે એમના દીકરા સાથે કે એને આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. નિશાંત એમને પૂછીને એમના દુઃખને વખોડવા તો નોતો માંગતો પણ હર્ષદભાઈ ને એકવાર મળવાની તેને ઉત્સુકતા જાગી હતી. નિશાંત ખુબ જ ભાવુક છોકરો હતો. એટલે એને થયું કે હર્ષદભાઈ ને એકવાર મળીને એમની સાથે વાત કરીને એમનું દુઃખ હળવું કરવા માં જો એ મદદરૂપ થઈ શકે એમ હોય તો સારું..

બીજા દિવસે નિશાંત કોલ સેન્ટરમાંથી ફોન નંબર ના આધાર પર ગમે તેમ કરીને હર્ષદભાઈ નું એડ્રેસ શોધી કાઢે છે અને 6:00 વાગે ઓફીસે થી છૂટી ને એ હર્ષદભાઈ ના ઘરે એમની મુલાકાતે જાય છે ગમે તેમ કરી ને ઘર ગોતી ને ઘરની ડોરબેલ વગાડે છે અને મંજુબેન ઘરનો દરવાજો ખોલતાં પૂછે છે કોણ? કોનું કામ છે ભાઈ?..
નિશાંત:- નમસ્તે માજી મારું નામ નિશાંત છે હું કોલ સેન્ટરમાં કામ કરું છું કાલે મેં તમને ફોન જોડ્યો હતો ને તમારા પતિ હર્ષદભાઈ એ મને પોતાનો દીકરો અંકિત સમજી ને વાત કરી હતી. મને એમને મળવાની ઈચ્છા થઈ એટલે હું અહીં આવ્યો છું. હું આવી શકું અંદર એવું વિવેક સાથે તે પૂછે છે.

મંજુબેન એ પ્રેમ થી નિશાંતને આવકાર આપ્યો. નિશાંત અંદર આવ્યો ને હર્ષદભાઈ પાસે ગયો. નિશાંતને જોતા જ જાણે નિશાંત માં હર્ષદભાઈ ને એના દીકરા ની છબી દેખાતી હોય તેમ એકદમ જ નિશાંતને ગળે વળગીને બોલ્યા "આવી ગયો આવી ગયો મારો દીકરો" હર્ષદભાઈ ને નિશાંત માં એનો દીકરો અંકિત દેખાઈ આવ્યો..

મંજુબેન અંદરથી પાણી લઈને આવ્યા અને નિશાંત ને બેસવાનું કહ્યું. નિશાંત એ કહ્યું કે સોરી માજી હું આમ અચાનક તમને જણાવ્યા વગર જ તમને મળવા આવી ગયો. પણ કાલે જ્યારથી મેં હર્ષદ ભાઈ સાથે વાત કરી હતી ત્યારથી જ મારું મન થોડું બેચેન થઈ ગયું હતું.ખરેખર એમના પ્રત્યે આત્મીયતા જાગી હતી. અને મારો અંતર આત્મા જાણે મને એમને મળવાનું કહી રહ્યો હોઈ તેમ હું તમારા ઘર સુધી ખેંચી આવ્યો. અને હા માજી હું જાણી શકું કે તમારા દીકરા એ આત્મહત્યા કેમ કરી હતી તમને વાંધો ના હોય તો જણાવશો મને.
માફ કરજો માજી હું તમને હેરાન કરવા નથી માંગતો પણ કદાચ મને કહી ને તમે તમારું દુઃખ હળવું કરી શકો છો.મને તમારો દીકરો જ ગણી ને વાત કરી શકો છો.

મંજુબેન એકદમ જ ભાવુક થઈ ગયા એમને પણ જાણે પોતાના મનનો ભાર ઠાલવવા નું કોઈ પાત્ર મળી ગયું હોય એમ મંજુબેનને પોતાના દીકરાની આત્મહત્યાની બધી જ વાત વિગતવાર કહી દીધી એમનો દીકરો ડોક્ટર ની પ્રેક્ટિસ કરતો હતો પણ એક છોકરીના પ્રેમમાં મળેલી નિરાશા એ તેને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબુર કરી દીધો હતો....

નિશાંત એકદમ જ બોલી ઉઠયો ઓહ!શું થઈ રહ્યું છે આ દુનિયામાં એક છોકરીના પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે જીવન ટૂંકાવી દેવાનું? અને માં બાપ ના પ્રેમ નું શું?આજ કાલના લોકો કેટલો આસાનીથી આત્મહત્યાનો નિર્ણય લઇ લે છે પરંતુ આત્મહત્યા કર્યા પછી તેના પરિવારજનો નું જીવન કેટલું મુશ્કેલ થઈ જાય છે એ તો કોઈ વિચારતું જ નથી.

મંજુબેન રડતા રડતા કહે છે કે હા દીકરા, તારી વાત સાચી છે.આજકાલના છોકરાઓ મા બાપનું તો વિચારતા જ નથી.માં બાપ ના પ્રેમ કરતા બીજી જ વ્યક્તિ નો પ્રેમ મહત્વ નો થઈ જાય છે જે માં બાપ પોતાના સંતાન માટે કેટલાક સપના જોવે છે એ જ સંતાન માં બાપ ના સપના પર પાણી ફેરવી નાખે છે.જે માં બાપ પોતાના સંતાન ને કેટલીક તકલીફો વેઠીને તેની બધી જ ઈચ્છા પૂરી કરે છે પણ એ સંતાન ને માં બાપ ની લાગણી ની તો કોઈ કદર કિંમત જ નથી હોતી.અંકિત ના ગયા પછી અમારી શું હાલત છે એ તો અમારું મન જાણે છે આ ઉંમરમાં દીકરાની લાઠી ની જરૂર પડે. આ ઉંમરે દીકરાનું હસતું રમતું પરિવાર જોવાને બદલે દીકરાના વિરહ નું દુઃખ સહન કરવું પડે છે. પણ દીકરા આ તો સારું છે એમની સરકારી નોકરી માંથી જે પેન્શન મળે છે એમાં અમારું ગુજરાન થઈ જાય છે.આટલું કહેતા મંજુબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે..

નિશાંત ખૂબ જ ભાવુક થઈને એમને આશ્વાસન આપવા લાગ્યો.હર્ષદભાઈ તો નિશાંતને જોઇને ખુબ જ ખુશ ખુશ થઇ ગયા હતા. એમને તો જાણે નિશાંત માં પોતાનો દીકરો દેખાતો હતો.એ પછી તો નિશાંત અવાર નવાર મંજુબેન અને હર્ષદભાઈ ને મળવા આવતો. નિશાંત ને પણ હર્ષદભાઈ પાસેથી પિતાની હુંફ મળવા લાગી.નિશાંતે હર્ષદભાઈ અને મંજુબેન ની પરિસ્થિતિ જોઈને પોતાના મિત્રો સાથે એક સંસ્થા ખોલવાનું નક્કી કર્યું જેમાં આવા નિરાશ થયેલા લોકો કે જે આત્મહત્યા તરફ જતા લોકો ને એક લાગણીની હુંફ મળે. આવા નિરાશ થયેલ વ્યક્તિઓ પોતાની પ્રોબ્લેમ કોઈપણ ભય રાખ્યા વગર કહી શકે પોતાનું મન હળવું કરી શકે. ને હર્ષદભાઈ અને મંજુબેન જેવા લોકો કે જે આત્મહત્યાથી પોતાની વ્યક્તિને ગુમાવી ચૂક્યા હોય એવા લોકોને પણ એમની સંસ્થા દ્વારા લાગણીની હુંફ મળે.

કહેવાય છે ને કે " ક્યારેક લોહી ના સબંધ થી જે લાગણી ની હુંફ મળવી જોઈએ એ આવા આત્મીયતા ના સંબંધો માં થી મળી રહેતી હોય છે"

આ કામગીરી માં નિશાંત અને તેમના મિત્રો નું બહુ મોટું યોગદાન હતું અને બહુ બધી સંખ્યા માં લોકો જોડાવા લાગ્યા અને આનંદ ની જાણે યુનિવર્સિટી બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો અને આજ નિશાંત ના જીવન નો લક્ષ્ય બની ગયો કે કોઈ ને પણ દુઃખી થવા દેવા નહીં અને દુઃખી થયેલા ને હસતા રાખવા.આ કાર્ય ને 1 વરસ જેવું થયું ત્યાં હર્ષદભાઈ ની માનસિક સ્થિતિ બહુ મજબૂત થઈ ગઈ જે ડોક્ટરો એ ના પાડી હતી કે એ ક્યારેય સાજા નહીં થઈ શકે. કોઈ દવા કામ નહીં કરે ત્યાં પ્રેમ કામ કરી ગયો અને આજ વસ્તુ હર્ષદભાઈ ને પણ સમજ માં આવી અને નક્કી કર્યું કે મારી સાથે જે થયું તે બીજા સાથે ક્યારેય થવા દેવું નહિ. અને આજે નિશાંત અને હર્ષદભાઈ એ બંને ભેગા મળી ને એ સંસ્થા સાંભળે છે.

એક ફોન માં જોડાયેલો સબંધ પેઢીયું સાથે જોડી દે છે અગર ભાવ અને પ્રેમ હોય તો ....

*જીવન માં તમને કોઈ સમજે તે અપેક્ષા રાખતા પહેલા તમે લોકો ની લાગણી ઓ ને સમજવાનું ચાલુ કરો અને બીજા ને પીડા થાય અને એ પીડા તમને થાય તો સમજવું ભગવાને માણસ બનાવા માં કોઈ ભૂલ નથી કરી ...*

*******************🙏સમાપ્ત 🙏*******************

🙏આભાર.. જય શ્રીકૃષ્ણ 🙏🌹