વિનાશ કાળે વિપરીત બુદ્ધિ Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

કહેવાય છે ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ ,જ્યારે માણસ નો ખરાબ સમય આવે છે ને ત્યારે ભલભલા બુદ્ધિશાળી વ્યક્તિ પણ મંદબુદ્ધિ સાબિત થઈ જાય છે. આપણા ઇતિહાસ માં પણ ઘણા એવા પુરાવા છે જે આ વાત ને સાબિત કરે છે.કહેવાય છે ને કર્મ ની ગતિ બહુ ન્યારી છે કર્મ કોઈ ને છોડતું નથી અને કર્મ ગમે તેટલો સમય વિતી જાય પોતાના કરતા ને શોધી જ લે છે. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મ નો ઉપહાસ થયો છે ત્યારે ત્યારે વિનાશ સર્જાયો છે.રામાયણ મહાભારત જેવા ધર્મ યુદ્ધો સર્જાયા છે.રાવણ જેવા જ્ઞાની મહાપુરુષ જે પોતે મહાદેવ ના પરમ ભક્ત હતા.ખૂબ જ શકતિશાળી પુરુષ હતા.એવા જ્ઞાની પુરુષ નો પણ જ્યારે કાળ પોકારે છે ત્યારે સીતા હરણ કરવા જેવી ભૂલ કરી બેસે છે. આપણ ને કોઈ કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે તો ક્યારે પણએ સફળતામાં કર્તાપણાનું અભિમાન ન કરવું જોઇએ.કર્તાપણાનું અભિમાન જ વિનાશ તરફ લઈ જાય છે રાવણને પોતાની શક્તિનો ખૂબ અભિમાન હતો અને અભિમાન માં જ એને સીતા માતાનું હરણ કર્યું હતું અને આખે આખી રામાયણ સર્જાઈ ને રાવણ ને તેનું અભિમાન વિનાશ તરફ લઈ ગયો. ઇતિહાસ ના પાનના ફેરવીએ તો જાણવા મળશે કે યુધિ્ઠિર જેવા ધર્મનિષ્ઠ અને બુદ્ધિશાળી વ્યક્તિ પણ કૌરવો સાથે ચોપાટ રમવા ની કુબુદ્ધિ સુજી.ને યુધિષ્ઠિરે પોતાના રાજપાટ સાથે પોતાની પત્ની પાંચાલી ને પણ દાવ પર લગાવી દીધી અને વિનાશ નોતર્યો.અહીંયા આપણે એક નાનકડી વાર્તા દ્વારા સમજીશું. વાર્તા કાલ્પનિક છે..

રવિ એક મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો.આમતો રવિ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ જ નિષ્ઠાવાન અને પ્રામાણિક હતો.પરંતુ નાની મુદતે વધુ સફળતા પ્રાપ્ત કર્યા પછી તેને તેની મેનેજર ની પોસ્ટ નું અભિમાન ઘણું.પોતાના થી નીચી ની પોસ્ટ પર કામ કરતા કરમચારીઓ સાથે તોછડાઈ થી વાત કરવી.હળાહળ અપમાન કરવું.પોતે જ કંપની ના કરતાં હરતા છે હંમેશા એવા જ અભિમાન માં રહે.પરંતુ પોતાનું કામ ખૂબ લગન એને મહેનત થી કરતો.એક દિવસ ઓફિસ માં એક દિશા નામ ની મહિલા કર્મચારી નો પ્રવેશ થાય છે.દિશા દેખાવ માં ખુબ જ રૂપાળી ને આકર્ષક લાગતી હતી.દિશા પોતે એક પરિણીત સ્ત્રી હતી. રવિ ને દિશા પેહલી નજર માં જ ગમવા લાગી હતી.પોતે પણ પરિણીત હોવથી એક આદર્શ પતિ હોવા થી પોતાની લાગણી ને દબાવી રાખતો.પરંતુ એક દિવસ જ્યારે દિશા એકલી તેના કેબિન માં આવી ત્યારે રવિ ને શું થયું કે એને એવું તો કુબુદ્ધિ સુજી કે એને દિશા ને પોતાના મન ની વાત કહી કે એ અને ખૂબ પસંદ કરે છે. ને દિશા ને એની સાથે શારીરિક સંબંધ રાખવા માટે કહે છે.દિશા આ વાત થી ખુબ નારાજ થઈ જાય છે ને રવિ ને એક લાફો મારી દે છે .રવિ આવેશ માં આવી ને દિશાનો હાથ પકડી ને પોતાની તરફ ખેંચે છે ને ધમકી આપે છે કે જો એ એની સાથે સંબંધ નહિ રાખે તો એને કંપની માંથી કાઢી મૂકશે.પોતે મેનેજર છે એટલે પોતાના થી નીચે કામ કરતા દરેક વ્યક્તિ એ એનો આદેશ માનવો જ જોઈએ એવું એનું કેહવુ હતું.પરંતુ રવિ ને એના મેનેરજ ની પોસ્ટ પર નું અભિમાન ખૂબ મોંઘું પડ્યું.પોતે મેનેજર છે એટલે કંઇ પણ કરી શકે એવા મિથ્યા અભિમાન માં એને પોતાનું બધું જ ગુમાવી દીધું.દિશા એ રવિ પર માનહાનિ નો કેસ કરી દિધો વાત મીડિયા સુધી પોચી ગઈ ને રવિ ને પોતાની મેનેજર ની પોસ્ટ તો ગુમાવી જ પડી પરંતુ એને જે આટલા વર્ષો માં ઈજ્જત કમાવી હતી એ પણ ગઈ.રવિ પોતાના ના કાર્ય પ્રત્યે ખૂબ નિષ્ઠાવાન ને પ્રમાણિક હોવા છતાં એને આવું કુબુદ્ધિ સૂઝી કે એને વિનાશ તરફ લઈ ગઈ.કેહવાય ને "વિનાશ કાળે વિપરીત બુદ્ધિ"
સારાંશ

ગમે તેટલા સારા વિચારો કે સારા કાર્યો હોવા છતાં જેનો વિનાશ નક્કી હોય ત્યારે વિચારો આપોઆપ વિપરીત થવા લાગે છે જે વિચારો વિનાશ નોતરવા માટે કાફી હોય છે.જ્યારે વ્યક્તિ નો કાળ પોકારે છે ત્યારે ઈચ્છા હોવા છતાં વ્યક્તિ સાચો નિર્ણય નથી લઈ શકતી.ત્યારે અચૂક બુદ્ધિ ઘાસ ચરવા જતી રહે છે એટલે જ તો કહ્યું છે કે ક્યારેય વ્યક્તિ ખરાબ નથી હોતો તેનો સમય જ ખરાબ હોય છે...

મિત્રો મારી book વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏મારા લખવામાં જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો જણાવવા વિનંતી આપના કિંમતી પ્રતિભાવ જરૂરથી આપજો... મારી બુકને રેટિંગ આપવાનું ભૂલતા નહીં...