Luck books and stories free download online pdf in Gujarati

નસીબ

મારા સસરા આમ તો સરકારી પ્રેસ માં જોબ કરતા હતા પરંતુ હવે એ રીટાયર્ડ થઈ ગયા છે. એટલે પોતાનો સમય કાઢવા માટે ઘરના કામમાં થોડી ઘણી મદદ કરે. બહારથી શાકભાજી લઇ આવવાનું, fruits લઈ આવવાનું, અનાજ કરિયાણું લઈ આવવાનું એવું દરેક નાના-મોટા કામ મારા સસરા જ કરે.એક દિવસ મારા સસરા ફ્રૂટમાં નારંગી લઈને આવ્યા મને નારંગી ખૂબ જ ભાવે એટલે હું એક્સાઇટેડ થઈને નારંગી લઈને ખાવા બેસી ગઈ પરંતુ જેવી નારંગી ફોલી તો અંદરથી ઈયળો નીકળી. એકદમ જ નારંગી ખાવાનો મારો મૂડ જ મરી ગયો. બહારથી એટલી સરસ દેખાતી નારંગી અંદર ખોલીને જોયું તો એમાં ઈયળો પડી હતી. મેં મારા સસરા ને કહ્યું કે આ તમે કેવી નારંગી લઈને આવ્યા છો આમાં તો ઈયળો પડી છે. તરત જ મારા સસરાએ હસતા હસતા કહ્યું કે હું તો નારંગી સરસ મજાની જોઈ ને જ લાવ્યો હતો. હવે અંદર થી ઈયળો નીકળશે એની મને શું ખબર હતી. હવે જેવા આપડા નસીબ બીજું શું.આપણા નસીબ મા ઈયળો લખી હશે. આ નસીબ શબ્દ સાંભળીને મગજમાં એકદમ જ કંઈક ચમકારો જેવું થયું અને વિચાર આવ્યો કે સાલું જિંદગીનું પણ કઈક આવું જ છે નઈ. ક્યાંક સાંભળ્યું હતું કે "આપણું જીવન રેડીયોની જેમ જ છે. જેમ રેડિયોમાં next song કયું આવશે એ કોઈ ને ખબર નથી હોતી તેમ જ આપણા જીવનમાં next મિનિટે શું થશે એ એક સરપ્રાઈઝ જ હોય છે. "Life is full of surprises" હોવી જોઈએ." આપણા નસીબ માં શું થશે શું નહિ થાય એ કંઈ જ ખબર નથી પડતી. આપણા નસીબ માં શું લખ્યું હશે એ કોઈને જ ખબર નથી. છતાં પણ આપણે બધા ભવિષ્યની ચિંતામાં જ જીવીએ છીએ. અને રાહ જોતા રહીએ છીએ કે ક્યારે આપણું નસીબ ખુલે અને આપણા જીવનમાં ખુશીઓનો વરસાદ વરસે. પણ સાલું શું છે આ નસીબ અને કેવી રીતે ખુલશે આપણા નસીબ." આપણા નસીબ એ તાળું છે જેની ચાવી ફક્ત અને ફક્ત આપણા કર્મો પાસે છે"

આપણા નસીબ એ જ આપણા કર્મોનું ફળ છે. કર્મોને આધીન જ આપણું નસીબ ઘડાયેલું હોય છે. મેં ઘણા એવા લોકોને જોયા છે જે પોતાના નસીબ ખુલવાની રાહ જોઇને બેઠા રહેતા હોય છે. અને નસીબ ના નામે રોતા રહેતા હોય છે ને કહેતા હોય છે કે આપણા નસીબમાં હશે તો મળશે. કે પછી એમ કહેશે કે આપણા નસીબમાં જ નથી, નસીબ જ ખરાબ છે સાલા. આપણા નસીબ નું તાળુ એ કર્મ રૂપી ચાવી થી જ ખુલે છે.

આ "નસીબ"એટલે આપણા ભૂતકાળમાં કરેલા કર્મોને આધારે આપણા જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કાંઈ જ ખબર નથી હોતી. અને જેને આપણે સ્વીકારવી પડે છે. સ્વીકાર કરવો જ પડે છે. જેના ઉપર આપણું કોઈ નિયંત્રણ જ નથી બસ આ જ છે "નસીબ". આપણી પાસે સફળ થવાના બે રસ્તા હોય છે.એક કે જીવન માં કર્મ ને આધારે જે નસીબ માં છે જેટલું છે તેટલું જ મળશે આ સ્વીકાર કરતા શીખી ગયા એટલે સમજો જીવન સફળ થઈ ગયું. અને બીજો કે નસીબ ને બદલતા શીખી જાવ.હા નસીબ પર નિયંત્રણ લાવવું પણ અઘરું નથી. નસીબ નું તાળું ખોલવા માટે પોતાના પર પૂરા આત્મવશ્વાસપૂર્વક જીવન માં કઈક કરી છૂટવાનો સાહસ કરવો પડે છે, સકારાત્મક પૂર્વક સાચા રસ્તે ખૂબ મહેનત અને આથાગ પ્રયત્નો કરવા પડે છે. પછી જુઓ આપણા નસીબનું તાળુ ખૂલતા વાર નહીં લાગે અને જે પરિણામ આવશે એ અદભુત હશે.

એક કહેવત છે કે બેસનાર નું નસીબ પણ બેસી રહે અને ઊંઘનાર નું નસીબ પણ ઊંઘી રહે એટલે કે જે લોકો પોતાના જીવનમાં નસીબ ખુલશે એની રાહ જોઇને બેઠા રહે અને કોઈપણ જાતનો પુરુષાર્થ જ કરે નહીં તેવા લોકોનું નસીબ પણ ઉંઘ્યા જ કરે. પરંતુ જીવન ના અંધકારમાં નસીબનું તાળુ તોડવા માટે સખત મહેનત ની સાથે ધીરજ પણ રાખવી જોઈએ. ઘણા લોકો સાચા રસ્તે સાહસ તો કરે છે પરંતુ પરિણામ સુધી પહોંચતા પેહલા જ હાર માની લે છે અને આપણા નસીબ મા જ નથી એવું કહેતા હોય છે.પરંતુ ભગવાને પણ એ નસીબ રૂપી ફળ આપવા માટેનો એક ચોક્કસ સમય નક્કી કરેલો હોય છે. અને જ્યાં સુધી તે સમય ના પાકે ત્યાં સુધી આપણે અથાગ મહેનત કરવી જ પડે છે..

આપણા નસીબ મા જે હશે તે થશે જ પરંતુ આપણા નસીબ ને ઘડનાર પણ આપણે પોતે જ છીએ. ઘણા લોકો ને આપણે કેહતા સાંભળ્યા છે કે મારા તો નસીબ જ ખરાબ છે.પણ જેવા કર્મ તેવા જ નસીબ.ખરાબ નીતિ થી કરેલા કર્મ નું પરિણામ પણ ખરાબ જ આવે છે પછી એમાં નસીબ નો શું દોષ.જેવા કર્મ તેવું જ તેનું ફળ...

હવે તમે લોકો એવું વિચારશો કે આમાં નારંગી નું ઉદાહરણ ક્યાં આવ્યું. શું મારા કોઈ ખરાબ કર્મ ના લીધે મારી નારંગી માંથી ઈયળો નીકળી હશે. ના ભાઈ ના આ તો નસીબ શબ્દ સાંભળતાં મન માં જે વિચાર આવ્યા એ ફક્ત તમારી સાથે શેર કર્યા . મારા સસરા એ તો એમ જ મજાક માં કહ્યું હતું😊

હવે તમે પણ આ બુક વાચી ને રેટિંગ અને તમારા કીમતી પ્રતિભાવ આપી દેજો જેથી મારા કર્મ નું ફળ મને મળી જાય ને મારા નસીબ નું તાળુ ખુલી જાય...મારી બુક વાચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏

બીજા રસપ્રદ વિકલ્પો