આપણો પરિવાર Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

આપણો પરિવાર

આપણા પરિવાર ને જય ભગવાન,
આપણે સૌ કોઈક ભગવાન મા તો માનતા હોયીશું જ, માનીલો કે એનું અસ્તિસત્વ નથી તો મને કહો કે કોણ છે જે આ સૃષ્ટિ ને ચલાવે છે, જન્મ થી લયી ને મૃત્યુ સુધી કઈ science પર જ આધારિત હોય તો આપણે perfect ભવિષ્યવાની કરતા હોઈએ ને, પણ એવુ થતું નથી, કેમ આપણી સાથેજ જ આવું થાય છે એવુ વારંવાર કહીયે છીએ જયારે દુખ માં હોઈએ ત્યારે, સુખમાં ક્યારેય આપણે એ શક્તિ ને યાદ કરીયે છીએ, દુઃખ ભગવાન નામની શક્તિ એ આપ્યું અને સુખ તો મારાં લીધે આવયું, ચાલો વાંચીયે આપણા માટે જ, પછી મને આની ટિપ્પણી કેહતા રહો, કોરોના માં લખવાનું ચાલુ કયુઁ છે, તમારા માંથી 30% લોકો મને પ્રતિભાવ કહે છે, બાકી badha ની પાસે સમય નથી એવુ બની શકે.
આપ સૌને વિશ્વ સંકટમય અને સંઘર્ષમય વર્ષ 2020 સફળતાપૂર્વક પસાર કરવા બદલ હાર્દિક અભિનંદન. ભગવાન પર ભરોસો, ઈશ્વર ની ઈબાદત, પ્રભુ નો પ્રેમ, અને પરમ કૃપાળુ પરમાત્મા એ પ્રદાન કરેલ પરમ શક્તિ વિકટ પરિસ્થિતિમાથી માનવ જીવન ને બહાર લાવવામાં મદદરૂપ થઈ છે. માનવ જાત ને કુદરત દ્વારા અપાર શીખ મળી છે॰ સાથ, સહકાર અને સમર્પણ ની અજોડ ભાવના જાગૃત થઈ છે. પ્રેમ. પરોપકાર અને પરિશ્રમ ની ચેતના નો સંચાર થયો છે. માણસ ને ઝૂમવાની સાથે ઝ્ઝુમવા નું સાહસ પણ હસ્તગત થયું છે. હૈયામાં હિમ્મત નો મન પ્રવેશ ચોક્કસ થયો છે. પરિવારમાં નૈકટ્ય નું પરમ પ્રાગટ્ય થયું છે.
નુતન વર્ષ 2021 નું આગમન આપ સૌ માટે નવજીવન, નવસંકલ્પ, નવરચના ની સાથે નવપલ્લિત રહે તેવી પ્રભુ પ્રાર્થના. અમુલ્ય જીવનયાત્રામાં સાથ, સથવારો અને સધિયારા ની એક-મેક ને ખાસ જરૂર છે. એક વ્યક્તિ કઈ કહી શકે, પરંતુ વ્યક્તિઓનો સમૂહ કે બે વ્યક્તિ સાથે હોય તો વાત કરી શકે, એક વ્યક્તિ મજા કરી શકે, જયારે સમૂહ ઉજવણી કરી શકે, એક વ્યક્તિ સ્મિત કરી શકે પરંતુ સમૂહ હાસ્ય નો ખજાનો પ્રદાન કરી શકે. કોઈ ચિંતક ની સુંદર અને સચોટ વાત.. જીવનમાં ખુશી આવે તો મીઠાઈની જેમ ચાખી લેવી અને જયારે ગમ કે દુખ આવે ત્યારે તે પણ દવાની જેમ ગ્રહણ કરી લેવું, હર સમય , હર પરિસ્થિતી નો સહજ સ્વીકાર જિંદગી ને સરળ અને નિર્મળ બનાવે છે॰
મિત્રો, જીવનમાં આપવું જ હોય તો કોઈ ને હસી શકે તેવો સમય આપજો, પરંતુ કદી વહાલમાં વીંટાળી ને વેદના ના આપશો. નવા વર્ષમાં જિંદગીમાં સંપૂર્ણ જીવન માટે પ્રેમ માં વિશ્વાસ, આશામાં સંતોષ, ભક્તિમાં ભાવ, વિચારોમાં ચિંતન, ભણતર માં ગણતર, પારિશ્રમ માં શ્રમ, નિયમિતતા માં નિયમ, સંબંધમાં આત્મીયતા અને પ્રભુ પ્રત્યે ની શ્રદ્ધા એમ નવ રત્નો સદૈવ આપની પાસે અને સાથે રહે તેવી શુભ કામના.

મિત્રો, નવા વર્ષ માં આપની કાર્યશીલતા સર્વોત્તમ અને સર્વશ્રેસ્ઠ રહે અને આપ સર્વપ્રિયતા પ્રાપ્ત કરો તે માટે નીચેના દસ સોનેરી નિયમ અપનાવશો તો સફળતા આપના કદમ ચૂમશે.

[1] એક સમયે એક કામ કરો અને તેને માણો.
[2] સમસ્યા ને જાણવાની કોશિષ કરો અને બહાર નકાલવાની કોશિશ કરો અથવા તેનો હલ શોધો.
[3] સાંભળવાની તૈયારી રાખો.Be good listner.
[4] જરૂર લાગે ત્યાં પ્રશ્નો પૂછો. શરમ ના રાખો.
[5] વિનય અને વિવેક ને અગ્રતા આપો.
[6] પરિસ્થિતી નો સ્વીકાર કરો, વાતાવરણ આપણે ત્યાંજ ઉદભવ નથી થયું, બધે જ છે.
[7] ભૂલ ને સ્વીકારતા શીખો અને મન ma યાદ રાખો.
[8] વ્યવહારમાં સરળતા અને સહજતા રાખો.
[9] શાંતિ અને ધીરજ ને અપનાવો.
[10] હમેશા નિર્ભય બનો અને સ્મિત પ્રદાન કરો.

આપ સૌ પરિવારજનો ને વર્ષ 2021 નિરામય આરોગ્ય સાથે સુખ, શાંતિ અને સ્મૃદ્ધિ અર્પે તેવી પ્રભુ પ્રાર્થના.

આશિષ શાહ
MADwAJS
9825219458
"સાગર "
Making a difference