પારૂલે જય ને ઘર મા પ્રવેશ તાની સાથે લોટરી ના ડ્રો ની વાત કરતા ની જ સાથે.. જય પોતનો પર નો કાબૂ ગુમાવી બેઠતા.. પારૂલ ની ચીંતા વધી જતા શું ખુશી નો આ માહોલ.. ફરીથી.. જય ને ઊભો કરી શકશે...
ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છ થી જય પોતાના કુટુંબ સાથે મુંબઈ આવતા ની સાથે પતિ પત્ની બંને જણા કામ ની શોધ મા નીકળી પડે છે
મહામુસીબતે જય ને કપડાં બજારમાં રોજીંદી નોકરી મળતા ની સાથે તે દિવસ ના રૂપિયા ૨૦૦ થી ૫૦૦ કમાઈ લેતો જય નું ગુજરાન શાંતિથી ચાલતું હતું ધીમે-ધીમે તેઓ મુંબઈની માયા નગરી ના રંગમાં રંગાઈ ગયા ની સાથે
અચાનક કાપડની મિલો માં હડતાલ થતા રોજીંદા કામ મંદ પડતા ની સાથે બંને પતિ પત્ની બચત ની રકમ માંથી માંડ માંડ ઘર નું ગુજરાન ચલાવતા હતા.
ત્યારે જય પોતાના મિત્ર અજય ને ત્યાં કામ માટે જાય છે.
જય ;- ભાઈ કપડા બજાર માં મંદી ના માહોલ વચ્ચે રોજીંદુ કામ મળતું નથી તારે ત્યાં કોઈ કામ હોય તો કેજે હું કરી લઈશ..
અજય:-અરે ભાઈ મારે ત્યાં તો કામ નથી પણ હું કોઈ ને ત્યાં કામ હશે તો જણાવીશ અને તું ચિંતા ન કર આ મોટા મોટા વેપારી એમજ નથી બન્યા અહીં કિસ્મત ચમકતા વાર નથી લાગતી જો આજે હું લોટરી લાવ્યો છું જે લાગે તો મારે ત્યાં કામ પાકું એવું કહી અજય હસે છે.
જય:- હસતા હસતા તો હું પણ લઈજ લવ લોટરી કેટલા ની છે ? અને કેટલા મળે લાગે તો ?
જય :- માત્ર દશ રૂપિયા ની છે અને પેલો ઇનામ દસ કરોડ નું છે.
જય લાલચ માં આવી લોટરી ખરીદી કરે છે.અજય ને પોતાના ઘરે જમવા જય આમંત્રિત કરે છે.
અજય :- ભાભી ને કહેજે મારો શનિવાર છે.બટાટા નો શાક જ બનાવે મારી માટે ...
જય અને અજય બને ઘરે જાય છે અને જય ના પત્ની ખુબ આદર થી જમાડે છે.જમતા જમતા લોટરી ની વાત જય તેની પત્ની પારૂલ ને કરે છે.અને લોટરી ની ટીકીટ સાચવી ને મુકવા આપે છે.
થોડા દિવસ બાદ મિલો ની હડતાલ પુરી થાય છે.કપડાં બજાર ધોમ--ધખાર ચાલું થાય છે જય ને પાછું મજૂરી કામ મળવાનું ચાલુ થાય છે.
એક દિવસ જય ની પત્ની લોટરી નો ડ્રો આવ્યા ના સમાચાર મળતા ની સાથે ટીકીટ ના નંબર જોવા જાય છે.પ્રથમ ઇનામ ના નંબર અને તેઓની ટીકીટ ના નંબર સરખા નીકળે છે.તે ખુશ થઈ જાય છે. જય ને પ્રથમ ઈનામ લાગ્યું પણ સાથે સાથે ગભરાય છે. જય ને આ સમાચાર મળતાં તેને ઝટકો લાગે ને કંઈ થઈ જશે તો .!!
આટલા બધા રૂપિયા ની ખુશી તે ખમી નહિ શકે તો જેવા વિચારો આવતા તે જય ના મિત્ર અજય પાસે જઈ બધી વાત કરે છે.
અજય :- ભાભી ગભરાવ માં તમારી વાત સાચી છે.મે એક ભાઈ ને લોટરી લાગતા ના સમાચાર મળતા તે ગાંડો થઈ ગયો હતો પણ આપણે જય ને ધીમે ધીમે આ વાત કહેશું તો તે સમજી શકશે.પહેલા એક કરોડ પછી બે કરોડ આમ ધીમે ધીમે સમજાવી ને કહેશું તો ઝટકો નહિ લાગે ચાલો હું આવું તમારા ઘરે..
જય મજૂરી કરી ઘરે આવતા અજય ને જોઈ ને પૂછે છે.કેમ ભાઈ અહીં ભુલા પડ્યા..!!
અજય :-તને ખુશ ખબરી આપવા આવ્યો છું ભાઈ તને એક કરોડ ની લોટરી લાગી છે.
આ સાંભળી જય ખુશી થી જુમે છે અને પોતાની પત્ની સામે ખુશ ખુશ થઈ ને જોય છે.
જય :- અજય મારા ભાઈ તુ આ સમાચાર લાવ્યો છે તો એક કરોડ ના પચાસ લાખ તારા આ વાત સાંભળતાજ અજય નો હૃદય બંધ થઈ જાય છે.આ ઝટકો અજય થી ખમાતો નથી થતું....
અર્થાત્ આ વાર્તા થી મારે કહેવાનું તાતપર્ય એવું છે કે પોતાને જ્ઞાની અને હોશિયાર બતાવતો વ્યક્તિ પણ છીછોરા હોઈ શકે અને અસાધારણ લાગતા અને શાંત વ્યક્તિ પણ બ્રહ્મ જ્ઞાની હોઈ શકે છે. બીજા ને સલાહ આપતા બૌદ્ધિક અને હોશિયાર વ્યક્તિ ને પણ એક સામાન્ય વ્યક્તિ આગાત આપી શકે છે માટે માત્ર વાણીવિલાસ થી લોકો ને નસમજવા જોઇયે ગણા વ્યક્તિઓ પોતાના વિચારો થી બીજા ને આંજી નાખતા હોય છે.પણ તેમનું વર્તન એમના વિચારો થી વિપરીત હોય છે.વ્યક્તિ ની ઓળખ માત્ર વાણી ની મીઠાસ નહિ પણ તેના વર્તન માં છુપાયેલી હોય છે.