જીવનભરની યાદ - એક સામાજિક સસ્પેન્સ પ્રેમકથા Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનભરની યાદ - એક સામાજિક સસ્પેન્સ પ્રેમકથા




"અરે બેટા, હવે તારે એક સાથીની જરૂર છે! હવે તારે મેરેજ કરી લેવું જોઈએ!" રૂપા ની મમ્મીએ એણે કહ્યું તો એણે તો રોજની જેમ જ ઇગ્નોર કરી દીધું.

"અરે કેટલી વાર સમજાવુ કે મારે મેરેજ નથી કરવા! હું પોતે સ્કુલ ટીચર છું... સારું કમાવું છું! મારે કોઈની જરૂર જ નથી!!!" રૂપાએ રાબેતા પ્રમાણે જવાબ આપ્યો.

"અરે, પણ તારે પણ તો સાથ જોઈએ કે નહીં?!" એની મમ્મીએ એને સમજાવવા ચાહ્યું પણ એ ના માની એ નહિ જ.

રૂપા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર, પણ કોલેજમાં સેકન્ડ યરમાં એના પર્સેન્ટાઇલ એકદમ ઓછા આવ્યા! કારણ કે એની મુલાકાત કોલેજમાં આકાશ સાથે થઈ!

રૂપાને હજી પણ બિલકુલ યાદ છે કે જ્યારે એ કોલેજમાં પહેલા જ દિવસે ગઈ હતી! ત્યારે એ આકાશ ની જ બાજુમાં બેસી હતી, બંનેની ફ્રેન્ડશીપ ખૂબ જ ચાલી હતી. પણ સેકન્ડ યરમાં તો કમાલ જ થઈ ગયો.

બન્યું કંઇક એવું હતું ને કે એક વાર સેકન્ડ યરમાં જૂન નો જ મહિનો હતો. વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો. એ સમયે કોલેજમાં તો બિલકુલ ઓછા વ્યક્તિઓ જ આવ્યા હતા. લેક્ચર અટેન્ડ કરીને બંને કેંટીન માં કોફી પીવા ગયા તો આકાશે એણે હળવેકથી કહ્યું, "હું તને પહેલા દિવસથી બહુ જ લવ કરું છું, યાર! બસ કહેવાની જ હિંમત નહોતી થતી!"

"સાચ્ચું કહું ને તો હું પણ તને ડે વન થી ચાહું છું, પણ લાગ્યું જ નહિ કે તું મને લવ પણ કરી શકું!" રૂપા પણ આશ્ચર્યમાં હતી.

એ પછી ના કોલેજના એ બંને વરસ રૂપાને જીવનભરની યાદ આપી જવાના હતા એની એણે ક્યાં ખબર પણ હતી?!

બંને ખૂબ જ કરીબી થઈ ગયા હતા. સાથે જ લખતા, વાંચતા, ખાતા અને ખૂબ જ વાતો કરતા. એમને તો એવું લાગતું કે સ્વર્ગ તો બસ આ જ છે! સ્વર્ગની કલ્પના આનાથી વધારે હોય જ ના શકે!

"યાર, મેરેજ તો આપને જોરદાર કરીશું!" આકાશે એકવાર એણે કહેલું.

"હા... પણ એ પહેલા આપને બંને સારી જોબ કરીશું! જ્યારે જોબ કરીશું ત્યારે જ મેરેજ પણ કરીશું!" રૂપાને એણે કહેલું.

"હા... બાબા! પહેલા જોબ પછી જ મેરેજ! ઓકે!" આકાશે પણ માન્ય રાખ્યું હતું.

કોલેજ પૂરી થઈ તો બંને એ જુદું થવું જ પડ્યું, ખરેખર તો બંને એ આપેલું વચન જ આડે આવી ગયું હતું!

"તું જરાય ચિંતા ના કર, હું તને કૉલ તો કરતો જ રહીશ! અને જે થાય એ પણ આપને મેરેજ કરીશું જ! હું તારા વિના કોઈ પણ બીજીને નહિ અપનાવું!" આકાશે કહેલું.

એ પછી તો શુરૂમાં તો ઘણી વાતો થતી હતી પણ એક દિવસ આકાશનો નંબર સ્વીચ ઑફ જ બતાવતો હતો. એ પછી તો કોઈ વાર નંબર લાગ્યો જ નહિ. શું એ એનાથી બહુ જ દૂર ચાલ્યો ગયો હતો?! આટલી બધી યાદ આપીને શું એ ખુશ હશે?! એ વિચારી રહી હતી.

પણ આ બધા ની વચ્ચે પણ એ એના દમ પર એક સ્કુલ ટીચર તો બની જ શકી કે એનું એ સપનું હતું, પણ જેની સાથે મેરેજ નું પણ સપનું જોયું હતું એનું શું?! શું આકાશે એણે ધોકો આપ્યો હતો?!

🔵🔵🔵🔵🔵

એના રોજિંદા ક્રમ પ્રમાણે જ એણે રજીસ્ટર માં પહેલા ધોરણમાં નવા આવેલ છોકરાઓના નામ લખવા ચાહ્યા તો એક નામ આગળ એ અટકી ગઈ અને એ નામ હતું - પ્રકાશ કુમાર આકાશ ભાઈ વાઘેલા.

"અરે નામ પણ સેમ અને અટક પણ!" એણે એક જ વારમાં અનેક દૃશ્ય એના મગજમાં ફ્લેશ થતાં જોવા મળ્યા.

"શું આ પ્રકાશ એ આકાશનો જ..." એ વિચારી રહી.

એણે પ્રકાશની પૂરી માહિતી કાઢી અને એના ઘરે જ જવાનું વિચાર્યું!

"મને જીવનભરની યાદ અપાવીને એ મારી સાથે આવું કેવી રીતે કરી શકે?!" એ પારાવાર ગુસ્સામાં જ હતી!

બસ ક્યારે કલ પડે અને એ આકાશના ઘરે જાય, એ બસ આ જ વિચારી રહી એટલામાં તો એનો ફૉન રણક્યો.

એણે કૉલ રીસિવ કર્યો. અવાજ ખૂબ જ પરિચિત હતો.

"સોરી યાર, આટલા દિવસ હું એક્ઝામ માં બીજી હતો એટલે તારી સાથે વાત ન કરી શક્યો, પણ હવે હું ડોકટર છું! આપને હવે મેરેજ કરી શકીએ છીએ!" એણે કહ્યું તો રૂપાની બધી જ તકલીફો બધા જ દર્દ અને બધી જ યાદો એકસામટા એક જ વાત તરફ ઈશારો કરી રહ્યા હતા કે છેવટે આકાશ એનો જ આકાશ છે.

"ડફ્ફર! કૉલ નથી કરાતો!" કહીને રૂપા તો એની ઉપર વરસી જ પડી.

"અરે બાબા, તુંયે જ તો કહેલું કે પહેલા પઢાઈ પછી પ્યાર! હું તને સરપ્રાઇઝ પણ આપવા માગતો હતો!" એણે વાત સમજાવી.

એ રાત્રે રૂપાની મમ્મી પણ ખૂબ જ ખુશ હતી અને આ બાજુ આકાશની મમ્મી પણ કેમ કે બંને એ ઉંમરના એક પડાવ બાદ લગ્ન કરવા માટે હા કહી દીધી હતી!