લવ બાઇટ્સ - પ્રકરણ-5 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-5

લવ બાઇટ્સ
પ્રકરણ-5
સ્તવનનાં ઘરે પૂજારીજી આવેલાં અને સ્તવન માટેની એમને જે કુંડળી જોઇ સ્ફુરણા થઇ હતી એ માણેકસિંહ સાથે વાત કરી રેહલાં. એમણે કહ્યું આજ સુધી મેં એની કુંડળી કેટલીયે વાર જોઇ અભ્યાસ કરેલો એની બિમારીનાં ઇલાજ માટે આપણે વિધી અને દોરાં ધાગાં કરેલાં પણ આજે જે સ્ફુરણાં થઇ હતી એ પહેલાં કદી નથી થઇ મને એવું દેખાયુ કે સ્તવન જયપુર એકલોજ જશે તમે નહીં જઇ શકો અને થયુ પણ એવું કુદરતનું કરવું તમને ઇજા થઇ તમે એની સાથે ના જઇ શક્યાં એટલે સ્ફુરણા પર વિશ્વાસ બેઠો એટલે તમને વાત કરવા આવી ગયો.
માણેકસિંહે કહ્યું "બાપજી પણ ગતજન્મની વાત તો તમે કદી કરી નથી મારાં દીકરાને કંઇ નુકશાન તો નહીં પહોચેને મેં એને અજાણ્યાં શહેરમાં એકલો મૂકેલો છે. મને હવે ચિંતા પેઠી છે તમારી વાત સાંભળીને...
પૂજારીએ કહ્યું "એનું ભવિષ્ય ઉજળું છે ચિંતા ના કરો કોઇ પણ એની સાથે એવાં અનુભવ થશે પછી પીડામાંથી મુક્તિ મળી જશે તમને એનાં સમાચાર મળી જશે ગત જન્મનું કોઇ ઋણ છોકરાએ ચૂકવવાનું છે એ નક્કી.
માણેકસિંહ અને ભંવરીદેવી બંન્ને ચિંતામાં પડી ગયાં એમણે કહ્યું "હજી આજે તો ગયો છે... ઇશ્વર એની રક્ષા કરે. ભંવરીદેવીની આંખમાં આંશુ આવી ગયાં એ બોલ્યાં પૂજારીજી કંઇ પીડા થવાની એને તો એની રાહ જોવાની ? એનો ઉપાય ?
પૂજારીએ કહ્યું "ક્યારે શું થશે ખબર નથી પણ એટલી ચોક્કસ ખબર છે કે એ પીડામાંથી મુક્ત પણ થઇ જશે તમને હું ચિંતામાં નાંખવા નથી આવ્યો પણ અચાનક કોઇ ખબર આવે તમે ગભરાવ નહીં એટલે કહેવાં આવ્યો છું બધું મહાદેવનાં હાથમાં છે હમણાં કઈ નહીં થાય તમે ઉતાવળ કરી દોડી ના જશો.. યોગ્ય સમય આવે હું કહીશ. સાચું કહું સ્તવનનાં જવાનાં સમાચાર અને તમે ના જઇ શક્યાં એ જાણ્યાં પછી તમને કીંધા વિના ના રહી શક્યો. નાનેથી મોટો મારી નજર સામે થયો છે એટલે એનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે એનાં અનેક ઉપાય મારી સાક્ષીમાં કર્યા છે હવે પીડાની મુક્તિજ છે એટલે ચિંતા ના કરશો....
**********
સ્તવન જયપુર ઉતરીને સીધો રાજમલ ચૌહાણની દુકાનેજ પહોંચ્યો. રાજમલસિંહે એને જોઇનેજ આવાકાર્યો અને કહ્યું "આવ દીકરાં હું તારીજ રાહ જોતો હતો. તારી ટ્રેઇન આવવાનો સમય મને ખબર હતી તને લેવા આવવાનો વિચાર કરેલો પણ માણેકસિંહે કહ્યું કે બધું જોયુ છે. આમ પણ તું આવી ગયેલો છે અને હવે તો જયપુર રહેવાનું છે એટલે મને થયું ભલે એકલો આવતો તને રસ્તાની અને બધી શહેરની ભૂગોળ પણ સમજાઇ જશે.
સ્તવન એમને પગે લાગ્યો અને બોલ્યો "કાકા આમતો થોડું ઘણું જોયુ છે અને હમણાં થોડો વખત પહેલાંજ ઇન્ટરવ્યુ માટે આવેલો ત્યારે રસ્તાની તો ખબર જ હતી. ઓટો પકડીને સીધો અહીં આવ્યો છું.
રાજમલસિંહે કહ્યું કંઇ નહીં બેસ અને માણસને કહ્યું ચા પાણી પીવરાવ સ્તવનભાઇ ને પછી બોલ્યાં હમણાં આપણે સાથેજ ઘરે જઇએ છીએ તારાં રહેવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી તારે મારી સાથેજ રહેવાનું છે. મારાં મિત્રોને કહી રાખ્યુ છે તારાં લાયક મકાન શોધવા માટે... આમતો મારુ ઘર તારુંજ છે પણ તમે છોકરાઓ એકલા રહો તો તૈયાર થાય અને ઝડપથી જીવનમાં ગોઠવાઇ શકો.. તું આરામ કર હું થોડું કામ નીપટાવી લઊં પછી ઘરે જઇએ. જમીને બધી શાંતિથી વાતો કરીશું.
સ્તવને કહ્યું ભલે કાકા એમ કહીને ત્યાં દુકાનમાં બધી મૂર્તિઓ જોતો હતો અને રાજમલકાકાએ કહ્યું એમાં મોટા ભાગની તારાં પિતાએ બનાવેલી છે અને અમુક તૈયાર માલ ઉદેપુર અને જોધપુરથી આવે છે. લે આ મેગેઝીન વાંચ તારો સમય જશે ત્યાં સુધી કામ નીપટાવી લઊં.
રાજમલ ચૌહાણ એમનાં કામમાં પરોવાયા અને સ્તવને મેગેઝીનમાં પાનાં ફેરવવાં માંડ્યાં. રાજસ્થાનની ટુરીસ્ટ પ્લેસ બધી જોઇ રહેલો અને એની નજર એક ફોટાં પર પડી અને એને ધારીને જોવાં લાગ્યો એને થયુ હું આ જગ્યાએ જઇ આવ્યો છું એ ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યો એણે નીચે સ્થળનું નામ વાંચ્યુ એમાં લખ્યુ હતું એ સ્થાનનું નામ દસવાર વાંચી ગયો. એ યાદ કરવા માંડ્યો કે અહીં હું ગયો છું ?
ત્યાં રાજમલસિંહ કામ પરવારીને તૈયાર થઇ ગયાં એમનાં માણસ અને ગુમાસ્તાને કહ્યું "અમે જમીને આવીયે છીએ એમ કરી માણસને સ્તવનનો સામાન એમની કારમાં મૂકવા કીધો. માણસે દુકાન પાસે ઉભેલી એમની કારમાં સામાન મૂક્યો અને રાજમલસિંહે કહ્યું "ચાલ દિકરા ઘરે જઇએ.
સ્તવને પૂછ્યું "કાકા હું આ મેગેઝીન સાથે લઇ લઊં ? કાકાએ કહ્યું ભલે રાખ વાંચવામાં તારો સમય પણ જશે. સ્તવને ખુશ થતાં મેગેઝીન સાથે લઇ લીધું.
બંન્ને જણાં 7-8 મિનિટની ડ્રાઇવ કરીને રાજમલસિંહનાં ઘરે આવી ગયાં. મધ્યમ કક્ષાની પણ ખૂબ સુંદર કોઠી હતી એ લોકો ગાડી પાર્ક કરીને ઘરમાં આવ્યાં અને રાજમલસિંહે એમની પત્નિને કહ્યું "દીકરાને એનો રૂમ બતાવો અને નોકરને કહ્યું આ સામાન એમનાં રૂમમાં મૂકી આવ પછી સ્તવનને કહ્યું "બેટા તું ફ્રેશ થઇને આવ પછી સાથે જમી લઇએ અને શાંતિથી વાતો કરીએ.
સ્તવને એમની પત્નિને પગે લાગ્યો અને બતાવેલાં રૂમમાં ગયો. એણે સામાન મૂકાવ્યો અને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો એનાં મનમાં મેગેઝીનમાં જોયેલો ફોટોજ રમતો હતો એણે નામ વાંચેલુ યાદ કરીને વિચારી રહેલો હું ત્યાં ગયો છું ? મને યાદ નથી કે નાનેથી મોટો થયો ત્યાં સુધી બાપુજી કે કોઇપણ જોડે આ જગ્યાએ હું ગયો હોઊં...
ફ્રેશ થઇ કપડાં બદલીને એ ડ્રોઇગ રૂમમાં આવ્યો અને બેઠો. ત્યાં રાજમલકાકાએ કહ્યું "ચલ આવી ગયો ? આપણે પહેલાં જમી લઇએ. બંન્ને જણાં ડાઇનીંગ ટેબલ પર જમવા બેઠાં. એમનાં પત્નીએ પીરસ્તાં કહ્યું તને યાદ છે. તું બહુ વખત પહેલાં તારાં પાપા સાથે આવી ગયો છે તને અહીં ડોક્ટરને બતાવવા આવેલાં હવે તને કેવુ છે ? સારું થઇ ગયું ને ?
સ્તવને કહ્યું "હાં કાકી યાદ છે પણ ઘણો સમય થઇ ગયો. હવે મને સારું છે અહીં નોકરીએ લાગી જવાનો કાલથી કાકી બોલ્યાં "હાં મને તારાં કાકાએ વાત કરી છે બધી તારાં બાપુજીનો પણ પહેલાં ફોન આવેલો.
તારુ ઘર સમજીને જમજે શરમાતો નહીં અને તારે બીજો ભાડે રહેવા જવાની ક્યાં જરૂર છે ? અહીં આ ઘર છે જ ને ? અહીં અમે બે એકલાંજ છીએ જગ્યાની અગવડ નથી... કેમ તમે કંઇ બોલતાં નથી ? અહીં રહેશે અને અહીંથી નોકરી જશે. પછી એને મન થાય ત્યારે મકાન ભાડે રાખે ઉતાવળ શું છે ?
રાજમલસિંહે જમતાં જમતાં કહ્યું "મેં એને એવુંજ કીધું છે પણ આપણાં છોકરાં સ્વતંત્ર રહેવાનુ ઇચ્છતાં હોય છે પછી સ્તવન સામે જોઇને બોલ્યાં "હવે તારી કાકીએ કહ્યું એટલે ફાઇનલ હમણાં અહીંજ રહે.. તને મકાન મળે એ શોધીશું સારું મકાન મળે બધી વ્યવસ્થા થાય ત્યાં સુધી અમારી સાથેજ રહેજે જમવાની કે કોઇ અગવડજ નહીં.
સ્તવને કહ્યું "થેક્યુ કાકા મકાન ના મળે ત્યાં સુધી અહીંજ રહેવાનો છું પણ મકાન શોધવાનુ કહી દેજો મારો પગ પર ઉભો રહીશ તો બધુ શીખીશ. બાકી આ ઘરતો છેજ ને ?
કાકી બોલ્યાં "કંઇ નહીં હમણાં તો શાંતિતી જમીલો છોકરો થાક્યો હશે. અને તું જમીને એમની સાથે દુકાને ના જઇશ આરામ કરજે કાલથી નોકરી ચાલુ થશે તારી.
રાજમલસિંહે કહ્યું "હાં એ વાત સાચી છે અને તારે અહીંથી તારી કંપની કામ પર જવાનું એ પણ મારે બસ અને એનાં સમયની તપાસ કરીને તને જણાવવી પડશે એટલે આવવા જવા તને કોઇ તકલીફ ના રહે. તું દુકાન ના આવતો.. આમતો મને ખબર છે ટોડરમલ રોડ પર તારી ઓફીસ છે એને અહીં ટી.એમ. રોડ રોડ કહે છે ખૂબ સરસ વિસ્તાર છે અને તારી કંપનીનું નામ પણ જાણીતું છે તું સારુ ભણ્યો તારાં પિતાને શાંતિ.
સ્તવને કહ્યું હાં કાકા મને બસની વિગત જળાવજો હું મારી રીતે જઇશ અને પાછો આવી જઇશ.
રાજમલ સિંહે કહ્યું "પછી સાંજે તને બધું બતાવી દઇશ. રાજમલસિંહ દુકાન ગયાં જમીને અને સાંજે આવીને એમણે સ્તવનને ટોડરમલ રોડ જવા અને ઓફીસનું સમજાવી કહ્યું પહેલાં દિવસે હું આવીશ તારી સાથે કાલે. તું શાંતિથી જમીને સૂઇ જા.
સ્તવન એને ફાળવેલાં રૂમમાં આવ્યો અને થાકેલો સીધો બેડ પર પડ્યો અને એની આંખ સામે મેગેઝીનનો ફોટો જોયો નીચે લાઇન લખી હતી એ વાંચી અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ-6