Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 3

ભાગ - 3
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
રાજના પપ્પાના સ્કુટરને ધક્કો મારી, રાજના પપ્પા નીચે પટકાતા, તેમના સ્કુટરમાં ભરાવેલ પૈસાનો થેલો લઈને ભાગી રહેલ પેલા બે બુકાનીધારી વ્યક્તિઓનો રાજ પીછો કરે છે.
બે બુકાનીધારીનો પીછો કરી રહેલ રાજ,
થોડા જ અંતરમાં એ બંનેને પકડી લે છે.
એ લોકો વચ્ચે ઝપાઝપી પણ થાય છે, રાજ, તેઓની સારી રીતે ધોલાઈ પણ કરે છે.
ત્યાં સુધીમાં ઘટના સ્થળે, પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ગાડી આવી જતાં, રાજ,
પોલીસને મોટી-મોટી હકીકત જણાવે છે, તેમજ તે તેના પપ્પાને સારવાર માટે હોસ્પિટલ મુકી વિગતવાર ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવવાનું જણાવે છે.
પોલીસ, તે બંને આરોપીને લઈને પોલીસ સ્ટેશન જાય છે, જ્યારે બીજીબાજુ, રાજ પણ
એમ્બ્યુલન્સ આવી જતા, તેના પપ્પાને સારવાર માટે હોસ્પિટલ મોકલીને તે પોતે પોલીસ સ્ટેશન જવા નીકળે છે.
પોલીસ સ્ટેશન જઈ રહેલ રાજ, પેલા બંને બદમાશોમાંથી એકને, ભલે નામથી નહીં, પરંતુ ઓળખી ગયો છે કે,
તે કોણ છે.
રાજ અને એ લોકો વચ્ચે જ્યારે ઝપાઝપી થઈ રહી હતી, ત્યારે
તે બેમાંથી એકની બુકાની, મોઢે બાંધેલુ કપડું ખુલી ગયું હતું, અને તે મોઢે બાંધેલ કપડું ખુલી જતાજ રાજ, તેને ઓળખી ગયો હોય છે.
અને આ વાત, રાજ જ્યારે એમ્બ્યુલન્સમાં તેના પપ્પાને બેસાડી રહ્યો હતો, ત્યારે આ વાત રાજે તેનાં પપ્પાને પણ જણાવી હોય છે.
રાજ, તેના પપ્પાને જણાવે છે કે,
પપ્પા, જે લોકોએ તમને સ્કૂટર પરથી નીચે પાડ્યા, અને તમને લૂંટી લીધાં, એ બુકાનીધારી બે બાઈક સવારમાંથી, એક તો કાલે રાત્રે આપણાં ઘરે જે ચેક આપવા આવેલ, એ તમારી કંપનીનોજ એક કર્મચારી હતો.
રાજની આ વાત સાંભળી, નવનીતભાઈ સમજી જાય છે કે, રાજ જે વાત કરે છે તે, શેઠનો સગો ભરતજ હશે, અને એની સાથે જે બીજો વ્યક્તી હતો, તે કનકજ હોવો જોઈએ.
ભરત અને કનક કેવા માણસ છે, એ તો નવનીતભાઈ પહેલેથીજ જાણે છે.
નવનીતભાઈ સારી રીતે જાણે છે કે, ભરત અને કનક, માત્રનેમાત્ર શેઠથીજ ડરે છે.
બાકી કંપનીમાં ગોટાળો કરવો હોય તો, એ લોકોને શેઠાણીનો, કે શેઠના સીધા-સાદા દિકરા રમેશનો આ લોકોને જરાય ડર નથી.
તો
શેઠની દિકરી પ્રિયાની તો આ લોકો ગણતરીજ નથી કરતા, કેમકે,
તેઓ જાણે છે કે, પ્રિયાની તો લાઈફ-સ્ટાઈલજ પુરી દુનિયાથી અલગ છે.
પ્રિયાને દુનિયાદારી, જવાબદારી, આ બધાથી દુર-દુર સુધી કંઈ લેવા-દેવાજ નથી.
હંમેશા, ખયાલો, સપનાઓ અને અહમથી ભરેલી દુનિયામાંજ પ્રિયાનો સમય પસાર થતો હોય છે.
માટે, પ્રિયાથી ડરવાની વાત તો બિલકુલ હતીજ નહીં આ લોકોના મગજમાં.
આ બાજુ, નવનીતભાઈને પગમાં વધારે વાગ્યું હોવાથી, ફટાફટ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચે છે.
હોસ્પિટલ પહોંચતાજ,
હાજર ડોક્ટર, નવનીતભાઈની તાત્કાલિક સારવાર ચાલુ કરી દે છે.
જરૂરી રીપોર્ટ કઢાવડાવે છે.
તમામ રીપોર્ટ આવી જતા...
ડોક્ટર, નવનીતભાઈના પગના એક્સ-રે ને બાકીના રીપોર્ટ ચેક કરી રહ્યાં હતા, એટલામાં
રાજ પણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હોસ્પિટલ પર આવી જાય છે.
નવનીતભાઈના તમામ રીપોર્ટ બધી રીતે ચેક કરી, જરૂરી સારવાર અંગે વિચારી, ડોક્ટર રાજને જણાવે છે કે, નવનીતભાઈનો એક પગ સ્કૂટર નીચે આવી ગયો હોવાથી, તેમના ઢીંચણથી નીચેના ભાગમાં મલ્ટીપલ ફેકચર થયા છે.
નવનીતભાઈનું બિલકુલ સ્વસ્થ થવું અશક્ય લાગે છે, અને જો નવનીતભાઈ સ્વસ્થ થશે તો પણ, આજીવન તેઓને એક ઘોળીના સહારે ચાલવુ પડશે, અને આ બધા માટે પણ, તેમને હાલતો એકાદ મહિનો હોસ્પિટલમાંજ રાખવા પડશે.
આ હકીકત જાણી રાજ કરતા પણ વધારે, નવનીતભાઈ પોતે ખૂબ જ ચિંતિત થઈ જાય છે.
કેમકે
નવનીતભાઈ માટે તો, આ એક અણધારી આફત જેવું હતું, છતાં
તેમના સ્વભાવ પ્રમાણે, નવનીતભાઈને અત્યારે પોતાના પગ કરતા પણ વધારે ચિંતા, તેમની કંપનીના કામકાજની થાય છે, અધૂરામાં પુરુ શેઠ હસમુખલાલ પણ અત્યારે કંપની પર હાજર નથી.
બીજી ચિંતા નવનીતભાઈને એ થાય છે કે,
હવે ભવિષ્યના ઘરના ખર્ચાઓમાં કઈ રીતે પહોંચી વળાશે ?
મારી દિકરી, આરતીના લગ્ન ખર્ચનું શું થશે ?
હું રાજને આગળ કોલેજ કઈ રીતે કરાવીશ ?
ઉપરથી આ હોસ્પિટલનો ખર્ચ,
ક્યાંથી પુરૂ કરીશ આ બધુ ?
છતા, આ બધુ અત્યારે થોડો સમય સાઈડ પર રાખી,
નવનીતભાઈ રાજને જણાવે છે કે,
રાજ, તું શેઠના ઘરે ફોન કરીને પૂછી જો કે,
શેઠ જયાં ગયા છે, ત્યાં તેઓ પહોંચી ગયા કે નહીં ?
શેઠનો કોઈ ફોન આવ્યો હતો ?
અને હા રાજ બેટા, હાલ શેઠાણીને આ એકસીડન્ટ વાળી કે આજે જે પૈસાની લૂંટ, કનક અને ભરતે કરી છે, તે વાત ન કરતો.
કેમકે
પૈસાતો પછા આવી ગયા છે, આ બધુ આપણે પછીથી એમને જણાવીશું.
રાજને પપ્પાએ કરેલ આ વાત, શેઠાણીને જણાવવા, રાજ
શેઠના ઘરે ફોન લગાવે છે.
વધું ભાગ 4 માં