હું રાહ જોઇશ! - (૬) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૬)

બધા પ્રિન્સિપલ ઓફીસ ની બાહર આવે છે.
"શું વાત છે વેદિકા. તે એવું તો શું કર્યું મોન્ટી ના પપ્પાએ અહીંયા આવીને મોન્ટી પાસે માફી મંગાવી?" હર્ષીતા ખુશ થતા બોલે છે.
"અને હા પેલા મોન્ટીનું મોઢું જોવાનું હતું. કેવું બંદર જેવું થઈ ગયું હતું." કપિલ પોતાના હંમેશા ના મજાકિયા અંદાજ માં બોલે છે અને બંદર જેવું મોઢું કરે છે. બધા તેને જોઇને હસવા લાગ્યા.
"સાચે યાર મજા આવી ગઈ. વેદિકા તે કંઈ કર્યું ન હોત તો મે તો નક્કી જ કર્યું હતું કે તે મોન્ટી જેવો કોલેજની બહાર આવે તો એને ફરીવાર મેથીપાક ચખાડીશ. પણ હવે એ બચી ગયો." આરવ દાંત કચ કચાવીને બોલે છે.
આમ બધા મોન્ટી વિશે હસી મજાક કરતા હોય છે. ખૂબ જ અલગ અલગ વાતો બનાવતા હોય છે તેઓ. તેઓની વાત સાંભળીને વૈશાલી પોતાના સ્વભાવ મુજબ બોલે છે.
"બસ કરો હવે. ભલે તેણે આપણી સાથે ખોટું કર્યું હોય પણ આપણે એના વિશે ખરાબ વિચારવું ન જોઈએ."
"હું રાહ જ જોતી હતી કે હજી આ માતાજી બોલ્યા કેમ નઈ. બોલો માતાજી બોલો માતાજી. તમારી મધુર વાણી ની જ રાહ જોતા હતા અમે." આરના વૈશાલીની મજાક ઉડાવતા બોલે છે.
આ બધા મજાક મસ્તી કરતા હોય છે. પણ અભય, વેદિકા અને સાનવી નું ધ્યાન બીજે જ હોય છે. અભય વેદિકા ને આભરપૂર્વકથી, અચરજ થી જોયા કરતો હોય છે. વેદિકા જાણે ખૂબ જૂની ફ્રેન્ડ હોય તેવી રીતે તે હેલ્પ કરે છે તેનાથી અભય ખુશ થઈ જાય છે. ભાગ્યે જ કોઈ નવો બનેલો ફ્રેન્ડ પોતાના મિત્ર માટે કોલેજ છોડવાના નિર્ણય સુધી પહોંચે છે. વેદિકા પણ અભય આમ જોતો હોય છે તે જાણી ગઈ હોય છે. પણ તે કંઈ બોલતી નથી. બસ થોડી થોડી વારે અભયને જોયા કરે છે. આરના સિવાય બીજા કોઈને આ બંને વચ્ચે થતી આંખો આંખોની વાતોની ખબર પડતી નથી. તેને હવે વિશ્વાસ થઈ જાય છે જરૂર બંને એક બીજાને પસંદ કરે છે. તો સાનવી આજે થોડી ડિસ્ટર્બ હોય છે એટલે એ કશું બોલતી નથી. જે આરના અને વેદિકા બંને એક સાથે નોટિસ કરે છે અને એકબીજાની આંખોમાં જોઈને કંઈ ઈશારો કરે છે.
"સાનવી દી, આ વૈશાલીને મોન્ટી ગમી ગયો લાગે છે. એટલે જ તો એના વિશે ખરાબ બોલવા નથી દેતી તે." આરના સલોની ને કહે છે.
"હા દીદી મને પણ એવું જ લાગે છે. જરૂર કંઈ તો છે જ." વેદિકા વચ્ચે બોલે છે.
"વૈશાલી આ શું કહે છે આ લોકો? સાચી વાત છે?" સાનવી અચાનક આરનાની વાતથી પોતાના વિચારોમાંથી બહાર આવે છે અને બોલે છે.
"ના દીદી. એવું કંઈ નથી. આ લોકો નું રોજનું આવું જ છે. કંઈ ને કઈ ઉલતસુલત બોલતા રહે છે." વૈશાલી આશ્ચર્ય અને ડર મિશ્રિત અવાજે બોલે છે.
"એમાં ગભરાવાનું શું? વૈશાલી સાચું હોય તે કહી દે. અમે મોન્ટી ની માફી માંગીને તારુ સેટિંગ કરાવી દઈએ." હર્ષિતા કહે છે.
"હા વૈશાલી. મોન્ટી લવ વૈશાલી નામનું એક બોર્ડ બનાવી જાહેરાત કરી દઈએ. મસ્ત લાગશે. બિચારો મોન્ટી આજ સુધી ફ્લર્ટ કરતો આવ્યો છે પણ હવે મસ્ત સંસ્કારી અને સુંદર છોકરી સાથે રોમાન્સ કરવા મળશે." કપિલ વૈશાલીની મજાક ઉડાવતા બોલે છે.
"બસ કરો હવે. શું તમે પણ ગમે તેની સાથે મારું નામ જોડી દો છો. તમને ખબર છે ને મને આવું પસંદ નથી. અને કદાચ કોઈ બાહરનું કોઈ સાંભળી ગયું અને બધાને કહી દે તો?" વૈશાલી થોડી ઈમોશનલ હોય છે એટલે આ બધી મજાક થી તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે અચાનક રડવા લાગે છે.
"અરે આવી કોઈ મજાક કરતું હસે? માફી માંગો બધા વૈશાલીની." સાનવી બોલે છે.
"અરે વૈશું ડાર્લિંગ સોરી. હવે નઈ કરીએ મજાક."
"કપિલ! બસ હવે મજાક નઈ કર. જો બિચારી રડે છે." અભય કહે છે. અભય કપિલને બોલ્યો હોય તે કપિલને ગમતું નથી.
"જો સાંભળ વૈશાલી હું બધા વતી માફી માંગુ છું. એ લોકો ખાલી મજાક કરતા હતા. તું રડ નઈ. તું તો અમારા ગ્રુપની જાન છે. તું તો કાયમ અમને સમજાવતી હોય છે ને." અભય વૈશાલીને સમજાવતા કહે છે.
"હા વૈશુ. સોરી અમે તો ખાલી સાનવી દીદી નો મૂડ ઠીક કરવા તારી મજાક કરતા હતા. ચાલ ચૂપ થઈ જા. ગીવ મી અ હગ." એમ કહેતા આરના વૈશાલીને ભેટી પડે છે જેથી તે ચૂપ થઈ જાય.
અમે બાકી રહી ગયા એમ બોલીને બીજા બધા એક ગ્રુપ હગ કરે છે. જેથી વૈશાલી પણ હવે હળવી સ્માઈલ આપતી થઈ જાય છે. પછી બધા છૂટા પડે છે.
"પણ વેદિકા તે તો કંઈ કીધું જ નઈ કે આ બધું કેવી રીતે કર્યું." અભય કહે છે.

તો તેનો જવાબ આપતા વેદિકા કહે છે.
"જ્યારે અભય સાનવી દી ને જોઈને તેમની પાસે જાય છે ત્યારે મે જોયુ હતું કે કોઈ છોકરી પહેલેથી જ વિડિયો ઉતારતી હતી. તો તમે જ્યારે ઓફિસ માં ગયા ત્યારે હું તે છોકરી પાસે ગઈ અને તેની પાસે વિડિયો માંગ્યો. પહેલા તો તે ગભરાય ને વિડિયો આપવાની ના પાડતી હતી. પણ પછી એનું નામ ન આવે તે શરતે તેણે મને વિડિયો આપ્યો. એ વિડિયો માં મોન્ટી સાનવી દી ને હેરાન કરતો હતો ત્યાંથી લઈને અભય મારતો હતો તે બધું રેકોર્ડ થઈ ગયું હતું. ત્યાં કેંટીન માં CCTV હતા તેનું રેકોર્ડીંગ પણ મેળવ્યું. પછી મે મારા પપ્પાની ઓફિસના કોન્ટેક્ટ થી મોન્ટી ના પપ્પાનો નંબર મેળવી તેમના નંબર પર આ વિડિયો મોકલી આપ્યા. જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે મોન્ટી જ એક છોકરીની છેડતી કરતો હતો. મે તે વિડિયો સાથે એમ લખ્યું હતું કે તમારે તમારી રાજકીય ઈજ્જત સાચવવી હોય તો હમણાજ મોન્ટીની કોલેજ આવીને નિર્દોષ સ્ટુડન્ટ્સ ને રેસ્ટિકેટ કરતા અટકાવો. નહિતર આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જશે. આની સાથે બીજા ઘણા વિડિયો છે મારી પાસે એટલે હોશિયારી કરવાની કોશિશ નઈ કરતા. અને આ બધું મે પ્રાઇવેટ નંબર થી મોકલેલું એટલે તેમને હજી પણ ખબર ન પડી હસે કે આ બધું કોણે કર્યું. અને આગળનું તો તમે જાણો જ છો."

*******************************

(થોડીવાર પહેલા)
એક પ્યુન અભય અને એના મિત્રોને ઓફિસ માં બોલાવે છે એમ કહીને ગયો. બધા ત્યાં ઓફિસમાં જાય છે. તેઓ ત્યાં ઓફિસ માં જાય છે ત્યારે ત્યાં મોન્ટી ઉભો હોય છે અને પ્રિન્સીપાલ ની સામેની ખુરશીમાં એક વ્યક્તિ બેઠા હોય છે. બધા અંદર જઈને એક બાજુ ઊભા રહે છે.
"આવો છોકરાઓ. તમને હવે રેસ્ટિકટ કરવામાં નથી આવતા. મોન્ટી એ બધું કબૂલ કરી દીધું છે કે તેનો જ વાંક હતો. એટલે તે હવે તમારી માફી માગે છે." પ્રિન્સીપાલ બોલે છે.
"હા માફ કરજો મને. મારી જ ભૂલ હતી. મારે આવું કરવું જોઈતું ન હતું."
"તો છોકરાઓ હવે તમે આવતીકાલથી કોલેજ શરૂ કરી શકો છો. હવે તમે જઈ શકો છો." પ્રિન્સીપાલ કહે છે.
"વાહ સાહેબ! જ્યારે અમારા પર મારામારી નો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે કોઈ પણ તપાસ વગર અમને રેસ્ટીકેટ કરવામાં આવ્યા. અને હવે ખબર પડી કે આ મોન્ટી ની જ ભૂલ છે છતાં તેની સામે કોઈ એક્શન નઈ? અને તેણે તો છોકરીની છેડતી કરવાનો ગુનો કર્યો છે." વેદિકા થોડા ગુસ્સા સાથે કટાક્ષમાં બોલે છે. મોન્ટી ના પપ્પા વેદિકા બાજુ તિરસ્કારના ભાવ થી જુએ છે. પણ તેઓ હમણાં મજબૂર હોય છે એટલે કંઈ બોલતા નથી. થોડી વાર સુધી કોઈ કઈ બોલતું નથી એ જોઈને વેદિકા ફરી બોલે છે.
"જુઓ સાહેબ. અમે કોઈનું ભવિષ્ય બગડે એવું આમની જેમ ખરાબ નથી વિચારતા પણ મોન્ટી ને આની સજાના ભાગ રૂપે થોડા સમય માટે સસ્પેન્ડ તો કરવો જ પડશે. નઈ તો અમે ચૂપ રહીશું નહિ.
વાત હવે આગળ વધશે એવું વિચારીને મોન્ટી ના પપ્પા જાતે જ કહે છે કે, " હા સાહેબ ભૂલ મારા છોકરાની હતી તો એની સજા મળવી જ જોઈએ. કંઈ વાંધો નઈ તમે સસ્પેન્ડ કરી દો."
"સારું તો હું મોન્ટી ને તેની ભૂલ બદલ ૧ મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરું છું. હવે તમે જઈ શકો છો."
પછી બધા બાહર આવે છે.

*********************************

(હાલમાં)
અભયનું આખું ગ્રુપ બાહર ઊભું હોય છે.
"હા હવે સમજ પડી. કે તે કેવી રીતે કર્યું. વેલ ડન વેદિકા." કપિલ ફરીથી વેદિકા ને ઇમ્પ્રેશ કરવા માટે એક આગવી સ્ટાઈલ માં કહે છે.
"વેદિકા તારો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે આટલું કર્યું. હજી તો આપણે એક જ વાર તો મળ્યા છે. અને તે આટલું મોટું રિસ્ક લઈ લીધું તારા માટે. મોન્ટી ના પપ્પાને ખબર પડી ગઈ તો? કે આ બધું તે જ કર્યું છે." સાનવી લાગણીવશ થઈ ને કહે છે.
"દીદી, એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. ફ્રેન્ડમાં તો આ બધું ચાલ્યા કરે. અને મે આવી ફ્રેંડશિપ પણ પહેલી વાર જ જોઈ કે જેમાં કોઈ ની પણ પ્રોબ્લેમ આખા ગ્રુપની પ્રોબ્લેમ બની જાય છે." વેદિકા કહે છે.
"પણ વેદિકા મને તારી ચિંતા થાય છે."
"અરે દીદુ તમે ચિંતા નઈ કરો. હું છું ને વેદિકા નું ધ્યાન રાખીશ. મોન્ટી ના પપ્પા કઈ નઈ કરી શકે." અભય કહે છે.
"ઓ સો સ્વીટ ઓફ યુ અભય. પણ હું મારું ધ્યાન જાતે રાખીશ." વેદિકા લાડ માં કહેતી કહેતી અભયના ગાલ ખેંચે છે. અભય વેદિકા ના આ વર્તનથી શરમાય જાય છે. કપિલ ફરીથી આ જોઈને ઈર્ષા અનુભવે છે. પછી બધા પોત પોતાના ઘરે જવા નીકળે છે. અભય અને સાનવી પણ એક જ કારમાં પાછા ફરે છે. તેઓની સાથે રસ્તામાં વેદિકા પણ હોય છે. તેઓ વેદિકા ને છોડીને ઘરે પહોંચે છે. પછી બપોર નું ભોજન કરીને તેઓ આરામ કરવા જાય છે. સાંજે અભય તેની મમ્મી સલોનીબેન પાસે આવે છે.
"મમ્મી મારે એક કામ હતું."
"બોલની દીકરા. શું કામ હતું બોલ."
"મમ્મી તમે વેદિકા ને તો ઓળખો જ છોને જેણે મારી હેલ્પ કરી હતી."
"હા તો તેનું શું?"
"મમ્મી એ છે ને રહેવા માટે એક ઘર શોધે છે અને તે અહીંયા એકલી જ છે. તો શું આપણે તેને અહીંયા બોલાવી લઈએ તો?"
"તને ભાન પણ છે તું શું બોલે છે? એક છોકરીને આપણા ઘરે લાવવાનું કહે છે. આપણે તેને આપણો બીજો ફ્લેટ છે ત્યાં રહેવાની સગવડ કરી આપીશું. પણ આપણા ઘરમાં તો નઈ j
જ. સમાજ શું વિચારશે આવી રીતે એક છોકરીને ઘરમાં રાખીએ તો?" સલોની બેન થોડા ગુસ્સાથી બોલે છે.
"પણ મમ્મી તું ક્યારથી સમાજ નું વિચારતી થઈ ગઈ?"
"બસ. મારે કંઈ સાંભળવું નથી. એક વાર મે કહી દીધું એ મારી અંતિમ નિર્ણય છે."
અભય તેની મમ્મીની વાત થી દુઃખી થઈ જાય છે. અને તે પોતાની બાઇક લઈને ઘરની બાહર નીકળી જાય છે. તેને તેની મમ્મીની વાતનું ખુબજ દુઃખ લાગ્યું હોય છે. તે ગાડી ચલાવતો હોય છે ત્યારે તેના પર સાનવીનો ફોન આવે છે.
"ભૈલું ક્યાં છે?"
"બસ દીદી આ બહાર છું. કે કંઈ કામ હતું?"
"ના આ તો હું મારી ફ્રેન્ડ ને ત્યાં જતી હતી તો રસ્તામાં વેદિકા નું ગેસ્ટ હાઉસ આવે છે. તો હું ત્યાં ગઈ તો વેદિકા તેનું બધું સામાન પેક કરતી હતી. મે પૂછ્યું તો એમ કહેતી હતી બધું સામાન ક્યાં લઇ જાય છે. તો તે કહે મારે હવે હંમેશા માટે અહીંયા થી જવાનું છે એટલે બધું જ લઈ જાવ છું."
"શું? ક્યાં જાય છે તે? તમે પૂછ્યું તેને? તમે ક્યાં છો?"
"હા મે પૂછ્યું પણ એણે કઈ કીધું નઈ. અને હું હમણાં જ ત્યાંથી નીકળી. મને એમ કે તને ખબર હશે." આટલું કહેતા સાનવી ફોન મૂકી દે છે.
અભય વધારે ચિંતામાં આવી જાય છે. તે ઝડપથી વેદિકા ના ગેસ્ટ હાઉસ જાય છે. ત્યાં જાય છે તો ખબર પડે છે કે તે હમણાજ નીકળી ગઈ. અને ત્યાં પણ કોઈને ખબર નથી હોતી કે તે ક્યાં ગઈ હોય છે. અભય વેદિકા ને ફોન કરવાની ટ્રાય કરે છે પણ ફોન બંધ આવે છે. તે ખુબજ દુઃખી થઈ જાય છે. તે આ બે દિવસમાં વેદિકા ને ચાહવા લાગ્યો હોય છે. તે વિચારે છે અચાનક ક્યાં જતી રહી હશે? તે પણ હંમેશા માટે?


(ક્રમશ:)

*******************************

(ક્યાં ગઈ હશે વેદિકા? શા માટે તે કોલેજ એવું છોડીને હંમેશા માટે જતી રહી હોય છે? શું અભય અને વેદિકા પાછા મળશે?
આગળ જાણવા માટે રાહ જુઓ નવા ભાગ ની.…)

મિત્રો, હું પ્રથમવાર જ આવી રીતે લખવાની શરૂઆત કરી રહ્યો છું. તો કંઈ પણ ક્ષતિ હોય કે કઈ સલાહ સૂચન હોય તો જરૂર જણાવજો.

આભાર.