Ek bhool - 14 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 14

આરવ ભૂતકાળમાં સરી પડ્યો.

"આજે તો મીરા સામે જઈને તેને સરપ્રાઈઝ આપવી છે. તેણે તો વિચાર્યું પણ નહીં હોય કે હું અહીં આવી ગયો છું અને મને તેની સામે જોઈને તે કેવી રીતે રિએક્ટ કરશે એ જોવાની તો મજા જ પડી જશે."

આરવ કાર ચલાવતાં ચલાવતાં પોતાની જ સાથે વાત કરતો હતો અને મનોમન ખુશ થઈ રહ્યો હતો. ત્યાં તેને વિચાર આવ્યો કે મીરા માટે ચોકલેટ લઈ જાવ. એમ પણ તેને ખૂબ ભાવે છે. એમ વિચારીને આગળ દુકાન પાસે ગાડી ઉભી રાખી અને ત્યાંથી મીરાની ફેવરીટ ચોકલેટ લીધી. તે ગાડી સ્ટાર્ટ કરવાં ગયો ત્યાં તેની નજર રસ્તાની સામેની બાજુ પર ઉભેલી રાધિકા પર ગઈ.

"લે આ રાધિકા અહીં શું કરે છે..!! ચાલ પેલાં એને જ મળી લઉં."

એમ વિચારીને આરવ તેની પાસે જતો હતો. એટલામાં કોઈ રાધિકા પાસે આવ્યું અને બંને વાત કરવાં લાગ્યાં. આરવ પહેલાં જોઈ તો ન શક્યો કે તે કોણ છે પણ તેમને જોઈને લાગતું હતું કે તે રાધિકાને ધમકાવી રહ્યો છે. આરવ દુર ઊભો બધું જોઈ રહ્યો હતો. થોડીવારમાં રાધિકા ત્યાંથી જતી રહી. આરવ તે વ્યક્તિ પાસે ગયો. તેને જોઈને આરવ ચોંકી ગયો.

"અમિત, તું અહીં? તું રાધિકાને શું કઈ રહ્યો હતો?" આરવે પૂછ્યું.

"ઓહહોહો.. ઘણા સમય પછી મળ્યો તું તો. મળીને આનંદ થયો મને." અમિત કપટી સ્મિત સાથે બોલ્યો.

"એ અમિત, સીધું સીધું બોલ.. તું રાધિકા સાથે શું વાત કરતો હતો." આરવ ગુસ્સામાં બોલ્યો.

"ઓ.. ગુસ્સો નહીં ખોટો." અમિત બોલ્યો અને તેનો મોબાઈલ ચાલું કરીને આરવ સામે રાખ્યો.

તે જોઈને આરવ થોડીવાર કશું બોલી જ ના શક્યો. તેને અમિત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. આરવ અમિતનાં ગાલ પર થપ્પડ મારવાં ગયો ત્યાં અમિતે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો,

"અત્યાર સુધી તારો સમય હતો. હવે મારો સમય શરૂ થાય છે. મારી બહેનનો બદલો લેવાનો સમય શરૂં થાય છે. મારાં રસ્તામાં આડો આવવાની કોશિશ કરતો નહીં, નહીંતર આજે તો આ મારા મોબાઈલમાં છે પણ કાલ સુધીમાં આખાં શહેરમાં ફરવા લાગશે. તારે પણ બહેન છે ને...." અમિત બોલ્યો.

"નહીં નહીં. તું કાંઈ કરતો નહીં. રાધિકા કે મારી બહેન, કોઈ સાથે કાંઈ કરતો નહીં." આરવ ગભરાઈ ગયો. તે અમિતને બે હાથ જોડીને કહેવાં લાગ્યો.

"શાબાશ, તો સાંભળ હવે. મીરા કે રાધિકાને મળવાની કે તેને કાંઈ પણ કહેવાની કોશિશ કરતો નહીં. મારી નજર તારી ઉપર જ છે. જો તે કંઈ પણ તેને કહ્યું તો પછી તને સારી રીતે ખબર છે હું શું કરીશ તે.. તો અત્યારે ચૂપચાપ તારી ઘરે ચાલ્યો જા અને આજ પછીથી મારાં રસ્તામાં આવતો નહિં." આટલું કહીને અમિત ત્યાંથી જતો રહ્યો.

આરવને હવે શું કરવું તે કંઈ જ સમજાઈ નહોતું રહ્યું. તે પણ તેની ઘરે જતો રહ્યો અને વિચારવાં લાગ્યો.

***

"ઓહ.. બટ અમિતે તને એવું તે શું બતાવ્યું હતું?" મિહિરે પૂછ્યું.

"ત.. તેમાં... અમિત અને રાધિકાનાં... અમુક દ્રશ્યો.." આરવ અટકી અટકીને બોલ્યો. તે જાણતો હતો કે આ સાંભળીને મીરાને ઘણું દુઃખ થશે.

"ન હોય.. રાધિકા અમિત સાથે.. છી.. મને તો બોલતાં પણ શરમ આવે છે. રાધિકા કોઈ દિવસ એવું કરી ના શકે." મીરાની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

"તને પાક્કી ખાતરી છે તે રાધિકા જ હતી?" ઘણાં સમયથી શાંત બેઠેલાં મીતે પૂછ્યું.

આરવે કહ્યું,

"હા તે રાધિકા જ હતી. તેની ઈજ્જત બચાવવાં જ મીરાને હું કાંઈ કહી ન શક્યો. કેમકે પરિસ્થિતિ ત્યારે મારાં હાથમાં નહોતી. છતાં પણ મેં બીજા દિવસે તેને મળવા બોલાવી અને તેને બધું જણાવી દેવાં વિચાર્યું."

"અને મીરા, બીજાં દિવસે જ્યારે તું આવી ત્યારે હું તને કહેવાં જતો હતો ત્યાં મને એક કોલ આવ્યો હતો, યાદ છે?" આરવે પૂછ્યું.

"હા." મીરા યાદ કરતાં કરતાં બોલી.

"તે અમિતનો જ હતો. તેણે સાચે મારી પર નજર રાખી હતી. જો હું ત્યારે વધારે તને કંઈ કે'ત તો તે ખબર નહીં શું કરી બેસત. માટે હું ત્યાંથી જતો રહ્યો અને તને પણ મારાથી દુર રહેવા કહ્યું હતું કેમ કે હું નહોતો ઈચ્છતો કે હવે તારી પર પણ મુશ્કેલી આવે. અમિત સામે ઝૂકવાં સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તે ગમે તેટલી હદ સુધી જઈ શકે છે. રાધિકાની મદદ કરવામાં ક્યાંક મારાથી જ તેની ઈજ્જત પર સવાલ ઊઠે તેવું નહોતો ઈચ્છતો. અને એટલે જ હું દૂર જતો રહ્યો. " આરવ બોલ્યો.

"અને તું દહેરાદૂન કેવી રીતે પહોંચ્યો?" મિહિરે પૂછ્યું.

"અમિતનાં માણસો દ્વારા જાણવાં મળ્યું. હું જ્યાં પણ જતો તેનો કોઈને કોઈ માણસ સતત મારી પાછળ ફરતો રહેતો અને મારી પર નજર રાખતો. એવામાં એક દિવસ તે કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને હું તે સાંભળી ગયો. ત્યાંથી મને ખબર પડી કે મીરા દહેરાદૂનમાં છે. અચાનક મારું દહેરાદૂન જવું અમિતનાં મનમાં શંકા પેદા કરત. પણ એ પછી સંજોગોવસાત મારે ઓફિસનાં જ એક કામથી ત્યાં જવાનું થયું.
ત્યાં જઈને એક દિવસ મીરા મને દેખાઈ. મેં ખૂબ મુશ્કેલીથી રાધિકા વિશે જાણ કરી અને ત્યાંથી નીકળી ગયો કેમ કે જો કોઈ મને મીરા સાથે જોઈ જાત તો વધુ મુશ્કેલી ઉભી થાત." આરવ બોલ્યો.

"મારા અને મારી ફેમિલીનાં લીધે તે ઘણીબધી મુશ્કેલીઓ સહન કરી છે. થેન્ક યુ એન્ડ સોરી ઓલ્સો." મીરાએ આભાર વ્યક્ત કરતાં કહ્યું.

"તને કેમ ખબર પડી અમે અહીં રહીએ છીએ?" મિહિરનાં મનમાં ક્યારનો પ્રશ્ન થઈ રહ્યો હતો.

"દહેરાદુનમાં મીરાને કહ્યું પછી મને વિશ્વાસ હતો કે તે અહીંયા આવી જ જશે. હું પણ બહુ મુશ્કેલીથી એ લોકોની નજર ચુકવીને અહીં આવતો રહ્યો. કાલે રાત્રે મેં તમને જોયાં હતાં. થોડીવાર તમને ફોલો કર્યા પછી ખબર પડી ગઈ કે તમે અત્યારે આ એપાર્ટમેન્ટમાં રહો છો. રાત્રે તો હું મારા દોસ્તની ઘરે રોકાઈ ગયો હતો. એટલે સવાર પડતાં જ હું અહીં પહોંચી ગયો." આરવ બોલ્યો.

"હાશ.. અડધી પહેલી સોલ્વ થઈ ગઈ. હવે બાકીની અડધી સોલ્વ કરવાં આપણે સામનો કરવો પડશે.. ધ લેજન્ડ : અમિત નો." મીત બોલ્યો.

"અરે એ લેજન્ડ છે તો આપણે અલ્ટ્રા લેજન્ડ છીએ. એને તો શું.. એની છઠ્ઠી જાણી લઈશું." મિહિર પૂરાં આત્મવિશ્વાસથી બોલ્યો.

એટલામાં મોબાઈલમાં રીંગ વાગે છે. મીતે જોયું તો તે તેનાં પપ્પાનો કૉલ હતો. તેણે થોડીવાર વાત કરી અને મુક્યો અને કહ્યું,

"સોરી યાર મિહિર, પપ્પાનો કૉલ હતો. એને કાંઈક કામ છે તો આજે તે બહાર જાય છે. થોડાં દિવસ પછી આવશે તો અત્યારે મને બોલવે છે. ખબર નહીં કાંઈક કામ હશે. તો મારે જવું પડશે. જો તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ન હોય તો જઉં?"

"હા, તું જા. એમ પણ હવે ખૂબ વિચારીને શાંતિથી આગળનો પ્લાન બનાવવો પડશે. એટલે તું સાંજે તો ફ્રી થઈ જઈશ.. તો ત્યારે આવજે. પછી આપણે વિચારશું આગળ શું કરવું તે.." મિહિરે કહ્યું.

"હા મીત.. તું જા. અને તને યાદ છે ને મેં શું કહ્યું હતું તે...." મીરાએ સવારની વાત યાદ અપાવવાની ટ્રાઈ કરતાં કહ્યું.

"હા હા, મને યાદ છે.. હું સાંજે આશી ને લઈને આવીશ. પછી આપણે પાંચેય ભેગાં મળીને આગળનો પ્લાન બનાવશું." મીતે કહ્યું.

"ગુડ." મીરાએ કહ્યું.

"ઓકે તો ફ્રેન્ડ્સ.. સાંજે મળ્યાં.. બાય." કહીને મીત જતો રહ્યો.

"આ આશી કોણ છે?" આરવે પૂછ્યું.

"એ તેની ગર્લફ્રેંડ છે." મીરાએ કહ્યું.

"હા, તેનું નામ આશીતા છે. તેને તો કોલેજમાં સાથે ભણતાં ત્યારથી ઓળખું છું. પણ મીતને તો હું અહીં આવ્યો ત્યારથી ઓળખું છું. મારો એકદમ ખાસ મિત્ર છે. પણ હવે તો પાછા સુરત ભેગાં થઈ ગયાં." મિહિરે કહ્યું.

"કેમ પાછાં સુરત ભેગાં? તું પહેલાં ત્યાં રે'તો?" આરવે પૂછ્યું.

"હા, હું અને મિહિર નાના હતાં ત્યારથી સાથે ભણતાં. અમારાં બંનેના પપ્પા પણ મિત્ર છે અને અમે પણ. પછી તો એ લોકો અહીં આવતાં રહ્યાં હતાં. બે વર્ષ પહેલાં તે ફરીથી સુરત શિફ્ટ થયાં. અને પાછો આ નંગ મને ભટક્યો." મીરા મિહિર સામું જીભડી કાઢીને બોલી.

"એય દોઢ ફૂટનો જીભડો અંદર નાંખ નહીંતર કપાતાં વાર નહીં લાગે અને મેઈન વાત તો એ છે કે પોતે એક મોટો નંગ છે એ મને નંગ કહે છે. ઘોર કળિયુગ છે હોં, આરવ.. " મિહિર મજાક કરતાં કરતાં બોલ્યો.

"તું છો એટલે કળિયુગ છે. બાકી તો રામનાં રાજ જ હતાં."

એમ કહીને મીરાએ મિહિરને માર્યું એટલે મિહિરે પણ સામાં મીરાના વાળ ખેંચ્યા.

"અરે પણ બસ બસ.. ઝઘડવાનું બંધ કરો. હું કોઈ નાના બાળકો સાથે હોઉં એવું લાગે છે હવે તમને જોઈને." આરવ બંનેને શાંત પાડી રહ્યો હતો.

"હા.. આ મિહિર નાના બાળક કરતાંય વધે એમ છે." મીરા બોલી.

"એ મીરા, હવે નહીં હો. બહુ મન થતું હોય તો બેય ને લાકડી આપી દઈશ. પછી ઝગડો કર્યે રાખજો. પણ અત્યારે બસ કરો." આરવ બંને હાથ જોડીને બોલ્યો.

તેને જોઈને મીરા અને મિહિર હસવા લાગ્યાં. આરવ, મીરા અને મિહિરની આંખોમાં એકબીજા માટેની લાગણી સ્પષ્ટપણે જોઈ શકતો હતો. આરવને મીરા ગમતી હતી. અત્યારથી નહીં,કોલેજમાં હતો ત્યારથી. પણ આજે તેને મીરાની આંખોમાં જે લાગણી મિહિર માટે જોઈ તેવી ક્યારેય પોતાનાં માટે નહોતી જોઈ. મિહિર અને મીરા બંને એકબીજા સાથે ખુશ હતાં. આવાં મુશ્કેલી ભર્યા સમયમાં મીરા ખુશ હતી તો ફક્ત મિહિરને લીધે. જે આરવ સારી રીતે જાણતો હતો. તે મીરાને કદાચ ક્યારેય આટલી ખુશ ના રાખી શકત. તેણે ત્યારે જ નિર્ણય કરી લીધો કે તે ક્યારેય મીરા અને મિહિર વચ્ચે નહીં આવે. આરવની એક જ ઈચ્છા હતી કે મીરા જેની સાથે પણ રહે.. બસ ખુશ રહે.

"ઓ ભાઈ, કઈ રાજકુમારીનાં સપનામાં ખોવાયેલ છો." મિહિરે આરવની આંખ સામે ચપટી વગાડતાં કહ્યું.

"હેં..!! અરે ના ના. મેં તો રાજકુમારી નો 'ર' પણ નથી જોયો. તો ક્યાંથી તેનાં સપનાંમાં ખોવાઈ જાઉં." આરવે કહ્યું.

આરવની વાત સાંભળી મીરા અને મિહિર હસવાં લાગ્યાં.

"મીરા, ઘરમાં તો કાંઈ છે નહીં. ચાલ હું કાંઈક લેતો આવું પછી તું બનાવ કાંઈક. ભૂખ લાગી છે હવે તો.." મિહિરે કહ્યું.

"હા ચાલ, હું પણ સાથે આવું છું." આરવે કહ્યું.

"ના મારા ભાઈ. તારું નામ મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં છે. તું ઘરમાં જ રે. હું જઉં છું." મિહિરે કહ્યું અને પછી ગયો.

થોડીવાર પછી ત્રણેય જમે છે અને પછી વાતુનાં ગપાટાં મારે છે. થોડા સમયમાં મીત પણ આવી જાય છે.

"હેય ફ્રેન્ડ્સ, આઈ એમ હિઅર." મીત અંદર આવીને બોલ્યો અને પછી તેની સાથે આવેલી છોકરી વિશે જણાવતાં બોલ્યો, "એન્ડ શી ઈઝ આશી, માય ગર્લફ્રેંડ."

"હાય આશી.. ઘણાં સમય પછી મળ્યાં હોં." મિહિરે કહ્યું.

"હા હોં.." આશીએ કહ્યું.

મીરા અને આરવે પણ તેમનો પરિચય આપ્યો.

"આશીને તો મેં બધું કહી દીધું છે. તમે કોઈએ વિચાર્યું કાંઈ?" મીતે પૂછ્યું.

"ના પણ મારી પાસે એક માહિતી છે..!!" આરવે કહ્યું.


***

વધુ આવતા ભાગમાં..

આપના અમૂલ્ય પ્રતિભાવ આપતાં રહો.

જય શ્રી કૃષ્ણ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED