Ek bhool - 13 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 13

મીરા તેને અમિત અને તેની બહેન અક્ષિતાની બધી વાત કરે છે. મીરાની વાત સાંભળીને મીત બોલ્યો,

"આ અમિત એટલે અમિત શાહ. એમ આઈ રાઈટ?"

"તને કેમ ખબર પડી? તું ઓળખે છે તેને?" મીરાને આશ્ચર્ય થયું.

"હા, બહુજ સારી રીતે. મારા પપ્પા પાસેથી ઘણીવાર તેનાં વિશે સાંભળ્યું છે. તેને આવ્યાં ને જાજો સમય થયો નથી પણ અત્યારે તે અહીંનો ખૂબ મોટો ડ્રગ સપ્લાયર છે. દિવસે કરોડો રૂપિયાનાં ડ્રગ્સની હેરાફેરી કરે છે. અહીંની પોલિસ પણ તેનાં કંટ્રોલમાં છે અને એટલે જ કોઈની હિંમત નથી કે તેની વિરુધ્ધ જઈ શકે. અને મેઇન વાત તો એ છે કે તે ક્યાં રહે છે તેની આજ સુધી કોઈને ખબર નથી પડી. તે ક્યાંય બહુ જતો પણ નથી. ટૂંકમાં બે નંબરનાં ધંધાનો કિંગ છે. જેટલી મને જેટલી જાણકારી છે તે મુજબ તેનાં પરિવારમાં બીજું તો કોઈ નથી બસ એક ભાઈ છે,વિહાન. અને..."

મીત બોલતો હતો ત્યાં વચ્ચે મીરા બોલી,

"ભાઈ? એ કેવી રીતે હોઈ શકે. તેને એક બહેન હતી, અક્ષિતા. જે હવે નથી રહી. તો આ વિહાન?"

"તો કદાચ સગો ભાઈ ન હોઈ તેવું પણ બની શકે." મિહિરે પોતાનો વિચાર રજૂ કર્યો.

"હા હોય શકે. પણ હા એક વાત છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી વિહાન અમિત જેવો નથી. તે રહે છે અમિત સાથે પણ કોઈ દિવસ તેનાં ખોટાં કામમાં સાથ નથી આપ્યો." મીતે કહ્યું.

"એન્ડ હા, અમિતને અત્યાર સુધીમાં તો ખબર પડી જ ગઈ હશે કે મીરા અહીં આવી ગઈ છે. આ વાત તેની જાણ બહાર ન જ હોય શકે. અને મીરાએ અક્ષિતા વિશે કહ્યું હતું એ પરથી મને લાગે છે કે તેણે પૂરી તૈયારી પણ કરી લીધી હશે તેનો બદલો પૂરો કરવાં. માટે આપણે ખૂબ સાવચેતીથી કામ લેવું પડશે. નહીંતર તે રાધિકાને પણ નુકશાન પહોંચાડી શકે તેમ છે." મીતે કહ્યું.

"હા.. તારી વાત સાચી છે. પણ આપણે અમિત સુધી પહોંચવું કઈ રીતે? આપણને તો એ પણ ખબર નથી કે તે ક્યાં રહે છે. અને તેની નજર પણ આપણી ઉપર જ હશે." મિહિરે કહ્યું.

મીત, મિહિર અને મીરા વાત કરી રહ્યાં હતાં ત્યાં કોઈએ દરવાજો ખખડાવ્યો. એક સેકંડ માટે તો મીરાને થયું કે નક્કી અમિત અહીં સુધી પહોંચી ગયો. મિહિરે ઈશારાથી તેને શાંત રહેવાં કહ્યું અને દરવાજો ખોલ્યો.

મીરા ઘડીક તો તેને જોતી જ રહી. તેને થયું કે આ કોઈ ભ્રમ હશે. કેમ કે સામે આરવ ઉભો હતો. તે ઝડપથી અંદર આવ્યો અને મિહિરને ફટાફટ દરવાજો બંધ કરવાનું કહ્યું.

"આ.... આરવ, તું અહીં? કેવી રીતે? મતલબ તને કેમ ખબર પડી અમે અહીંયા છીએ? અને દહેરાદૂનમાં પણ તું જ હતો ને? તે જ કહ્યું હતું ને કે રાધિકા અહીં મુંબઈ છે? તને ખબર છે તે ક્યાં છે અત્યારે?" આરવને જોઈને મીરા મનમાં રહેલાં બધાં પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો.

મિહિર અને મીત ઘડીક જોતાં રહી ગયાં કે આ શું થઈ રહ્યું છે.

"બે મિનિટ શાંતિ રાખ. તારાં બધાં પ્રશ્નોનો જવાબ મારી પાસે છે." આરવે કહ્યું.

મિહિર આરવ માટે પાણીનો ગ્લાસ ભરી આવ્યો. આરવે પાણી પીધું. એક ઊંડો શ્વાસ લીધો અને પછી મીરાને કહ્યું,

"મીરા, સૌથી પહેલાં તો હું તારી માફી માગું છું. હું બધું જાણતો હોવા છતાં તને ન તો કાંઈ કહી શક્યો કે ન તો તારી મદદ કરી શક્યો." આરવે મીરાની સામે બે હાથ જોડી માફી માગતાં કહ્યું.

"હમમ.. તારી મજબૂરી રહી હશે તો જ તે નહીં કહ્યું હોય. હું સમજી શકું છું." મીરા આરવનાં હાથ પકડતાં બોલી.

"હા.. સાચી વાત છે તારી. હું મજબૂર હતો મીરા." મિહિર નીચું જોઈને બોલ્યો.

"પણ કેમ? શું થયું હતું એવું કે તું કાંઈ કહી જ ના શક્યો?" મિહિરે પૂછ્યું.

"કહું છું.." આરવે મિહિરને કહ્યું અને પછી મીરા તરફ જોઈને બોલ્યો, "મીરા, તને યાદ છે મેં તને મળવા માટે બોલાવી હતી?"

મીરાએ તે દિવસને યાદ કરીને હકારમાં માથું હલાવ્યું.

"તેનાં આગળનાં દિવસે જ હું તને કહ્યાં વિનાં આવીને તને સરપ્રાઈઝ આપવાં માગતો હતો. અને એટલે જ તે દિવસે તું જોબ કરતી ત્યાં સાંજે તારા છૂટવાનાં સમયે પહોંચવા માટે નીકળી ગયો હતો." આરવ બોલ્યો.

***

વધું આવતાં ભાગમાં...

વાંચવા બદલ આભાર અને વધુ જાણવા અંત સુધી બન્યાં રહેજો..

જય શ્રી ક્રિષ્ના..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED