આહવાન - 35 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 35

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૫

કાજલ ઢળી પડતાં મિકિન ભાગતો ભાગતો થોડો નશાની હાલતમાં જ આવીને કાજલનો હાથ પકડીને બોલ્યો, " કાજલ..ઓ માય જાન..ઉઠ કાજલ‌ ઉઠ.. તું મને છોડીને ક્યાંય જઈશ નહીં... હું તારાં વિના નહીં જીવી શકું..."કહીને એનો હાથ હલાવવા લાગ્યો‌.

મિસ્ટર અરોરા : " એને કંઈ થયું નથી સામે જુઓ શું દેખાય છે ?? એ જોઈને એની આ સ્થિતિ થઈ છે...અને હવે ભાનમાં આવો. મને તમારાં પરિચયમાં આવ્યાં પછી ખબર પડી જ ગઈ હતી કે તમે પીધાં પછી જરાં પણ હોશમાં નથી હોતાં આથી જ મેં બધાં પ્લાન પર પાણી ફરી ન વળે એ માટે જરાં પણ ડ્રીન્ક નથી કર્યું....બાકી તો પેલી શકીરા એ કંઈ પેલા મારાં પાર્ટનર જોસેફ જોડે ઐય્યાશી થોડી કરતી હોત ?? "

મયુર : " હમમમ...ધેટ્સ ધ પોઈન્ટ..." કહીને એ અંદર જોઈને કહેવા લાગ્યો આ જો તારો મિકિન...યે તો સિર્ફ ટ્રેલર હૈ તુજે ડરાને કે લિયે....બાકી તો..."

કાજલ થોડીવારમાં ધીમેથી આંખો ખોલીને બોલી, " બાકી તો શું ?? તો પછી મિકિન ક્યાં છે ?? તમારાં લોકોનો ભાંડો ફોડીશ તો ખુરશી તો શું જિંદગી ગુમાવવી પડશે..."

મિસ્ટર અરોરા : " એ માટે કોઈને ખબર તો પડવી જોઈએ ને ?? છે કોઈ પુરાવો તારી પાસે ?? ને આટલી ડરાવણી જગ્યામાંથી પાછી જઈશ તો ને મિસીસ ઉપાધ્યાય ?? તારું પણ અહીંથી જીવતાં નીકળવું હવે તો મુશ્કેલ લાગે છે. મને એમ કે તું સીધી સાદી રીતે માની જઈશ પણ તારો પાવર તો બહું છે ને કંઈ ?? "

મયુર : " એ મોટાં બિઝનેસમેનની દીકરી છે...પાવર તો હોય જ ને.‌‌..હવે પાછી કમિશનરની પત્ની‌.. ડબલ પાવર...હા..હા.." કહીને જોરથી હસવા લાગ્યો.

કાજલે હવે સીધું અરોરાનુ ગળું પકડતાં કહ્યું, " જ્યાં પણ જઈશ હવે તો હું એકલી નહીં જઉં તમને સાથે લઈને જ જઈશ સમજ્યાં...અને આ શું છે કોઈની જિંદગી સાથે મજાક કરતાં શરમ પણ નથી આવતી ?? સાચું બોલ અને મિકિન પાસે મને પહોંચાડે છે કે નહીં...?? "

અરોરા : " મને તો એમ હતું કે મિકિનની હાઉસ વાઈફ પત્ની સીધીસાદી હશે પણ આ તો જોરદાર છે મને આવી તીખી અને ડૉન જેવી સ્ત્રીઓ બહું ગમે બાકી.... તું શું કરીશ તું એમ તો કહે ?? "

કાજલ : " પાંચ મિનિટમાં તું મને મિકિનને બતાવ નહીં તો દસમી મિનિટે તું જોઈ લેજે શું થાય છે‌‌...." ને એમ કહીને કાજલ એ ભુલભુલામણી ભરેલી જગ્યામાં મિકિનને શોધવાં એકલી જ અંદર પહોંચી ગઈ...!!

**************

રાત્રે બાર વાગ્યા એટલે બધાં લગભગ સૂઈ ગયાં. એ જ સમયે ઘરનો ડોરબેલ વાગતાં વિશાખા ફટાફટ દરવાજે પહોંચી. એ સાથે શૈલી હજું જાગતી જ હશે કે કેમ એ ફટાફટ ઉઠીને બહાર આવી ગઈ. એણે દરવાજે જોયું કે તરત જ ભાગીને જોરથી સ્મિતની સાથે આવેલી વ્યક્તિને ભેટી પડીને બોલી, " દાદુ..તમે આવી ગયાં ?? તમે મારાં મમ્મી પપ્પાને લઈ આવશો ને ?? મને ઉંઘ નથી આવતી મમ્મી પપ્પા વિના."

ભાગ્યેશભાઈ : " હા બેટા તું ચિંતા ન કર...એ બહું જલ્દીથી આવી જશે... તું અત્યારે સૂઈ જા..." કહીને એને ચોકલેટ ને ગિફ્ટ આપતાં જ શૈલી રૂમમાં જતી રહી.

વિશાખા : " અમે તમારાં કહ્યાં પ્રમાણે કર્યું તો ખરાં હું રિસર્ચ સેન્ટર પરથી પાછો આવી ગયો છું એક દિવસ માટે પણ પપ્પા આ બધું શું છે કંઈ સમજાતું નથી અમને તો ?? "

ભાગ્યેશભાઈ : " મિકિન બે દિવસથી ગાયબ છે એ તો તને પણ ખબર છે . એ તો કાજલની ચતુરાઈ અને બહાદુરીથી કદાચ કંઈ શક્ય બને તો સારું..."

સ્મિત : " મતલબ ?? અને તમે સમય મુજબ ત્યાં જવાનું કહ્યું બાળકોને લઈને પણ આવી ગયો...પણ હજું મેટર નથી સમજાતી..‌ભાઈ માટે પોલીસને ફરિયાદ કરીએ તો ?? "

ભાગ્યેશભાઈ : " હવે બધું કરવાનું છે આપણે પણ સમજી વિચારીને....આ બધું કરનાર કદાચ કાજલનો પ્રથમ પતિ મયુર છે...પણ એમાં બીજાં કોઈની પણ સંડોવણી હશે જ...એને શંકા જતાં એણે પહેલેથી બધી જ વાત કરી દીધી હતી. એને કોઈ મિકિન સુધી લઈ ગયું છે...એણે ચાલાકીથી એ વિડીયો કોલ મને મોકલી દીધો હતો. કોઈ પણ રીતે એણે બાળકોને ત્યાંથી નીકાળી દેવા કહ્યું હતું. એટલે જ મેં તને આ રીતે બધું પહેરીને ત્યાં જવા કહ્યું હતું...એણે પોતાની પાસેની એક સીસ્ટમ દ્વારા કંઈ સેટિંગ મારાં નંબર સાથે કર્યું છે કે એ જ્યાં પણ હશે કોઈ પણ વ્યક્તિ સાથે થતી વાતચીત સાંભળી શકાશે...જગ્યા જાણવી આમાં શક્ય નથી જો એ બોલીને કંઈ હીન્ટ આપે તો ખબર પડશે..."

સ્મિત : " પણ એમનો મોબાઇલ તો અહીં જ છે તો કેવી રીતે બધું થશે ?? "

ભાગ્યેશભાઈ : " એણે કોઈ માઈક્રોચીપ એની બોડીમાં કોઈ રીતે ઈન્સર્ટ કરાવી છે કોઈ રીતે પણ એને ૩૦ કલાકથી વધુ બોડી સાથે જોડાયેલી ન રાખી શકાય. "

વિશાખા : " તો શું થાય ?? "

ભાગ્યેશભાઈ : " એ વિસ્ફોટ થઈને ફાટી જાય. એણે મિકિન માટે આટલું મોટું જોખમ ઉઠાવ્યું છે. હવે એ બંનેને આપણે બચાવવાનાં છે."

સ્મિત : " શું આ તો ભાભીનો જીવ જોખમમાં છે.અને આતો બહું રિસ્કી છે...આપણે કેવી રીતે ત્યાં પહોંચવું આટલી જલ્દી. "

ભાગ્યેશભાઈ : " હા અઘરું છે પણ આપણે શું કરવાનું છે એનો પ્લાનિંગ અત્યારે કરવાનો છે હું તમને કહું છું એ મુજબ...અને વિકાસ પણ કદાચ સવારે આવી જશે."

વિશાખા : " પણ એ તો સિવિલમાં ડ્યુટી પર છે તો રજા મળશે એમને અને કોરોના ?? "

ભાગ્યેશભાઈ : " હા મારી સાંજે જ વાત થતાં એણે એનો સાંજે ટેસ્ટ કરાવી દીધો છે. સવારે એનો રિપોર્ટ આવશે પછી જ એ આવશે. બાળકો છે ઘરમાં ને અત્યારે તો કોઈને પણ જોખમ છે એટલે એ કંઈ પણ રિસ્ક નહીં લે. "

સ્મિત : " પપ્પા તમારાં પછી ભાઈ ભાભી એ લોકોએ તો આપણાં માટે જેટલું કર્યું છે એ કોઈ સગાં ભાઈ ભાભી પણ ન કરે. એમને કંઈ થવું ન જોઈએ. "

ભાગ્યેશભાઈ : " ચિંતા ન કરો બધાં સાથે છીએ તો કંઈ નહીં થાય કોઈને‌ . અર્થની અને અંજલિની આટલી ખરાબ તબિયત હોવાં છતાં આપણે કોઈ સાથે ન રહી શક્યાં વિકાસની ગેરહાજરીમાં...એ મોરચો એણે જાતે સંભાળી લીધો પણ આ વાત સાંભળીને અંજલિએ સામેથી એને તરત જ ઘરે આવી જવાં કહ્યું."

સ્મિત : " સાચી વાત છે હવે બધું સારું થશે. પણ હવે પપ્પા આપણે શું કરવાનું છે ?? "

ભાગ્યેશભાઈ : " તારું લેપટોપ લાવ. મને સિસ્ટમ બહું નથી ખબર પણ જે પ્રમાણે હું કહું એમ તું કરજે. આજકાલનું અપડેટેડ મને બહું ખબર ન હોય. "

સ્મિતે ફટાફટ લેપટોપ લાવીને શરું કરી દીધું. પછી એનાં સાથે ભાગ્યેશભાઈનો મોબાઈલ કનેક્ટ કરીને બધું સેટિંગ કર્યું. શરું તો થયું પણ થોડીવાર કંઈ અવાજ જ ન આવ્યો. આ ફક્ત ઓડિયો માટે જ છે એટલે દેખાડવાનું તો કંઈ છે નહીં. પછી એણે લગભગ દસેક મિનિટ બાદ એક અવાજ શરું થતો સંભળાયો. કોઈ પુરુષનો અજાણ્યો અવાજ..." જો મિસિસ કાજલ ઉપાધ્યાય પણ અહીં તારી પાસે કોઈ નહી આવી શકે...!! આખું આ સિક્રેટ વિલા ફરી રહેવામાં જ તને કલાક જતો રહેશે....તને બીક નથી લાગતી જરાં પણ ?? "

ત્યાં જ કાજલનો અવાજ આવ્યો, " તું ફક્ત એટલું જણાવ કે મિકિન ક્યાં છે ?? અહીં છે કે નહીં ?? "

મિસ્ટર અરોરા : " મને હવે તને આટલી નજીકથી જોયાં પછી સાચું કહું તો મિકિનને મળાવવાની જરાં પણ ઈચ્છા નથી. આ મયુર જોને આટલી સારી પત્ની મેળવ્યાં પછી પણ તને સંભાળી ન શક્યો બાકી હું હોવ તો તને ખુશખુશાલ કરી દઉં..."

એ વખતે જ થોડીવારથી કાજલના મનમાં એક ધીમું એલાર્મ શરૂં થયું છે એ થતાં જ કાજલને શાંતિ થઈ કે પપ્પા હવે કદાચ આ બધું સાંભળી રહ્યાં છે. એ કંઈ બોલે એ પહેલાં જ મયુર નશામાં બોલ્યો, " આજે તો તારી ઈજ્જતનાં લીરેલીરા ઉડી જશે‌‌...!! ખાલી ટીવી ઓન કરવાની વાર... તું મારી સાથે પ્રણયફાગ ખેલી રહી હતી ને....અને હવે મિકિનને પ્રેમ કરવાનું નાટક કરે છે ને !! "

કાજલ : " તને તો હું...મયુર..." ત્યાં જ ટક ટક થઈને અવાજ બંધ થઈ ગયો.

ભાગ્યેશભાઈ : " આ શું થયું અવાજ તો બંધ થઈ ગયો."

સ્મિત : " કદાચ કોઈ કનેક્શન પ્રોબ્લેમ હશે..."

ભાગ્યેશભાઈ : " આટલાં પરથી મયુર અને બીજું કોઈ વ્યક્તિ એની સાથે છે પણ કોઈ સિક્રેટ વિલા નામની જગ્યા એ ક્યાં હશે ?? "

વિશાખા : " એમણે કહ્યું એ મુજબ ન્યુઝ ચાલું કરીએ તો ?? "

અડધી રાત્રે ટીવી ચાલુ કરીને ન્યુઝ ચાલું કર્યા એ સાથે જ બધાંની આંખો પહોળી થઈ ગઈ.

શું આવ્યું હશે ન્યુઝ ચેનલમાં ?? કાજલ હવે શું કરશે ?? એ મિકિન સુધી કેવી રીતે પહોંચશે ?? મિકિનનો પરિવાર એનાં માટે શું કરશે ?? એ લોકો મિકિન અને કાજલને બચાવી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો આહવાન - ૩૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....