Aahvan - 4 books and stories free download online pdf in Gujarati

આહવાન - 4

સ્મિતનાં પગ દરવાજાની નજીક પહોંચતાં જ થંભી ગયાં. એણે એક જ પર જાણે આખાં રૂમમાં નજર ફેરવી દીધી...એની નજર ફરી એ કન્ટેનર બોકસ પાસે રહેલાં એક ઉંદર, એક કબૂતર, એક દેડકો...વગેરે પર ગઈ. એની આંખો આશ્ચર્ય મિશ્રિતભાવ સાથે પહોળી થઈ ગઈ. જે બધામાં એણે કોરોના વાયરસને કુત્રિમ રીતે પેદા કરીને આ બધાંનાં શરીરમાં દાખલ કર્યાં હતાં. એ બાદ એક જ દિવસમાં એ બધાં જ વારાફરથી બેભાન થયાં હતાં તો કોઈ બહું ખરાબ સ્થિતિમાં તરફડતા હતાં. ત્યારબાદ એણે વેક્સિન બનાવીને પરીક્ષણ માટે આ બધાંને જ એણે ઈન્જેક્ટ કરી હતી. પણ એમાંથી ત્રણ જણાં ફરી નોર્મલ બની ગયાં છે જ્યારે બીજાં ચારેક જણાં તો એમ જ બેભાન અવસ્થામાં જ પડ્યાં હતાં...જે અત્યારે બંને ભાનમાં આવીને નાનકડાં પાંજરામાં મોજમાં આવી ગયાં હોય એવું લાગ્યું...!! એને કંઈ સમજાયું નહીં આવું થવાનું કારણ.

સ્મિત વિચારવા લાગ્યો કે એવું શું થયું અચાનક ?? એ બપોર પછી બહાર ગયો હતો પછી આવીને એને યાદ આવ્યું ઘણાં સમય સુધી રૂમ બંધ હતો સાથે એસી વગેરે પણ બધું જ બંધ હતું...પણ એને યાદ આવ્યું કે એને જે ઈન્ક્યુબેશન માટેનાં મશીનની સ્પીડ રાખી હતી એ અત્યારે બમણી થઈ ગઈ છે...મશીનની અમૂક સ્વિચનાં મોડ બદલાઈ ગયાં છે...આખો રૂમ એકદમ ગરમવાળો થઈ ગયો છે...

સ્મિતે વિચાર્યું એણે પોતે તો આવું કંઈ કર્યું નથી. તો કોઈ રૂમમાં આવ્યું હશે ?? અહીં તો કોઈ સીસીટીવી કેમેરા પણ નથી. એસી બંધ કરવાથી મતલબ સતત ચાલું રહેતાં એસીને કારણે એનાં ગ્રોથમાં કંઈ તફલીક પડતી હશે કે વધારે પ્રમાણમાં થતો હશે કે શું...!!

પછી સ્મિતને એકદમ મનમાં વિચાર ઝબૂક્યો...કે અહીં સિંઘાનિયા સર કે જે એમનાં ડિપાર્ટમેન્ટનાં ટેમ્પરરી હેડ છે. અને એમનાં ડિપાર્ટમેન્ટનાં બે મેઈન વ્યકિતઓ પણ અહીં જ છે...અને આ એનિમલ સક્સેસની વાત મેં એમને જ કરી હતી જો કે એ હજું પણ ટ્રાયલ બેઝ પર જ હતું છતાં પણ મેં પહેલેથી વ્યવસ્થા થાય એ માટે એમને એનિમલ વેક્સિન પ્રયોગ સફળ થયો છે એવું જણાવ્યું હતું. એમણે કદાચ મારા પર આ કારણે નજર તો રખાવી જ હશે કોઈ ને કોઈની અહીં...!!

મતલબ આ એમાંના કોઈ કે જ આ બધું નિષ્ફળ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ એમનાં આ કરવામાં મને તો સફળતા મળી ગઈ. એમણે કંઈ ઉંધુ કરવાનો પ્રયત્ન કર્યો હશે...બાકી સારું કરવું હોય તો શું કામ મારી ગેરહાજરીમાં કરે કોઈ ?? એ તો કુદરતને મનોમન પ્રાર્થના કરતાં બોલ્યો, " ખુદા કંઈ પણ થાય તું મારી સાથે જ છે એ મને સમજાઈ ગયું..."

એણે હજું સુધીનું બધું જ એનાં કેમેરામાં કેદ કરેલું અકબંધ છે...એની પાસે તો બધાં પુરાવા છે જ કે એણે પોતે જ આ બધું સફળ રીતે પાર પાડ્યું છે. પણ એને મનોમન હસવું આવી રહ્યું છે કે લોકો આવાં સમયમાં પણ માણસાઈ નથી બતાવી શકતાં...!! લોકોને ખાવાંનાં ફાંફાં છે, ધંધા રોજગાર બંધ થઈ ગયાં છે.... ત્યાં બહારથી બધું સારું દેખાતું બધે અંદરોઅંદર આ રમતો રમાતી રહી છે...!!

એને ફરી કંઈ યાદ આવ્યું કે મિકીન સાથે વાત કરવાની છે એણે ફરી ફોન લગાડ્યો.

એ સાથે જ મિકિનનો ઘેરો બનેલો અવાજ આવ્યો. એ થોડાં ધીમે અવાજે બોલ્યો, " હા બોલ, સ્મિત.. તું ઠીક તો છે ને ?? "

સ્મિત : " હું તો ઠીક છું પણ આ હું શું ન્યુઝમાં જોઈ રહ્યો છું ?? તારી તબિયતને અચાનક શું થયું ?? ફોન પણ નહોતો ઉપાડતો ને ?? ભાભીએ પણ ફોન ન ઉપાડ્યો... તું ઘરે જ છે કે હોસ્પિટલમાં ?? "

મિકિન : " ઘરે જ છું...ને એકદમ સહીસલામત. તું મળી શકીશ મને ?? પણ હું તો અત્યારે ઘરની બહાર પણ નીકળી નહીં શકું. મારાં બંગલાની બહાર તો ક્વોરેન્ટાઈનનું મોટું બોર્ડ લાગી ગયું છે...."

સ્મિત : " પણ તું સાચે જ કોઈ પોઝિટીવ વ્યક્તિનાં સંપર્કમાં આવ્યો છે કે પછી તને કોરોનાનાં કોઈ લક્ષણો છે ખરાં ?? "

મિકિન : " નહીં... એવું કશું જ નથી. બસ બધું રાજકારણ રમાઈ ગયું છે. તારે આવવું હોય તો ફ્રી હોય તો રાત્રે બીજાં દરવાજેથી આવજે. નિરાંતે મળીએ...પણ કોઈને આ વાત ન કરતો કે મારાં ઘરે આવે છે. "

સ્મિત : " હા એ વાત તો સાચી છે. આજે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું છે... ચાલ આવ્યો રાત્રે...પણ કોઈ તફલીક તો નહીં થાય ને તને ?? મારી આ નવી લેબ તારાં ઘરથી બહું દૂર નથી..."

મિકિન : " નહીં...આવી જા આમ પણ મારે હવે કોઈનું વિચારવું નથી.... આટલું કરીને મળ્યું છે‌ શું ?? બહું મોટી રમત રમાઈ છે..."

સ્મિત : " બસ આવ્યો સમજ..." કહીને ફોન મુકાઈ ગયો.

**************

રાત્રે લગભગ દસેક વાગ્યાનો સમય થયો હતો. લોકડાઉનને કારણે વાહનોની અવરજવર નહિવત્ હતી. એક થોડાં સૂમસામ રસ્તે પોતાનાં આઈકાર્ડ સાથે ઈમરજન્સી બતાવીને સ્મિત પોતાનાં બાઈક પર મિકિનના બંગલાની પાછળની સાઈડે પહોંચ્યો.

વાતચીત મુજબ મિકિનનાં દીકરા કૈવને દરવાજો ખોલ્યો. અને એ કોઈને ખબર ન પડે એમ ધીમેથી અંદર આવી ગયો.

મિકિને અંદરની એક બારી પાસેથી બહાર રહેલી જોરદાર સિક્યુરિટીને એણે સ્મિતને ધીમેથી બતાવી.

સ્મિત : " દોસ્ત હું આવી તો ગયો પણ તને પ્રોબ્લેમ તો નહીં થાય ને ?? "

મિકિન : " જરાયે નહીં...ચાલ મારાં રૂમમાં જ બેસીએ..."

એટલામાં મિકિનની પત્ની કાજલ આવી અને બોલી, " સ્મિત ભાઈ સારું થયું તમે આવ્યાં. ખરેખરમાં બધું શું બની રહ્યું છે આમને તો સમજાતું નથી મિકિન કંઈ જ બોલતો નથી... કદાચ તમારી સામે પોતાનો ઉભરો ઠાલવે તો એનું મન હળવું થાય બાકી કોરોના તો થતાં થશે પણ હાર્ટએટેક ના આવી જાય. એ પોતાની તફલીક મને એટલે ન કહે કે જેથી હું ચિંતા ન કરું...પણ તમારાં અને વિકાસભાઈ સામે તો જરૂર કરશે..."

સ્મિત હસીને બોલ્યો, " હા ભાભી જેમ તમે, વિશાખા , અને અંજલિભાભી જેમ અમારી પણ એવી જ દોસ્તી છે...એ ભલે બહારની દુનિયામાં ગમે તેટલો સ્ટ્રીક્ટ હોય પણ મારી સામે એનું કંઈ નહીં ચાલે...."

કાજલ : " હમમમ...બેસો બે ય જણાં રૂમમાં...."

પછી બેય મિત્રો ભેગાં થયાં.

સ્મિત : " બોલ હવે શું થયું ?? "

મિકિન : " મારે તારી સાથે વાત થયાં બાદ ત્યાં અચાનક મારાં માટે થયેલી મિટીંગ જે મારી જાણ બહાર હતી. આવા કપરાં સમયમાં જ્યારે લોકો જિંદગી સામે ઝઝુમી રહ્યાં છે ત્યારે ખાસ મારાં માટે શું કામ બધું કરવામાં આવ્યું એ મને સમજાયું નહીં. પણ આ બધું મને મિડિયા દ્વારા ખબર પડી...!!

પછી મને તો કંઈ વાત કર્યાં વિના જ કહ્યું કે તમારી પાસે છેલ્લે જે વ્યક્તિ આવ્યો હતો એને પોઝિટિવ આવ્યો છે એટલે તમને ચૌદ દિવસ માટે ક્વોરંટાઈન કરવામાં આવે છે. મેં ઘરે આવીને તપાસ પણ કરાવી તો એ વ્યક્તિને તો કંઈ થયું જ નથી. પણ મને ખુરશી પરથી ખસેડવાની ચાલ છે એ સમજાઈ ગયું. ચૌદ દિવસ દરમિયાન બીજાં નવાં મંત્રી માટેની તૈયારી પણ થઈ ગઈ છે...અને એ એવી વ્યક્તિ છે જે હંમેશાંથી મારાં વિરૂદ્ધમાં હોય છે...એ એક નંબરનો લાંચ રૂશ્વત લેનાર વ્યક્તિ છે. એનાં નિયમો બહારથી બહું કડક હોય એ જોઈને લોકો બહું અંજાઈ જશે પણ એ વ્યક્તિ બંધ બારણે કહી શકાય કે એક ગુંડો છે એ જ પબ્લિક સમજી નહીં શકે.

સ્મિત : " પણ એ તો ચૌદ દિવસ માટે જ ને ?? અને કંઈ તફલીક નથી તો તારો રિપોર્ટ નેગેટિવ જ આવશે પછી તો તને તારી પોસ્ટ મળી જ જશે ને ?? "

મિકિન : " ખબર નહીં. એ તો આવનારો સમય જ બતાવશે કે સત્ય શું છે??"

સ્મિત : " કેમ આવું બોલે છે તું ?? મને સ્પષ્ટ વાત કર તું..."

મિકિન : " તને ખબર છે ને કે આ બધું થયું એ પહેલાં પણ જ્યારથી મારી અહીં બદલી થઈ ત્યારથી મેં જૂનું ચાલ્યું આવતું ઘણું બદલીને લોકોને સુધારીને દેશને અને રાજ્યનાં લોકોને આગળ લાવવાં માટે ઘણાં નિયમો સ્ટ્રીક્ટ કરવાની કોશિષ કરી છે... અહીં લોકોને ફોરેન કન્ટ્રીઝનાં જેવી સગવડો રૂપિયા જોઈએ છે પણ કોઈને એવાં નિયમો પાળવા નથી એવી મહેનત નથી કરવી...બસ આ વસ્તુ ને મારાં સિદ્ધાંત એમને શરૂઆતથી જ નડ્યા હતાં. ઘણાં કહેવાતાં મોટાં માથાંઓનાં સારાં એવાં કમિશનનાં અને લાંચના ધંધાઓ બંધ થઈ ગયાં હતાં...!! ને બધું સરખું સુધારાની લાઈન પર આવી રહ્યું હતું ત્યાં જ આ કોરાનાનું ગ્રહણ આવી ગયું...ને બધું જ બદલાઈ ગયું...એક મોટી રમત રમાઈ ગઈ !!

શું સાચે જ મિકિન ઉપાધ્યાયને પોતાની જગ્યા પાછી નહીં મળે ?? શું કરશે એ હવે ?? સ્મિત પોતાનું આપેલું વચન નિભાવી શકશે ?? પ્રથમ વેક્સિન બનાવવાનું કામ પાર પાડી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, સંગાથ - ૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED