Aahvan - 7 books and stories free download online pdf in Gujarati

આહવાન - 7

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૭

કાજલ : " તું જલ્દીથી બોલ...મિકિન. મને બહું ચિંતા થાય છે...એક સાથે આપણને બંનેને ખરાબ સ્વપ્ન ?? એ શું સંકેત કરી રહ્યું હશે ?? ક્યાંક ‌...."

મિકિન : " મને તો એવું સ્વપ્ન આવ્યું કે કોઈ અજાણ્યા લોકો મને અજાણી જગ્યાએ લઈ જઈને મારવાની કોશિષ કરી રહ્યાં છે અને હું મારી જાતને બચાવવાની નિષ્ફળ કોશિષ..."

કાજલ : " આવું ન બોલ...તને કંઈ જ નહીં થાય...!! કોણ તને મરવાની કોશિષ કરી રહ્યું હતું ?? "

મિકિન : " કોઈ અજાણ્યા માણસો એમાંથી કોઈને હું ઓળખતો નહોતો. પણ તને શું સ્વપ્ન આવ્યું ?? "

કાજલ : " મને આપણાં કોઈનું નહીં પણ વિકાસભાઈ નાનકડાં દીકરા અર્થનું સ્વપ્ન આવ્યું કે એને કોરોના પોઝિટિવ આવ્યો છે અને એ વેન્ટિલેટર પર છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. "

મિકિન : " એ તો હજુ બે મહિનાનો છે એ ક્યાં જવાનો બહાર ?? અને વિકાસ તો લગભગ એનાં જન્મ પછી ઘરે આવ્યો પણ નથી...એણે તો એનાં દીકરાને જોયો પણ નથી હજું...."

કાજલ : " હા એ જ ને...મને એમ થાય છે કે એકવાર અંજલિને ફોન કરીને પૂછી જોવું મને તો ચિંતા થાય છે. વિકાસભાઈએ તો એને જન્મ બાદ ફોટાં સિવાય જોયો પણ નથી...જો એને કંઈ થાય તો એની શું હાલત થાય ?? "

મિકિન : " આવું ના બોલ...અને અત્યારે સાડા ચાર વાગ્યે કોઈને ફોન થોડો કરાય ?? પછી મોડાં વાત કરી દેજે.

મિકિને કાજલને એની પાસે બેસાડી...ને પ્રેમથી એનો હાથ પકડ્યો ને પૂછ્યું, " કે તું કેમ આટલી ગભરાયેલી છે ?? "

કાજલ : " તને કંઈ થવું ન જોઈએ...મને તારી ચિંતા થાય છે. હું તારાં વિના તો મારી લાઈફ વિચારી પણ ન શકું..."

મિકિન સહેજ હળવાશ લાવવાં બોલ્યો, "જો બીજાં કોઈ સાથે લગ્ન થયાં હોત તો શું કરત?? "

કાજલ : " તો વાત અલગ હતી. પણ હવે અત્યારે તો તું જ મારી લાઈફ છે તને કંઈ પણ થાય એ મને સહન ન થાય. "

મિકિને પ્રેમથી કાજલના ગાલ પર પ્રેમભર્યું ચુંબન કર્યું અને એને પાસે લાવીને કહ્યું, " કંઈ નહીં થાય મને‌... હજું તો આપણે કેટલી જિંદગી સાથે જીવવાની છે અને શૈલી અને સત્વ તો જો કેટલાં નાના છે હજું...આપણી કેટલી ઈચ્છાઓ અને સપનાંઓ હજું સાથે મળીને પૂર્ણ કરવાનાં છે... હજું આપણી ઉંમર જ ક્યાં છે ?? ઉંમર અને પ્રેમને કોઈ સંબંધ નથી હોતો. એ તો દિવસે દિવસે વધતો રહે છે...!!

કાજલ : " ચાલ ક્યાંક શૈલી ઉઠશે ને હું નહીં દેખાઉં તો સીધી અહીં આવી પહોંચશે...એ તો ખબર છે ને દાદી અમ્મા છે દસ સવાલો કરી દેશે...!! "

મિકિન : " હમમમ...ચાલ સૂઈ જા થોડીવાર મારી પાસે. નહીં આવે એ તો હમણાં સૂતી હશે તો..." પછી બે ય જણાં એકબીજાનાં આલિંગનમાં શાંતિથી સૂઈ ગયાં...!!

**********

સવાર પડતાં સૂર્યના કિરણો બારીમાંથી અંદર આવતાં રૂમમાં અજવાળું થઈ ગયું એ સાથે જ અચાનક કાજલની આંખ ખુલી તો ઘડિયાળમાં આઠ વાગી ગયાં છે‌ . રોજ લગભગ છ વાગે ઉઠવાની આદત હતી પણ આજે ઉંઘ ડિસ્ટર્બ થવાને કારણે ઉંઘ આવી ગઈ...!! એણે પ્રેમથી સૂતેલાં મિકિને કપાળ પર પ્રેમભર્યો સ્પર્શ કર્યો ને એક હળવું ચૂંબન કરીને એ રૂમમાંથી બહાર આવી ગઈ.

બહાર આવતાં જોયું તો શૈલી તો બહાર ડાયનિગ ટેબલ પાસે ત્યાં બેઠેલી છે.

શૈલી : " ગુડ મોર્નિંગ મમ્મી..."

કાજલ : " અરે બેટા તું તો વહેલાં વહેલાં ઉઠી ગઈને. ચાલ મમ્મા ફટાફટ નાસ્તો બનાવી દે છે તારાં માટે...સોરી આજે ઉઠવામાં લેટ થઈ ગયું..."

શૈલી બીજું કંઈ બોલી નહીં. એને સવારે દૂધ પીવે નહીં ત્યાં સુધી જાણે એનામાં એનર્જી ન આવે...અને પછી એને સૂવે ત્યાં સુધી ચૂપ રાખવાની કોઈની તાકાત નથી.

કાજલ રસોડામાં પહોંચી તો સત્વ મેગી બનાવી રહ્યો છે. સત્વ ત્રીજાં ધોરણમાં જ છે પણ બહું જોરદાર કામ કરી રહ્યો છે.

કાજલ : " અરે બેટા શું બનાવી રહ્યો છે ?? મને ઉઠાડાય ને ?? ખબર નહીં આજે કેમની ઉંઘ આવી ગઈ આટલી..."

સત્વ : " અરે કંઈ નહીં મમ્મી રોજ તું કરે જ છે ને આજે મેં કર્યું. ચાલ આપણે નાસ્તો કરવા બહાર જઈએ..."

કાજલ : " પણ દૂધ નથી પીવાનું તમારે બંનેને ?? "

સત્વ : " બધું તૈયાર જ છે..."

પછી થોડી જ વારમાં બધાં ડાયનિગ ટેબલ પાસે ગોઠવાયાં.

સત્વ : " મેં મેગી તો બહું બધી બનાવી છે પણ પપ્પા તો નહીં ખાય ને ?? એમનો નાસ્તો તો મેં નથી બનાવ્યો.

એટલામાં જ ઉઠીને ફ્રેશ થઈને મિકિન બહાર આવીને બોલ્યો, " કેમ હું પણ તમારી સાથે આજે તો મેગી ખાઈશ ને ?? "

સત્વ : " ચાલો બહું બધી છે..." પછી ચારેય ઘણાં દિવસે આજે સાથે મળીને નાસ્તો કર્યો.

ખુશ દેખાઈ રહેલાં મિકિનને જોઈને કાજલ બોલી, " જેણે જે પણ વસ્તુ માટે તને ક્વોરેન્ટાઈન કરાવ્યો હોય પણ તને આજે ફેમીલી સાથે રહેવાનો સમય મળ્યો તો ખરાં..."

મિકિન : " હા...એ તો છે જ...મને તમારા બધાં સાથે રહેવાની મજા આવી. છોકરાંઓને પણ એનાં આ વ્યસ્ત રહેતાં પપ્પા સાથે રહેવાનો સમય મળ્યો..."

કાજલ : " હમમમ...." કહીને એ તરત જ અંજલિને ફોન કરવાં ગઈ.

એણે ફોન કર્યો તો અંજલિના મમ્મીએ ફોન ઉપાડ્યો.

કાજલ : " આન્ટી , અંજલિ નથી ઘરે ?? "

રસીલાબેન : " ના બેટા , એ હોસ્પિટલ ગઈ છે...ફોન ઘરે મુકીને ગઈ છે. "

કાજલ : " કેમ અત્યારે શું થયું ?? બધાં ઠીક તો છે ને ?? "

રસીલાબેન : " હા ઠીક જ છીએ...પણ આ તો ડિલીવરી પછી હજું એ હોસ્પિટલ જતી જ નહોતી. પણ હવે એ ગાયનેકોલોજીસ્ટ છે એટલે શું કરવાનું ??

જન્મ અને મરણને થોડું કંઈ લોકડાઉન નડે છે !! એક સંબંધી છે એ પહેલેથી અંજલિ પાસે જ આવતાં હતાં એમને ઈમરજન્સીમાં સિઝર કરવાનું થયું એનાં પાર્ટનર ડૉ. નિધિ આવી શકે એમ નહોતું અત્યારે એટલે એણે જવું પડ્યું. એમનો થોડો આગ્રહ પહેલેથી અંજલિ પાસે જ ડિલીવરી કરાવવાનો હતો.

કાજલ : " હમમમ...તો બરાબર..પણ અર્થ તો ઠીક છે ને ?? એને કંઈ થયું નથી ને ???"

રસીલાબેન : " ના બેટા એ તો સરસ સૂતો છે અત્યારે...પણ તું કેમ આટલી ગભરાયેલી છે અત્યારે ?? "

કાજલ : " કંઈ નહીં બસ એમ જ આન્ટી ધ્યાન રાખજો બધાં. " કહીને કાજલે ફોન મૂકી દીધો.

કાજલે મિકિનને વાત કરી એટલે બંનેને શાંતિ થઈ....

મિકિન : " મેં કહ્યું તું ને ચિંતા ન કર બધું સારું જ થશે‌..આવી જાય કોઈ વાર એવાં ખરાબ સ્વપ્ન...."

પછી બંને જણાં એ વાતને ભૂલીને પોત પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા...!!

**************

સ્મિત સવારે ઉઠ્યો. એને રાતની વાતચીત પરથી જો બધાં સાથે મળીને કામ કરવાં તૈયાર હોય તો એ માટે ઘણું વિચાર્યું. એણે મિકિનને ફોન કર્યો.

સ્મિત : " કેમ છે ?? તારી પછી રિસર્ચ કંપની સાથે કંઈ વાત થઈ ખરી ?? "

મિકિન : " હા મેં એમની સાથે વાત કરી. તારી બધી એચિવમેન્ટની પણ વાત કરી.‌‌..એમણે કહ્યું કે એ એમનાં એક પાર્ટનર સાથે ચર્ચા કરીને કહેશે...આમ તો જો બધું સફળ થાય તો એમને ફાયદો પણ થાય એમ પણ વિચારી શકે. પણ હવે એ ફાઈનલ નિર્ણય શું કરે છે એ મને રાત સુધીમાં કહેશે એવું કહ્યું છે....કારણ કે એમ સારી કંપની છે પણ એ મિડિયમ લેવલની કંપની છે આથી એમને બજેટમાં પણ સેટ થવું જોઈએ કારણકે આ વેક્સિન માટેનું સેટઅપ વધારે પ્રમાણમાં મોંઘુ પણ પડે."

સ્મિત : " એ માટે તો ગવર્નમેન્ટ પણ સહાય આપી જ રહી છે ને ?? "

મિકિન : " આ એ છે પણ એ તો એમણે નિર્ણય કરવાનો છે. પણ હા ના આવે ત્યાં સુધી તું તારું કામ ત્યાંથી અટકાવીશ નહીં.‌..એમના માટે તને સેલરી આપવાનાં ઈશ્યુ કરતાં આ માટેનું સેટ અપ એ બહું મોટી વસ્તુ કહી શકાય. આથી એમનાં નિર્ણય માટેની રાહ જોવી પડશે..."

સ્મિતને થયું કે આ કંઈ નક્કી કહી શકાય નહીં... અહીં પણ આ લોકોનાં મત જાણી તો લઉં...!! જો બધાં સારી રીતે એક ટીમ બનીને કામ કરે તો ચોક્કસ આ કામ સફળ થઈ શકે...!! અહીં તો અડધું કામ થયેલું જ છે આમ પણ....!!

એ સંજય અને ચન્દ્રકાન્તભાઈ એ લોકોની રૂમ તરફ પહોંચ્યો. એ બહાર બારણાં પાસે પહોંચ્યો ત્યાં જ એને એ આડાં કરેલાં દરવાજામાંથી અંદર ધીમે ધીમે થતી ચર્ચા સંભળાઈ એ સાંભળીને સ્મિતનાં હોશકોશ ઉડી ગયાં...!!

શું થયું હશે એ બંધ રૂમમાં કે સ્મિતનાં હોશકોશ ઉડી ગયાં ?? શું કાજલ કે મિકિનનું સ્વપ્ન સાચું પડશે કે એક સામાન્ય સપનાંઓની જેમ જ સપનું બનીને ભુલાઈ જશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED