આહવાન - 9 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 9

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૯

ડૉ. વિકાસ : " સર કેમ આમ હસી રહ્યા છો ?? મેં કંઈ ખોટું કહ્યું......મને સ્પષ્ટ કહેવાની નાનપણથી આદત છે અને ખોટું તો હું ક્યારેય સ્વીકારતો નથી..."

ડૉ. જોશી : " સાચું કહું તો તમે બંને સાચાં છો...ડૉ. આલોક તમારાં પહેલાં એક વર્ષથી અહીં છે...એમણે આ જ વસ્તુ માટે એ નવાં હતાં ત્યારે બહું લડાઈ કરી હતી. પણ કદાચ અહીંની પરિસ્થિતિ ને પામીને એ હવે ચૂપ થઈ ગયાં છે...."

ડૉ.અંતાણી : " વિકાસ તું એકદમ સાચો છે...આ વાત માટે અમને આલોકે બે દિવસ પહેલાં વાત કરી હતી. અમે આગળ પણ વાત કરી છે. લગભગ બે દિવસમાં થઈ જશે...!! પણ ઈમરજન્સીમાં આ શક્ય નહોતું. ભલે આલોક એક રાજકારણીનો દીકરો છે પણ એને તું વિચારો છો એવું નથી. એ પોતે પણ એક ગવર્નમેન્ટ કોલેજમાં જ પોતાનાં મેરીટ પર આવ્યો છે....એ થોડો ઓછાં બોલો છે પણ મનનો સારો છે એ જલ્દી કોઈ પણ વસ્તુને સામે ક્લિયર નહીં કરે...!! એટલે સામેવાળો વ્યક્તિ એને ઘણીવાર ખોટો સમજી બેસે છે. આવું ઘણીવાર બની ચૂક્યું છે.

ડૉ. વિકાસને જાણે હજું બહું કંઈ સમજાયું નહીં.‌.કે આ શું બની રહ્યું છે. પણ સિનિયર ડૉક્ટરોની વચ્ચે એને હવે વધારે કંઈ કહેવાનું યોગ્ય ન લાગ્યું. એણે વિચાર્યું કે કંઈ નહીં જોઈએ બે દિવસમાં આવે છે કે નહીં પછી ખબર પડશે કે આખરે સચ્ચાઈ શું છે...

વિકાસ ઉભો થઈને બોલ્યો, " સોરી ડૉ. આલોક...એન્ડ થેન્ક્યુ જોશી સર એન્ડ અંતાણી સર..." કહીને વિકાસ ત્યાંથી બહાર નીકળી ગયો.

વિકાસે નોંધ્યું કે એ ઉભો થયો પણ હજું ડૉ. આલોક ત્યાં જ બેઠેલા છે. કામ તો બંન્નેને અત્યારે સરખું જ છે...પછી વિકાસ આજની દુનિયાદારી ખબર નહીં કઈ દિશામાં જઈ રહી છે એ વિચારતો વિચારતો પોતાનાં પેશન્ટોના કામમાં લાગી ગયો. છતાં મનમાં ઊંડે ઊંડે કંઈ એવું અનુભવાઈ રહ્યું છે કે કંઈ તો ક્યાંક ખોટું થઈ રહ્યું છે...!!

****************

સ્મિતની મિકિન સાથે વાત થતાં જ એ ખુશ થઈ ગયો...એણે કહ્યું, " સાચે જ એ લોકો તૈયાર છે ?? હવે એમાં કંઈ ફરશે નહીં ને ?? "

મિકિન : " ના સ્મિત મેં એમને તારી બધી જ એચિવમેન્ટ તથા એક્સિપિરિયન્સની વાત કરી હતી એ પરથી એમને વિશ્વાસ આવ્યો કે એમનું આટલું મોટું રોકાણ નિષ્ફળ નહીં જાય..."

સ્મિત : " તો ક્યારથી જોઈન કરવાનું એવું કંઈ કહ્યું ?? "

મિકિન : " હા એમણે કહ્યું કે કાલથી કરે તો કાલથી જ...મતલબ જેટલું પોસિબલ હોય એટલું જલ્દી. એ લોકો તું કહીશ એ પ્રમાણે સેલરી પણ સેટ કરી આપશે‌. સાથે એમણે તું કોઈ એવાં તારી સાથે કેમ કરી શકે એવાં યોગ્ય વ્યક્તિને તારી સાથે લઈ જઈ શકે છે. મતલબ બે જણાં જઈ શકશો... એમનાં નંબર પર તારે વાત કરવાની છે એ લોકો તારું ઓનલાઈન ઈન્ટરવ્યુ લઈને બધું નક્કી કરી દેશે‌‌...બાકી તારી રિક્વાયરમેન્ટ હોય એ બધી વાત કરી દેજે... એમાં મને બહું ખબર ન પડે...."

સ્મિત : " ભાઈ થેન્ક્યુ સો મચ... તું મારાં માટે એક ભાઈની કરતાં પણ વધારે મારો દોસ્ત છે અને દોસ્ત કરતાં વધારે ભાઈ...."

મિકિન : " એમાં શેનું થેન્ક્યુ...ચાલ બેસ્ટ ઑફ લક... ફટાફટ બધું નક્કી કરી દે અને પછી આ બધું પતે એટલે ગ્રાન્ડ પાર્ટી કરીશું....ચાલ બાય..." ને ફોન મુકાઈ ગયો.

ફોન મુકતાં જ સ્મિતનાં ચહેરાં પર એક મુસ્કાન આવી ગઈ. એનાં મગજમાં ફટાફટ બધો પ્લાન તૈયાર થઈ ગયો. એણે એ કંપનીનાં માલિકનો મિકિને આપેલાં નંબર પર ફોન કરીને વાત કરી એ મુજબ એનું સાંજે પાંચ વાગ્યે ઈન્ટરવ્યુ લેવાનું નક્કી થયું.... એ સાથે જ મિકિને બીજાં એક વ્યક્તિ માટેનું પણ પૂછી લીધું....!!

પછી મિકિને બધું વિચારીને ત્યાં કામ કરતાં છોટુને બોલાવીને એની પાસેથી પ્રશાંતનો નંબર માગ્યો‌. એણે પ્રશાંતને ફોન કરીને એ બિલ્ડીંગનાં ટેરેસ પર મળવાનું કહ્યું ‌.

પ્રશાંત ટેરેસ પર પહોંચ્યો ત્યાં સ્મિત પહેલેથી ઉભેલો જ હોય છે.

પ્રશાંત : " સ્મિત ભાઈ શું થયું ?? " એણે આવી રીતે અહીં બોલાવવાનું કારણ પૂછ્યું.

સ્મિત : " તારાં માટે એક ઓફર છે...જો તને એ પસંદ હોય અને તારાં બધાં પાસાં વિચારીને એ માટે તું તૈયાર હોય તો...."

પ્રશાંત : " મતલબ ?? મને સમજાયું નહીં..."

સ્મિત : " તારે આ કંપની છોડીને તું કંઈક તારું પોતાનું નવું શીખી શકે એવી જગ્યાએ જવું છે ?? "

પ્રશાંત : " મતલબ ?? તમે અહીં જ રહેવાનાં છો ને ?? "

સ્મિત : " નહીં... હું જાઉં છું મારી સાથે જ આવવું હોય તો..."

પ્રશાંત : " કેમ પણ શું થયું અચાનક ?? મને તો એમ જ થયું હતું તમારી વાત પરથી કે હવે તમે બધાં સાથે મળીને કામ કરવાનું નક્કી કરશો..."

સ્મિત : " સાચી વાત છે હું પણ એવું જ ઈચ્છતો હતો અને વિચાર્યું પણ હતુું પણ બાહ્ય રીતે સારું બોલીને અંદર કટુતા ભરી હોય ત્યાં કામ થાય ખરું ?? સારું થયું ભગવાનની મહેરબાની કે મને તમારી એ રૂમમાં થતી વાતો અનાયાસે જ સંભળાઈ ગઈ...ને બધાનું અસલી સ્વરૂપ ખબર પડી ગઈ...!! "

પ્રશાંત : " એ રસ્તો તો ખોટો જ છે. એ તો હું હંમેશાંથી એની વિરૂદ્ધ છું..."

સ્મિત : " એટલાં માટે જ તો તને હું આ ઑફર આપી રહ્યો છું...પણ તું આ માટે બધાં પાસાં વિચારી જો. આમાં આપણને કોઈ જ એક્સિપિરિયન્સ સર્ટિફિકેટ કે કપાયેલાં આપણાં પૈસા કે બીજું કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ અત્યારે નહીં મળે. તું તારી રીતે તારી ઘરની સ્થિતિ , તારાં પરની જવાબદારી, ઘરમાં જેને પૂછવાનું હોઈ એ બધું જ વિચારી લે પછી તું તારી ઈચ્છા હોય તો કહે... આમાં તને કંઈ ફોર્સ નથી પણ તારામાં કંઈ નવું કરવાનું અને એ પણ પ્રામાણિકતાથી એ ઘગશ છે આથી જ તું આવી કોઈ જગ્યાએ કામ કરીશ તો તને બહું શીખવા મળશે..."

પ્રશાંત : " પણ આવી રીતે જવાં માટે અહીં રિઝાઈન તો આપવું પડશે‌ ને ?? એ બધું કેવી રીતે શક્ય બનશે ?? "

સ્મિત : " એ બધું મેં વિચારી લીધું છે...એ તું ચિંતા ન કર...બસ તારે શું કરવું છે એ હવે તું મને વિચારીને કહે....એક માનસિક તૈયારી રાખજે કે બની શકે કે આપણે જે કોરોના વેક્સિન બનાવવા માટે કંપની બદલી રહ્યાં છે એ સફળ પરીક્ષણ કદાચ શક્ય ન પણ બને ?? પછી તને એમ થાય કે એક આટલી મોટી નિયોન ફાર્મા અને રિસર્ચ સેન્ટર જેવી આટલી ફેમસ અને મોટી કંપની છોડીને એક મિડિયમ લેવાની કંપનીમાં ખોટો આવી ગયો એવું ન થવું જોઈએ... કદાચ એકાદ બે મહિનાની ને ઘણી કપાત રકમ ગુમાવવી પણ પડશે...આ બધાં જ પાસાં વિચારીને તું મને કહે...જે હોય તે બે કલાકમાં...કારણ કે પાંચ વાગ્યે તો ઈન્ટરવ્યુ ગોઠવાશે એમાં મારું તો ફાઈનલ જ છે....!! "

પ્રશાંત : " હું તમને વિચારીને બંને એટલું જલ્દી જ આપું...થેન્ક્યુ સ્મિતભાઈ..." કહીને પ્રશાંત ફટાફટ ધાબાં પરથી નીચે ઉતરી ગયો.

***************

સ્મિત પણ એનાં રિસર્ચ રૂમમાં આવી ગયો. એની સાથે કામ કરનારાં બીજાં બે વ્યક્તિ બાજુની રૂમમાં રહે છે. સ્મિત માટે પણ એ રૂમ ફાળવવામાં આવી છે પણ એ કામ કરતાં કરતાં અહીં સૂઈ જવાનું એને સારું ફાવે છે. એણે પોતાની પાસે રહેલી બધી મશીનરીથી ફરી એ જ ટ્રાયલ ફરી શરુ કર્યો ને પછી એણે ઘરે વિશાખાને ફોન કર્યો.

એ જ્યારે પણ આવાં રિસર્ચમાં હોય ઘણાં દિવસો સુધી એ ઘરે વાત ન કરે. પણ એ અને વિશાખા એકબીજાંને એટલું સમજે કે ક્યારેય વિશાખાને આ સામે ફરિયાદ ન હોય.

ફોન ઉપાડતાં જ સ્મિતનો અવાજ સાંભળીને વિશાખા બોલી, " સ્મિત તું ઠીક તો છે ને ?? કેટલાં દિવસે આજે તારો અવાજ સાંભળ્યો ?? "

સ્મિત પણ જાણે ભાવુક બની ગયો એ બોલ્યો, " હું તો બરાબર જ છું...પણ તું અને રીકેન અને રાહિલ શું કરે છે ?? બે ધમાલિયા તને આખો દિવસ હેરાન કરી દેતાં હશે નહીં ?? "

વિશાખા : " એ તો ચાલ્યાં કરે તારાં વિના મારો સમય પણ પસાર થવો જોઈએ ને ?? એ બંને પાછળ સમય જતો રહે એ જ ખબર નથી પડતી... તું ઘરની જરાં પણ ચિંતા ન કર. હું સંભાળી લઈશ પણ તારું કેવું ચાલે છે ?? "

સ્મિત : " હું કંપની ચેન્જ કરી રહ્યો છું...એકાદ બે દિવસમાં..."

આ સાંભળીને વિશાખા ને કોઈ નવાઈ કે ઝાટકો ન લાગ્યો કારણ કે આટલાં સમય સાથે વીતાવ્યા પછી એ સ્મિતને બહું સારી રીતે ઓળખી ગઈ છે. એને વિશ્વાસ છે કે એ જે કરશે એ સારું જ કરશે. એણે બધું પૂછીને તરત કહ્યું..." ઓકે જ્યાં પણ જાય ટેક કેર.."

સ્મિતે એક હળવાશ અનુભવતાં પ્રેમથી કહ્યું, " બાય લવ યુ...રિકેન રાહિલ સાથે મોડાં વાત કરાવજે...જય શ્રી કૃષ્ણ.." કહીને ફોન મૂકાઈ ગયો...!! "

પ્રશાંત શું નિર્ણય કરશે ?? સ્મિતને નવી કંપનીમાં સફળતા માટે કેવી તફલીકોનો સામનો કરવો પડશે ?? મિકિનનું કે કાજલનું સ્વપ્ન સાચું પડશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૧૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....