આહવાન - 34 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 34

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૪

કાજલ મયુરનો પકડેલો હાથ છોડાવવાની કોશિશ કરવા લાગી.

મયુર : " તું કહે છે ને કે તને કંઈ ખબર નથી તો ચાલ... હું તને બતાવું...મને શું ખબર છે..."

એને રીતસરનું ધસડીને કહેવાય એમ એ કાજલને અંદર સુધી લઈ ગયો ને પછી તરત જ એકગેટ પાસે જતાં જ એણે પ્રેમથી કાજલનો હાથ પકડી દીધો.

એણે જોયું તો ત્યાં તો લગભગ વીસેક જણાં આજુબાજુ ગોઠવાયેલાં છે અને વચ્ચે એક આઈટમ સોંગ પર એક છોકરી ડાન્સ કરી રહી છે...એ પણ એની સાથે નશામાં ધૂત થઈને પાગલની જેમ ડાન્સ કરી રહ્યાં છે અને એનાં રૂપિયાનો વરસાદ કરી રહ્યાં છે. આખી જગ્યામાં એક જોરદાર ઉર્જા વર્તાઈ રહી છે... જોરદાર રોશની પણ...કાજલે કદાચ જે વસ્તુ ટીવીમાં સિરિયલ કે પિક્ચરમાં જ જોઈ હતી એને અત્યારે એ પ્રત્યક્ષરૂપે જોઈ રહી છે.

કાજલને એકવાર માટે વિચાર આવી ગયો કે આ છોકરીમાં આટલી એનર્જી કેવી રીતે આવતી હશે ?? અને આવાં જોને એક પ્રકારનાં હવસથી ભરેલાં આટલાં અજાણ્યા લોકોની વચ્ચે જરાં પણ બીક નહીં લાગતી હોય ?? ખબર નહીં કદાચ પાપી પેટને કારણે....કે કોઈ મજબુરી !! આ કંઈ એક દિવસની વાત થોડી હશે ?? આ તો રોજ એક નવી રાત અને નવાં માણસો...પણ એ તો એક જ ને ?? કુદરત માનવી પાસે કેવાં કેવાં ખેલ કરાવી રહ્યો છે અને કદાચ એ પ્રેક્ષક બનીને મજા લઈ રહ્યો હશે...પછી બીજી જ ક્ષણે વિચારતાં બોલી, કુદરત તો સારું જ કરે છે આપણાં કર્મો આપણને બધું કરાવે છે.

કાજલ મયુરને કહેવા લાગી : " આ તો એક બાર છે...આ બધું શું ચાલી રહ્યું છે ?? "

મયુર : " તને ખબર નથી કે આ બધું શું કહેવાય ?? "

કાજલ : " તારાં માટે આવી જગ્યા તારું બીજું ઘર હશે પણ મારાં માટે નહીં..."

લગભગ થોડીવાર ઉભાં રહ્યાં પણ કોઈનું ધ્યાન જ નથી. બધાં એ ડાન્સરનાં એકેક અંગોપાંગને કમાણી કાયામાં જાણે ખોવાઈને રૂપિયાની નોટો ઉડાડી રહ્યાં છે...ને આંખોને ઠંડક આપી રહ્યાં છે.

કાજલ વિચારવા લાગી કે આજે આ મહામારીમાં લોકોને ખાવાનાં ફાંફાં છે લોકો એમને મદદ મળી રહે એ માટે કેટલાં રુપિયા અને મદદ આપી રહ્યાં છે... ઠેકઠેકાણે જમવા માટે લોકો રાતદિવસ રસોડાં કરીને લોકોને મફતમાં પ્રેમથી જમવાનું પીરસી રહ્યાં છે. અને અહીં આ લોકો ન સોશિયલ ડિસ્ટંન્સીગ , ન કોઈ માસ્ક...!! અહીં રૂપિયાનું પાણી કરી રહ્યાં છે...!! અને સવાર પડતાં આ જ લોકો બહાર જઈને કોરોના ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.

ત્યાં જ એ ડાન્સર એ વચ્ચે ખુરશી પર રહેલાં એ વ્યક્તિનાં ખોળામાં જઈને સરકી એ સાથે એ મૂંછોવાળાં વ્યક્તિએ એનાં કોમળ હોઠો પર સ્પર્શ કરીને એની કમર ફરતે પોતાનાં હાથને વીંટાળી દીધાં જ ત્યાં જ એ જાણે પોતાની જાતને દોડાવતી સરકીને એ વ્યક્તિનાં હાથમાંથી નોટ સરકાવીને ત્યાંથી ઉભી થઈને ફરી ડાન્સ કરવા લાગી.

કાજલને આ બધું જરાં પણ પસંદ ના આવ્યું. એણે એક સમય માટે બહાર જતાં રહેવાનું વિચાર્યું એને તો એમ જ થયું કે અહીંથી બહાર જતી રહે !! પણ , અફસોસ...પાછળ જોયું તો ફરીથી એ મોટો વિશાળ દરવાજો લોક અને પાછળ તો અંધારપટ...

કાજલ : " મયુર શું કરવાનું છે અહીં ?? અહીં તો બધાં પોતાનાં કામમાં મસ્ત છે કોણ આપણને મિકિન સુધી પહોંચાડશે કે પછી અહીં પણ મારે જાતે જ મિકિનને શોધવો પડશે ?? "

ત્યાં જ એક ઘેરો અવાજ કોઈ સાથે વાત કરતો એનાં કાને અથડાયો. એને તરત જ લાગ્યું કે આ અવાજ ક્યાંક સાંભળેલો છે.

એ અવાજ ફરી આવ્યો, " આ જગ્યા પર કોઈ પોતાની મરજીથી કંઈ કરી શકતું નથી...તમારે ક્યાંય જવું નહીં પડે જે થશે એ બધું મારાં ઈશારા પર જ થશે‌‌..."

ત્યાં જ કાજલે પાછળ ફરીને જોયું તો એ બીજું કોઈ નહીં પણ મિસ્ટર અરોરા...એને શકે હતો પણ આવી જગ્યાએ આ રીતે મળશે એવું તો વિચાર્યું પણ નહોતું. મિકિનની જગ્યાએ પહેલાં ટેમ્પરરી અને હવે પરમેનેન્ટ પોસ્ટ પર આવેલા નવાં મ્યુનિસિપલ કમિશનર...!!

કાજલને પહેલાં એમનાં પર શક હતો પણ એ દિવસની મુલાકાત પછી એને થોડો શક ઓછો થઈ ગયો હતો...પણ આજે તો એમને જોઈને કાજલ હેબતાઈ જ ગઈ.

કાજલ : " તમે અહીં ?? મતલબ આ બધું તમારું ષડયંત્ર છે ?? મિકિનને પણ કિડનેપ તમે જ કરાવ્યો છે એમ ને ?? અને આ તમારું પોતાનું છે બાર ?? "

મિસ્ટર અરોરા હસીને બોલ્યાં, " મેડમ જરાં સાઈડમાં આવીને વાત કરી શકીએ ?? અહીં બહું જ ઘોંઘાટ છે..."

કાજલ એની પાછળ સહેજ સાઈડમાં સરકી... મયુર એ જગ્યાએ ઉભો રહ્યો.

કાજલ : " એની પોસ્ટ તો છીનવી લીધી ને ટ્રાન્સફર પણ કરાવી દીધી... હજું શું પ્રોબ્લેમ છે તમને મિકિનથી ?? "

મિસ્ટર અરોરા : " શું કરું મેડમ ?? આ સરકારને ખબર નહીં મિકિનમાં એવો શું જાદુ દેખાય છે એ જ સમજાતું નથી.. મારાં ષડયંત્રમાં ફસાઈને એમણે મિકિનને ક્વોરેન્ટાઈન પણ કર્યો ને બધામાં મેં ટેમ્પરરીમાંથી પરમેનેન્ટ કમિશનરનું સ્થાન લઈ લીધું...પણ આ સરકાર હજું પણ કોઈને કોઈ રીતે એને એની જુની પોસ્ટ પાછી આપવા ઈચ્છે છે...હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો..."

કાજલ : " મતલબ ?? હવે તમે શું કરશો ?? "

મિસ્ટર અરોરા : " એઝ યુઝ્વલ...કેસ ક્લોઝ ફોર ઓલ્વેઝ...મને હારવાની આદત નથી... મારું ધાર્યું ન થાય તો આપણું તો છટકી જ જાય..."

કાજલ : " એવું કદી વિચારીશ પણ નહીં... હું મારાં મિકિનને કંઈ પણ નહીં થવા દઉં...તમે પહેલાં મને કહો કે મિકિન ક્યાં છે ?? મારે એને એકવાર જોવો છે. "

મિસ્ટર અરોરા : " તમે હવે ફસાઈ ગયાં છો મેડમ ?? એક તરફ કુવો તો બીજી તરફ ખાઈ...."

કાજલ : " એટલે ?? "

મિસ્ટર અરોરા : " હું મિકિનને નહીં છોડું...અને આ મયુર તમને નહીં છોડે....બસ સિમ્પલ...હવે સમજી ગયાં હશો..."

એટલામાં તો મયુર બિયરની બોટલ ગટગટાવીને ત્યાં પોતાનું ભાન ગુમાવીને આવ્યો ને પછી કાજલને કહેવા લાગ્યો, " ચલ મેરી જાન...આજ કુછ તુફાની કરતે હૈ..." કહીને એ પેલી ડાન્સર ડાન્સ કરી રહી છે એ તરફ લઈ જવાં એને ખેંચવા લાગ્યો.

કાજલ : " છોડ મને મયુર...આ બધું શું છે ?? તારાં પર શું ભરોસો રાખી શકું..‌ફરી એકવાર તારી આ જ હાલત છે.‌..તને નશામાં કંઈ ભાન તો હોતું નથી.. તું શું મારી ઢાલ બનવાનો??"

કાજલનાં એક ધક્કાથી મયુર દૂર જઈને પડ્યો કારણ કે આજે કાજલ મજબૂત રીતે તૈયાર થઈને આવી છે‌‌...આ વખતે એ કોઈ બાળકનાં બંધનમાં નથી.

કાજલ : " મિસ્ટર અરોરા, મને મિકિન પાસે લઈ જાવ પ્લીઝ પહેલાં...રહી વાત તમારી પોસ્ટની એ મારે હવે એને અપાવી પણ નથી સરકાર સામેથી આપે તો પણ....!! ખરેખર જે લોકો મનથી કંઈ સારું કરવાં ઈચ્છે છે એની કોઈ કદર નથી... આટલાં દિવસોથી મિકિને પરિવાર સામે પણ જોયું નથી બસ ફક્ત લોકો માટે વિચાર્યું છે...પણ શું મળ્યું ?? અને અહીં તમારાં જેવાં એક મહોરાં પહેરીને ફરતાં લોકો પોતાની ખુરશી માટે કોઈનાં જીવને લેવાનું વિચારી રહ્યાં છે...."

મિસ્ટર અરોરા : " બસ મેડમ... બહું થયું...તમારી ઈચ્છા છે તો એકવાર મિકિનને મળાવી લઉં છું...બાકી પછી આગળનું નિર્ણય કરીએ. "

કાજલ ગભરાઈ તો છે જ પણ હવે એ એવી જગ્યાએ આવી ગઈ છે જ્યાંથી એ પાછી પણ જઈ શકે એમ નથી અને હવે કોઈ એની મદદ કરી શકશે કે એ પણ ખબર નથી.

કાજલને એકદમ યાદ આવ્યું કે મયુરે તો બીજાં બે વ્યક્તિની વાત કરી હતી એ બીજું વ્યકિત કોણ હશે ??

કાજલે તરત જ પૂછ્યું, " બીજું કોણ છે તમારાં આ ષડયંત્રમાં સામેલ ?? "

મિસ્ટર અરોરા : " એ એવી વ્યક્તિ છે તે ડાયેક્ટલી તમે કદાચ એને નથી ઓળખતાં પણ એ ઈનડાયરેક્ટલી કોઈનાં પર પણ એ વ્યક્તિ ખબર નહીં એની શું દુશ્મની છે તમારી સાથે એમને. એ તો એજ કહી શકે...!! "

કાજલ મિસ્ટર અરોરાની પાછળ પાછળ ગઈ. એ સાથે જ ત્યાં ચાલતો કોલાહલ શાંત થયો... બધાં એક પછી એક ત્યાં પાછળ રહેલી એક જગ્યા તરફ જવાં લાગ્યાં. એ સાથે જ મયુર કાજલ કાજલ કરતો એ તરફ જવાં લાગ્યો.

જેમ જેમ આગળ ગયાં કાજલ તો વિચારી જ ન શકી કે આટલી મોટી શહેરની નજીકમાં જગ્યા હોઈ શકે. પણ એક અજીબ જગ્યા દેખાઈ રહી છે.... ધીમેધીમે એક અંધારી જગ્યા શરું થઈ ત્યાં ને પહોંચતાં જ ત્યાંનું દ્રશ્ય જોઈને કાજલ તો ચકરાવે જ ચઢી ગઈ એનામાં મોઢામાંથી "મિકિન..મિકિન.." એટલો જ શબ્દ નીકળ્યો ને એ ઢળી પડી...!!

શું સ્થિતિ હશે મિકિનની ?? શૈલી અને સત્વને શું સરપ્રાઈઝ મળશે ?? કોણ હશે એ ત્રીજી વ્યક્તિ ?? એ શું મિશન સાથે આવી હશે ?? જાણવાં માટે વાંચતા રહો આહવાન - ૩૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......