આહવાન - 36 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આહવાન - 36

અડધી રાત્રે ટીવી શરું કરીને ન્યુઝ ચાલું કરતાં જ થોડીવાર બાદ ન્યુઝ મોટાં અક્ષરે આવ્યાં, " મિકિન ઉપાધ્યાયની પત્ની કાજલ ઉપાધ્યાયનાં આડા સંબંધો...પ્રથમ પતિ સાથે મળીને મિકિન ઉપાધ્યાયને કિડનેપ કર્યાં બાદ હવે એને મારવાનું કાવતરું...."

સ્મિત : " આ શું છે બધું ?? આવું મયુર જ કરાવી શકે...!! એ સાચું બોલે છે એવું કેવી રીતે મનાય ?? "

ત્યાં જ એક વિડીયો શરું થયો ," મયુર કાજલની એકદમ નજીક છે...પણ ફક્ત વિડીયો છે....કોઈ અવાજ ન સંભળાયો. પણ જે કાજલ અને મયુરનાં ઈન્ટીમેટ દ્રશ્યો દેખાયાં એ જોઈને જાણે બધાંને શરમ આવી ગઈ. મયુર કાજલનો હાથ પકડી રહ્યો છે એનાં અંગો પર પોતાનો સ્પર્શ કરી રહ્યો છે..."

વિશાખા : " આ શું ?? કાજલભાભી આવું થોડું કરી શકે ?? જેટલું આપણે એમને ઓળખીએ છીએ એ શક્ય નથી. "

સ્મિત : " પણ આ વિડીયો ?? આ કેવી રીતે શક્ય છે ?? "

ભાગ્યેશભાઈ : " બની શકે કે આ જ્યારે એની સાથે મેરેજ થયેલાં હતાં ત્યારનો હોય ?? આ બધું શું થઈ રહ્યું છે એ સમજાતું નથી. "

વિશાખા : " કોઈ પણ વ્યક્તિ પોતાની પર્સનલ લાઈફની વસ્તુ થોડી આવી રીતે રેકોર્ડ કરે ?? "

ભાગ્યેશભાઈ : " એ કંઈ પણ કરી શકે‌...પણ આ તો કોઈ અંધારી વિશાળ જગ્યાનો વિડીયો છે...કોઈ ઘર જેવું નથી‌. કદાચ અત્યારે એણે કોઈ રીતે ફસાવીને એનો ફાયદો ઉઠાવવાની કોશિષ કરી રહ્યો હોય !! "

સ્મિત : " કોઈ ડબિંગ હોય ?? કંઈ સમજાતું નથી પણ આ તો સાચું ખોટું જાણ્યાં વિના આ વિડીયો ને ન્યુઝ આખો દિવસ રિપીટ કરશે...પરિવારની પણ ઈજ્જત જાય ને ?? આ જમાનામાં તો એડીટીગ બહું સરળ બની ગયું છે...પણ લોકો એવું વિચારે જ નહીં..."

ભાગ્યેશભાઈ : " જે પણ હોય પહેલાં આપણે એ લોકોને કોઈ પણ રીતે પાછાં લાવવાનાં છે. આ ખોટું હોય ને કાજલને કંઈ થઈ જાય તો ?? બાકીનું પછી મિકિન નક્કી કરશે એની પર્સનલ લાઈફ છે...એ જ કહી શકશે બધું..."

વિશાખા : " આ શક્ય જ નથી. ભાભી આવું ન કરી શકે...મને એટલી ખબર છે...એમણે તો મયુરને સામેથી ડિવોર્સ આપ્યાં છે તો ફરી શું કામ જાય ?? અને મિકિનભાઈ અને ભાભીનાં સંબંધો તો આપણે બધાંએ જોયાં છે ક્યારેય એમની વચ્ચે મોટો ઝઘડો પણ નહીં થયો હોય. કોઈ વાર અમારી વચ્ચે સહેજ હુંસાતુંસી થાય તો એ બંને જ બધાંને પ્રેમથી સમજાવી લે છે હંમેશાથી... "

સ્મિત : " ખબર છે આપણને બધાંને પણ આજકાલનાં સમય પ્રમાણે ઘણીવાર ડાબો હાથ પણ જમણાં હાથ પર શક કરવાં લાગે છે એવો જમાનો આવી ગયો છે."

એટલામાં જ અંજલિનો વિશાખા પર ફોન આવ્યો. અડધી રાત્રે અંજલિનો ફોન જોઈને એ ગભરાઈ એણે ફોન ઉપાડ્યો.

અંજલિ : " સોરી ઉંઘ બગાડી તારી પણ આ ન્યુઝમાં શું આવે છે ?? મને આજે ખબર નથી ચેન નહોતું પડતું સાંજનું કંઈ મજા નહોતી આવતી ઉંઘ નહોતી આવતી એટલે હમણાં કંટાળીને ન્યુઝ ચાલું કર્યાં તો કાજલભાભીના ન્યુઝ અને વિડિયો જોયો હું તો ટેન્શનમાં આવી ગઈ યાર... તું જો એકવાર...મને નથી લાગતું કે શક્ય હોય આવું... "

વિશાખા : " અમે બધાં જાગીએ જ છીએ..." કહીને એણે બધી વાત કરી.

અંજલિ : " હું સવારે આવી જઈશ. અત્યારે તો અર્થ માંડ સૂતો છે એને હજું ક્યાંય બહાર લઈ જવાય એમ નથી. પણ હવે શું કરવાનું છે ?? મિકિનભાઈનો જીવ પણ જોખમમાં છે. "

વિશાખા : " ભાભીએ જો આ કરાવ્યું હોય તો શું કામ જાય એ ?? અને આપણને તો એમણે હંમેશાં દેરાણી કરતાં પણ વધારે નાની બહેન અને ફ્રેન્ડ જેવું જ રાખ્યું છે એટલે એવું કંઈ તો વિચારી પણ ન શકીએ. જોઈએ હવે શું કઈ રીતે કરવું એ વિચારીએ છીએ..."

ફરી આ વાત ચાલે છે ત્યાં જ લેપટોપમાં ફરી એકવાર કાજલનો અવાજ શરું થતાં બધાં એ તરફ ગયાં.

કાજલનો અવાજ આવ્યો, " મયુર અત્યારે મારે તને કોઈ જવાબ નથી આપવો. તમે મને બાંધી દેશો તો હું ચૂપ રહીશ ?? લે આ છોડી દીધું. હું જાવ છું..." થોડીવાર ફરી અવાજ બંધ થઈ ગયો.

કાજલ ત્યાંથી અંદર એ જગ્યામાં ધીમે ધીમે આગળ વધી. જેમ આગળ વધી એમ અંધકાર વધી રહ્યો છે. પહેલાં પાછળ આવી રહેલાં મિસ્ટર અરોરા અને મયુર જાણે ગાયબ થઈ ગયાં. ને આગળ જતાં એક ધીમો ધીમો કોઈનાં કણસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે એ સાંભળીને કાજલ ગભરાઈ. એને પરસેવો થઈ ગયો... અંધારામાં એ બે વાર અથડાઈ જતાં એને માથા પર વાગ્યું પણ ખરાં...પણ એ હિંમત રાખીને આગળ વધી. અવાજની દિશામાં આગળ વધી. ત્યાં જ એ ઝીણાં એ અવાજની દિશામાં ગઈ.

ને ત્યાં જ એક જગ્યા દેખાઈ જ્યાં એ પહોંચી ત્યાં જે જગ્યા દેખાઈ એ અદ્દલ વિડીયોમાં જોઈ હતી એવી જ છે. એણે ખૂણામાં જોયું તો કોઈ વ્યક્તિ દેખાઈ. કણસવાનો પણ અવાજ આવી રહ્યો છે. કાજલ દોડતી ફટાફટ ત્યાં પહોંચી. એણે ધીમેથી એ વ્યક્તિને જોવાનો પ્રયત્ન કર્યો. રખે ને કોઈ બીજું વ્યક્તિ હોય. આવાં લોકોનાં તો કોણ જાણે કેટલાં દુશ્મન હોય....ત્યાં જ એ વ્યક્તિએ કાજલ તરફ હાથ ઉંચો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ એ બોલી ન શક્યો કારણ કે એનાં મોંઢા પર કંઈ બાંધેલું છે.

કાજલ નજીક પહોંચીને બરાબર જોઈને એને ચોક્કસ ખબર પડી કે આ મિકિન જ છે એ સાથે જ તરત મિકિનને વળગી પડી ને બોલી , " મિકિન તારી આ હાલત ?? કોણ છે આ બધું કરનાર તને ખબર છે કે નહીં ?? " બેય જણાં ઘણીવાર સુધી એકબીજાંને ભેટીને રડી રહ્યાં.

કાજલે મિકિનના મોંઢા પરથી પટ્ટી કાઢી અને ઘણી મથામણ પછી એનાં હાથ પગ બધું છોડી દીધું.

કાજલ : " તું અહીં કેવી રીતે પહોંચ્યો મિકિન ?? તારી આવી સ્થિતિ ?? "

મિકિન : " હું ઘરેથી નીકળ્યો પછી મને તે કહ્યું એ તારી વાત સાચી લાગતાં મેં તરત મિસ્ટર અરોરાને ફોન કર્યો. એમણે બહું સારી રીતે વાત કરી અને કહ્યું કે તમે ઑફિસ આવો પછી મળીએ."

જે મિસ્ટર અરોરાએ રેકોર્ડિંગ સંભળાવ્યું હતું એ મુજબ મિકિને કહ્યું એ બધું જ સાચું નીકળ્યું.

" લગભગ પંદરેક મિનિટ બાદ ખબર નહીં એક જગ્યાએ મને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવતાં મેં ગાડી સાઈડમાં ઉભી રાખી. પણ કોઈનો અવાજ ન આવ્યો. મેં ફોન મૂકી દીધો પછી ફરીવાર રીંગ વાગી પાછી ગાડી ઉભી રાખી મને થયું કોઈને કંઈ કામ હશે... કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોય...પણ ફરી પણ અવાજ ન આવ્યો. પછી ત્યાં જ કોઈ બેન એક ચીંથરેહાલ સ્થિતિમાં મારી ગાડી પાસે આવીને હાથ લાંબો કરવાં લાગ્યાં. પહેલાં તો થયું અત્યારે લોકડાઉનમાં આટલાં બંદોબસ્ત વચ્ચે કેવી રીતે બહાર નીકળ્યાં હશે...પછી મને થયું જે હોય તે... એ વખતે બીજું કંઈ તો એવું મારી પાસે નહોતું મેં ખિસ્સામાંથી કાઢીને પાંચસોની નોટ આપી. મને થયું આવાં સમયમાં એણે જે બે દિવસનું જમવાનું થાય. એ આપવા જેવો ગાડીનો કાચ ખોલ્યો કે તરત જ એ સ્ત્રીએ એનાં હાથમાં સંતાડેલા રૂમાલથી એકદમ જ મારાં મોંઢું દબાવી દીધું ત્યાં જ બીજાં કોઈ બે પુરુષો કંઈ પહેરવેશ બદલીને આવ્યાં હોય એવું લાગ્યું .... મેં એ હાથ દૂર કરવાની કોશિષ કરી પણ પછી મને કંઈ ખબર ન પડી.

લગભગ ઘણાં સમય પછી મારી આંખો ખૂલી મેં જોયું તો હું અહીં હતો...આ અંધારી જગ્યામાં બે હાથથી બંધાયેલો હતો મારી પાસે મારો મોબાઈલ નહોતો. આજુબાજુ કોઈ દેખાયું નહીં એટલે ધીમેથી દોરી છોડવાનો પ્રયત્ન કર્યો. પછી દોરી છૂટી જતાં હું અહીંથી બહાર નીકળવાની કોશિષ કરવાં લાગ્યો... ત્યાં જ આ સૂમસામ જગ્યામાં અચાનક બે જણાં પાછળથી આવ્યાં અને મને પકડી લીધો. હું તો એમને ઓળખતો પણ નહોતો. એમાંથી એક જણે ફોન પર કોઈ સાથે વાત કરી અને પછી ફોન મુકતાં જ મને એક લાકડીથી મારવાનું શરું કર્યું. હું મારી જાતને બચાવવા મથતો રહ્યો‌. બે ત્રણવાર મારાં ચહેરાં પર મારતાં મને જોરદાર વાગ્યું. એ પ્રહાર એટલો જોરદાર હતો કે હું તમ્મર ખાઈને પડી ગયો. પણ નસીબજોગે મારી આંખ બચી ગઈ. મારામાં એટલી નબળાઈ આવી ગઈ કે હું અહીં જ બેસી રહ્યો...!!

બસ એ વ્યક્તિએ આજે બપોરે ખબર નહીં મારાં જ મોબાઇલ પરથી વિડીયો કોલ કેમ કરાવ્યો એ ખબર ના પડી ને તારી સાથે વાત કરાવીને વધારે વાત થાય એ પહેલાં જ ફોન લઈ લીધો. પણ હજું સુધી મને એ ખબર નથી કે કોણે મને આવું શું કામ કર્યું હશે ?? "

કાજલ : " એ બધું પછી કહીશ પણ પહેલાં ફટાફટ આપણે અહીંથી નીકળી જઈએ " કહીને બંને જણાં સાઈડમાં દેખાતાં એક નાનકડાં રસ્તા તરફ એકબીજાંને પકડીને જવાં લાગ્યાં...!!

શું કાજલ અને મિકિન મિસ્ટર અરોરાની બિછાવેલી જાળમાંથી બહાર નીકળી શકશે ?? ક્યાં ગાયબ થઈ ગયાં હશે મિસ્ટર અરોરા અને મયુર ?? મિકિનનો પરિવાર કાજલ અને મયુરને બચાવી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો સંગાથ - ૩૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......