ફક્ત તું ..! - 18 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફક્ત તું ..! - 18

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૮

દિવ્ય : પણ બણ કહી નહીં. બસ મેં જેમ કહ્યું એમ કર બસ.

સિયા : હા બાબા હા.

સિયા અને દિવ્ય સ્થળ અને સમય નક્કી કરે છે. થોડી વાર બાદ વાત કરીને સુઈ જાય છે. સવારનો સમય છે. નીલ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હોય છે. એટલી વારમાં સિયા આવે છે. સિયા પહેલા દૂરથી નીલનો મૂડ જોવે છે કે કેવો મૂડ છે. નીલનો મુડ સારો જોતા સિયા નીલની પાસે જાય છે.

સિયા : ચલ ભાઈ મારા સાથે.

નીલ : ઓ હેલો. સવાર સવારમાં ક્યાં જવુ છે મેડમ.

સિયા : અરે ચાલતો ખરા મારા ભાઈ મારા સાથે.

નીલ : અરે પણ કહેતો ખરા ક્યાં જવું છે ?

સિયા : અરે મારા ભાઈ બીજે ક્યાય નહિ બસ મોલમાં જવું છે.

નીલ : કેમ મોલમાં અચાનક ? જો તારે મોલમાં ફરવાનો ઈરાદો હોય તો મારે નથી આવવું હો.

સિયા : અરે ના ના મારા ભઈલા ફરવા નથી જવું . મારે થોડીક શોપિંગ કરવી છે એટલે.

નીલ : તો જઇ આવને. એમાં મારી શુ જરૂર છે ?

સિયા : અરે મેં સાંભળ્યુ છે કે તારી પસંદ બોવ જ સારી છે કપડાં લેવામાં. એટલે મારે તને સાથે લઈ જવો છે.

નીલ : અરે ! એ તને કોને કહ્યું ?

સિયા : અરે ભાઈ. મારો ભાઈ છે તું. તો મને એટલી તો ખબર જ હોય ને તારી પસંદ ના પસંદ.

નીલ : ઓહ એવું છે એમને ! સારું ચાલ. આવું છું બસ.

સિયા : હા ચાલ.

સિયા અને નીલ બંને જણા મોલ પર જવા નીકળે છે. રસ્તામાં અવનવી વાતો કરતા કરતા જતા હોય છે.એટલી વારમાં સિયા નીલના મન ની વાત જાણવાનો પ્રયત્ન કરે છે.

સિયા : ભાઈ મને લાગે છે કે તારે હવે મેરેજ કરી લેવા જોઈએ. શુ કહેવું છે તારું ?

નીલ : સિયા કઈક બીજી વાત કરીએ ?

સિયા ; કેમ ભાઈ હજુ અવનીની યાદ આવે છે ?

નીલ : સિયા શુ થયું છે તને ? પ્લીઝ મારો મૂડ ખરાબ ન કર.

સિયા : પણ ભાઈ.

નીલ : સિયા પ્લીઝ.

સિયા બોલતી બંધ થઇ જાય છે. સિયાને એવું લાગે છે કે ભાઈને અવનીની કઈ પડી નથી. અવનીનું નામ લવ તો પણ ભાઈ ગુસ્સે થાય છે તો મળશે ત્યારે શું થશે ! પણ કહી નહીં દિવ્ય એ કીધું છે તો એક વાર પ્રયત્ન કરી લઈએ. સિયા દિવ્ય ને મેસેજ કરી ને કહી દે છે કે અમેં મોલ પર પહોંચવા આવ્યા છીએ. થોડીવારમાં સિયા અને નીલ મોલ પર પહોંચે છે. કાર પાર્ક કરીને બંને જણા મોલની અંદર જાય છે. સિયા પહેલા તો જીન્સ અને ટોપ ના સેક્શનમાં જાય છે. સિયા થોડી વાર કપડાં જોવાનું નાટક કરે છે એટલી વારમાં દિવ્યનો મેસેજ આવે છે કે અમે લોકો મોલમાં પહોંચી ગયા છીએ.સિયા નીલ ને કહે છે કે ભાઈ અહીં મઝા નથી આવતી ક્યાંક બીજે જઈએ. બીજે પણ સિયા કપડા લેવાનું ખોટું નાટક કરે છે અને કહે છે કે ”ભાઈ ભૂખ લાગી છે ચાલ ને કઈક નાસ્તો કરવા જઈએ કેન્ટીનમાં” નીલ માની જાય છે અને બંને જણા નાસ્તો કરવા માટે કેન્ટીનમાં જાય છે. જ્યાં નીલ કેન્ટીનમાં પહોંચે છે ત્યાં જ એને ટેબલ પર દિવ્ય અને અવની દેખાય છે. એ બંને ને જોતા જ નીલ સિયા ને કહે છે કે જો દિવ્ય છે સામે.

સિયા : હા ભાઈ ચાલો તો મળીએ એમને.

નીલ : ના તું જઈ આવ. મારે નથી મળવુ. હું પછી મળી લઈશ.

સિયા : અરે ભાઈ એવું શું કરે છે. તારો પ્રોબ્લેમ અવની સાથે છે ના કે દિવ્ય સાથે.

નીલ : હા મને ખબર છે યાર પણ રેવા દે ને યાર !

સિયા : ના પ્લીઝ મારી સાથે ચાલ.

નીલ અને સિયા દિવ્ય અને અવની પાસે જાય છે. ટેબલ પાસે પહોંચતા જ અવની ચોંકી ઉઠે છે.

અવની : ઓહ તમે અહીંયા ? પાછળ પાછળ પહોંચી જ જાવ નહીં ?

સિયા : અવની ફોર યોર કાઇન્ડ ઈન્ફોર્મેશન. અમે અહીં બે કલાક થી છીએ.મને લાગે છે કે તમેં હજી હમણાં જ આવ્યા છો નહીં દિવ્ય ?

અવની : હા આમ પણ તમને ભાઈ બહેન ને કોઈ પણ પહોંચી શકે તેમ નથી.

નીલ : અવની અમે બંને અહીં બસ ફરવા અને શોપિંગ કરવા માટે આવ્યા હતા ના કે કોઈ ને મળવા. જો આવી બધી ખબર હોત તો આવત જ નહીં. આમ પણ અમને ઝગડો કરવાનો શોખ પણ નથી અને ના ઝગડા કરવા વાળા માણસો સાથે વાત કરવાનો.

અવની : એટલે તું શું કહેવા શુ માંગે છે ?

દિવ્ય : તમે બધા પ્લીઝ ચુપ થઈ જશો ?

અવની : પણ ભાઈ જો ને તું આ બંને ને.

સિયા : હા દિવ્ય જો ને તારી બહેન ને.

દિવ્ય : બધા ચૂપ થઈ જાવ પ્લીઝ. મેં જ પ્લાન કર્યો હતો કે આપણે બધા મોલમાં મળીશું . મારે થોડીક વાત કરવી હતી તમારા બધા સાથે.

અવની : ભાઈ તું !

નીલ : શુ વાત કરે છે દિવ્ય તું ?

દિવ્ય : હા ભાઈ પ્લીઝ તમે બધા બેસી જશો મારે વાત કરવી છે એટલે.પ્લીઝ.

બધા ટેબલ પર બેસી જાય છે. થોડી વાર બધા એક બીજા સામે જુએ છે અને શાંત રહે છે પણ કોઈ બોલતું નથી. અવની નીલની સામે કતરાઈ ને જોવે છે અને આ બાજુ સિયા અને દિવ્ય ઈશારામાં વાત કરે છે કે હવે શું કરવું ?

દિવ્ય : ભાઈ, સિયા અને અવની મારે કઈક વાત કરવી છે અને હા નીલ ભાઈ ખાસ વાત તમારી અને અવની સાથે કરવી છે તો પ્લીઝ પહેલા પૂરી વાત સાંભળી લેજો પ્લીઝ.

નીલ : હા બોલ દિવ્ય. શુ વાત કરવી છે ?

દિવ્ય : ભાઈ, અવની મને તમારા બનેં વિશે હવે બધી ખબર છે. તમારી વચ્ચે જે હતું, જે હવે થઈ રહ્યું છે એ બધી જ વાતની મને ખબર છે. સાથે જ અવની તું અને સિયા મળ્યા હતા, તમે જે વાત કરી એ બધી જ મને ખબર છે. તારા અને નીલ ભાઈ વચ્ચે જેટલી વાત થઈ એ બધી વાતની પણ મને ખબર છે.

અવની / નીલ - શુ ? ( બનેં સાથે બોલે છે )

દિવ્ય : હા. મને સિયાએ બધી વાત કરી છે તો મૂળ વાત એ છે કે અવની તું મને અને સિયા ને સાથે જોવા નથી માંગતી અને સામે નીલ ભાઈ મને અને સિયાને સાથે જોવા માંગે છે. આ બધા નું કારણ પણ મને ખબર છે કે તું નીલ ભાઈના કારણે આવું બધુ કરે છે. તો પ્લીઝ હવે હું જે પણ કહું તે ધ્યાન થી સાંભળ જે.

અવની : ભાઈ પ્લીઝ મારે કશું નથી સાંભળવું.

નીલ : ભાઈ દિવ્ય પ્લીઝ. મને પણ કશું સાંભળવાની ઈચ્છા નથી.

સિયા : ભાઈ પ્લીઝ સાંભળી લે. મારા માટે પ્લીઝ. ( નીલ સિયાની વાત માની લે છે )

નીલ : બોલ દિવ્ય.

દિવ્ય : વાત એવી છે કે હું તમને અને અવની ને એક સાથે જોવા માંગુ છું

નીલ / અવની : શુ ? ( ફરી બંને સાથે બોલે છે )

નીલ : ભાઈ દિવ્ય તું પાગલ થઈ ગયો છે ?

અવની : ભાઈ હું ઘરે જાવ છુ.

દિવ્ય : અવની સાંભળને પ્લીઝ.

અવની : હું શુ સાંભળુ દિવ્ય ? તે આ જ વસ્તુ માટે મને અહીં બોલાવી હતી ને ? યાર ભાઈ મેં તારી પાસે તો આવી અપેક્ષા નહોતી રાખી.

દિવ્ય : નીલ ભાઈ, અવની. તમે બંને પહેલા તો બેસી જાવ અને શાંતિ મારી વાત સાંભળો, શાંતિથી વાત કરો. (નીલ અને અવની બનેં ફરી ટેબલ પર બેસી જાય છે. એક બીજાની સામે જોતા એક બીજા કતરાઈ છે. અવનીતો ગુસ્સામાં જ હોય છે )

દિવ્ય : જો યાર. તામારા બંને વચ્ચે જે થવાનું હતું એ થઈ ગયું છે પણ હવે વાત એ છે કે તમારા બંને વચ્ચે જે કઈ મિસ અન્ડર સ્ટેન્ડિંગ થઈ છે એને સોલ્વ કરો ને પ્રોબ્લેમ સોલ્વ કરો.

અવની : ભાઈ અમારી વચ્ચે હવે કઈ છે જ નથી, ના મિસ અન્ડર સ્ટેન્ડીગ અને ના તો કોઈ પ્રોબ્લેમ. જે હતુ એ એ તારા બાજુમાં જે વ્યક્તિ બેઠો છે એને હતુ ના કે મને.

નીલ : પ્લીઝ દિવ્ય. જે હોય તે બધુ છોડ ને અને અવની પ્લીઝ મારા પર ખોટા આક્ષેપ ના કર.

દિવ્ય : યાર તમે બંને શાંતિથી વાત કરશો પ્લીઝ ? હું અહી તમારા બનેંના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવ્યો છુ ના કે પ્રોબ્લેમ વધારવા.

અવની : ના ભાઈ મારે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવા.મારે કોઈ ની જરૂર નથી.

નીલ : હા દિવ્ય મને પણ કોઈ શોખ નથી.

સિયા - (ગુસ્સામાં ) યાર તમે બધા હવે ચુપ રહેશો ? ક્યારની તમારા બધાની ચપડ ચપડ સાંભળું છુ. જે હોય તે શાંતિથી વાત કરો ને ! ક્યારના એક બીજા ઉપર ખોટા ખોટા આક્ષેપ કરો છો.તમારે બંને વચ્ચે જે કઈ પ્રોબ્લેમ હોય એ એક બીજા સાથે વાત કરી ને સોલ્વ કરો.

એક બીજાની કહી વાત થી પ્રોબ્લેમ છે ?

એક બીજાને એકબીજાની કઈ કઈ વસ્તુ નથી ગમતી ?

એક બીજામાં શુ ખૂટે છે ?

એકબીજાની કઈ વાત ગમતી નથી ?

એક બીજા માટે શું કરવા માંગો છો ? વગેરે વગેરે .પણ નહીં તમારે તો વાતનો લોટ બાંધવો હોય એમ ક્યારના મંડી પડ્યા છો.

બધા એક દમ ચકિત થઈ ને સિયા ને સાંભળતા હોય છે.બધાના મોં સિયાની વાત સાંભળીને ખુલ્લા રહી જાય છે. બે - ત્રણ મિનિટ તો એક દમ શાંતિ છવાઈ જાય છે.

દિવ્ય : હા સાચી વાત છે સિયા. તમને બંને ને જે પ્રોબ્લેમ હોય એક બીજાથી એ અમને કહો જેથી અમેં એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ.

અવની : ભાઈ એક વાર કીધું ને ! મારે કોઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવા.

નીલ : હા દિવ્ય. નહીં કરવું કશું સોલ્વ. જે છે એ એમ જ રેવા દે.

સિયા : ભાઈ એક વાર કીધું ને જે હોય એ સોલ્વ કરો.બાકી છે ને હું !

નીલ - હા સિયા તું કહીશ એમ કરીશ બસ પણ તું ગુસ્સો ન કર.

સિયા : હા તો હવે મારી વાત શાંતિ થી સાંભળ .

તું અવનીને પ્રેમ કરે છે કે નહીં ?

તારે અવની સાથે રહેવું છે કે નહીં ?

નીલ : ના મારે નથી રહેવું અવની સાથે.

દિવ્ય : શા માટે ખોટું બોલો છે ભાઈ. મેં જોયું છે કે હજી તમે અવનીને પ્રેમ કરો છો, હજી તમારી આંખોમાં અવની માટે પ્રેમ છે, હજી તમે અવનીની કેર કરો છો તો પછી શા માટે ના પાડો છો..

નીલ : ના એવું કશું નથી.

અવની : રેવા દે દિવ્ય પ્લીઝ. કઈ જરૂર નથી આ બધી વાતો કરવાની અને હા તમારે જે કરવું હોય એ કરો. મને તમારી વાતો માં કોઈ જ રસ નથી હું ઘરે જાવ છુ અને હા દિવ્ય તું પણ ખોટો તારો ટાઈમ વેસ્ટ ન કર આ લોકો સાથે તો તું પણ જલ્દી ઘરે આવી જજે.

નીલ : ઓહ હેલો.આવા લોકો એટલે ? તું કહેવા શુ માંગે છે હે ? જે હોય ને તે તારા પૂરતું રાખ. અમારા વિશે કઈ બોલવાની જરૂર નથી.(આમ એક બીજા સાથે ઝઘડવાનું શરૂ કરે છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ઝઘડો ચાલુ રાખે છે. )

દિવ્ય : પ્લીઝ યાર ઝઘડો બંધ કરો અને અવની તારે ઘરે જવુ છે ને તો જા ઘરે.

અવની - ( ગુસ્સામાં ) હા જાવ છુ.

( અવની મોલ માંથી ગુસ્સો કરતી કરતી પોતાના ઘરે જતી રહે છે. અહીં બેઠેલા નીલ, સિયા અને દિવ્ય પોતાની વાત ચાલુ રાખે છે)

દિવ્ય : ભાઈ તમે અવનીનું ખોટું ન લગાડો. મારે અને સિયાને બસ તમારા દિલની વાત જાણવી છે બસઅને હા પ્લીઝ ખોટું ના બોલતા. મને તામારા વિશે ઘણી બધી ખબર છે.

નીલ : ના દિવ્ય એવું કશું નથી.

સિયા : ભાઈ પ્લીઝ જે હોય એ બધુ કહો પ્લીઝ. અમને ખબર છે બધી. તો તમારા દિલમાં જે હોય એ કહો પ્લીઝ. ( ઘણી બધી દલીલો અને સિયા અને દિવ્યન સવાલોથી નીલ છેલ્લે સાચો જવાબ આપે છે)

નીલ : હા હું અવની ને હજી પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છું.

* * *

મિત્રો ઘણા ઓછા લોકો સાથે એવું બનતું હોય છે જેની સામે એનો સાચો પ્રેમ આવતો હોય છે. મારું બસ એટલું માનવું છે કે જે લોકો આપણા છે એની સામે ઈગો કે પછી ખોટો એટીટ્યુડ ના હોવો જોઈએ. કોઈ જો મનવવાવાળું હોય,સાચો પ્રેમ કરનારો હોય તો આપણે પણ થોડું નમી જવું જોઈએ. એ વ્યક્તિને અપનાવવો જોઈએ જે તમને ખુદથી વધારે પ્રેમ કરતુ હોય છે.આ તો એવી દુનિયા છે જ્યાં લોકો પોતાનો ઈગો સાઈડમાં ના મુકીને પોતાના સંબંધો ખરાબ કરે છે. મિત્રો સંબંધ બનતા અને તમારી પર વિશ્વાસ થતા વર્ષો નીકળી જાય છે તો પ્લીઝ ખોટો ઈગો કે ખોટો એટીટ્યુડ ના રાખી એ વ્યક્તિને તમારો સાથ આપો, એ સંબધને સાચવતા શીખો.