Fakt Tu - 1 books and stories free download online pdf in Gujarati

ફક્ત તું ..! - 1

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

મને નથી ખબર કે પ્રેમનો મતલબ શું ?

પણ મારા માટે બસ ફક્ત “ તું “

ધવલ લીંબાણી

ઋણ સ્વીકાર..

ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ સ્વીકાર કરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ ઘણા જ એવા હિતેચ્છુ વ્યક્તિ ઓ છે કે જેનો ઋણ સ્વીકાર હું કરું એટલો ઘટે. ત્યારે હું ધવલ આર.લીંબાણી એ સૌને આ બુક લખતી વખતે વંદન કરું છું, જેને મને આં મુકામ સુધી પહોંચડવામાં મદદ કરી, રાહ ચીંધી અને આ રસ્તે ચાલવામાં સાથ આપ્યો.

સૌપ્રથમ તો મારા માતા પિતાનો ખુબ ખુબ આભાર માનીશ કે જેને મારું યોગ્ય ઘડતર કરી આ વસ્તુ માટે મને યોગ્ય બનાવ્યો. એ બંનેના પ્રેમ, વ્હાલ અને સપોર્ટથી આજે મારી પહેલી બુક પ્રકાશિત કરવા જઈ રહ્યો છું. સાથે સાથે મારી પત્ની અને મારી બહેનનો પણ ખુબ જ આભાર માનીશ કે જેને મને ડગલે ને પગલે સાથ આપ્યો, મારા વિચારોને ટેકો આપ્યો,આ બુકમાં સુધારા વધારા કરવા માટે મને મદદ કરી અને હમેંશા પોઝીટીવ વિચારોથી મને આગળ વધારવામાં મદદ કરી.

બીજો આભાર મારા તમામ એ ગુરુજનોનો માનીશ કે જેને મને જ્ઞાનરૂપી પ્રકાશ આપી પ્રજ્વલિત કર્યો અને મારા મનના વિચારો ને શબ્દોથી વ્યક્ત કરવા સક્ષમ બનાવ્યો.

આ બુક લખતી વખતે મારા ઘણા મિત્રો એ મદદ કરી જેમાં શ્રી ધવલભાઈ મોરજરીયા, એડવોકેટ શ્રી રોહનભાઈ જોશી તેમજ શિક્ષક અને લેખક શ્રી ભૌતિકભાઈ સાવલિયા જેમના માર્ગદર્શન અને સહકાર થકી આજે હું એક લેખક બન્યો.

ખાસ તો મારા એ બધા વાંચકમિત્રોનો આભાર માનીશ જેને મારું લખાણ વાચ્યું, પસંદ કર્યું અને મારા લખાણને ખુબ જ પ્રેમ આપ્યો. પ્રતિલીપી અને માતૃભારતી પર મને વાંચી રહેલ તમામ વાંચકમિત્રો ને મારા કોટી કોટી વંદન. હું જે કઈ પણ છું એ આપણા સાથ અને સહકારથી છું. આપ સૌનો ખુબ ખુબ ધન્યવાદ.

ફક્ત તું ..!

એક એવી નવલકથા જે આજના સમયને આજના પ્રેમ સાથે જોડે છે. નવલકથાની અમુક ઘટનાંઓ સાચી છે જે આજના યુવાનો સાથે બનતી હોય છે. આ નવલકથા કોઈ પણ વ્યક્તિની ભાવનાને ઠેસ પહોચાડવા નથી માંગતી. આજનો જે સમય છે, જે પ્રેમ છે, બે પ્રેમ કરવા વાળા વ્યક્તિઓ સાથે જે ઘટના બનતી હોય છે બસ એના પર આધારીત આ નવલકથા છે. વાર્તામાં આવેલા બધા જ પાત્રોના નામ કાલ્પનિક છે પણ નવલકથાની અંદર જે વસ્તુ બને છે એ સાચી છે.

પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે પણ સાથે જ એકબીજાને સમય આપવો એ પણ ખુબ જ જરૂરી છે. નવલકથાની અંદર કઈ રીતે બે પાત્રો મળે છે, ભેગા થાય છે, ઝઘડાઓ થાય છે, ક્યાં ક્યાં પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે અને ક્યાં ક્યાં નવા ટ્વિસ્ટ આવે છે એ બધું આ નવલકથામાં દર્શાવ્યું છે.

મારા મુજબ બધા જ વ્યક્તિએ આ નવલકથા વાંચવી જોઈએ. તમારા સંબંધમાં શું ખૂટે છે, તમારા સંબંધમાં શું જરૂરી છે એ બધી વસ્તુઓ આ નવલકથા દ્વારા જાણવા મળશે.વાર્તાને અંતે કઈક ને કઈક એવું લખેલું છે જે તમારા જીવનની અંદર, પ્રેમ સંબંધની અંદર ઘણું ઉપયોગી બની રહેશે.

પ્રેમ એ કોઈ વસ્તુ નથી કે તમે એને ગમે ત્યારે ખરીદી શકો અથવા વહેંચી શકો.પ્રેમ તો લાગણી, વિશ્વાસ અને સ્વાભિમાન છે. પ્રેમ દ્વારા બધી વસ્તુઓ શક્ય છે. કોઈના ગુસ્સાને શાંત પડાવવો, કોઈની પાસેથી કામ કરાવવું, કોઈના માટે નિસ્વાર્થ સેવા કરવી, આ બધું જ પ્રેમ દ્વારા શક્ય બને છે. પ્રેમ પ્રેમ હોય છે એમાં પ્રકારો નથી હોતા, પણ હા લાગણીમાં ફેર પડતો હોય છે. ફક્ત તું..! માં એજ દર્શાવ્યું છે કે પ્રેમ પ્રેમ હોય છે તેમ લાગણી પણ હોવી જરૂરી છે. કોઈના થવું અને કોઈનું બની જવું એમાં બોવ ફર્ક હોય છે. ફક્ત તું..! એ પ્રેમ કરતા, કદર કરતા, સંબંધને સમય આપતા શીખવાડે છે.

હું આશા રાખીશ કે તમને મારું આ પહેલુ “ ફક્ત તું ..! “ ગમે અને તમારા જીવનમાં ઉપયોગી બને. આપ આપના વિચારો મને જણાવી શકો છો. આપના વિચારો મારા માટે અમુલ્ય છે.

આપ મને ઈન્સ્ટાગ્રામ આપના પ્રતિભાવો જણાવી શકો છો.

મારું આઈ ડી – Dhaval_limbani_official અથવા dhavallimbani9@gmail.com પર મેઈલ કરી શકો છો.

ફરી પાછી એક સોનેરી સવાર પડી છે. આસપાસ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે. સુરજદાદા ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યા છે. સુરજની કિરણ લહેરાતા ફૂલ અને વૃક્ષ પર પડી રહી છે. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળીને આકશમાં કલબલ કરતા કરતા ઉડી રહ્યા છે. ધીરે ધીરે રસ્તાઓ પર માણસોની ચહલ પહલ વધવા લાગી છે. છાપાં વાળા અને દુધવાળા ઘરે ઘરે દૂધ અને છાપાંઓ પહોચાડી રહ્યા છે.

બેટા નીલ ઉઠ હવે. આ જો સુરજ દાદા તારી માથે આવી ગયા છે. આજે ભલે રવિવાર રહ્યો પણ હવે ઉઠ ચાલ. એક તો ઘરે ખાલી એક બે દિવસ આવે છે બાકી તું અને તારું કામ. ખબર નહિ શું કરતો હોય છે ત્યાં ? બસ કામ કામ કામ. એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી. નીલના મમ્મીએ કહ્યું.

નીલ : અરે અરે મારી વ્હાલી મમ્મી !

કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે. તારો લાડલો થોડો કઈ જેવી તેવી હસ્તી છે.

નીલના મમ્મી : બસ બસ હવે સવાર સવારમાં ડાયલોગ બાજી ન કર . ચાલ ઉઠ અને નાહી લે. તારા માટે મસ્ત થેપલા બનાવ્યા છે.

નીલ : વાહ મમ્મી ! તું પણ ખરેખર ગજબ છે હો. તમારી તો વાત જ ના થાય. તું આ દુનિયાની બેસ્ટ મમ્મી છો. તમારા જેવું તો કોઈ નહિ હો.

એ બસ હવે હો.સવાર સવારમાં મસ્કા નહિ અને શાંતિથી છાનો માનો ઉઠ ની..........લ. નીલના મમ્મી જોરથી બોલ્યા.

નીલ : અરે હા મારી વ્હાલી મમ્મી. આમ નાના જીવ પર ચીસો ના પડાય હો. બિચારો આ જીવ ડરી જાય.

નીલના મમ્મી : નીલ પ્લીઝ. ખોટી મગજમારી ન કર. ફટાફટ તૈયાર થઈને નીચે આવ. હું તારી રાહ જોવ છું.

થોડીવાર પછી નીલ તૈયાર થઈને નીચે જાય છે. માં અને દીકરો બંને સાથે નાસ્તો કરે છે. પહેલું કહેવાય ને કે જયારે માં ના હાથનું કઈક મળે એટલું આસપાસનું બધુ ભુલાઈ જાય એમ નીલ બધું ભૂલી એના મમ્મીના હાથના થેપલાનો લુપ્ત ઉઠાવે છે.બસ આમ દિવસભર મમ્મી અને દીકરો આખો દિવસ મસ્તીમાં પસાર કરે છે. બીજા દિવસે નીલ ને સવારે નોકરી માટે જવાનું હોય છે. ( નીલ પાસે આવેલા એક ગામમાં નોકરી કરતો હોય છે. ક્યારેક ક્યારેક શનિ- રવિ એમ બે દીવસ ઘરે રોકવા માટે આવતો હોય છે ને સોમવારે પાછો નોકરી પર જતો રહે છે )

નીલ : સારૂ મમ્મી. હવે હું જાવ છુ. પાછો ક્યારે આવું એ નક્કી નહીં. આ વખતે પ્રયત્ન કરીશ કે જલ્દી આવી શકું .

હા મારા વ્હાલા નીલ. પાછો જલ્દી આવજે અને હા તારું ખાસ ધ્યાન રાખજે, કામ ઓછું કરજે, આરામ કરજે, અને હા સરખું જમી લેજે. નીલના મમ્મીએ કહ્યું.

નીલ : અરે હા મારા વ્હાલા મમ્મી હા.મારી એટલી બધી ચિંતા ના કરો. તારા આ લાડલા ને કઈ નહીં થાય...

બસ આમ નીલ એના મમ્મીને ચરણ સ્પર્શ કરીને પોતાના કામના સ્થળે જવા માટે નીકળી પડે છે. બે કલાકની અંદર પોતાના કામના સ્થળે પહોંચી જાય છે. ઓફીસ પહોચતા જ બધા ને મળે છે અને એક બીજાના ખબર અંતર પૂછે છે. થોડીવાર પછી પોતાના ડેસ્ક પર જાય છે.પોતાના ડેસ્ક પર જઈ પોતાનું કામ કરવા લાગે છે.આમ કામ કરતા કરતા ત્રણ થી ચાર કલાક નીકળી જાય છે. નીલ ફ્રેશ થવા માટે થોડીવાર માટે ઉભો થાય છે. કોફી ટેબલ પર જઈ પોતાના માટે એક કોફી લે છે અને ત્યાં ઉભો ઉભો બધાને નિહાળતો હોય છે. એટલામાં જ એનું ધ્યાન પોતાના સરની કેબીન પર જાય છે. ત્યાં જોતા નીલ ને કોઈ છોકરી દેખાય છે જેને કેસરી કલરનો ડ્રેસ પહેરેલો છે. એ છોકરી ખુરશી પર બેઠી હોય છે. નીલના સર એ છોકરીને કઈક પૂછી રહ્યા હોય એવું લાગતું હોય છે અને એ છોકરી ધ્યાન પૂર્વક સાંભળીને એના જવાબ આપતી હોય છે.

એક નશા થી ભરેલી આંખ, ખિલખિલાટ હસતો ચેહરો, ગુલાબી હોઠ, કોમળ મૃદુ હાસ્ય, અને કાળા ચમકદાર વાળ અને એ પણ એક દમ પ્રોફેશનલ, હાથમાં ગોલ્ડન વોચ, આ બધુ જોઈને નીલને એ છોકરીને જોવાની ઈચ્છા થઇ જાય છે પણ ઘણો સમય લાગતા પોતાના ડેસ્ક પર પાછો ફરે છે. ત્યાં તો થોડી વાર પછી એ છોકરી નીલના ડેસ્ક પાસેથી પસાર થાય છે. થોડી નાની એવી ક્ષણ માટે એક બીજાની આંખો ભેગી થાય છે ને છોકરી ત્યાંથી ચાલી જાય છે. નીલના મનમાં એ છોકરીનો ચહેરો સમાઈ જાય છે. થોડીવાર તો નીલ એ છોકરીના વિચારમાં જ પડ્યો રહે છે પણ પછી પોતાના કામમાં લાગી જાય છે. આમ આજના દિવસનું કામ પૂર્ણ કરી નીલ પોતાના રૂમ પર જાય છે ( રૂમ ઓફીસ તરફથી આપવામાં આવેલો હોય છે અને સાથે જ ત્યાં એક મેસ આવેલું હોય છે જ્યાં અહી નોકરી કરતા બધા લોકો જમતા હોય છે ) રૂમ પર પહોંચી પોતે ફ્રેશ થઇ જાય છે અને પછી મેસમાં જમવા માટે જાય છે.જમીને નીલ રૂમ પર પરત ફરે છે. સુતી વખતે નીલ એ છોકરી વિશે વિચાર કરે છે. વિચાર કરતા કરતા નીલ અંતે સુઈ જાય છે.

આમ જ દિવસો વિતતા રહે છે અને નીલ પોતાનું કામ કરતો રહે છે. એક દિવસ નીલ ઓફિસ પર પહોંચે છે.દરરોજની જેમ નીલ પોતાના કામમાં લાગી જાય છે. થોડીવાર માટે પોતાના ડેસ્ક પર થી ઉભો થઈને બહાર આવે છે. આગળ જતા જુએ છે તો નીલની સામે પેલી એ જ છોકરી એની સામે ઉભેલી જોવા મળે છે અને નીલની નજર બસ ચોંકી ઉઠે છે.થોડી વાર પછી એ છોકરી બધાની સામે આવીને પોતાના વિશે જણાવે છે.

Hello, Good Morning All...

How Are You all....

મારુ નામ અવની છે. તમને બધા ને જોઈ ને ખૂબ આનંદ થયો. તમને જણાવતા આનંદ થશે કે હું હવે તમારી સાથે અહી જ કામ કરવાની છું.મને આશા છે કે તમારી સાથે નો હર એક પળ મારા માટે ખાસ હશે અને જ્યાં સુધી બને ત્યાં સુધી હું તમારી મદદ કરીશ. બસ વધારે ન બોલતા છેલ્લે એટલું જ કહીશ કે આપણો સંબંધ સારી રીતે જળવાઈ રહે અને એકબીજાની મદદ કરતા કરતા આગળ વધતા રહીએ.

Thank you...

* * *

એક વાર જોવામાં કોઈને પસંદ આવવું એ એક સામાન્ય વાત છે પણ એક વાર જોઇને એની સાથે આખું જીવન જીવવાનું વિચારી લેવું એ એક મોટી વાત છે. ઘણી વાર લોકો આવું વિચારીને ભૂલ પણ કરે છે અને આ એક ભૂલ માટે આખી જીંદગીભર પસ્તાવો કરે છે. એટલે કોઈની પણ વિશે વિચારતા પહેલા ભવિષ્ય વિશે વિચાર કરી લેવો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED