ફક્ત તું ..! - 17 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફક્ત તું ..! - 17

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૭

નીલ : હા ચાલો કઈક તો સારું ખાઈએ.આમ પણ દુનિયામાં સારી વસ્તુ બોવ ઓછી છે.

અવની : હા સાચું કહ્યું નીલ. સારી વસ્તુ બધાને નથી દેખાતી.

સિયા : હા અવની. હું પણ એ જ કહું છુ કે સારી વસ્તુની કોઈને કદર હોતી પણ નથી અને દેખાતી પણ નથી તો હવે કઈક જમવાનું ઓર્ડર આપીએ ?

અવની : મોઢું બગાડતા. હા કેમ નહીં !

થોડી વાર પછી બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે અને આમ તેમ વાતો ચાલ્યા કરે છે. નીલ અને અવની એક બીજાને ટોન્ટ મારતા હોય છે. સિયા પણ ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે અવનીને ટોન્ટ મારતી રહે છે.

દિવ્ય : યાર તમે શું એક બીજાને ઓળખો છો ? હું ક્યારનો જોઈ રહ્યો છુ કે તમે બંને એક બીજાને કઈક ને કઈક સંભળાવો છો.

અવની : ના ભાઈ. હું તો નથી ઓળખતી. મને આજના છોકરાઓ પર તો ભરોસો જ નથી. કોણ જાણે કોણ કેવું હોય એ !

નીલ : હા સાચું કહ્યું. કદાચ તમે પણ ભૂલી રહ્યા છો કે તમારો ભાઈ દિવ્ય પણ એક છોકરો જ છે નહીં !

સિયા : હા હો.સારું ચાલો ચાલો. જમવાનું આવી ગયુ છે તો હવે પહેલા જમી લઈએ ?

દિવ્ય : હા ચાલો ચાલો.ખરેખર ભુખ લાગી છે હો.

બધા પાસે પોતાની ભાવતી વસ્તુઓ આવી જાય છે અને જમવા લાગે છે પણ જમતા જમતા પણ અવની અને નીલ એકબીજાને ટોન્ટ મારવાનું ચાલુ જ રાખે છે. થોડીવાર પછી બધા જમી લે છે અને બિલને એ બધુ આપીને પાસે આવેલા ગાર્ડનમાં બેસવા જાય છે.

નીલ : સારું દિવ્ય.હવે આપણે જે વાત કરવા માટે આવ્યા છીએ એ વાત કરીએ ?

દિવ્ય હા ભાઈ, કેમ નહીં !

નીલ : હા તો બોલ.

દિવ્ય : નીલભાઈ હું સિયા ને ખૂબ જ પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છુ. મારે સિયાનો સાથ જોઈએ છે. હું સિયા સાથે કોઈપણ જાતનો ટાઈમપાસ કરતો નથી અને કરવા માંગતો પણ નથી. મને રિયલી સિયા બોવ જ ગમે છે.સિયાને હું સાચા દિલ થી ચાહું છું. હું સિયા ને બધી રીતે ખુશ રાખીશ. એક પણ વસ્તુની કમી નહીં રહેવા દવ. હું એને લાઈફ ટાઈમ સપોર્ટ કરીશ અને બધા સપના પુરા કરવા માટે સિયા ની સાથે રહીશ અને સપોર્ટ કરીશ. બસ હું એટલું જ કહીશ કે હું સિયાને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ અને બધી જ જગ્યા એ સાથે રાખીશ. માન, સન્માન, પ્રતિષ્ઠા બધુ જ આપીશ...

નીલ - વાહ સરસ. સારું લાગ્યું તે સિયા માટે એટલું બધુ વિચાર્યું પણ માન કે સિયાને તારી પાસેથી સમય જોઈતો હોય તો તું શું કરીશ ? કેમ કે (અવની ની સામે જોઇને ) આજ કાલ લોકો કામમાં વધુ હોય છે અને પોતાના સાથી સાથે સમય વિતાવવા સમય નથી હોતો. કેમ કે કોઈ પણ સંબંધમાં વિશ્વાસની સાથે સાથે સમય આપવો એ ખૂબ જરૂરી છે.

દિવ્ય : હા ભાઈ હું સિયાને જરૂરથી સમય આપીશ. કામ સમયે કામ કરીશ અને બાકી સમયમાં સિયાને સાથે રાખીશ અને એની પાસે રહીશ.

નીલ : વાહ સરસ. મને ગમ્યું તારું નેચર.તારો સ્વભાવ ખરેખર સારો છે. મને તારા અને સિયાના સંબંધથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી પણ જો ખોટો ટાઈમપાસ કર્યો તો........

દિવ્ય : ના ભાઈ. ટાઈમ પાસ નથી. હું ખરેખર સિયા સાથે મેરેજ કરવા માગું છુ અને સિયાની સાથે રહેવા માગું છું.

અવની : (વચ્ચેથી બોલતા ) ભાઈ તું એક વાર વિચારી લે જે હો. તું સ્યોર છે ને ? કેમ કે આજે માણસ જેવું સામે હોય એવું દેખાતું નથી કોણ જાણે અંદરથી એ માણસ કેવું હોય.

નીલ : હા અવની સાચી વાત છે એટલે જ તારા ભાઈ પર ભરોસો કરું છું ને કેમ કે અત્યારે તો એ સારું સારું બોલે છે પણ અંદર થી...

અવની : બસ હો. હું મારા ભાઈની વાત નથી કરતી.

સિયા : ( ગુસ્સામાં) જો અવની તને મારા અને દિવ્યના રિલેશન થી પ્રોબેલ્મ હોય તો તું અહીં થી જઇ શકે છે. અમે ઘણા સમયથી એક બીજાને ઓળખીએ છીએ અને એક બીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ તો તારે વચ્ચે બોલવાની જરૂર નથી.

દિવ્ય : સિયા યાર આમ ન બોલ અવની સાથે.

સિયા : તો કેમ બોલું હું ? અવની ક્યારની મારા ભાઈને ટોન્ટ મારે છે, આપણી વચ્ચે પણ ક્યારની બોલે છે. તું એને સમજાવને.

દિવ્ય ; એમ તો સિયા નીલભાઈ પણ ક્યારના અવનીને ટોન્ટ મારે છે.

નીલ : દિવ્ય ભાઈ સાંભળ મેં ટોન્ટ મારવાની શરૂઆત નહોતી કરી. તારી બહેનએ શરૂઆત કરી હતી.. તારી બહેન આવી એટલે વાતાવરણ ગરમ થયુ. બાકી આપણે ત્રણેય શાંતિથી તો બેઠા જ હતા ને !

દિવ્ય : હા તો ભાઈ. આજે તમે આવ્યા એટલે બાકી હું ને સિયા પણ શાંતિ થી જ વાત કરતા હોઈએ છીએ. (મોઢું નીચું કરીને ) "ઉલટા ચોર કૌતવાલ કો ડાટે"

સિયા : બસ હો દિવ્ય. હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે. મારા ભાઈને તારું કશું કહેવાની જરૂર નથી.

અવની : ઓ હેલો. હું પણ તને એ જ કહેવાની હતી કે તું તારી લિમિટ ક્રોસ કરે છે. તારે પણ મારા ભાઈને કાઈ કહેવાની જરૂર નથી. ચાલ ભાઈ અહીં રહીને ખોટો મગજને નહીં તપાવવું.

સિયા : હા તો અમને પણ શોખ નથી અમારા મગજનુ દહીં કરવાનો ચાલ ભાઈ. આતો મારા ભાઈએ મને સરપ્રાઈઝ આપ્યું બાકી તારી સાથે આવે કોણ અવની.આમ પણ તને ઝઘડો કરવાની આદત તો છે જ.

આમ ચારેય જણા ઝઘડો કરતા કરતા નીકળે છે અને એક બીજા ના ઘરે પહોંચે છે. ઘરે આવીને સિયા નીલ પાસે ખૂબ રડે છે. આ બાજુ દિવ્યના મનમાં કેટકેટલાય વિચારો મગજમાં ફરતા હોય છે. દિવ્ય વિચારતો હોઇ છે કે જ્યાં સુધી હું નીલ અને સિયા બેઠા હતા ત્યાં સુધી બધું જ ઓકે હતુ અને પછી જ્યારે અવની આવી ત્યારે બધુ જ બગડવા લાગ્યુ. અવની અને નીલ એક બીજાને ટોન્ટ મારવા લાગ્યા. ધીરે ધીરે ઝઘડો અને ટોન્ટ વધતા ગયા. છેલ્લે સિયા એ પણ અવનીને ઘણું બધુ કીધું. આ ચક્કર શુ છે ? કઈ સમજવા નથી આવતો. મારે કાલે અવનીને પૂછવું જોઈશે કે નીલને તું ઓળખે છે ? તું નીલ ને એટલા બધા ટોન્ટ શા માટે મારતી હતી ? કાલે આ બધુ મારે અવનીને પૂછવું છે. હજી આ બધો વિચાર દિવ્ય કરતો જ હોય છે ત્યાં જ નીલનો કોલ આવે છે. દિવ્ય ફોન રિસીવ કરે છે.

નીલ : હેલો દિવ્ય... સોરી. મારા કારણે તારો અને સિયાનો ઝઘડો થયો. મને એવું લાગે છે કે મેં ભૂલ કરી કે સિયાને મેં સરપ્રાઈઝ આપી અને તારી સાથે મળવાનું નક્કી કર્યું. કદાચ તો ભૂલ મારી હશે જે બધુ થયું એમા.

દિવ્ય : ના ભાઈ તમારો કોઈ વાંક નથી. બસ મારી બહેન થોડું વધુ બોલી ગઈ હોય એવું મને લાગ્યું.

નીલ : હા એ પણ કદાચ હોઈ શકે.

દિવ્ય : પણ ભાઈ.મને એક વાત સમજમાં નથી આવતી કે તમે બનેં એકબીજાને ટોન્ટ શા માટે મારી રહ્યા હતા ?

નીલ : જો દિવ્ય આપણે બંને કાલે એકલા ક્યાંક ભેગા થઈએ અને મળીએ. હું તને બધી વાત જણાવીશ.

દિવ્ય : હા ભાઈ પણ વાત શુ છે ? શુ વાત કરવા માંગો છો મારા જોડે ?

નીલ : કઈ નહીં બસ. તું કાલે આવ ને આપણે બધી વાત કરીએ.

દિવ્ય : હા ભાઈ ઓકે. તમે મને કાલે સવારે મેસેજ કરી દેજો કે કયા ભેગા થવાનું છે અને ટાઈમ પણ કહી દેજો.

નીલ : હા મેસેજ કરી દઈશ પણ એક વાતનું ધ્યાન રાખજે કે આપણે બંને ભેગા થવાના છીએ એ સિયા કે તારી બહેનને ખબર ન પડે.

દિવ્ય : કેમ ભાઈ એવું ?

નીલ : ભાઈ દિવ્ય. તું બોવ પ્રશ્ન કરે છે. જેટલું કીધું એટલું કર ને ભાઈ.

દિવ્ય : હા ભાઈ.

બંને જણા એક બીજા સાથે વાતો કરીને સુવા માટે જાય છે. આ તરફ નીલ વિચારે છે કે હું દિવ્યને મારા અને અવનીના રિલેશન વિશે બધુ જ કહી દઈશ જેથી દિવ્ય અને સિયાના રિલેશન ખરાબ ન થાય. બીજી તરફ દિવ્ય એવું વિચારે છે કે નીલ ભાઈને મારા સાથે શુ વાત કરવી હશે ? કેમ મને એકલો બોલાવે છે ? અને હા સિયા અને અવનીને કહેવાની કેમ ના પાડે છે ? શું વાત હશે ? આમ નીલ અને દિવ્ય બનેં મોડે સુધી જાગતા રહે છે અને વિચારતા વિચારતા સુઈ જાય છે. સવારમાં આલાર્મ વાગે છે. દિવ્યની નિંદર ઉડી જાય છે. ઉઠતા વેંત ફોન હાથમાં લે છે અને જુએ છે કે નીલ ભાઈનો મેસેજ આવ્યો કે નહીં. મેસેજ ના આવતા આખરે દિવ્ય ફ્રેશ થવા માટે જાય છે અને ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસે છે. હજી નાસ્તો પૂરો કરે છે ત્યાંજ દિવ્યના ફોન પર એક નોટિફિકેશન આવે છે. દિવ્ય ફોન ચેક કરે છે તો એ મેસેજ નીલનો હોય છે.દિવ્ય ફટાફટ નાસ્તો કરીને ઉભો થાય છે ને જે સ્થળનો મેસેજ આવ્યો હતો ત્યાં પહોંચી જાય છે. થોડીવાર પછી નીલ પણ ત્યાં પહોંચે છે અને બંને જણા એક ટેબલ પર બેસે છે.

નીલ : શુ વાત છે ભાઈ ? બોવ જલ્દી આવી ગયો.

દિવ્ય : તો શુ ભાઇ.. તમે કાલે કીધું ને કે બધી વાત કરવાની છે તો એ ઊંઘ જ ન આવી. આખી રાત એ વિચાર કર્યો કે તમે શુ કહેવાના હશો.

નીલ : ઓહ હો બોવ કરી. સોરી ભાઈ તને આખી રાત જગાડ્યો અને નીંદર ખરાબ કરી.

દિવ્ય : અરે ના ભાઈ ના એમાં શુ હવે ચાલે પણ હવે તો કહો તમારે શુ વાત કરવાની છે?

નીલ : જો દિવ્ય. તું ખરેખર એક સારો છોકરો છે, સિયા એ તને સિલેક્ટ કર્યો છે એટલે એમાં કઈ ઘટે એમ નથી. મને સિયા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને થોડા ઘણા અંશે તારા પર પણ. જો દિવ્ય હું સિયાનો સગો ભાઈ તો નથી પણ સગા ભાઈથી પણ વિશેષ છુ. એટલે તારે કઈ પણ કહેવું હોય એ તું મને કહી શકે છે.

દિવ્ય : હા ભાઈ કેમ નહીં.

નીલ : ઠીક છે તો હવે એક કામ કરજે. ઘરે પર પહોંચીને પેલા સિયાને કોલ કરજે. તારા થી એ રિસાઈ ગઈ છે અને ગુસ્સે પણ છે તો શાંતિથી મનાવી લે જે.

દિવ્ય : હા ભાઈ આમ પણ ક્યારેક ક્યારેક એ બોવ ગુસ્સો કરે છે. દર વખતે તો મનાવી જ લવ છુ. આ વખતે પણ મનાવી જ લઈશ.

નીલ : Thats Good. આમ પણ છોકરીઓ નારાજ થાય એટલે આપણે જ હંમેશા માનવવાનું હોય છે. હા છોકરીઓ થોડી જિદ્દી હોય છે પણ ચાલે.એ જીદ નહીં કરે તો કોણ કરશે. બસ એમને ખુશ રાખવાનો, સંભાળ લેવાનો, સપોર્ટ કરવાનો પ્રયત્ન કરવો એટલે એમને વધુ ગમશે.ખરા સમયે એને સમજવાનો, ખરા સમયે પ્રેમ આપવાનો, સાથ આપવો, ટાઈમ આપવો એ ખૂબ જરૂરી હોય છે. સાચું કહું ને દિવ્ય તો બધા કહે છોકરીઓને ચોકલેટ, ગિફ્ટ આપો તો વધુ ખુશ થાય છે. એકાદ અંશે આ વાત સાચી છે પણ ખરેખર જો તમારો સાથ સાચો હોય, તમેં એમને સાચી ખુશી આપતા હોય તો એને કોઈ પણ ગિફ્ટની જરૂર નથી હોતી.

દિવ્ય : હા ભાઈ સાચું કહ્યું તમેં. ધ્યાન રાખીશ ભાઈ.તમે ખરેખર સારું સમજો છો છોકરીઓને પણ મને એક વાત સમજમાં ન આવી.

નીલ : શુ વાત દિવ્ય ?

દિવ્ય : એ જ કે કાલે તમે એમ કીધું હતું કે હું દિવ્ય કાલે તને બધી વાત કરીશ તો તમે કઇ વાત કરવા માંગતા હતા ? એ વાત તો તમે હજી મને કહી જ નહિ.

નીલ : હા એ વાત કહેવાનો જ હતો પણ વિચાર કરું છું કે કઈ રીતે કહું ?

દિવ્ય : અરે ભાઈ એમાં શુ ? બિન્દાસ વાત કહો.

નીલ : જો દિવ્ય વાત એવી છે કે હું તારી બહેનને ઘણા સમયથી ઓળખું છુ. સાચું કહું તો એક સમયે અમે બંને સાથે જ જોબ કરતા હતા.

દિવ્ય : હા મને લાગ્યું જ કે તમે બંને એક બીજાને ઓળખતા હશો જ. કેમ કે કાલે તમે બંને એક બીજાને એ રીતે ટોન્ટ મારી રહ્યા હતા એ પર થી લાગ્યું જ હતું મને કે તમે ઓળખતા હશો એક બીજાને.

નીલ : હા દિવ્ય.બીજી વાત કહું તો હું અને અવની બંને રિલેશનશિપમાં હતા ને થોડા સમય બાદ અમારું બ્રેકઅપ પણ થઈ ગયું હતું.

દિવ્ય : ( શોક્ડ થતા) એટલે ?

શુ તમે ને અવની ?

ક્યારે ?

કઈ રીતે ?

નીલ : હા દિવ્ય.

દિવ્ય : ભાઈ તમે મને સરખું સમજાવશો ?

નીલ : હા દિવ્ય સાંભળ.અમે જ્યારે સાથે જોબ કરતા ત્યારથી જ અમે બંને રિલેશનશીપમાં હતા. ત્યાર પછી અમે ઘણો સમય સાથે રહ્યા હતા. ( નીલ દિવ્ય ને બધી જ વાતો કરે છે, પોતાના રિલેશનની, પ્રેમની, ઝગડાઓની, આજ સુધી જે પણ કઈ વાતો થઈ હોય એ બધી જ વાતો કરે છે )

દિવ્ય : ભાઈ હું શું કહું તમને હવે? હું શું કહું આ બાબતમાં મને પણ ખબર નહીં પડતી. નવાઈની વાત તો એ છે કે આજ સુધી અવની એ પણ મને કશુ કીધું નથી.

નીલ : જો દિવ્ય.જે મારે તને વાત કહેવાની હતી એ બધી જ વાત મેં તને કરી દીધી છે.

દિવ્ય : હા ભાઈ. મને એમ કે મારી અથવા સિયાની કંઈક વાત હશે પણ અહીં તો !

નીલ : સોરી ભાઈ પણ !

દિવ્ય : પણ શું ભાઈ ?

નીલ :હા પણ એક મહત્વની વાત કહેવાની હજી બાકી રહી ગઈ છે.

દિવ્ય : કઈ વાત ભાઈ ?

નીલ : આપણે જ્યારે બધા મળ્યા એ પહેલાં સિયા અને અવની એક વાર મળી ચુક્યા છે. સિયા મારા માટે થઈને અવનીને મળવા ગઈ હતી પણ બંને વચ્ચે વાતો બગડી અને ઝઘડો પણ થયો. સાથે જ વાત વાત માં અવની એવું પણ બોલી હતી કે " હું તારો (સિયાનો ) અને દિવ્ય ને પ્રેમ ક્યારેય એક નહીં થવા દવ. તમને બંને ને ક્યારેય ભેગા નહીં થવા દવ "સાચું કહું તો દિવ્ય અવનીને તારું અને સિયાનું રિલેશન નથી ગમતું એનું કારણ હું છુ. મારા લીધે જ તારા અને સિયાના સંબંધમાં ઝઘડાઓ થાય છે. કાલે અવની એ ઘણા બધા ટોન્ટ માર્યા. આ બધા ટોન્ટ એ મને મારતી હતી.

દિવ્ય : હા મને લાગ્યું જ.

નીલ : જો દિવ્ય હવે બધુ તારા હાથમાં છે. કેમ કે અવની તને અને સિયાને એક નહીં થવા દે. એ કોઈને કોઈક પ્રોબ્લેમ ઉભો કરશે જ અને જો સાચું કહું તો મને નહીં ગમે કે તું અને સિયા અલગ થાવ કે તમારો ઝઘડો થાય.

દિવ્ય : થેંક્યું ભાઈ.

નીલ : ઓલવેઝ વેલકમ પણ

દિવ્ય : પણ શુ ભાઈ ?

નીલ : એ જ કે મારે તને અને સિયાને ખુશ જોવા છે પણ અવની સિયાને વારંવાર હેરાન કરશે અથવા તો તને હેરાન કરશે. હવે આ બધાનું સોલ્યુશન કઇ રીતે લાવવું એ વિચારું છું. એવું તો શું કરું કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન રહે.

દિવ્ય : હા ભાઈ કઈક તો કરવું પડશે જેથી પ્રોબ્લેમ સોલ્વ થાય અને બધુ ઠીક થઈ જાય અને હા ભાઈ થેંક્યું સો મચ કે તમેં મને અને સિયાને સાથ આપો છો.

નીલ : અરે મારા ભાઈ એમાં શુ! તે પણ પ્રેમ કર્યો છે અને મેં પણ તો મને ખબર છે કે આ વસ્તુમાં ટેકો કરવો એ ખુબ અઘરો છે.

દિવ્ય : સારું ભાઈ તમે મને બધી વાત કરી પણ તમે કઈ ટેંશન ન લો. બધુ ઠીક થઈ જશે.હું અવની સાથે વાત કરીશ સાથે તમારું પણ કહીશ.

નીલ : એ ના ભાઈ ના એ વાત જ ન કરતો. અમારા વચ્ચે હવે કઈ રહ્યું નથી.

દિવ્ય : પણ ભાઈ !

નીલ : પણ બણ કહી નહીં. એ વસ્તુ પણ નહીં અને એ વાત પણ નહીં અને હા હવે આપણે ઘરે જઈએ ? મારે થોડું કામ છે.

દિવ્ય : હા ભાઈ અને સોરી હો તમને નારાઝ કર્યા એ બદલ.

નીલ : અરે ના ભાઈ ચાલ્યા કરે .તું ખુશ રહે અને સિયાને પણ ખુશ રાખ.

બસ આમ આવી વાતો કરીને બંને જણા પોતપોતાના ઘરે પહોંચે છે. નીલ ઘરે પહોંચીને પોતાના કામમાં લાગી જાય છે. આ બાજુ દિવ્ય સિયાને ફોન કરે છે. પહેલા તો દિવ્ય સિયાને મનાવે છે અને ત્યાર બાદ જે પણ કહી વાતો થઈ એ બધી વાતો સિયાને જણાવે છે.

સિયા : ઓહ તો ભાઈ એ તને બધી વાત કરી એમને !

દિવ્ય : હા સિયા પણ ભાઈને આપણા બંનેનું ટેંશન છે કે અવની આપણા બંને ના રિલેશનને ખરાબ ન કરે. અવની જે કઈ કરે છે એ નીલ ભાઈના લીધે જ કરે છે.

સિયા : હા એ છે.

દિવ્ય : હે સિયા આપણે એક કામ કરીએ તો !

સિયા : શુ ?

દિવ્ય : આપણે નીલ ભાઈ અને અવની ને ફરી પાછા એક કરી દઈએ તો ?

સિયા : તું પાગલ થઈ ગયો છે હે ! કે પછી તડકામાંથી આવ્યો એટલે મગજ કામ નહીં કરતું.

દિવ્ય : અરે હું સિરિયસ વાત કરું છું યાર. જો એ બંને પાછા એક થઈ જશે તો આપણી બંને વચ્ચે પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ના નીલ ભાઈ ને અને ના અવનીને.

સિયા : પણ દિવ્ય એ પોસીબલ નથી યાર. નીલ ભાઈ નહીં માને.

દિવ્ય : સિયા.. તે નીલ ભાઈની આંખોમાં જોયું હોય કે ના જોયું હોય પણ મેં નીલ ભાઈની આંખોમાં અવની પ્રત્યેનો પ્રેમ જોયો છે. કાલે અવની ને જોતા જ નીલભાઈ ના ચહેરા પર રોનક આવી ગઈ હતી. એ ભલે એક બીજને કાલે ટોન્ટ મારી રહ્યા હતા પણ નીલ ભાઈની આંખોમાં અવની માટે નો પ્રેમ દેખાતો જ હતો. નીલ ભાઈ જે રીતે અવનીને જોઈ રહ્યા હતા એ પરથી એવું જ લાગી રહ્યું હતું કે નીલ ભાઈ હજી અવનીને પ્રેમ કરે છે.

સિયા : યાર દિવ્ય પણ..

દિવ્ય : યાર વાર કહી નહીં.આપણે એક પ્રયત્ન તો કરી શકીએ ને યાર ?

સિયા : હા પણ કઇ રીતે ?

દિવ્ય : કહી નહીં. બસ તું કાલે નિલભાઈને લઈને મોલમાં આવજે.

સિયા : પણ...

* * *

મિત્રો એવું ઘણી વાર થતું હોય છે કે આપણું ભૂતકાળ આપણા વર્તમાનમાં આવતું હોય છે અને ખાસ કરીને પ્રેમ. આપણે જેને પ્રેમ કર્યો હોય એને પણ જો પ્રેમ કદાચ દિલથી કર્યો હશે તો આજે નહિ તો કાલે આપણી સામે તો આવશે જ. મિત્રો આ દુનિયામાં અત્યારે ટોન્ટ મારતા માણસો વધી ગયા છે. વાત વાતમાં એકબીજાને ટોન્ટ મારતા જોવા મળે છે. લોકો પોતાના પ્રોબ્લેમ સામેથી ના કહેતા ટોન્ટ મારીને કહેવામાં વધુ પસંદ કરે છે. મિત્રો એક જ વાત કહીશ કે જે પોતાનું છે, એમના પ્રત્યે અણગણિત લાગણીઓ છે, એમના પ્રત્યે બેશુમાર પ્રેમ છે તો કોઈ દિવસ એમની સામે ટોન્ટ મારીને વાત ન કરશો. કેમ કે જે વસ્તુ ટોન્ટ મારીને કહી શકાય છે એ સામાન્ય રીતે પણ કહી જ શકાય. કેમ કે જેટલું દુઃખ સામાન્ય વાત થી નથી થતું એટલું દુઃખ કોઈ ટોન્ટ મારે ત્યારે થાય છે.