Fakt Tu - 4 books and stories free download online pdf in Gujarati

ફક્ત તું ..! - 4

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે. આપણો હીરો એટલે કે ચાર્મિંગ, હેન્ડસમ અને હોશિયાર નીલ અને હિરોઈન ક્યૂટ, બ્યુટીફૂલ, હોંશિયાર અવની.એક બીજાની સામે સામે બેઠા છે. બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે. થોડીવાર માં બધાની ડીશ આવી જાય છે. ધીરે ધીરે બધા જમવાનું શરૂ કરે છે. એક બીજામાં ખોવાયેલા નીલ અને અવની એકબીજાના ચેહરા ને જુએ છે, એક બીજાની આંખો કંઈક વાત કરતી હોય એવું લાગે છે.બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે અને આમ જ સમય વીતતા જમવાનું પૂરું થાય છે.

ઓયે પ્રેમી પંખીડા ઓ. અહીં અમે પણ બેઠા છીએ હો. નીલની બેન બોલી..

અરે હા હા સોરી સોરી. તું પણ છે નહિ ! નીલ એ કહ્યું.

નીલ મારે પણ હવે મોડું થાય છે મારે ઘરે જલ્દી પહોંચવું પડશે તો ચાલો હવે નીકળીએ. અવનીએ કહ્યું .

અરે અવની પ્લીઝ થોડી વાર બેસ ને. આપણે હજુ હમણાં જ આવ્યા છીએ. નીલ એ કહ્યું.

અરે મારા ભાઈ બે કલાક થી બેઠા છીએ. ત્યારું ધ્યાન બીજે છે. છાનો માનો ઉભો થા ચલ. નીલ ની બહેન એ કહ્યું.

નીલ ને અવનીથી છુટું ન પડવું હોય એમ આજીજી કરે છે પણ અવનીનો ફેસ જોતા નીલ પોતાનો વિચાર બદલી કાઢે છે. અવનીને ઘરે જવા માટે ની હા પાડે છે.

નીલ : ઓકે ચાલો તો પહેલા હું અવની ને ડ્રોપ કરી આવું છું અને પછી હું તને લઇ જઈશ. ચાલશે ને બહેન ?

નીલની બહેન : હા ..હા .. કેમ નહિ... તું પહેલા અવની ને મૂકી આવ. હું અહી જ તારી રાહ જોવ છું.

નીલ અને અવની બંને જણા બાઇક પર જાય છે. નીલના મનમાં ઘણા બધા પ્રશ્નો છે અને સાથે અવની ને પણ.

નીલ : અવની યાર . આપણે એટલા દિવસથી સારા મિત્રો છીએ. એક બીજાથી એટલા ક્લોઝ છીએ તો હવે તને એક વાત પુછવી છે.પૂછું ?

અવની : હા નીલ પુછને ! એમાં શું !

નીલ - જો અવની તું મને ખુબ જ ગમે છે. તારી દરેક વાત મને ગમે છે.હું તને ખૂબ જ પસંદ કરું છું અને સાથે પ્રેમ પણ. I love you so much અવની . હું છેલ્લા ઘણા દિવસથી તારા જવાબની રાહ જોવ છું તો પ્લીઝ મને તારો જવાબ જોઈએ છે આજે.

અવની થોડી વાર સાવ ચૂપ રહે છે અને વિચારે છે અને નીલને કહે છે કે નીલ તું ખૂબ જ સારો છોકરો છે મને પણ તું ગમે છે પણ..

પણ શું અવની. તું મને કઈ પણ કહી શકે છે અને કહી પણ પૂછી શકે છે. તારા મનમાં જે હોય એ કહી શકે છે નીલ એ કહ્યું...

જો નીલ મારા પાસે ઘણા બધા સવાલ છે.મારે એ બધા ના જવાબ જોઈએ છે અને એ પણ સાચા. અવની એ કહ્યું ..

નીલ : અરે હા હા કેમ નહી અવની !તારે જે પૂછવું હોય એ તું પૂછી શકે. હું બધું સાચું જ કહીશ.

જો નીલ પેલી વસ્તુએ કે મારી સિવાય તારી લાઇફમાં બીજી કોઈ છોકરી ના આવવી જોઈએ. નીલ આ વસ્તુ મને નહીં ગમે કે તારી લાઈફમાં મારા હોવા છતાં કોઈ બીજી છોકરી હોય. બીજું નીલ કે મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું મને ક્યારેય દુઃખી નહીં કરે પણ તારે મને પુરી રીતે સમજવી પડશે, મને સમજવું પડશે. હું પણ તને લવ કરું છું પણ નીલ પણ મને ડર લાગે છે

અરે અવની ડર શા માટે ? હું છું ને તારી સાથે . બસ તું હા પાડી દે. આપણે બંને ભેગા થઈ ને બધું જ સારૂ કરી દઈશું આપણે બંને સાથે હશું તો બધું જ સારું થઈ જશે.

આમ એક બીજા વચ્ચે આવી ઘણી વાતો ચાલે છે. અવની પ્રશ્નો પણ પુછતી જાય છે અને એમની કંડીશન પણ કહેતી જાય છે. આખિર માં....

અવની નીલ ને I Love U કહે છે અને રીલેશન માટે ‘હા’ કહે છે.

નીલના તો જાણે હોશ ઉડી ગયા હોય એમ પુરા જોશમાં આવી જાય છે.બાઈકની સ્પીડ ઓટોમેટિક વધી જાય છે. આ સાંભળીને ખુબ જ ખુશ થઇ જાય છે. મનમાં એક જબરજસ્ત ફીલિંગનો અનુભવ કરે છે. નીલને બસ એટલું જ હતું કે અવની માટે બધું કરે, અવનીના બધા સપનાઓ પુરા કરે. અવનીની બધી જરૂરિયાત પૂરી કરે.

નીલ : થન્ક્યું અવની મારી લાઈફમાં આવવા માટે. હું તને આ દુનિયાની બધી જ ખુશી આપીશ. તારા દરેક સપનાઓ હું તારી સાથે રહી ને એ સપનાઓ હું પુરા કરીશ. દરેક વાત અને વસ્તુમાં તારો સાથ આપીશ. મારાથી બને એટલી તને ખુશ રાખવાની કોશિશ કરીશ. હું તારી સાથે પડછાયાની જેમ હંમેશા તારી સાથે રહીશ . આમ વાતચીત કરતા કરતા નીલ અવનીના ઘરની ગલી સુધી પહોંચી જાય છે. અવનીને ત્યાં ઉતારે છે.

અવની : ચાલ નીલ બાય. તારું ધ્યાન રાખજે અને સંભાળીને જાજે.બાઈક ધીમે ચલાવજે અને પહોંચીજા એટલે મને મેસેજ કર જે.

નીલ : હા મારા દિકા. ચિંતા ન કર, મને કહી નહિ થાય.

નીલ અવનીને ત્યાં મૂકીને પોતાની બહેન પાસે જાય છે. એની બહેનને લઈને પોતાના ઘર તરફ નીકળી જાય છે.

સાંજ નો સમય છે. નીલ પોતાના ઘરના ધાબા પર બેઠો છે અને અવનીને મેસેજ કરે છે. અવનીને મેસેજ કરી અવનીનો રીપ્લાય ક્યારે આવે એની રાહ જોવે છે. થોડીવાર થતા અવનીનો મેસેજ આવે છે.

અવની – કેમ છો મારા નીલ, શું કરે ?

આ મેસેજ જોતા જ નીલના મોઢા પર એક મંદ હાસ્ય અને ચમક આવી જાય છે અને વાતોનો સિલસલો ચાલુ થાય છે.

નીલ : હેલો મારી વ્હાલી અવની. હું ઠીક છું. તને કેમ છે ? હું તો આજે બોવ જ ખુશ છું.આજે મારી લાઇફનો યાદગાર દિવસ છે.

તારા માટે મેં એક મસ્ત કવિતા લખી છે. જો હું તને મોકલુ. નીલ અવનીને મેસેજમાં કવિતા મોકલે છે.

"શુ કહું એ વાદળ ને

જે વરસે છે મન ભરી ને.

શુ કહું એ વીજળી ને.

જે ચમકે છે મન ભરી ને.

શુ કહું મારી એ દિકુ ને.

જે પ્રેમ કરે છે મને મન ભરીને.

શુ કહું તારા એ પ્રેમ ને.

જે મન ભરી ને મારા પર વરસે છે.

શુ કહું તારા એ હાસ્ય ને...

જે મારા હૈયા માં વસે છે...

શુ કહું એ તારા દિલ ને...

જે મારા શરીર માં ધબકે છે..."

આ વાંચીને અવની ખૂબ જ ખુશ થઈ જાય છે.

બસ આમ જ વાતો તો દોર ચાલુ રહે છે. દરરોજ સવારે ઉઠતાની સાથે એક બીજા ને Good Morning ની સાથે વાતો ના મેસેજ થાય છે.બે હંસો ના જોડા ની જેમ બને એક બીજા ના પ્રેમ માં તરબોળ છે.દુનિયાની બધી જ ખુશીઓ એમને મળી ગઈ હોય એમ એક બીજાના ગાઢ પ્રેમ માં ખોવાયેલા છે દરરોજ એક બીજાને પુરતો સમય આપે છે અને વાતો કરે છે આમ સમય જતા બંને નો પ્રેમ વધુ ગાઢ થઈ જાય છે...

( થોડા દિવસો પછી )

નીલને એના કામ માટે બહાર જવાનું થાય છે અને એ પોતાના કામમાં વ્યસ્ત છે. સમય મળે ત્યારે અવનીને મેસેજ કરી ને વાત કરી લે છે પણ અવની ક્યારેક ક્યારેક જ નીલના મેસેજનો રીપ્લાય આપે છે. એક દિવસ બપોરે જયારે નીલ પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે જ અવનીનો અચાનક ફોન આવે છે.નીલ અવનીનો ફોન રિસીવ કરે છે અને એ ફોન ઉપાડતાની સાથે જ નીલનો ચેહરો અને ચમક બંને ઉડી જાય છે.

અવની : હેલો નીલ તું ક્યાં છે ? તે કેમ મારી સાથે આવું કર્યું ? તે મારો વિશ્વાસ તોડ્યો છે. તારે મારી સાથે આવુ નહોતું કરવું જોઈતું. હવે તું મને ક્યારેય ફોન કે મેસજ નહી કરે અને મારો નંબર પણ ડીલીટ કરી નાખજે બાય. હું તને ખુબ જ નફરત કરું છું. તારા દિલ, હૃદય બધા માંથી મને કાઢી નાખજે અને ક્યારેય પણ મારી સામે ના આવતો.

નીલ : સારું અવની બાય. તારું ધ્યાન રાખજે.

અવની નીલ વિશે વિચારતી વિચારતી ખૂબ જ રડે છે અને એ જ વિચારે છે કે નીલ એ મારી સાથે આવુ શા માટે કર્યું, મારુ દિલ શા માટે તોડ્યું, મને શા માટે અંધારામાં રાખી, શા માટે મારા થી બધુ છુપાવ્યું, શા માટે મારા સાચા પ્રેમ ને એ ના ઓળખી શક્યો. અને ખાસ તો અવની એ માટે રડતી રહી કે જ્યારે અવની એ નીલ ને છેલ્લી વાર કોલ કર્યો ત્યારે નીલ એ શા માટે કઇ ના બોલ્યો, નીલ એ કેમ કઇ પણ એક્સ્પ્લેન ના કર્યું, શા માટે મને ના મનાવી, કેમ એને ડાયરેક્ટ મને બાય કીધું બસ આજ કારણથી એ વધુ રડતી હતી.

અવની એ જ વિચારતી હતી કે શું નીલ ને મારા પ્રેમ ની જરાય કદર ના થઇ, શુ એ મને ઓળખી ના શક્યો, કેમ નીલ એ મને દગો આપ્યો, શા માટે એને મારી સાથે જુઠા પ્રેમ નુ નાટક કર્યું, શા માટે મારી ફિલિંગ સાથે રમ્યો . બસ આજ વાત ના કારણે અવની સવાર થી સાંજ સુધી રડતી જ રહી. ચૂપચાપ બેસેલી અને અંદરથી તુટી ગયેલી અવની બસ બેઠી બેઠી રડતી હતી એવામા જ એક પ્રાઈવેટ નંબર પર થી કૉલ આવે છે અને અવની એ કોલ રિસીવ કરે છે અને અવાજ સાંભળીને જ અવની રડવાનું શરુ કરી દે છે કારણે કે એ કૉલ નીલનો હોય છે.

નીલ : હાઈ અવની, તારો ગુસ્સો શાંત થઈ ગયો ? તું શા માટે રડે છે? તું ઠીક છે ?

અવની : નીલ મારે કાંઈ પણ વાત નથી કરવી પ્લીઝ તું હવે મને કૉલ ના કરતો, મને ભૂલી જા.

નીલ : અરે અવની એક વાર તો તું મારી વાત તો સંભાળ, તને શું થયું ? તને કોઈએ કઈ કીધું ? શા માટે આવું કરે છે ? મને થોડું સમજાવ તો ખરા અવની..

અવની : નીલ મારે કશું જ નથી સમજવું કે સમજાવવું . પ્લીઝ તું મને કોલ ના કર..

નીલ : અરે યાર અવની તું સમજવાની ટ્રાય તો કર, એક વાર તો મને કહે કે શું થયું, શા માટે આવું કરે છે.

અવની : નીલ પ્લીઝ. હોંશિયાર ના બનીશ . તને બધી જ ખબર છે, તે મારી સાથે શા માટે આવું કર્યું ? તે મને શા માટે દગો આપ્યો ? તારે આવું નહોતું કરવું જોઈતું મારા જોડે, મેં તને દિલ થી પ્રેમ કર્યો હતો અને તારા પર કેટલો બધો વિશ્વાસ કર્યો હતો, તે મારી સાથે સારું નથી કર્યું નીલ...( અવની જોર જોર થી રડે છે )

નીલ : અરે અવની. તું મને કંઈક કહેતો મને ખબર પડે ને ! તું મને કહેતો ખરા શુ થયું ?

અવની : હા તો નીલ સાંભળ. તે મને શા માટે ના કીધું કે તારે એક ગર્લફ્રેન્ડ છે અને પેલા પણ ઘણી બધી હતી . તે શા માટે આ બધુ છુપાવ્યું મારાથી. મેં તને ખૂબ જ પ્રેમ કર્યો હતો નીલ યાર...

નીલ : ઓહ ગોડ....અવની તું શુ વાત કરે છે આ બધી ? આવું તને કોને કહ્યું ? તને મારા પર વિશ્વાસ નથી ?

અવની : મારા થી પણ વધુ મને તારા પર વિશ્વાસ છે નીલ . પણ હું કેમ વિશ્વાસ કરું આ બધું સાંભળીને તુ જ કહે.

નીલ : અરે અવની. મારે એવુ કશું જ નથી. હા મારે તને અમુક વાતો કેવી હતી જે મેં તને કહી નથી. કેમ કે એના માટે સારા સમયની રાહ જોતો હતો. પણ પહેલા મને એ કહે કે આવું બધું તને કોને કહ્યું ?

અવની : નીલ સાંભળ. આજે હું જયારે ઓફીસમાં બેઠી હતી ત્યારે આપણા સર ત્યાં આવ્યા અને એ મારી સાથે વાત કરતા હતા અને મસ્તી કરતા હતા તો વાત વાત માં એ મને પૂછતાં હતા કે કોણ છે તારો બોયફ્રેન્ડ. અમને તો કહે ! એને એમ થયું કે મારો ફોન ટેબલ પર પડેલો તો એને ડાયરેક્ટ મારો ફોન ટેબલ પર થી લઇ લીધો અને ફોન ચેક કરવા માંડ્યા. નીલ પછી આપણા બન્ને ની એમને વાતો એમને જોઈ લીધી અને એ બધું કેવા લાગ્યા કે ” અવની આ શું છે ?તને ખબર છે કે નીલ કેવો ખરાબ છોકરો છે. નીલ ને કેટલી છોકરીઓના કૉલ આવે છે, એ નીલ સાવ કરેક્ટરલેસ છોકરો છે, એ છોકરીને યુઝ કરી ને ફેંકી દે છે. તારા વિશે એ સર એ મને આવું બધું કહ્યું તો નીલ તું જ કહે હું શું કરું ?

નીલ : અરે અવની એ સાવ ખોટું બોલે છે.મેં કશું જ એવુ નથી કર્યું, અને ના મને કોઈ છોકરીના કોલ આવે છે અને અવની તું જ કહે કે મેં ક્યારેય તારી સાથે ખરાબ વર્તન કર્યું છે ? તારી જોડે ક્યારેય ખરાબ રીતે કશું બોલ્યો છું ? તો શા માટે તું એ લોકો નો વિશ્વાસ કરે છે અને વાતમાં આવી જાય છે ?અવની મેં તને સાચો પ્રેમ કર્યો છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારા જોડે રહેવા માંગુ છું, મેં આપણા બંને ના સાથે કેટલા બધા સપના જોયા છે. મારા પર વિશ્વાસ કર અવની..

અવની : યાર નીલ હું તારા પર કઈ રીતે વિશ્વાસ કરૂ તું જ કહે. તે આ બધું શા માટે ના કહ્યું મને ? તારે મને આ બધું પહેલા કેહવું જોઈતું હતું..

નીલ : મેં તારાથી કશું જ નહી છુપાવ્યું.

સાંભળ આજે હું તને મારી બધી જ વાત કરું અને હા હું તને આ બધી જ વાત કરવાનો જ હતો પણ આપડે પછી મળ્યા પણ નહી અને એવો સમય પણ ના આવ્યો જેથી હું તને આ બધી વાત કહી શકું .અવની હું તને ખૂબ જ પ્રેમ કરું છું ખૂબ જ. અવની મારે પેલા એક ગર્લ ફ્રેન્ડ હતી .મારે તને આ વાત કેવી જ હતી પણ એવો ટાઈમ ના મળ્યો. મારે એની સાથે બ્રેક અપ થઈ ગયું છે.હું એની માટે બધું જ કરતો. મારી ખુશીનું વિચારતા પહેલા હું એની ખુશીનું પહેલા વિચારતો પણ એને મારી કદર ના હતી.

(નીલ આમ પોતાના વિશેની બધી જ વાતો અવનીને જણાવી દે છે.જે કઈ હતું એ બધું જ સાચું કહી આપે છે )

અવની : થેંક્યું નીલ.મને બધું કહેવા માટે.

નીલ : અવની યાર હવે તો મેં તને બધું જ કહી દીધું છે જે સાચું છે એ બધુ જ હવે તો તું મારી સાથે છે ને ?

(અવની કશું પણ જવાબ આપ્યા વિના વિચારતી રહે છે અને રીપ્લાય આપતી નથી.)

નીલ : અવની જવાબ તો આપ. તું મારી સાથે છે ને ?

* * *

મારા વાંચક મિત્રો ભાઈઓ અને બહેનો.. ઘણીવાર પ્રેમમાં બે વ્યક્તિઓની વચ્ચે કોઈ ત્રીજાના આવવાના કારણે અમુક સંબંધ નો અંત થાય છે . મહિનો ના, વર્ષો ના સંબંધો ચૂટકી માં પુરા થઈ જાય છે. આમા આપડે કોને દોષી કહી શકીએ .જે બે વ્યક્તિ પ્રેમ કરે છે એ કે પછી જે વ્યક્તિ વચ્ચે આવે છે તે.મિત્રો આપણો સંબંધ શુ સાવ એવો છે કે કોઈ ત્રીજી વ્યક્તિ ના આવવાથી કે કહેવાથી એ સમાપ્ત થઈ જાય, એના કશું ક કહેવાથી બધી જ લાગણી ઓ મન માંથી નીકળી જાય. મિત્રો સંબંધ બહુ જ અમૂલ્ય હોય છે એને સાચવતા શીખવું જોઈએ. પ્રેમમાં બે વ્યક્તિ સરખા ના હોય પણ એ બનેં ને સાથે રહી, એકબીજા ને સમજી આગળ વધવું જોઈએ. એક બીજા ને માન, સન્માન, સપોર્ટ આપી આગળ વધવું જોઇએ.

બસ એટલું જ કેહવા માંગીશ કે મિત્રો પ્રેમ એક નાના છોડ જેવો છે...જો પાણી નહીં આપીએ તો મુરજાઈ જશે વધારે પાણી આપીશું તો એ છોડ બળી જશે અથવા તો કરમાઈ જશે માટે એ છોડ ની સંભાળ દરરોજ રાખતા રહો, થોડું થોડું પાણી દરરોજ આપતા રહો, અને સામે એજ છોડ તમને સુંદર ફૂલ, સુગંધ, અને ફળીયા માં એક સુંદર દ્રશ્ય પૂરું પાડશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED