Fakt Tu - 10 books and stories free download online pdf in Gujarati

ફક્ત તું ..! - 10

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૦

એક દિવસ સવારના પહોરમાં નીલના મોબાઈલ માં રિંગ વાગે છે. સવારના આશરે ૬:૫૦ વાગ્યા છે.નીલ પોતાના ફોન સીધો કાન પર રાખે છે અને હેલો કહે છે.

અવની - અરે ઓ કુંભકરણ હવે જાગો. બોવ સુઈ લીધું. અહીં દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી અને તમે હજી સુતા છો હે. ચાલો ચાલો મારા લાડકવાયા નીલજી હવે ઉઠો.

નીલ - ( આંખો મિચતા મિચતા ઉભો થાય છે ) અરે અવની તું ? અત્યારે માં ? શુ થયું ? કઇ પ્રોબ્લેમ તો નથી ને ? કઇ હોય તો કહે હું ફટાફટ તારા પાસે પહોંચું !!

અવની - અરે ના નીલ કશું નહીં થયુ, રિલેક્સ. સાંભળ હવે હું તને દરરોજ આ ટાઈમ એ કોલ કરીશ કેમ કે મારી ઓફીસનો સમય સવારનો છે અને ત્યાં પહોંચતા મને પંદર- વીસ મિનિટ જેવું લાગે છે તો આપણે વાત કરીશું અને હું તને ઉઠાડીશ. ચાલશે ને ?

નીલ - અરે કેમ નહીં. સારું ને કે સવાર સવાર માં તારો ફોન આવે અને તું મને ઉઠાડ. હવે આખો દિવસ સારો જશે.

અવની - હા પણ ખાલી દસ જ મિનિટ વાત કરીશ હો..

નીલ - અરે કઈ વાંધો નહીં. બસ તારો અવાઝ સંભળાય અને સવાર સવારમાં તારી સાથે વાત થઈ જાય એટલે બધુ આવી ગયુ.

આમ બસ દરરોજ સવારે અવની નીલ ને કોલ કરે, નીલને ઉઠાડે અને બને વાતો કરે. સાંજે તો કઈ નક્કી ના હોય વાત કરવાનું. એ તો એમ જ રહ્યું છતાં પણ નીલ ખુશ હતો કે અવનીના સવારે ફોન આવે છે અને વાત કરે છે. આવું બસ દસ થી પંદર દિવસ ચાલ્યુ અને જેમ પહેલા હતું એમ નો કોલ નો મેસેજ એવુ થઈ ગયુ. ધીરે ધીરે દિવસો પસાર થઇ રહ્યા હતા. બને ના સંબંધ નો અંત નજીક આવવા લાગ્યો હતો.નીલ પોતાની રીતે સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને અવની પોતાના કામમાં મશગુલ. અવની આખો દિવસ કામ માં વ્યસ્ત રહેતી. જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચવા બેસે અને ક્યારેક ફ્રી થાય તો નીલ ને મેસેજ કરે. બસ આમ આ બને નું જીવન ચાલી રહ્યું હતું.

એક દિવસ નીલના બોવ કહેવાથી અવની મળવા માટે ની હા પાડી સાથે અવની નીલને એક સરપ્રાઈઝની વાત જણાવે છે.નીલ વધુ ખુશ થઇ જાય છે. નીલ બીજા દિવસે અવનીના ઓફીસની બહાર પહોંચી ગયો. દરવાજાની બહાર નીલ અવની ની રાહ જોવે છે. દૂર થી અવની આવતી દેખાય છે. ઘણા સમય બાદ નીલ અવની ને જુએ છે તો જોતો જ રહી જાય છે. અંદર થી ખૂબ જ ખુશ થઈ જાય છે અને મન માં બસ એક જ સવાલ છે કે અવની મારી પાસે આવે એટલે પેહલા સરપ્રાઈઝ વિશે પૂછુ. અવની નીલની પાસે આવે છે. એકબીજાની ખબર અંતર પૂછે છે. નીલ અવનીને જાડી થઈ ગઈ એમ કહીને ચીડાવે છે અને અવની નીલ ને બાવો કહીને ખીજવે છે.નીલ અવનીને સરપ્રાઇઝ વિશે પૂછે છે કે શું સરપ્રાઇઝ છે.

અવની - યાર નીલ પાપા મારા માટે એક્ટિવા લઈ આવ્યા છે અને મને એ ચલાવતા નથી આવડતી તો તારે મને શીખવવાની છે.આમ તો મને થોડી થોડી આવડે છે પણ ટ્રાફિક માં બોવ જ બીક લાગે છે.તો તારે આજે મને પરફેક્ટ ચલાવતા શીખવવાનું છે એટલે મેં તને અહીં બોલાવ્યો છે. તો શું તું મને શીખવાડીશ કે નહીં. ?

નીલ - અરે અવની કેમ નહીં ચાલ.

અવની - એક કામ કર તું અહી જ્યાં સામે રેસ્ટોરન્ટ છે ત્યાં મારી રાહ જો, હું હમણાં એક્ટિવા લઇને ઘરેથી પાછી આવું પછી આપણે હાઈ-વે પર શીખવા માટે જઈએ. બરોબર ?

નીલ - એ માતાજી જરા થોભી જા ! તું ઘરે થી અહીં સુધી એક્ટિવા લાવીશ એમ ? અને હાઈ-વે પર શીખવા જવું છે એમ ? તું પાગલ છે ?

રસ્તામાં ક્યાંક કોઈને તે ઉડાડયો અથવા તને કંઈક થયું તો હું તારા જેવું નંગ ક્યાં લેવા જઈશ !

અવની - અરે નીલ એમ તો મને આવડે છે એક્ટિવા. તું ડર નહીં. ચાલ ચાલ હું આવું છુ હમણાં તું અહીં જ મારી રાહ જો. (અવની દરરોજ પોતાના ઘરથી ઓફીસ સુધી રીક્ષામાં આવતી )

અવની ઘરેથી એક્ટિવા લે છે અને એના મમ્મી ને એક્ટિવા શીખવા જાય છે એમ કહી ને નીકળે છે. અવની ધીરે ધીરે એક્ટિવા લઈને નીલ પાસે પહોંચે છે, ત્યાંથી નીલ એક્ટિવા લઈને સીટીની બહાર આવેલા હાઈ-વે પર જાય છે. નીલ અવનીને આગળ બેસાડે છે અને ધીરે ધીરે નીલ અવની ને એક્ટિવા શીખવાડે છે. બનેં મસ્તી કરતા કરતા એક્ટિવા શીખે છે. અવની નીલને જાણી જોઈને ડરાવે છે.આમ બનેં જણા એક બાઈક પર સાથે છે. ધીરે ધીરે અવની ને એક્ટિવા નું પરફેક્ટ બેલેન્સ આવી જાય છે.આમ ધીરે ધીરે અવની એક્ટિવા શીખી જાય છે. અવની નીલ ને ટ્રાફિકની વચ્ચે થી બસ સ્ટેન્ડ પર મૂકી આવે છે. બસ આમ ધીરે ધીરે બને પોતાના સંબંધો સુધારવાની કોશીશ કરી રહ્યા હતા પણ આ સંબંધો વધારે સુધર્યા નહીં. બસ ફરી જેમ પહેલા હતું એ જ રીતે થવા લાગ્યું. અવનીના સવારે આવતા કોલ બંધ, મેસેજ બંધ, સાંજે કઇ પણ જાતની વાત કર્યા વિના ગુડ નાઈટ ના મેસેજ બસ .એક દિવસ બને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો. અવની એ નીલ ને ઘણું બધુ કહ્યું કે તારામાં કઈ છે જ નહીં, તું આવો છે, તને બસ વાત કરવા જોઈએ, તને કઈ પડી જ નથી પણ સામે નીલ એ ઘણો પ્રયત્ન કર્યો અવની ને સમજાવવાનો.

નીલ - દિકા સાંભળ. હું તને એમ નથી કહેતો કે તું મારા સાથે આખો દિવસ વાત કર, મને મેસેજ કર, ફોન કર પણ તને એટલું તો યાદ હોવું જોઈએ ને કે મારે એક બોયફ્રેન્ડ છે. એ મને કેટલો બધો પ્રેમ કરે છે તો હું એને થોડો સમય આપુ ? તું જ્યારે સવારે ઓફિસ જાય છે ત્યારે મને કોલ કરી શકે ને. તું એમ કહે છે કે મારે ઓફીસ પહોંચતા મોડું થઈ જાય એટલે ફોન ના થાય પણ દરરોજ તો અવની મોડું ના થાય ને ? અને આમ પણ તે જ મને કીધું હતું ને કે સમય કોઈ પાસે ના હોય પણ કોઈ વ્યક્તિ આપણું હોય તો એની માટે સમય કાઢવો પડે. ચલ મને એ સમય પણ નથી જોઈતો પણ તું જ્યારે ઓફીસથી ઘરે આવ ત્યારે તો મને એક કોલ કરી શકે ને ? તું પહેલા ઘરે પહોંચ્યા પછી પણ મેસેજ કરતી કે દિકા હું પહોંચી ગઈ છું અને જમવા બેસું છુ. હવે એ મેસેજ પણ બંધ થયા તો ફોનની વાત તો દૂર રહી. ચાલ માન્યું કે તને ભૂખ લાગી હોય, ઘરે કામ હોય તો ફોનના કરી શકે રસ્તામાં. સારું ચલ એ પણ જવા દઈએ. હવે મને એ કહે કે તે સીટી લાઈબ્રેરી જઈને વાંચવાનું ચાલુ કર્યું છે તો કદાચ તું જ્યારે રસ્તામાં જતી હશે ત્યારે તો તને સમય મળતો હશે ને ? અને ચાલ રસ્તામાં સમયના મળ્યો હોય તો ત્યાં પહોંચીને તો એક ફોનકરી શકે ને ?? તારો ખાલી એટલો જ મેસેજ આવે છે કે હું લાઈબ્રેરી એ આવી છું અને વાંચુ છુ.

ચલ એ પણ માન્યું કે તું લાઇબ્રેરી એ જઈને વાંચવા લાગી મને કંઈ પ્રોબ્લેમ નથી પણ હવે જ્યારે તું લાઈબ્રેરીએ થી નીકળે છે ત્યારે તો મને તું એક ફોન કરી શકે ને !!! ચાલ એ પણ માન્યું કે તારે સાંજની રસોઈ કરવાની હોય એટલે તું ફટાફટ જતી હોય એટલે સમય ના મળે પણ સાંજે તો તું મારી સાથે ખાલી દસ મિનિટ તો વાત કરી જ શકે ને ? તું મને વાર વાર એવું કહે છે કે હું તને ટૉન્ટ મારુ છુ વાત વાત માં કે તું મને સમય નથી આપતી. તો દિકા તું મને કહીશ કે છેલ્લે તે ક્યારે મારી સાથે હસી ને વાત કરી ? ક્યારે પ્રેમથી તે મને I Love U કહ્યું ?

અવની -( વચ્ચેથી બોલતા ) અરે i love u તો દરરોજ કહું છું ને હું !!

નીલ - મારા વહાલા તું જે કહે છે ને એ દરરોજનો ડાયલોગ બની ગયો છે.તને ખબર જ છે તું શું બોલે છે એ.

“ગુડ નાઈટ દિકા. હું સૂવ છું. મને બોવ જ ઊંઘ આવે છે. તું વહેલો સુઈ જાજે. બાય.લવ યુ “

બસ આ તારો આ જ મેસેજ હોય છે અવની. અવની કામ પણ બધા કરતા હોય, નોકરી પણ બધા કરતા હોય, સમય પણ કોઈ પાસે ના હોય, પણ જ્યારે આપણે પોતાના જીવનમાં આગળ વધતા હોઈએ ને ત્યારે પાછળ પણ ક્યારેક જોતું રહેવું જોઈએ.તને કહેવા માટે તો મારા પાસે ઘણું બધું છે પણ મારે કશું જ નથી કહેવું કારણ કે વાંક તારો નથી મારો છે. હું જ વધુ તારા પાસે ખોટી આશા રાખું છું.

“ભૂલ મારી છે કે હું તને વધારે પ્રેમ કરું છુ “

“ભૂલ મારી છે કે તારા સાથે વાત કર્યા વગર મારે નથી ચાલતું “

“ભૂલ મારી છે કે હું રાત્રે મોડે સુધી જાગી ને આપણા બંનેના ફોટો ને જોવ છું “

“ ભૂલ મારી છે કે હું તારી સાથે સમય વિતાવવા માટે ભીખ માંગુ છું. ( આમ પણ પ્રેમ કરવા વાળા અત્યારે ભિખારી જ છે ને !! ભિખારી પૈસા માંગે અને પ્રેમીઓ એક બીજા પાસે થી ટાઈમ માંગે અને વાતો માંગે ) અને હા મારી સૌથી મોટી ભૂલ એ છે કે હું તને મારા કરતાં પણ વધારે પ્રેમ કરૂ છુ”

“ સવાર માં ઉઠતાની સાથે પેહલા હું સૂરજ ના દર્શન કરતો પણ હવે મોબાઈલ માં તારો ફોટો જોવ છું આ મારી ભૂલ છે”

“ મમ્મી મને પરાણે સવારે નાસ્તો કરાવતી, જે ખાવું હોય એ બનાવી આપતી અને મને ખીજાય ને ખવડાવતી અને હાથ પકડીને બેસાડી ને ખવડાવતી પણ તારી સાથે વાત ના થાય તો મારો મૂડ ના હોય એટલે એ હું સવારમાં નાસ્તો નથી કરતો આ ભૂલ છે કેમ કે મેં તને પ્રેમ કર્યો છે અને મારા મમ્મી એ મને “

“ આખો દિવસમાં મમ્મી ને એક વાર ફોન કરું છું અને એક જ વાર પૂછું છું કે મમ્મી તું જમી લે જે, અને એ પણ ક્યારેક તો પૂછતો પણ નથી મમ્મી ને અને સામે તને દસ મેસેજ કરું છું કે દિકા શાંતિ થી જમી લેજે, તારું ધ્યાન રાખજે, થોડીવાર સુઈ જાજે, આરામ કરજે. આ ભૂલ છે મારી “ કહેવા માટે તો ઘણું છે પણ તું સાંભળી નહીં શકે.

અવની - જો એવું બધું હોય તો છોડી જ દે ને મને. શા માટે ભૂલો કરે છે ?

* * *

મારા વહાલા વાંચકમિત્રો..

અત્યારે આજકાલની જે જનરેશન જે પ્રમાણે ચાલી રહી છે હું એ જ પ્રમાણે લખું છું કેમ કે અત્યારે આ જ ચાલી રહ્યું છે. નાની નાની વાત માં ઝઘડે છે, ક્યારેક અચાનક પ્રેમ વધી જાય છે.જ્યારે એક બીજા ને મળે છે ત્યારે બધું ભૂલી એક બીજા સાથે હસી મઝાક થી વાતો કરે છે અને જ્યારે એક બીજા ને મળીને પાછા આવે અને એક-બે દિવસ થાય એટલે બધું હતું એમ જ.

બીજું મેં ઉપર લખ્યું એમ "આમ પણ પ્રેમ કરવા વાળા અત્યારે ભિખારી જ છે ને !! ભિખારી પૈસા માંગે અને પ્રેમીઓ એક બીજા પાસે થી સમય માંગે અને વાતો માંગે". તમને નથી લાગતું કે આ વાત સાચી છે ? કારણ કે જે વ્યક્તિ ને આપણે બધું જ માનીએ છીએ એ જ આપણી જોડે ઓછી વાત કરે છે, પૂરતો સમય નથી આપતા અને ના સાથે રહે છે. આમા વાંક છોકરીનો છે કે છોકરાનો એ સમજવું બોવ મુશ્કેલ છે.

મેં આજના પ્રેમીપંખીડા ને જોયા છે.માન્યું કે છોકરી પાસે એટલું બધું કામ હોય, ઘર હોય, પોતાનું ભણતર હોય, અને સાથે ઘણું બધું . પણ શું કોઈ છોકરી જો છોકરાને પ્રેમ કરે છે તો એના માટે થોડોક સમય તો હોવો જોઈએ ને ? નીલ એ છેલ્લે ઘણી ભૂલ કહી અને એ કદાચ સાચી જ છે .કોઈ ને ખોટું લાગશે તો ભલે પણ એ વસ્તુ સાચી છે કે એક છોકરો કે છોકરી ક્યારેય એની મમ્મી પાપા ની એટલી ચિંતા નહીં કરે જેટલી એના બોયફ્રેન્ડની કે ગર્લફ્રેંડની કરે છે. ક્યારેય એના મમ્મી પાપા ને નહી પૂછે કે તમે જમ્યા કે નહીં, પણ એના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેંડ ને દસ મેસેજ કરીને કહેશે કે " બાબુ પેલા જમી લેજે હો, તારું ધ્યાન રાખજે, આરામ કરજે, બોવ ઉજાગરો ના કરતો કે કરતી. પોતાની ગર્લફ્રેંડ કે બોયફ્રેન્ડ ને હંમેશા કહેશે કે હું તારી સાથે છુ અને સપોર્ટ માં છુ પણ ક્યારેય એક છોકરી કે છોકરો એના માતા પિતા ને એવુ નહીં કહે. ક્યારેક પાપા ને કહેજો કે પાપા હું તમારી સાથે છું કઇ ચિંતા ના કરતા..ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે હજારો રૂપિયાના ગિફ્ટ, ચોકલેટ લાવશે પણ પોતાની બહેન અથવા ભાઈ માટે ક્યારેય કઈ લીધું છે ?? હું એમ નથી કહેતો કે એક બીજા પાછળ ખર્ચો ના કરો. કરો તમે લાખો રૂપિયાના ગિફ્ટ આપો. એકબીજા થી નારાજ હશે તો ગમે તેમ માનવશે પણ પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેંડ નો ગુસ્સો પોતાના માતા પિતા પર ઉતારશે અને એને તો ક્યારેય નહીં મનાવે.ખાસ કે ઉપર ની વાત બધા ને લાગુ પડતી નથી. જે સારા છે એ છે જ..

હું ખાલી એટલું કહેવા માગું છું કે તમે પ્રેમ કરો એની ના નથી પણ એવો પ્રેમ ના કરો જે થોડા સમય માટે હોય.કેમ કે આજ નો પ્રેમ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે, વાતો ઓછી થવા લાગી છે, એક બીજાને સમય આપતા બંધ થઈ ગયા છે. બસ એટલું જ કહીશ કે કોઈ ની પાસે ક્યારેય પ્રેમ ની ભીખ ના માંગો. જો સાચો પ્રેમ કરતો કે કરતી હશે તો તમને સમય આપશે ને આપશે જ કદાચ ભલે એ ગમે એટલા કામ માં હોય. દોસ્ત પ્રેમ કરો, બીઝનેસ નહીં . ઉપર જે કહ્યું એમાં ફકત છોકરીનો વાંક નથી, છોકરાનો પણ એટલો જ વાંક છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED