ફક્ત તું ..! - 7 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફક્ત તું ..! - 7

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

સવારનો સમય છે, સુરજની કિરણ સીધી અવનીના ચહેરા પર પડે છે. અવની નિંદર માંથી જાગે છે. આસપાસ પક્ષીઓનો કલરવ, હવાની મંદ મંદ લહેર અને પાડોશમાં વાગી રહેલા બૉલીવુડના ગીતો અવનીને હલકા હલકા સંભળાય છે. પોતાની પથારી પરથી ઉઠી પોતાનો મોબાઈલ શોધે છે.મોબાઈલ લઈને ચાર્જીંગમાં મુકવા જાય છે. ત્યાંજ એને નીલનો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે અને પથારી પર બેસી જાય છે ને વિચારમાં પડી જાય છે.હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવનીને સમજમાં નથી આવતુ કે હુ શુ કરું ? બસ નિલે આપેલા ટેડી ને ભેટી રડવા લાગે છે.થોડીવાર બાદ ફરી નીલના એ મેસેજ વાંચે છે.

નીલ - માય ડિઅર અવની.હું નથી જાણતો કે તારા મનમાં અત્યારે શુ ચાલી રહ્યું છે ? નથી જાણતો કે તારે શુ જોઈએ છે ? તારે શુ કરવું છે ? તને કઈ પ્રોબ્લેમ છે એ પણ મને નથી ખબર. તારે મારી સાથે બ્રેક અપ કરવું છે કઈ વાંધો નહી પણ એક વાત જરૂર કહીશ કે તું કોણ છે મારા માટે !

“ તને ખબર છે અવની સવારે ઉઠી ને હું સૌથી પહેલા મારા મોબાઈલની સ્ક્રીન પર જોતો કેમ કે એમાં મારા મમ્મી પપ્પાની સાથે સાથે તારો ફોટો પણ રાખેલો છે એ ફોટાને જોઈને મારો આખો દિવસ ખૂબ જ સારો જાય છે. અવની સવાર સવારમાં તને મેસેજ કરતો કારણે કે તને મેસેજ કરું એટલે આપો આપ મારા ફેસ પર સ્માઈલ આવી જતી. સવારે મમ્મી કહેતી હોય કે બેટા નાસ્તો કરી લે અને હું કહેતો કે ના મમ્મી હું ઓફીસ પર નાસ્તો કરી લઈશ પણ પછી વિચાર આવતો કે ઓફીસમાં તું મને મળીશ એટલે સીધી એમ જ પૂછીશ કે નાસ્તો કરી ને આવ્યો કે નહીં અને હું ના પાડીશ એટલે તું મને ખીજાશ, તારો મૂડ બગડી જશે. એ ના થાય એટલા માટે નાસ્તો કરી ને આવતો.હર એક સમયે મને તારી ચિંતા રહે છે કે મારી અવની જમી હશે કે નહીં. તું ઠીક છે કે નહીં, અને તું જ્યારે એક્ટિવા લઈને બહાર જતી ત્યારે મારો જીવ તાળવે ચોંટી રહેતો કે ક્યારે આ ઘરે પહોંચશે અને એ ભી કઈ પણ થયા વગર”

“તું એટલે મારા ચહેરા પર નું હાસ્ય, તું એટલે મારા દર્દ નું મલમ, .તું એટલે મારા શરીર નું હૃદય ને તું એટલે મારામાં રહેલી ઇચ્છાઓનું કારણ”

અવની બસ ટુંક માં કહું તો..

અવની એટલે,

નીલની અંદર રહેલો બીજો એક જીવ.

દિકા.

તું સારી લાગે છે મને,

તારી વાતો સારી લાગે છે,

તારું રોવું સારું લાગે છે,

તારું ચાલવું સારું લાગે છે,

તું જે જુએ છે મને એ સારું લાગે છે,

તારી નારાજગી પણ સારી લાગે છે,

તારી સુંદરતા પણ સારી લાગે છે,

તારા હાસ્ય નું રુદન પણ સારું લાગે છે,

તારી આંખો પણ સારી લાગે છે,

તું જે મને મારે છે એ પણ સારું લાગે છે,

તું જે મને કતરાયેલી આંખો થી જુએ છે એ સારું લાગે છે,

તારી આપેલી વસ્તુ ઓ સારી લાગે છે,

તારા ચશ્માં પણ સારા લાગે છે,

તારા નખરા ઓ સારા લાગે છે,

તારી યાદ વખતે રોવું સારું લાગે છે,

તું જે મારી નજીક આવે એ સારું લાગે છે,

તારી પાસે બેસવુ સારું લાગે છે,

તારી સાથે રોવું સારું લાગે છે,

તારી સાથે ચાલવું સારું લાગે છે,

તારા વિશે ડાયરી માં લખવું સારું લાગે છે,

તારા ફોટો સારા લાગે છે,

તારી ભૂલો સારી લાગે છે,

તારૂ ચીલાવું સારું લાગે છે,

તારું ચૂપ રેહવું સારૂ લાગે છે,

તને રડાવવી એ સારું લાગે છે,

તને હસાવવી એ પણ ખૂબ જ સારું લાગે છે,

પણ આનાથી અલગ એક તારો ગુસ્સો,

હવે તો તારો ગુસ્સો પણ મને સારો લાગે છે.

કારણ ના પૂછતી દિકુ..

બસ તું જ એક તું જ સારી લાગે છે...

પાગલ હતો કે પાગલ થઈ ગયો એ નથી ખબર

ખોટો છું કે સાચો ખબર નથી...

હવે હું શું કહું .

બસ તું જ સારી લાગે છે..

બસ તું જ સારી લાગે છે..

બસ તું જ સારી લાગે છે મારા દિકા.

આઈ લવ યુ સો મચ અવની. એક વાર હું મને ભૂલી જઈશ પણ તને તો ક્યારેય નહીં ભૂલું અને ક્યારેય નહીં છોડું. સારું હવે સુઈ જજે, કઈ વધારે વિચાર ન કરતી,હું હંમેશા તારી સાથે હતો, છું અને રહીશ. સવારે વાત કરીએ મારી વ્હાલી. અવની આ આખો મેસેજ વાંચીને નીલને ફોન કરે છે પ નીલ ફોન ઉપાડતો નથી. અવની નીલને મેસેજ કરે છે.

I M So Sorry Neel for My Yesterday's Behavior. So Sorry. તારા પર હું હવે ક્યારેય ગુસ્સો નહીં કરું. તું મને કેટલું બધું માને છે.તને મારી દરેક વાત થી પ્રેમ છે. તને મારી બધી જ વસ્તુઓ ગમે છે, મારો ગુસ્સો, દર્દ, પ્રેમ બધું જ. You are parfact For Me. Thank You Jaan. Love U So Much. અને હા ફ્રી થઇ જા એટલે મને કોલ કરજે પ્લીઝ. તારી સાથે મારે ઘણી બધી વાતો કરવી છે.

અવની નીલના ફોનની અને મેસેજની ઘણા સમય સુધી રાહ જોવે છે. એક કલાક વીતી જાય છે, બે કલાક વીતી જાય છે પણ નીલનો કંઈ જ મેસેજ કે ફોન નથી આવતો. હવે અવની ને ચિંતા થાય છે એટલે એ વિચારે છે કે નીલના ઘરે જઈ એને સરપ્રાઈઝ આપું તેથી તે નીલના રૂમ પર ( ઓફીસ દ્વારા આપેલ ) જવા માટે નીકળી જાય છે. અવની અડધા રસ્તા સુધી પહોંચી જાય છે ત્યાંજ નીલનો ફોન આવે છે

નીલ - અરે સોરી અવની.થોડો કામમાં હતો એટલે તારો કોલ રિસિવના થયો (હતું એવું કે નીલ અવનીના ઘરે આવતો હતો અને એના માટે એક સરપ્રાઈઝ પ્લાન કરતો હતો એટલા માટે અવનીના કોલ ને અવોઇડ કરતો હતો) તું ક્યાં છે ?

અવની - અરે યાર તું પણ શું સાવ. તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી. એક તો કેટલા બધા તને કોલ કર્યા, મેસેજ કર્યા તારો રીપ્લાય જ ના આવ્યો એટલે મારી હાલત કેવી થઈ ગઈ ચિંતામાં ને ચિંતા માં. ( અવની નીલ ને સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે નીલ ને કીધું નહીં કે હું ક્યાં છું એટલે એ ખોટું બોલી ) હું તો બસ ઘરે જ છું પણ તું કહે તું ક્યાં છે ?

નીલ - ( નીલને પણ અવની ના ઘરે જઈને સરપ્રાઈઝ આપવી હતી એટલે એ પણ ખોટું બોલ્યો ) હું ઘરે છું અવની.

અવની – સારું નીલ.

આ બંને જણા એક બીજા ને સરપ્રાઈઝ આપવા માટે એકબીજાના ઘરની તરફ વધી રહ્યા છે . અવની નીલ ના ઘરે જાય છે અને નીલ અવનીના ઘરે.

( મિત્રો આવું ઘણી બધી વાર આપણી સાથે બનતું હોય છે. ઘણી વાર એકબીજા ને સમજવામાં બોવ જ મોડું થઈ જતું હોય છે અથવા તો સમયસર એકબીજાને નથી સમજી શકતા પણ ઈમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પ્રેમ કરવા વાળા વ્યક્તિ એકબીજા ને સમજે, એકબીજા ની પરીસ્થિતિ સમજે, એકબીજા ને પૂરતો સહકાર આપે સપોર્ટ કરે. એક બીજા થી કશી વાત ના છુપાવે અને ખાસ તો દરેક પરીસ્થિતિમાં એકબીજાની સાથે રહે )

આ બંને જણા એકબીજા ને સરપ્રાઈઝ આપવા માટે એકબીજા ના ઘર ની તરફ વધી રહ્યા છે . અવની નીલના રૂમ પર જાય છે અને નીલ અવનીના ઘર પર.બને એક બીજાના ઘરની સામે ઊભા છે, બંને એક બીજાને ફોન કરે છે પણ બંને માંથી એક પણને ફોન નથી લાગતો. કેમ કે બંને એક જ સમયે એકબીજાને ફોન કરે છે. આવું પાંચ- દસ મિનીટ સુધી ચાલ્યા રાખે છે.બનેં ને એક બીજા ને મળવાની ચાહત વધી રહી હતી. ત્યાં જ અવનીનો ફોન ની ને લાગી જાય છે.

અવની- ( ગુસ્સામાં ) પાગલ, તને કેટલી વાર થી કોલ કરું છું, તારો કોલ કેમ નથી લાગતો. એક તો હું ક્યારની અહીં તારા રૂમની બહાર તડકામાં ઉભી છું અને એકબાજુ તારો ફોન નથી લાગતો .

નીલ : એક મિનિટ, એક મિનિટ . તું શું બોલી જરા મને ફરી વાર કહે ? તું ક્યાં છે ?

અવની - એ બેહેરા. ( મઝાકમાં )હું છે ને મારા ભવિષ્યના પતિના મમ્મીના ઘરે એટલે કે મારા સાસુ અને પાપા એટલે મારા સસરાના ઘરે મારા સાસરિયામાં ઉભી છું .

નીલ - અરે કઈક સમજાય એમ બોલ ને યાર.

અવની- એ ભૂત હું તારા ઘરે, તારા ઘરની બહાર, તારા ઘરની સામે ઉભી છું.

નીલ- ( આશ્ચર્ય થતા થતા ) એટલે તું એમ કેહવા માંગે છે કે તું મારા ઘરે છો એટલે કે મારા ઘરની બહાર ઉભી છો ?

અવની - હા બાબા હા. હવે કેટલી વાર કહું ? એક કામ કર તું મને વીડિયો કોલ કર તો જ તને સાચું લાગશે.

નીલને ખોટું લાગી રહ્યું હતું કે અવની જૂઠું બોલે છે તો એ તરત અવનીને વીડિયો કોલ કરે છે અને એ જુએ છે કે અવની એના જ ઘરની બહાર ઉભી છે ત્યાં જ અવની જોરથી બોલે છે.

“ એ ભૂત !!! તું ક્યાં છે ? પેલું વૃક્ષ તો મારા ઘરનું હોય એવું લાગે છે મને અને પાછળનું મકાન તો મારા ઘરની સામે જે ઘર આવેલું છે, એવું જ દેખાય છે “ સાચું કહે ભૂત તું ક્યાં છે ?

નીલ : અરે અવની ( અવનીની જેમ મઝાક કરતા ) હું પણ મારી ભવિષ્યની પત્નીના મમ્મી ના ઘરે એટલે મારા સાસુના અને મારી પત્ની ના પાપા ના ઘરે એટલે કે હું મારા સાસરિયામાં છું.

અવની : એ પાગલ. I Can't Believe This. What Are U doing There.તું ત્યાં શુ કરે છે?

નીલ : મને પણ તું એ જ કહે કે તું મારા ઘરે શુ કરે છે ?

અવની : યાર નીલ. મેં તને ખૂબ જ દુઃખી કર્યો હતો અને ઘણું બધું સંભળાવ્યું હતુ એટલા માટે મેં એમ વિચાર્યું કે તને રૂબરૂમાં મળીને તને સરપ્રાઈઝ આપું અને તારી માફી માંગુ.

નીલ : હે ભગવાન . યાર અવની . મેં પણ બસ આમ જ વિચાર્યું હતું. મેં પણ તને ગુસ્સામાં ઘણું બધું કિધેલું અને તને રડાવી પણ હતી એટલે તને ખુશ કરવા અને તને મનાવવા મેં તારા માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું એટલે હું સીધો તારા ઘર પર આવી ગયો.

બનેં જણા ફોન પર હસે છે અને એક બીજાને ચીડાવે છે.

નીલ : અવની હવે શું કરીશું એ કહે ? એક કામ કર તું પાછી આવી જા. આપણે તારા જ સિટીમાં મળીએ.

અવની ફટાફટ બસ પકડીને પરત પોતાના સીટીમાં આવી જાય છે અને જ્યાં નીલ એ પહોંચવાનું કીધું હતું ત્યાં જવા માટે એ રીક્ષા દ્વારા નીકળી જાય છે. રસ્તામાં આવતા આવતા એ વિચારે છે કે મારે નીલ માટે શું કરવું ? હું એને શુ કહું ? આ બધુ વિચાર અવની કરે છે ત્યા જ નીલ જ્યાં હતો એ સ્થળ આવી જાય છે. અવની જ્યાં પહોંચે ત્યાં સાંજ થઈ જાય છે અને જ્યા અવની પહોંચે છે ત્યાં એની આંખો ચાર થઇ જાય છે. અવની થોડી વાર તો સ્તબ્ધ થઈ જાય છે.અવની ને પોતાની આંખો ઉપર ભરોસો નથી થતો કે એ શું જોઈ રહી છે.

એક મસ્ત મજાનો ગાર્ડન રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટના ગેટની દીવાલ પર જ લખ્યું છે “Today’s Day Is Specialy For Someone" નીચે એક ભૂતનો સિમ્બોલ દોરેલો છે. અવની રેસ્ટોરન્ટની અંદર પગ મૂકે છે ત્યાં જ એનો પગ એક નીચે રહેલી દોરી પર આવે છે અને અચાનક ગુલાબની પાંદડીઓનો વરસાદ શરૂ થાય છે.અવની ઉપરથી પડી રહેલા ગુલાબો ની પાંદડીઓને જુએ છે અને આંખમાંથી ખુશીના આંસુ શરૂ થાય છે.ધીરે ધીરે અવની આગળ વધે છે ત્યાં જ એક નાનો એવો છોકરો એને એક કાર્ડ આપવા આવે છે. અવની એ કાર્ડ લઈ લે છે અને એના પર જે લખેલું છે એ વાંચે છે. " My Dear Beautiful Princess Welcome To My Heart " અવની ધીરે ધીરે આગળ વધે છે ત્યાં જ ધીરે ધીરે એને મ્યુઝિક સંભળાય છે જે અવનીનું પસંદગીનું મ્યુઝિક હોય છે. પાછળથી આવતો કઈક આવાઝ અવનીને સંભળાય છે એને એ પાછળ જુએ છે ત્યાં જ, નાની નાની બેબી ગર્લ હાથમાં ગુલાબ પકડીને અવનીની તરફ આવતી હોય છે. બધી બેબી ગર્લ માં હાથ માં એક એક ગુલાબ છે.એ બધી અવની પાસે આવી જાય છે, અવની નીચે બેસે છે અને પેલી ગર્લ જે ગુલાબ આપે છે એ એક પછી એક લે છે અને સાથે જ પેલી બધી જ ગર્લ અવની ના ગાલ પર એક એક કિસ અપાતી જાય છે.

બધી બેબી ગર્લ અવનીનો હાથ પકડીને અવનીને આગળની તરફ લઈ જાય છે. ત્યાં એક રસ્તો દોરેલો છે જે ગુલાબનો બનેલો હોય છે. રસ્તાની બાજુમાં નાના નાના ટેડી બીઅર રાખેલા છે અને એક એક સળગાવેલી મીણબત્તી રાખેલી હોય છે

આગળ જતાં એક મોટું બધું દિલ દોરેલું હોય છે. દીલની બાજુમાં “ ગો ઇન સાઇડ “ એવું લખેલું હોય છે. બધી બેબી ગર્લ આવીને ત્યાંથી મૂકીને ચાલી જાય છે. અવની આમ તેમ જુએ છે પણ કોઈ પણ એની આજુ બાજુ માં દેખાતું નથી. ત્યાં જ એક અવાઝ આવે છે " Hey Beautiful મને મિસ કરે છે ?

અવની - યાર નીલ હવે સામે આવ ને પ્લીઝ. I am Still Waiting For You. હવે તારા આ બધા સરપ્રાઈઝ બંધ કર અને મારી સામે આવ.

આસપાસની બધી લાઈટો શરુ થાય છે અને જ્યાં અવની ઉભી છે ત્યાંથી નીલ સુધી એક લાઇટિંગ રસ્તો બની જાય છે. લાલ કલર ના ફુગ્ગાઓ અવની ની આસપાસ ઉડવા લાગે છે. જેમ દિવાળીમાં ઝાડ ( એક ફટાકડો જેને સળગવાથી એક મોટો પ્રકાશ ફેલાય છે ) ને સળગવાથી નાના બાળકો ખુશ થઈ જાય છે તેમ અવનીની આગળ એ બધા ઝાડ નો પ્રકાશ ફેલાય છે. અવની જુએ છે કે જે બેબી ગર્લ લેવા આવી હતી એ જ ગર્લ એની સામે ફરીવાર આવી રહી છે અને પાછળ કોઈ લાલ શર્ટ અને કળા પેન્ટમાં કોઈ એની તરફ આવી રહ્યું છે.ધીરે ધીરે અવની ચોખ્ખું દેખાય છે. સામે જોતા જ એ નીલ હોય છે. નીલ ઈશારો કરી ને એક વ્યક્તિને કહે છે સ્ટાર્ટ. ત્યાં જ Happy Birthday નું મ્યુઝિક શરુ થાય છે ( આજે અવનીનો જન્મદિવસ હોય છે પણ નીલ અને પોતાના ઝગડાના કારણે અવની પોતાનો જન્મદિવસ પણ ભૂલી જાય છે.

ધીરે ધીરે નીલ અવનીની બાજુમાં આવે છે અને ગોઠણ ભર બેસી જાય છે અને અવનીની સામે એક ગુલાબ આપતા કહે છે "Wish You A Very Very Happy Birthday My Dear Princess " અવનીના મોઢા માંથી એક પણ પ્રકારનો શબ્દ કે અવાઝ નથી નીકળતો કેમ કે એને હજી એક સપના જેવુ જ લાગતું હતું . નીલ અવનીનો હાથ પકડે છે એને કહે છે " ઓ હેલો પાગલ મને ભૂલી ગઈ કે શું ? હું તારો ભૂત!! એટલામાં જ અવની નીચે બેસી નીલ ને ભેટી પડે છે અને આંખમાંથી ધીરે ધીરે આંસુ સરકવા લાગે છે.

નીલ : ઓ હેલો મારી પાગલ . મને ખ્યાલ છે કે તારા કપાળમાં પાણી નો કૂવો છે, પણ એનો મિનિંગ એવો નથી કે તું રડતી રહે. થોડું પાણી બચાવ બીજા લોકો ને કામ આવશે ( હસતા હસતા કહે છે)

આ સાંભળી અવની ધીરે થી નીલ ની છાતી પર મારે છે અને કહે છે. “ Nil Thank U So Much. Thank You Very Very Much.Really You made My Day. I M so Happy Because You are In My Life.I Love U So Much My Nil.You are The Best Boyfriend In This Universe. Really I m So Lucky. Thank U Very Very Much.

નીલ - ઓહ બાપ રે આજે મારા વખાણ શુ વાત છે મેડમ. હવે મને બોવ રાઇના પહાડ પર ના ચડાવ હો..

નીલ અવની ને ઉભી કરે છે. બાજુમાં ઉભેલી બેબી ગર્લને નીલ બોલાવે છે અને એ બેબી ગર્લ નીલને એક બોક્સ આપી જાય છે. નીલ એ બોક્સ ખોલી ને એક રિંગ બહાર કાઢે છે અને અવની સામે ફરી એક વાર ઘૂંટણ પર બેસી અવનીની સામે એ રિંગ લાવે છે અને બોલે છે.

* * *

ઘણી વાર ખોટા ગુસ્સાને લીધે સંબંધમાં તિરાડ આવતી હોય છે. ખોટા ગુસ્સાના કારણે એકબીજા વચ્ચે કેટલુંય ખરાબ થાય અને જે વ્યક્તિ આપડા માટે કશું કરે છે એને સાથ આપો, હંમેશા સપોર્ટ કરો,એમની સાથે રહો. પ્રેમ ફકત બોલવાથી ના થાય, ક્યારેક પ્રેમ ને સાબિત પણ કરવો પડે. ઘણી વાર આપણને એવી ખુશીઓ મળતી હોય છે જેની આપણી કલ્પના પણ ના કરી હોય.