ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૫
આખરે ઘણું બધું વિચાર્યા બાદ અવની નીલને ‘ હા ‘ પાડે છે. ફરી એકવાર નવા સંબંધની શરૂઆત થાય છે. નીલ અને અવનીના સંબંધમાં નવા વિચારોનું આગમન થાય છે, નવા સપનાઓની શરૂઆત થાય છે. બંને એક બીજાના પ્રેમની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે.બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા ની મદદ કરે છે અને સાથે જ કામ કરી એક બીજાનુ ધ્યાન રાખે છે. અવનીનુ ઘર તેની ઓફિસ થી ૨૦ કીમી દૂર છે તો અવની દરરોજ અપ ડાઉન કરે છે. આજે નીલ અવની ને કહે છે કે હું તને આજે મુકવા આવીશ અને અવની હા પાડે છે.
આજે બંને જણા પહેલી વાર એક સાથે બાઈક પર નીકળે છે. બંને ને અલગ પ્રકારની ખુશી છે, મન માં અનેરી વાતો છે અને સાથે જ ધીમે ધીમે લહેરાતો પવન અને પક્ષીઓનો કલરવ છે નીલ અને અવની પોતાની પેહલી લોન્ગ ડ્રાઈવની શરૂઆત કરે છે. ધીરે ધીરે વાતો ચાલે છે. એક બીજાનો દિવસ કેવો ગયો એ પૂછે છે અને આમ વાતોનો સિલસિલો શરુ થાય છે.અચાનક જ અવની નીલના ખંભા પર બને હાથ મૂકે છે તો તરત જ નીલ ના બાઈક ની સ્પીડ ઘટી જાય છે, નીલ ને એક નવા જ પ્રકાર ના સ્પર્શ ની અનુભૂતી થાય છે સાથે અવની ને પણ એક નવા પ્રકારની ભાવના એના મનમાં ઉદ્દભવે છે. બસ આમ જ વાતો નો સફર ચાલ્યા કરે છે. થોડી જ ક્ષણોમાં અવનીનુ ઘર આવી જાય છે. નીલ અવનીને થોડી વાર સાથે ઉભા રહેવાની આજીજી કરે છે પણ અવનીને ઘરે જવામાં મોડું ન થાય એટલે અવની નીલને મનાવી લે છે.
અવની - બાય નીલ. તારું ધ્યાન રાખજે અને બાઈક ધીમી ચલાવજે અને પહોંચીને મને મેસેજ કરી દે જે .ઓકે નીલ ?
નીલ - ( કશું બોલ્યા વિના બસ ચૂપચાપ ઉભો રહે છે અને અવની જે કહી રહી છે એને સાંભળી રહ્યો છે )
અવની – ઓ હેલો, ક્યાં ખોવાઈ ગયો. મેં કીધું એ સાંભળ્યું ?
નીલ - હા બાબા મેં સાંભળ્યું ( નીલ પોતાના મનને મનાવી લે છે અને નિરાશ ચેહરા થી અવની ને કહે છે ) સારું અવની આવજે. તારું ધ્યાન રાખજે.
બસ હવે આમ જ હવે નીલ અવનીને મુકવા માટે થઈને નવું બાઈક લે છે. નીલ દરરોજ હવે અવની ને મુકવા માટે એમના ઘર સુધી જાય છે સાથે અલગ અલગ વાતો સિલસિલો પણ શરુ રહે છે. બને પ્રેમી પંખીડાઓ એકબીજાના પ્રેમ તરબોળ બની ગયા છે.એક દિવસ જ્યારે નીલ અને અવની બાઈક અવનીને મુકવા માટે જતા હોય છે ત્યારે અચાનક અવની નીલ ને પાછળથી ભેટી લે છે. આવું થતા જ નીલ પોતાની બાઈક ઉભી રાખી દે છે.નીલ અવની ને પાછળ ફરી ને જુએ છે. અવની શરમાઈ છે અને કહે છે કે “ હવે તું મારો છે ઓકે તો હું જે કરું એ ! તું ખાલી ચૂપચાપ બાઈક ચલાવ અને આગળ ધ્યાન રાખ “ આ સાંભળી નીલ અંદર ને અંદર મલકાઈ છે. નીલને અવનીમાં હવે એના પ્રત્યેનો પ્રેમ દેખાવા લાગે છે. બસ આમ જ દિવસો ચાલ્યા કરે છે ને પ્રેમ વધ્યા કરે છે.
એક દિવસ અવનીને સી.નેટની એક્ઝામ આવે છે. એ એક્ઝામ આપવા માટે અવનીને રાજકોટ જવાનું થાય છે. આ વાત અવની નીલ ને કરે છે. ક્યાં જવું ? ક્યાં રોકાવું ? આ બધી વસ્તુ અવની નીલ ને જણાવે છે. સામે જવાબ આપતા નીલ અવનીને કહે છે કે “ ચિંતા ન કર મારી વ્હાલી. હું તારી સાથે આવીશ. સાથે જ તારે ક્યાં રોકાવું છે એ ચિંતા પણ તારે નથી કરવાની. હું છું ને ! હું બધું જ કરી આપીશ. અંતમાં અવની માની જાય છે અને બધી વાતો નક્કી થઇ જાય છે.
એક્ઝામના દિવસે નીલ અવનીના સિટીમાં જાય છે અને ત્યાંથી તેઓ બસ દ્વારા રાજકોટ પહોંચે છે. નીલ અવનીને પોતાની બહેનની ત્યાં લઈ જાય છે. નીલની બહેનને સરકારી નોકરી હોવાના કારણે તે રાજકોટમાં એકલી રહે છે. નીલએ એની બહેન સાથે સાંજે જ વાત કરી લીધી હોય છે કે “ હું અને અવની કાલે આવવાના છીએ “ ઘરે બેઠા બેઠા બધા બેસી ને હસી મજાક કરે છે, વાતો કરે છે . મસ્તી કરતા કરતા જ નીલને વિચાર આવે છે અવનીને આજે પ્રપોઝ કરું તો કહેવું રહેશે ! આ બધી વાત નીલ એમની બહેન ને કરે છે અને નીલ ની બહેન પુરી વાત માને છે ને નીલનો સાથ આપે છે.
સાંજ નો સમય છે. નીલ, અવની અને નીલની બહેન ત્રણેય જમવા માટે બહાર જાય છે. નીલ બહાનું કરી અવની માટે રીંગ લેવા માટે જાય છે. અવની અને નીલની બહેન હોટેલની બહાર જ નીલની રાહ જોવે છે. થોડી વારમાં નીલ આવી જાય છે. ત્રણેય જણા હોટેલની અંદર જાય છે. હોટેલના માલિક નીલના બહેનના જાણીતા હોય છે કેમ કે નીલની બહેન ઘણી વાર ત્યાં જમવા જતી હોય છે. તેથી જ નીલની બહેન બધું જ ફિક્સ કરી ને રાખ્યું હોય છે.
અવની : વાહ નીલ, શું વાત છે ? હોટેલ પણ મસ્ત છે અને ટેબલ પણ.
નીલ : હા હો તારા માટે તો કઈ પણ.
થોડી જ વારમાં એક ગીતનો અવાઝ સંભળાય છે. " હમ તેરે બિન અબ રહ નહીં સકતે, તેરે બીના ક્યાં વજૂદ મેરા " નીલ ધીરે થી ઉભો થાય છે અને અવનીનો હાથ પકડીને એને હોટલની વચ્ચે લાવે છે અને આંખો બંધ કરવાનું કહે છે. નીલ ગોઠણ ભર બેસી જાય છે જમણા હાથના અંગુઠામાં રિંગ લઇ અવનીની રાખે છે અને અવનીને આંખો ખોલવાનું કહે છે. અવનીની આંખો જ્યારે ખુલે છે ત્યારે અચાનક જ એની આંખ માંથી આંસુઓ નીકળવા લાગે છે એને પોતે જ નીચે બેસી ને નીલ ને ભેટી પડે છે અને રડે છે કારણકે અવની માટે આ એવો પલ છે જે એને સપનામાં પણ નથી વિચાર્યો. નીલ બોલવાનું ચાલુ કરે છે.
“ અવની હું તને અત્યારે શુ કહું એ મને કશુંજ ખબર નથી.
મારી પાસે શબ્દો નથી કે હું તને શું કહું પણ હા અવની,
મારા માટે જે છે એ હવે તુ જ છે, તારા વિના હું કશુંજ નથી.
તું મારી પ્રેરણા છે,
રાતે આવતા સપના ની રાણી છે તું,
સવારે ઉગતા સૂર્યની કિરણ છે તું,
મારી આંખોમાં રહેલા સપના છે તું,
મારા મલકાતાં ચહેરાની મુસ્કાન છે તું,
મારા ધડકતા હૃદયની ધડકન છે તું,
અને છેલ્લે એટલું જ કે
મારા લાઈફની મોસ્ટ ઈમ્પોર્ટટેન્ટ વ્યક્તિ છે તું.
બસ આનાથી વધુ હું નહિ કહી શકું..
સો વિલ યુ મેરી ધીસ મેડ ગાય, મને સહન કરવા તૈયાર છે ?
આસપાસના બધા વ્યક્તિઓ અવની સામે જુએ છે અને સાથે જ અવનીના જવાબની પણ રાહ જોવે છે અવની રડતા રડતા નીલ ને જવાબ આપે છે.
“ હા પાગલ હું તને સહન કરવા તૈયાર છું.આ જન્મ નહીં આવતા સાતે સાત જન્મ તને સહન કરવા તૈયાર છું.
આ સાંભળી જ નીલ અવનીને ભેટી પડે છે અને આસપાસના બધા લોકો તાળીઓથી બંને ને વધાવી લે છે ને અમુક લોકો શુભેચ્છાઓ પાઠવે છે.
ઓ હેલો રોમાન્સની રાણી અને રોમાન્સ કિંગ. તમારું હવે પતી ગયું હોય તો જમવા બેસીએ મને બોવ જ ભૂખ લાગી છે. નીલ ની બહેન એ હસતા હસતા કહ્યું. ત્રણેય જણા ભાવતું ભોજન મંગાવે છે.નીલ અને અવની એક જ થાળીમાં જમે છે. એક બીજાની સામું જોતા જાય છે અને જમતા જાય છે. થોડી વારમાં બધા જમી લે છે અને ઘરે પરત ફરે છે. રાત્રે નીલ અને અવની ઘરના ગાર્ડનમાં આવેલા ઝુલા પર બેઠા હોય છે. અવની નીલના ખંભા પર માથું રાખી દે છે અને નીલનો હાથ પકડી લે છે અને નીલ પણ અવનીના માથા પર હાથ ફેરવે છે અને વાતો કરે છે બસ આમ આખી રાત બંને બેઠા રહે છે અને વાતો કરતા રહે છે. સવાર ક્યારે પડ્યું એ બંને માંથી એક પણ ને ખબર નથી પડતી. સવારમાં થોડી વાર હોય છે ત્યાં જ બંનેને થોડી ઝબકી આવી જાય છે.સવારે નીલની બહેન બંનેને ઝૂલા પર સુતા જુએ છે. ત્યાં જઈને બંનેને ઉઠાડે છે. બંને લોકો ફ્રેશ થઇ જાય છે. નાસ્તો કરી નીલ અવનીને મુકવા માટે એક્ઝામ સેન્ટર પર જાય છે. અવનીને મુકીને નીલ એની બહેનના ઘરે પરત ફરે છે. ત્રણ કલાક બાદ ફરી નીલ અવનીને લેવા માટે જાય છે. નીલ અવનીને લઈને ઘરે પરત ફરે છે. બપોરે સાથે બધા જમીને નીલ અને અવની પોતાના ઘરે જવા નીકળે છે. રસ્તામાં એકબીજા સાથે વાતો કરતા જાય છે.
એક સાથે આવા ખુબસુરત પળ વિતાવ્યા પછી નીલ અને અવનીના મનમાં એક બીજા ના પ્રત્યે માન, સન્માનમાં વધારો થાય છે, એકબીજાના વિશ્વાસમાં વધારો થાય છે. બંને જણા પોતપોતાના ઘરે પરત ફરે છે. અવની પોતાના ઘરે જાય છે અને નીલ પોતાની રૂમ પર . બસ આમ જ દિવસો વિત્યા કરે છે અને બંને પ્રેમી પંખીડાઓ આ પ્રેમના મેળામાં ખોવાયેલા રહે છે.
થોડા દિવસો પછી ની વાત છે. નીલ પોતાનું કામ કરી રહ્યો છે ને અચાનક જ અવની નો મેસેજ આવે છે
“ હવે હું ક્યારેય તારી સાથે બહાર નહીં આવું નીલ,
હું ક્યારેય તારી સામે પણ નહિ આવું,
અને ના ક્યારેય હું તારી સાથે વાત કરીશ.
હવે મને ક્યારેય મેસેજ ન કરતો.
તું મને છોડી દે….. ગુડ બાય.
* * *
મિત્રો, આ તે કેવો પ્રેમ ? જેમાં સાથ જન્મ સુધી સાથે રહેવાની વાત કરે છે ને બીજી જ ક્ષણે એકબીજાને છોડી દે છે. શું આજ આજકાલનો પ્રેમ છે ! જેમાં થોડીક જ વાર એક બીજાનું માન, સન્માન રાખવામાં આવે છે. મિત્રો પ્રેમ કરવો સહેલો નથી. જો કોઈને પ્રેમ કરો તો એના પર વિશ્વાસ કરવાનું પણ રાખો. કોઈ વ્યક્તિ આપણા માટે ઘણું બધું કરતો હોય છે, એમને માન આપો, એમને સન્માન આપો. કોઈ વ્યક્તિ તમારી સાથે રહેતું હોય તો એ તમારી ચિંતા કરતુ હોય છે, કોઈ તમારી સાથે વારંવાર વાત કરવા માટે કહેતું હોય તો ત્યારે તે વ્યક્તિને તમારી જરૂર હોય છે. માટે જ કોઈનો સાથ હોય તો એમની કદર કરો. કેમ કે આપની કદર કરવા વાળા વ્યક્તિઓ બોવ જ ઓછા મળતા હોય છે.