માસ્તર - મા થી ઉપર નૂ સ્તર Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

માસ્તર - મા થી ઉપર નૂ સ્તર

ગણિત ગમ્મત હોઈ શકે એ બહુ નાનપણમાં એમણે શિખવાડી દીધેલું, મને એ નિહાબિકા કહીને બોલાવતા. કારણ એ કે મારા નામ નિહારીકા માં આવતો 'ર' એ ગણિતની ભાષામાં બગડો થાય. ને પછી તો હું ય એમને સુબેશભાઈ કહેતી, સુરેશભાઈ નહીં.. એ મારા ભાઈ થાય એવી સમજણ નહીં એ ઉંમરે. મને તો મારે ઘરે કોઈ પણ સમયે 'કેમ મામા સાહેબ ?' કહીને આવી ચડતા પપ્પાના મિત્ર જ લાગતા ને છેવટ સુધી એમ જ રહ્યું. સંબંધી હોવાની સાથે પડોશી ય ખરા એટલે હું ય એમને ત્યાં ગમે ત્યારે જઈ ચડતી ને એમના જ ઘરમાં એમને ફરિયાદો ય કરતી. એ મને ગંભીરતાથી સાંભળતા ને ક્યારેક તો મને મનગમતું સમાધાન પણ આપતા. બસ, મને થઈ ગયેલું કે આમને બધું કહેવાશે. આ વાર્તાની ચોપડી મારે જોઈએ છે, મારે અહીં જ જમવું છે, મને ગણિતમાં સમજણ નથી પડતી, આ બધું મેં એમને બેધડક કહેલું છે ને દરેક વખતે બે કલાક હોય કે બે મહિના, એમણે ધીરજથી કામ લીધેલું. ૧૨ મા ધોરણમાં ગણિતની પ્રિલીમમાં આપણો ધબડકો ને વાર્ષિક પરીક્ષા પહેલા એમણે કરાવેલી તૈયારીને કારણે અવ્વલ પરિણામ આવેલું. એમ કહી શકાય કે ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ પપ્પાને આભારી ને ગણિત પ્રત્યેનો મારો પ્રેમ સુરેશભાઈને આભારી. ( બહુ ઓછા લોકોને કદાચ ખબર છે કે મેં Msc with Statistics કરેલું છે ને એ પણ રેંકર તરીકે). હું તો નસીબદાર ખરી કે એમની પાસે શીખી પણ આરોહી ને સંજના પણ એમની પાસે ભણ્યા. એમના માટે એ દાદાજી. આ વર્ષોમાં એક સાચો શિક્ષણ શાસ્ત્રી કેવો હોવો જોઈએ એ નજીકથી જોયું. કોઈ પણ નાનું બાળક એમની પાસે હકથી વાત કરી શકે, બાળકોને સ્કૂલના કાર્યક્રમ હોય ત્યારે ગરમ મોહનથાળ કે મગસ મળે એ માટે સુરેશભાઈ રસોડામાં ઊભા હોય, શિક્ષકો બાળકોને જરા જેટલું વઢે એ ન ચલાવી લે, વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણતા હોય અને ફાંકડું અંગ્રેજી બોલે એના માટે ખાસ રસ લઈને અભ્યાસક્રમ ગોઠવે, શાળામાં એવા મહેમાનો આવે જેનાથી બાળકને પ્રોત્સાહન મળે, શાળાના કાર્યક્રમ વખતે દરેક બાળકને ઈનામ મળવું જોઈએ એનો આગ્રહ રાખે, બાળકોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો થાય, દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે સ્કૂલમાં પેપર લખતા હોય ત્યારે એમના માટે ગરમ મગ ને સુખડી જેવો નાસ્તો આવે, બીજી શાળામાં નબળા વિદ્યાર્થી તરીકે જેને જાકારો મળ્યો હોય એ વિશ્વભારતી ખાતે પ્રેમ પૂર્વક આવકાર પામે, આતો ઠીક છે પણ એને ભણાવી ને વર્ગ ma પેહલો નંબર લાવી ને જૂની શાળા વાળા ને બતાવે કે ભાઈ આ વિદ્યાર્થી કેટલી હોશિયાર છે, હું પોતે એની જીવતી જાગતી દાખલો છે, એને ભણાવવાની જવાબદારી એ પોતે ઉપાડી લે, કેટકેટલું... એમના જવાથી શિક્ષણ જગતને જે ખોટ પડી છે એ તો છે જ, પણ અંગત ખોટ બહુ લાગી છે. ક્યારેક આવા સમયે શબ્દો છેહ દઈ જાય છે. દિલનો એક ખૂણો ખાલી થઈ ગયો હોય એવું સતત લાગ્યા કરે છે. એક પછી એક સ્વજનો વિદાય લઈ રહ્યા છે ને સાથે સાથે પેલો તુંકારો પણ લુપ્ત થતો જાય છે... ઈશ્વરની તો તાકાત નથી કે એમના આત્માને શાંતિ આપે, એ તો સ્વભાવ મુજબ ત્યાં જઈને ય કામે લાગ્યા હશે, ઈશ્વરને ય કહ્યું હશે કે તમારો આ કોરોનાનો દાખલો મૂળથી જ ખોટો છે ને પછી પોતાના હાથમાં હિસાબ લઈ લીધો હશે. પાછા એમને સપોર્ટ કરવાવાળા મામાસાહેબ પણ જોડે હશે. થોડા વખતમાં ભગવાન પણ કદાચ વિશ્વભારતી જેવી સંસ્થા ખોલી નાખે..... ૐ શાંતિ...
આશિષ શાહ
9825219458
concept.shah@gmail.com