Tea and book books and stories free download online pdf in Gujarati

ચા અને ચોપડી


હું મારા નિત્ય ક્રમ પ્રમાણે મારી મનપસંદ બુક અને ચાનો એક કપ લઈને બેઠો જ હતો, એટલા માં જ એક કોયલ જેવો મીઠો અવાજ આવ્યો તો મારા શરીરમાં એક કંપારી આવી ગઈ!

એક તો બુકમાં પણ હું એ જ વર્ણન એ આવેલો જેમાં નાયક અને નાયિકા નું સ્નેહમિલન થાય છે! એણે મારી આગળ આવીને કહ્યું, "સર, અમારા ગામમાં જ કેમ પાણી આવતું નથી! અમે ઘણીવાર ફરિયાદ કરી છે પણ હજી કોઈ સોલ્વ જ નથી કરતું!"

હું પોતે ભાન પણ ભૂલી ગયો હતો કે હું અહીં તલાટી તરીકે આવ્યો છું! અને આ તો છેલ્લે બહુ જ ઓછું કામ રહ્યું હોવાથી બુક વાંચવા લાગ્યો હતો. જોકે મે તો મારું મોટાભાગનું કામ પૂરું જ કર્યું હતું.

"તમે જરાય ચિંતા ના કરો, હું આપના એરિયા ના વોટર સપ્લાયર ને કોલ કરું છું!" મેં એને કહી દીધું અને કોલ પણ કરી દિધો.

એણે મને કહ્યું કે કામ આટલી જલ્દી નહિ થાય કેમ કે આગળ ઉપરથી અમુક ભ્રષ્ટાચારી લોકોનું દબાણ છે, એવામાં મેં એણે મારી તરફથી દબાણ આપ્યું તો હોશિયાર અને વ્યાજબી વાતચીતની ઢંગ થી એ સમજી ગયો કે વાત માનવી જ પડશે એમ.

જોકે મે કામ કરી જ દીધું.

🔵🔵🔵🔵🔵

બીજા દિવસે હું એના ઘરની બાજુએથી પસાર થયો તો એણે મને, "સર, થેંક યું સો મચ!" કહીને આભાર પણ વ્યક્ત કર્યો.

"અરે, અહીં આપની પંચાયત ઑફિસમાં જ સરકારશ્રીના નવા આદેશ મુજબ બેન્કિંગ સેવા અને લાઇટબીલ પણ ભરવાની સુવિધા કરવામાં આવવાની છે તો તું ઓપરેટર તરીકે જોઈન થઈ શકું છું!" મેં મોકાનો ફાયદો લેતા કહી જ દીધું.

"હા... સર! કમ્પ્યુટરમાં તો હું એક્સપર્ટ છે જ!" એની બાજુમાં રહેલી એક બીજી યુવતી બોલી જ ગઈ!

"બસ તો તો કાલથી જ આવી જજે!" મેં કહ્યું અને મારી ઑફિસ તરફ જવા લાગ્યો.

🔵🔵🔵🔵🔵

"છોકરી હોશિયાર જ નહિ, પણ મહેનતુ પણ લાગે છે!" એ જ સાંજે હું બુક અને ચાના સાથમાં વિચારી રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

કાલ થઈ ગઈ હતી. એ આજે સાદગીથી પણ બહુ જ ચીવટપૂર્વક તૈયાર થઈને આવી હતી. મારી તો આંખો જ એણે દેખતા અટકતી નહોતી!

"સર, શુરૂમાં તને મને કામ શીખવી દો, પછી તો હું કામ કરીશ!" એણે કહ્યું પછી તો મે એણે આખીય કામગીરી બહુ જ સમજણપૂર્વક સમજવી દીધી.

"સર, આર યુ મેરીડ?" એણે અચાનક જ પૂછ્યું.

"નો!" હું માંડ બોલી શક્યો.

"સર, હું આપની બંને માટે ચા લઇ ને આવું!" કહીને એ ચા લેવા અથવા કહેવું જોઈએ કે બનાવવા ચાલી ગઈ!

થોડી વારમાં એ આવી તો સાંજ થઈ જ ગઈ હતી, "ચાલ બહુ કર્યું કામ, આજે વાંચીએ હવે બુક!" મેં એની હાથમાંથી ચાનો કપ લેતા કહ્યું.

એ પછી તો અમારી દોસ્તી બહુ જ ગહેરી થઈ! એણે પણ મારી જ જેમ વાંચવાનો બહુ જ શોખ હતો.

🔵🔵🔵🔵🔵

એક દિવસે એમ જ અમે વાંચતાં હતા તો મે એણે કહ્યું, "મમ્મી મેરેજનું કહે છે!"

"ઓહ!" એના અવાજથી એવું લાગી રહ્યું હતું કે જાણે કે હમમ જ રડી પડશે!!!

"હા... મમ્મી કરી લઈશ મેરેજ, પણ મને મારી લાયક છોકરી તો મળવા દે!" મારો ફોન મારા કાને હતો.

"સર, આઇ લવ યુ!" એ બહુ જ જલ્દી જલ્દી માં બોલી ગઈ!

"મમ્મી નો તો કૉલ આવ્યો જ નથી!" મેં કહ્યું અને એણે મારા ફૉન ની સ્ક્રીન જોઈ અને અમે બંને ખુબ જ હસ્યા!

"આઇ લવ યુ ટુ!" મેં પણ એણે હળવેકથી કહી જ દીધું!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED