Adhura premni anokhi dastaan - 13 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 13

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૩


અમદાવાદ આસ્થાની હોસ્ટેલે પહોંચીને કિશનભાઈ આસ્થાને તેનાં રૂમ સુધી મુકવા ગયાં. આસ્થાને મૂકીને કિશનભાઈ ગાડીમાં બેસવા જતાં જ હતાં. ત્યાં જ તેમને કોઈકે બોલાવ્યાં.

કિશનભાઈએ પાછળ ફરીને જોયું. એ આસ્થાનાં મેથ્સનાં સર હતાં. તેમણે કિશનભાઈને પૂછ્યું.

"તમે આસ્થાનાં પપ્પા છો ને?"

"હાં, કોઈ કામ હતું મારું?"

"હાં, આજે અમે દરેક વાલીને અમુક સૂચનો આપવાનાં છીએ. દશમાં ધોરણ પછી અમુક વાલીઓ તેમનાં છોકરાં/છોકરીને તેઓની મરજી વિરુદ્ધ આગળ શું ભણવું એ બાબતે ફોર્સ કરતાં હોય છે.

"તો અમારે બધાંને એ સમજાવવું છે કે, બધાં માતા-પિતા તેમનાં બાળકો આગળ જે ભણવા માંગતા હોય. તેનો સ્વીકાર કરે અને તેમને જરાં પણ ફોર્સ નાં કરે."

"અરે સર, મારાં પરિવારમાં એવું બિલકુલ નથી થતું. મેં તો મારાં છોકરાંને પણ તેની મરજી મુજબ જ ભણવા દીધો છે, ને આસ્થા તો મારી લાડલી છે. તો હું તેને ક્યારેય કોઈ બાબતે ફોર્સ કરી જ નાં શકું."

"એતો બહું સારી વાત કહેવાય. તમારાં આવાં વિચારો તો બીજાં વાલીઓને પ્રેરણા પૂરી પાડશે. હવે તો તમારે આ મિટિંગમાં આવવું જ પડશે."

કિશનભાઈનું જરાં પણ મન નહોતું. તેમને તો માધવ સુધી પહોંચવાની ઉતાવળ હતી. તેમ છતાં વાત આસ્થાની હતી. તો તેમણે મિટિંગમાં જવા માટે હાં પાડી દીધી.

કિશનભાઈ મિટિંગમાં જવા માટે નીકળ્યા, ને મેથ્સનાં સરે આદિત્યને ફોન કર્યો.

"આદિત્ય, તારું કામ થઈ ગયું છે. મેં તારાં પપ્પાને મિટિંગનું બહાનું બનાવી રોકી લીધાં છે. પણ વધું સમય તે અહીં નહીં રહે. કેમકે, આજે કોઈ મિટિંગ નથી. તો તેમને જેવી જાણ થશે. એવાં જ તેઓ અહીંથી નીકળી જાશે."

"હું બસ પહોંચવા જ આવ્યો છું. તું બસ થોડીવાર તેમને રોકી રાખ. તે ક્યાં જાય છે? એ મારે જાણવું જરૂરી છે."

"ઠીક છે, હું કોશિશ કરીશ."

"થેંક્યું યાર."

કિશનભાઈ મિટિંગ હોલમાં ગયાં. ત્યાં કોઈ હતું નહીં. આથી તેમણે બહાર નીકળીને એક મેડમને પૂછ્યું.

"અહીં મિટિંગ ક્યારે ચાલું થાશે?"

"તમે કંઈ મિટિંગની વાત કરો છો?"

"વાલી મિટિંગ થવાની છે. તેની વાત કરું છું."

"આજે કોઈ મિટિંગ નથી. તમને ભૂલ થતી હશે."

મિટિંગ નથી એવી જાણ થતાં જ કિશનભાઈ કાંઈ પણ બોલ્યાં વગર ફટાફટ બહાર નીકળી ગયાં. બહાર નીકળીને તેઓ કાર પાસે ગયાં. ત્યાં જ પેલાં સરે આવી તેમને ફરી રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કિશનભાઈ કારમાં બેસી નીકળી ગયાં.

કિશનભાઈ ચાલ્યાં ગયાં, ને સરે તરત જ આદિત્યને ફોન કરીને જણાવી દીધું.

"તમારાં પપ્પા તો નીકળી ગયાં. સોરી હું તેમને રોકી નાં શક્યો."

"અમે હોસ્ટેલ પહોંચી ગયાં છીએ. મેં પપ્પાની કારને જતાં જોઈ લીધી છે. તમે ચિંતા નાં કરો."

"ઓકે, બેસ્ટ ઓફ લક. ભગવાન કરે તું જે કામ કરવાં આટલી મહેનત કરે છે. એ કામ હેમખેમ પૂરું થઈ જાય."

"થેંક્યું સો મચ."

આદિત્ય સર સાથે વાત કરીને તેનાં પપ્પાની કારને ફોલો કરવા લાગ્યો. આદિત્યને વારંવાર કોઈનાં ફોન આવતાં હતાં. એ જોઈ સુજાતાએ પૂછ્યું.

"તને વારંવાર કોણ ફોન કરે છે?"

"મારાં ફ્રેન્ડનો એક ભાઈ આસ્થાને મેથ્સ ભણાવે છે. તો મેં તેને પપ્પા આવે તો તેમને ત્યાં થોડીવાર રોકી રાખવા કહ્યું હતું. તો એ જ ફોન કરતો હતો."

"ઓકે."

આદિત્ય અને સુજાતાનું વાતોમાં ધ્યાન હતું. ત્યાં જ તેમની કારથી થોડે દૂર એક ધમાકો થયો. ધમાકાનો અવાજ સાંભળી આદિત્ય અને સુજાતા બંને કારની બહાર નીકળ્યાં. બહાર નીકળીને જોયું તો સામે કિશનભાઈની કાર સળગતી હતી. કોઈએ તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. કાર આખી ઉંધી વળી ગઈ હતી. તેમાં બ્લાસ્ટ થયો હતો.

એ બધું દ્રશ્ય જોઈને આદિત્યને કાંઈ સમજમાં નથી આવતું કે, શું કરવું? આદિત્યને પહેલો વિચાર તો એજ આવે છે કે, એ આશાબેન અને આસ્થાને શું જવાબ આપશે? હજું તે કોઈ જવાબ શોધી શકે. ત્યાં જ આશાબેનનો ફોન આવ્યો. આદિત્યએ મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો. પણ તેની રિસીવ કરવાની હિંમત જ નાં થઈ. સ્ક્રીન પર આશાબેનનું નામ જોઈને, આદિત્યનાં હાથ ધ્રુજવા લાગ્યાં.

બરાબર એ જ સમયે સુજાતાએ સમજદારી વાપરી અને ફોન રિસીવ કર્યો. આશાબેને સીધું જ પૂછ્યું.

"તમે લોકો અમદાવાદ પહોંચી ગયાં? તારાં પપ્પાએ કાંઈ ખોટું કામ તો નથી કર્યું ને? મને આજે બહું ગભરામણ થાય છે.

થોડીવાર માટે તો કિશનભાઈનું નામ સાંભળીને સુજાતા પણ કાંઈ બોલી નાં શકી. સામેથી આદિત્યનો અવાજ નાં સંભળાતાં આશાબેન ફરી બોલ્યાં.

"બોલને બેટા. બોલતો કેમ નથી?"

"આન્ટી, હું સુજાતા બોલું છું. આદિત્ય કાર ચલાવે છે. અમે અંકલનો જ પીછો કરી રહ્યાં છીએ. અહીં બધું ઠીક છે. અંકલે કાંઈ કર્યું નથી. તમે ચિંતા નાં કરો. હવે મારાં પપ્પાને અમે છોડાવી લઈએ. પછી તમને ફોન કરીશું."

"ઠીક છે, બેટા. તમારું ધ્યાન રાખજો."

અચાનક થયેલી દુર્ઘટનાથી આદિત્ય કાંઈ પણ બોલી શકવાની હાલતમાં નહોતો. તે બસ તેનાં પપ્પાની સળગી રહેલી ગાડી જોઈ રહ્યો હતો. સુજાતાએ આશાબેનને ખોટું કહ્યું. એ બાબતે તે પોતે પણ પરેશાન હતી. તેમ છતાં અત્યારે તેમને કાંઈ પણ કહેવું સુજાતાને યોગ્ય નાં લાગ્યું.

આદિત્ય હજું પણ પૂતળાની માફક ઉભો રહીને, કિશનભાઈનાં મૃત્યુનાં આંસુ વહાવી રહ્યો હતો. આદિત્યને એ રીતે જોઈને, સુજાતા તેની પાસે ગઈ. સુજાતાએ આદિત્યનો ચહેરો બે હાથે પકડ્યો. તેની આંખમાંથી વહી રહેલા આંસુ સાફ કર્યા.

"આદિત્ય પ્લીઝ તું ખુદને સંભાળ. આપણે હજું ઘણાં કામ કરવાનાં છે.

"આપણે હાલ અહીંથી નીકળવું જોઈએ. પ્લીઝ આદિત્ય કારમાં બેસ."

સુજાતા આદિત્યને ઢંઢોળી રહી હતી. તો પણ આદિત્ય કોઈપણ હાવભાવ વગર ઉભો હતો. ઘણાં પ્રયત્નો છતાં કોઈ પરિણામ નાં મળતાં. સુજાતાએ આદિત્યનાં ગાલ પર એક તમાચો ચોડી દીધો. જેનો અવાજ ચારે દિશામાં ગુંજી ઉઠ્યો.

સુજાતાની આવી હરકતથી આદિત્ય જાણે કોઈ બીજી દુનિયામાંથી પાછો આવ્યો હોય. એમ તે જ્યાં ઉભો હતો ત્યાં જ બેસી ગયો, ને જોરજોરથી રડવા લાગ્યો.

"હું મમ્મીને શું જવાબ આપીશ? મેં તેમને કહ્યું હતું કે, હું પપ્પાને કાંઈ ખોટું નહીં કરવા દવ. પણ અહીં તો પપ્પા સાથે જ ખોટું થઈ ગયું. જેને કોઈ સુધારી શકે એમ પણ નથી."

"આદિત્ય, તું અત્યારે અહીંથી ચાલ. આપણે કોઈ હોટેલ પર જઈને વાત કરીએ."

સુજાતાએ આદિત્યને ત્યાંથી ઉભો કરીને કારમાં બેસાડ્યો, પાણી પીવડાવ્યું. આદિત્ય જ્યારે સ્વસ્થ થયો, ત્યારે તે અને સુજાતા આર્યા ગ્રાન્ડ હોટેલ્સ એન્ડ રીસોર્ટમાં ગયાં. ત્યાં જઈને, સુજાતાએ આરાધ્યાને અમદાવાદ જે બન્યું તે બધી જાણકારી આપી.

આરાધ્યાને બધી જાણ કર્યા બાદ, સુજાતા આદિત્ય પાસે ગઈ. આદિત્ય બેડ પર બેસીને હજું રડતો હતો. સુજાતા જઈને આદિત્ય પાસે બેઠી. સુજાતાને જોઈને આદિત્ય તેને ગળે વળગી ગયો.

"હું મમ્મીને શું જવાબ આપીશ? આસ્થાને શું કહીશ? મારી તો કાંઈ સમજમાં નથી આવતું!! હવે આપણને માધવઅંકલ ક્યાં છે? એ કોણ જણાવશે?"

પોતાનાં પપ્પાનાં મૃત્યુ પછી પણ આદિત્ય હજું સુજાતાનાં પપ્પાની ચિંતા કરી રહ્યો હતો. આદિત્ય દ્વારા બોલાયેલા એ શબ્દોથી, સુજાતાને વિશ્વાસ આવી ગયો કે, આદિત્ય ખરેખર સુજાતાને દિલથી પ્રેમ કરતો હતો. સુજાતાએ આદિત્યને વધું કસીને પોતાની બાહોમાં જકડી લીધો.

"તું બિલકુલ ચિંતા નાં કર. તારાં મમ્મી અને આસ્થા બધાં તને સમજશે. તું અત્યારે આરામ કર. બીજું બધું આપણે પછી નક્કી કરીશું."

આદિત્યને આરામ કરવાનું કહી, સુજાતા તેનાં રૂમમાં જવા ઉભી થઈ. સુજાતાનાં ઉભાં થતાં જ આદિત્યએ તેનો હાથ પકડી લીધો.

"પ્લીઝ, મને છોડીને નાં જા. શું હું તને પસંદ નથી? મારામાં કોઈ ખરાબ આદત છે?"

"હાં, તારી એક મોટી ખરાબ આદત છે, ને એ આદત એ છે કે, તું મને નિઃસ્વાર્થ ભાવથી પ્રેમ કરે છે. આવો પ્રેમ કોઈ કોઈને નાં કરી શકે. મને તો એ વાતનો ડર છે કે, ક્યાંક તારાં મારી પ્રત્યેનાં પ્રેમને મારી જ નજર નાં લાગી જાય."

"મતલબ, તું મને પ્રેમ નથી કરતી?"

"હું ધારું તો પણ એવું નહીં કરી શકું. કોઈ આપણને આટલો પ્રેમ કરે, અને આપણે તેને પ્રેમ નાં કરીએ. તો એ આપણી મુર્ખામી કહેવાય. હું કોઈ મુર્ખ બનવા નથી માંગતી."

"તો તું પણ-"

"હાં હું પણ તને પ્રેમ કરું છું. આઈ લવ યુ...આઈ લવ યુ આદિત્ય."

સુજાતાનાં એ શબ્દોએ આદિત્યની અંદર એક નવી જ ઉર્જા ભરી દીધી. તેને એક પળમાં તેનાં પપ્પાને ગુમાવી દીધાં. તો બીજી જ પળે તેને તેનો પ્રેમ મળી ગયો. બંને ફરી એકબીજાને ભેટી પડ્યાં‌.

આ વખતે માત્ર શરીર નહીં, બે આત્માનું મિલન હતું. બે દિલોનું મિલન હતું. જે મિલન અને પ્રેમની હૂંફમાં બે હૈયાં દરિયાનાં મોજાંની માફક ઉછળી રહ્યાં હતાં. બંને માટે આ સમય અણમોલ હતો. જાણે તેમને આ જન્મમાં જ બધું સુખ મળી ગયું હોય, એવું બંને મહેસૂસ કરી રહ્યાં હતાં.


(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED