Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 51

આજનો આ દિવસ પણ પુરો થઈ ગયો. સપના તેના ઘરે જતી રહી ને સ્નેહા પોતાના મનને મનાવી બધું ફરી જેમ હતું તેમ મુકવા લાગી. આજે જો લગ્ન હોત તો કરિયાવર પથરાતો હોત તેના બદલે કરિયાવર પેક કરી માળીયા ઉપર મુકાઈ રહયો હતો. ચાર દિવસથી સખત વહેતા આસું હવે આંખમાં પણ સુકાઈ ગયા હતા.

કબાડમા વસ્તુઓ મુકતા જ તેના હાથમાં શુંભમે આપેલ તે ઘડિયાળ આવી. જે તેમના જન્મદિવસ પર તેના માટે ખાસ હતી. બે પળ તે તેને એમ જ જોતી રહી. ફરી તે દિવસ આખો સામે આવી ઊભો રહી ગયો. તે દિવસની દરેક પળ, શુંભમ સાથે વિતાવેલી એ ખુશીની ક્ષણ બંધું જ નજર સામે તરવરી રહયું હતું. મનને મનાવાની કોશિશ કરતા તેને તે બધું જ ભારી મને કબાડમા મુકી દીધું. આસું હવે કયાં વહેવાના હતા. તે તો રડી રડી જાણે થાકી ગયા હતા. બધું જ પહેલાં જેવું કરવાની કોશિશ કરી રહી હતી. પણ, દિલને કેવી રીતે સમજાવે..!!!જે હજું શુંભમની આશ લગાવી બેઠું હતું.

સુતા,જાગતા, ઉઠતા,બેસતા,ખાતા ,ચાલતા બસ તેના જ વિચારો હતા. તેના સિવાય બીજું કંઈ દેખાતું ના હતું. તે વિતાવેલી યાદ ચહેરા સામે આવી થંભી જતી ને ફરી તે ખામોશ બની બેસી જતી. હવે તો ના સવાલો ઉદભવતા, ના જવાબ હતા કંઈ. દિલની લાગણી હતી ને અહેસાસ હજું બસ દિલમાં ધબકી રહયો હતો.

એકલી રૂમમાં બેસી બસ તે શુંભમની સાથે શરૂ થયેલી વાતોને યાદ કરી રહી હતી. તેમની પહેલી મુલાકાત, તેમની સાથે વાતોનો પહેલો દોર, દરવખતે વગર કંઈ કહે આમ જ ખામોશ થઈ જવું ને દરવખતે હંમેશા સ્નેહાનું તેની સામે જુકવું. હંમેશા ઈગનોર થતા પણ ખુશીથી તેની સાથે વાતો કરવી. તેનું મન ન હોવા છતાં પણ જબરદસ્તી તેમની સાથે વાતો કરવી. આખો દિવસ તેમના મેસેજનો ઈતજાર કરવો. રાતે પણ વાત કરતી વખતે જબરદસ્તી વાતો લાંબી ચલાવવી. આ બધું સ્નેહાથી જ શરૂ થતું ને શુંભમથી ખતમ. છતાં પણ તે શુંભમને સ્વિકારતી ગઈ.

પહેલીવાર પ્રેમનો અહેસાસ થવો. તે પ્રેમનો ઇઝહાર કરવો. શુંભમનું પહેલીવાર આ્ઈ લવ યું કહેવું. કેટલી બધી પ્રેમની વાતોને ફરી ખાલી ચાર દિવસની ચાંદની બની શુંભમનું તેનાથી દુર થઈ જવું. તે પ્રેમની તડપ, તેની સાથે વાતો કરવાની તાલાવેલી, તેને મળવાની જીદ. તે બધા પછી પણ તેને ફરી મેળવવા કેટલી બધી આરજું કેટલી મનતો પછી જયારે શુંભમનું અચાનક આવવું ને તે બધી વાતો. પ્રેમ ખાતર પોતાના જ પરિવાર સામે જીદ કરી શુંભમને તેની જિંદગીમા લાવવો સંગાઈ પછીનો અઢળક પ્રેમ, લાગણીઓ, શુંભમનો પાગલ પ્રેમ, કલાકો ફોનમાં થતી વાતો. દર પંદર દિવસે એકબીજાને મળવાની ઈચ્છા. ને છેલ્લે જયારે વિશ્વાસથી બધી જ જીદ પુરી થઈ ગઈ ત્યારે હંમેશા બંનેનું એક થઈ જવું. તે બર્થડે વાળી સાંજ. આ બધું જ યાદ બની સ્નેહાની રુહ ને તડપાવી રહયું હતું.

યાદોથી બહાર નિકળવું એટલું આસાન નહોતું. ના તેને ભુલવો. પળ પળ તે બધી જ યાદ વહેતા ઝરણાની જેમ વહી રહી હતી. હંમેશા હસ્તી અને ખેલતી સ્નેહા પોતાની જાતને ખામોશ કરી એક રૂમમાં બેસી ગઈ હતી. તેને હવે બહારી દુનિયામાં રસ નહોતો રહયો. ઘરમાં કોઈ કંઈ પુછે તેટલું જ બતાવે ને પછી આખો દિવસ શુંભમના વિચારોમાં બેસી રહે. ના તેનાથી નફરત થઈ રહી હતી. ના તેનાથી દુર જવાનું મન થઈ રહયું હતું. જાણે તેને આખી જિંદગી શુંભમની યાદમાં જ વિતાવાનો ફેસલો કરી લીધો હતો.

આ પાંચ દિવસમાં બધું જ બદલાઈ ગયું હતું. શુંભમના મમ્મી શુંભમને સમજાવી સમજાવી થાકી ગયા હતા. પણ, શુંભમ કંઈ સમજી નહોતો શકતો. તેને સ્નેહાની જેમ જ પોતાની જાતને કેદ કરી દીધી હતી. આખો દિવસ તે રૂમમાં બેસી રહેતો ને સ્નેહાના ફોટા ને જોયા કરતો. આજે પ્રેમ ખાખલો અને ખામોશ બની બેઠો હતો. તેને કોઈ જ શબ્દો નહોતા મળી રહયા.

વિચારોની વચ્ચે તે એમ જ શાંત બેઠો હતો ને અચાનક જ તેના મનમાં સ્નેહાના તે શબ્દો યાદ આવ્યા. ''શુંભમ, પરિવાર ના માને તો આપણે ભાગી જ્ઇશું." તે શબ્દો યાદ આવતા જ તે તરત જ રૂમમાંથી બહાર નિકળ્યો. તેની મમ્મી પણ ખામોશ બહાર એકલા બેઠા હતા.

શુંભમ બહાર આવી તેની મમ્મી પાસે બેસી ગયો. તેની મમ્મી શુંભમને જોતી રહી. શુંભમ થોડીવાર કંઈ જ ના બોલ્યો પછી તેમને તેમની સામે પોતાની દિલની વાત શરૂ કરી.

"પહેલાં મારી લાઈફમાં દર્શનાનું આવ્યું. તેની સાથે મને પ્રેમ થવો. એકપળમાં તેને કોઈ બીજા ખાતર મારા પ્રેમને ઠુંકરાવી દીધો. તેના સિવાય કયારે મને કોઈ પસંદ જ નહીં આવે એવું લાગતું હતું. કેમકે હું એ માનતો કે પ્રેમ એકવાર જ થાય છે તે બીજીવાર નથી થતો. સ્નેહાએ મારા દિલમાં વિશ્વાસ જગાવ્યો કે પ્રેમ એકવાર નહીં અનેક વાર થાય છે. પણ એ અનેકવાર જે પ્રેમ થાય તેમાં કોઈ એક જ પ્રેમ એવો હોય છે જે અહેસાસ અને લાગણીનો હોય. જે તુંટવાથી તુંટતો નથી કે જોડવાથી જોડાતો નથી. તે તો બસ અહેસાસના તાતણે બંધાઈ રહે છે. મારી લાગણી તો સ્નેહાના પ્રેમના અહેસાસ સાથે જોડાઈ ગ્ઈ છે. એ અહેસાસની લાગણી હવે અલગ કંઈ રીતે રહી શકે..!"શબ્દો ભરી લાગણી શુંભમની આંખોના આસું બની વરસી રહી હતી ને તે તેની મમ્મી ખોળામાં માથું નાખી તેમના દિલની વાતો કરે જતો હતો.

"હું જાણું છું શુંભમ તું સ્નેહા વગર નહીં રહી શકે. એટલે જ તને સમજાવાની કોશિશ કરતી હતી પણ તને કયાં કોઈ વાત કયારે સમજ આવે છે. જે થયું તેમાં સ્નેહાનો શું વાંક હતો કે તેને તેની સજા મળે. પ્રેમ કરવો ખરાબ વાત નથી. પણ પ્રેમ કરી ભાગવું એ બરાબર નથી. કાટાની સજા કયારે ફુલને ના આપવી જોઈએ. " રીટાબેન શુંભમને સમજાવતા હતાને શુંમભ તેમની વાતોને સમજવાની કોશિશ કરી રહયો હતો.

"વૃત્તિનો સંબધ તુટ્યો તેનું દુઃખ અમને પણ છે. તેને જે તકલીફ થઈ તે તકલીફને તું મહેસુસ કરે છે તો શું તને સ્નેહાની તકલીફ મહેસુસ નથી થતી. એક છોકરી માટે લગ્નની આ પળ સૌથી ખુબસુરત હોય છે તે જ પળ જો આસું બની જાય તો કેટલી તકલીફ થતી હશે તેમને." આટલું બોલતા રીટાબેનની આખો પણ આસું થી છલકાઈ ગઈ.

"મોમ હું તેમની તકલીફને મહેસુસ કરું છું. ત્યારે જ તો હું તેની સાથે વાત ના કરી શકયો. મારી પાસે તેને કંઈ કહેવા માટે કોઈ શબ્દો નહોતા. આ સંબધને હું બચાવી શકું એમ પણ કયાં છું. વૃત્તિ મારી બહેન છે તો સ્નેહા મારી જિંદગી. આ બંનેમાંથી કોઈ એકને પસંદ કેવી રીતે કરી શકું. તે દિવસે જયારે વુર્તિનો સંબધ તૂટયો ત્યારે તેના આખના આસું હું જોઈ ના શકયો. મને તે જ પળે વિચાર આવ્યો હતો કે જો વૃત્તિ આટલી તકલીફમાં હશે તો સ્નેહાને કેટલી તકલીફ થશે. હું તેની તકલીફમાં ખામોશ બની બેસી ગયો ને મે કાકાના વિચાર સામે એકવાર પણ મારો પ્રેમ બચાવાની કોશિશ ના કરી. વગર કંઈ વિચારે જ મારા અને સ્નેહાનો સંબધ તુટી ગયો ને મોમ તમે પણ છુપ રહી બેસી રહયા."જાણે શુંભમ તેની મમ્મીને ફરિયાદ કરતો હોય તેમ કહી રહયો હતો.

"મારી મજબુરી તું જાણે છે. હું જો કંઈ કહું તો બધા એ સમજે કે મને વૃત્તિની કોઈ ચિંતા નથી એટલે હું આ સંબધને બચાવી ના શકી. મે ત્યારે પણ તને આ વાત સમજાવાની કોશિશ કરી પણ તું તારી જાતને રૂમમાં પુરી બેસી ગયો. સ્નેહાના આટલા બધા ફોન પછી પણ તું કંઈ ના કરી શકયો તો પછી હું કંઈ રીતે કંઈ કરી શકું. બેટા. માં છોકરાને આખી જિદગી તેની ગોદમાં લઇ નથી ફરી શકતી એટલે તેને જાતે ચાલતા શીખવું પડે છે. તારી જિંદગી તારા હાથમાં છે. તારે શું કરવું તે તને ખબર હોવી જોઈએ. હું તો તને બે ડગલા ચાલતા શીખવી દેઈ પછી તો તારે જ ચાલવું પડશે."

રીટાબેનની વાત સાંભળી શુંભમના આસું થંભી ગયા હતા. તેને અહેસાસ તો થઈ રહયો હતો કે જે થયું તે બધું જ ખોટું થયું. પણ હવે તેનો રસ્તો શું નક્કી કરવો તે વિચારો વચ્ચે હજું તે ખામોશ જ હતો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમનો સંબધ તુટી ગયા પછી બધું બદલાઈ ગયું. ત્યારે શું શુંભમ આ સંબધ જોડવાની ફરી કોશિશ કરશે...?? શું સ્નેહા તે સંબધને હવે સ્વિકારી શકશે..??શું બંનેનો સંબધ ફરી જોડાઈ શકશે..??જો બંને ત્યાર થશે ત્યારે શું પરિવાર સહમત થશે..?? જો પરિવાર સહમત નહીં થાય તો શુંભમ અને સ્નેહા શું કરશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"