lagni bhino prem no ahesas - 47 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 47

રસ્તો આખો શાંત હતો. કોઈ અમુક વાહન જો કયારેક નિકળી જાય તો બાકી અહીં આ રસ્તા પર કોઈ જોવા ના મળતું. આટલા વર્ષથી અહીં સુરતમાં હોવા છતાં પણ સ્નેહા આ રસ્તા પર પહેલાં કયારે નહોતી આવી. શુંભમે ગાડી અહીં થંભાવી દીધી. સ્નેહાને હજું કંઈ સમજાઈ નહોતું રહયું કે શુંભમ શું કરવા માગે છે. તેને પાછળથી એક બેંગ ખોલીને તેમાંથી એક બોક્ષ સ્નેહાના હાથમાં આપ્યું. સ્નેહા બસ તેને જોતી રહી.

કંઈ પણ બોલ્યા વગર જ સ્નેહાએ તે બોક્ષને ખોલ્યું. તેના ચહેરા પર ખુશીની રેખા પથરાઈ ગઈ. પણ તે જાહીર ના કરી શકી કેમકે હજું તેનો ગુસ્સો ઠંડો નહોતો થયો. શુંભમ ગાડીમાંથી બહાર નિકળી ગયો ને સ્નેહા અંદર કપડાં બદલવા કહયું. સ્નેહા હજું સમજી નહોતી રહી તે બસ શુંભમની વાત માની ગાડીમાં કપડાં બદલવા લાગી. કપડાં બદલી તે ગાડીમાંથી બહાર આવી.

બેલ્ક કલરનો હાર્ફ સ્કર્ટ ને ઉપર એલો કલરનું ફેન્સી ટોર્પ તેના પાતળા ફિગર પર સુંદર લાગી રહયું હતું. શુંભમ બે ઘડી બસ સ્નેહાને જોઈ રહયો. આજે સ્નેહા ખરેખર ખુબસુરત લાગી રહી હતી. આમ આવા કપડાં સ્નેહાએ કયારે પહેર્યા ના હતા એટલે તેને થોડું અજીબ લાગી રહયૂં હતું. પણ, શુંભમના ચહેરાની ખુશી તેના ચહેરાના ભાવને બદલી રહી હતી. શુંભમ તેમની થોડીક નજીક આવ્યો. તે તારીફ કરવા જતો હતો ત્યાં જ કંઈક યાદ આવ્યું ને તે કંઈ બોલ્યાં વગર ગાડીમાં બેસી ગયો. સ્નેહાની ખુશી ફરી ખામોશી બની ગઈ.

રસ્તો એકદમ શાંત હતો ને ગાડીમાં રોમાન્ટિક સોન્ગ વાગી રહયું હતું. પ્રેમની મહેફિલ જેવો નજારો હતો પણ બે દિલ ખામોશ કંઈ બોલ્યા વગર બેઠા હતા. સ્નેહાને એ સમજાય રહયું હતું કે શુંભમે તેના માટે કંઈ સ્પરાઈઝ તૈયાર કરી છે પણ આમ કંઈ બોલ્યા વગર જ બેસી રહેવું તેને બોરિંગ લાગી રહયું હતું.

શાંત રસ્તો પુરો થયો ને ફરી વાહનો અને લોકોની ભીડ વચ્ચે તે પહોંચી ગયા. શુંભમે એક શાનદાર હોટલ પાસે ગાડી પાર્ક કરીને સ્નેહાનો હાથ પકડી તે તેને અંદર લઇ આવ્યો. અહીં તેમના માટે તેમની સ્પરાઈઝ ઈતજાર કરી રહી હતી. હજું બંને વચ્ચે ખામોશી જ હતી. શુંભમ સ્નેહાને હોટલ રૂમમાં લઇ ગયો. આખી રૂમ ગુલાબના ફુલ,ફુગ્ગાઓ અને મોમબતીથી ડેકોરેશન કરેલ હતી. રૂમમાં મોમબતીનો પ્રકાશ પથરાઈ રહયો હતો ને એક ટેબલ પર કેક હતી ને બીજા એવા ઘણા ગીર્ફના બોક્ષ હતા.

સ્નેહાએ અને શુંભમે રૂમમાં પગ મુકયો. એક હળવું શાંત મ્યુઝિક શરૂ થયું. સ્નેહાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠયો. તે વિચારી પણ નહોતી શકતી કે તેના માટે શુંભમે આજે આટલું બધું કર્યું. તે રૂમમાં જતા જ શુંભમને ગળે લાગી ગઈ. પળમાં ગુસ્સો મહોબ્બત બની શુંભમ પર વરસી પડયો. થેન્કયું નામનો શબ્દો ના હતો પણ દિલ તેનાથી વધારે આજે ખુશ હતું.

શુંભમે તેમની બાહોમા સ્નેહાને સમાવી લીધી. દિલનું ધબકવું શરૂ થઈ ગયું ને અહેસાસ પ્રેમમાં ખીલી ઉઠયો. થોડીવાર માટે બધું વિચરાઈ ગયું ને બંને એકબીજામા ખોવાઈ ગયા. મ્યુઝિકના શબ્દો બદલાતા જ શુંભમ સ્નેહાને ટેબલ પાસે લઇ ગયો. સ્નેહાએ કેક કટ કરી ને શુંભમે તેમનું સેલિબ્રેશન કર્યું. એક પછી એક સ્નેહા બધા ગિર્ફ ખોલતી ગઈ. કોઈ ગીર્ફની અંદર તેને ગમતી ઘડિયાળ હતી તો કોઈ બોક્સમાં શુંભમની પસંદગીનું નેકલેસ તો કોઈમા તેના માટે ટેડીબિયર એમ ઘણા બોકસ હતા જેમા એવી ઘણી વસ્તુઓ હતી.

હેપ્પી બર્થડે માય ડિયર લવ સ્નેહા નામનું કાર્ડ સ્નેહાના હાથમાં આવ્યું. મ્યુઝિક કાર્ડની અંદર તેમના ફોટાની સાથે અંદર શુંભમના હાથે લખેલ લેટર પણ હતો. સ્નેહા તેના વાંચવા જતી હતી ત્યાં જ શુંભમે તેને રોકી દીધી.

"હેપ્પી બર્થડે સ્નેહા. આ્ઈ લવ યું. આ્ઈ એમ સોરી મે તને આજે બહું જ પરેશાન કરી." શુંભમની લાગણી અહેસાસ બની સ્નેહા સામે દિલગીરી થવા લાગી.

"આ્ઈ લવ યું ટું. તે પરેશાની કરતા પણ વધારે ખુશી આપી મને આજે. શાયદ મારી આખી જિંદગીમા પણ આટલી સુંદર રીતે મને બર્થડે વિશ નહી મળ્યું હોય. થેન્કયું સો મચ શુંભમ મારી જિંદગીમા મારો પ્રેમ બની આવવા." શબ્દો થંભી ગયાને સ્નેહા શુંભમની બાહોમા ખોવાઈ ગઈ.

બધું જ ભુલાઈ રહયું હતું ને પ્રેમનો નસો દિલની ધડકન બની એકબીજામા ખોવાઈ રહયો હતો. ધીમે ધીમે ચાલતા મ્યુઝિકની સાથે બંને એકબીજાના હૈયાને ચુમી રહયા હતા. કોઈ કંઈ નહોતું બોલી રહયું. ચહેરો રોનક બની ખીલી રહયો હતો. અહેસાસ પ્રેમ બની જુમી રહયો હતો. ઘીમે ઘીમે હાઠોનું ચુંબન એક અજીબ આકર્ષણ બનતું જ્ઈ રહયું હતું. લાગણીઓ વગર કંઈ કહે એકબીજાના થવા જ્ઈ રહી હતી. જુવાનીનો પ્રેમ શરીરનું આકર્ષણ બની ખીલતો જ્ઈ રહયો હતો.

તનમન સાથે રુહ જિસ્મની સુવાસ બની પથરાઈ જ્ઇ રહી હતી. બે દિલ એકબીજામા ખોવાઈ જ્ઈ રહયા હતા. રુહ તો એકબીજા સાથે પહેલાં થી જોડાયેલ હતી આજે જિસ્મ રુપી મહોબ્બત પણ એક અહેસાસ બનતી જ્ઈ રહી હતી. શુંભમના સ્પર્શને સ્નેહા દિલથી મહેસુસ કરે જતી હતી. આજે કોઈ ડર નહોતો. આજે ભાગવાની જરુર નહોતી. ના સ્નેહા આજે શુંભમને રોકી રહી હતી. શુંભમ માટે સ્નેહાએ પોતાની જિસ્મ ખુલ્લુ કરી દીધું. શુંભમ સ્નેહાને વિશ્વાસને એક પ્રેમની સુવાસ આપી રહયો હતો.

જે બંધન લગ્ન પછી સાથે જોડે છે તે જિસ્મ કેરું બંધન સ્નેહા અને શુંભમની સાથે જોડાય રહયું હતું. હવે તે એક થઈ ગયા હતા. આ પ્રેમ વિશ્વાસની એક નવી પહેલ બની ગયો. આજે ચંદ્ર કેરી સાક્ષી નહોતી આજે ખાલી બે દિલ એકબીજાની સાક્ષી હતા. શરીરમાં એક નવું ચેતન ઊભરાઈ ગયું ને બંને એકબીજાની બાહોમા એમ જ ઠળી ગયા.

આ અજીબ શરીરના આકર્ષણ પછી એકબીજાના ચહેરા પર ખુશીની એનેરી લાગણી હતી. આ કોઈ ભુલ નહોતી આ બે દિલનો વિશ્વાસ હતો જે બંનેને હંમેશા માટે એક કરી ગયો.

"સોરી. લગ્ન પહેલાં આ બધું..?" શુંભમ જાણતો હતો કે આ બધું સ્નેહા માટે નથી. કેમકે અહીંના નિયમો અને લોકોની વિચારણા મૂજબ બે જણ શારીરિક સંબધ લગ્ન પછી જ બાંધી શકે.

"વોટ સોરી. તમને શું લાગે કે હું તમારા પર વિશ્વાસ વગર જ તમને મારી નજીક આવવા દવ એમ....!! નો. આ્ઈ લવ યું. આ પ્રેમ છે જે કયારે એમ જ જિસ્મ સાથે ના જોડાઈ શકે. "

"ઓ....મને નહોતી ખબર કે તું પહેલાથી જ તૈયાર હતી મારી સાથે સુવા. જો ખબર હોત તો આપણે પહેલી વખત મળ્યા ત્યારે જ આ બધું પતાવી દેત. "

"મને વિશ્વાસ છે કે તમે મારી મરજી વગર મને કયારે સ્પર્શ ના કરી શકો. "

"આટલો વિશ્વાસ શું કામ કરે છે મારા પર..?? તૂં જાણે છે ને હું આ બધું પહેલાં કોઈ સાથે..!"

"એ વાત અલગ હતી ને અત્યારે વાત અલગ છે. ત્યારે તમને જિસ્મની ભુખ મટાડવા કર્યુ ને આજે મારી સાથે મારા રુહ ને પ્રેમનો એક નવો અહેસાસ આપવા."

"તારી પાસે હંમેશા જ કંઈક નવું હોય. આટલું બધું કયાંથી લઇ ને આવે છે. "

"લો હવે તમે જ શીખવો છો ને પછી પુછો છો. છોડો તે બધું ભુખ લાગી છે જમવાનું છે કે એમ જ અહીં ફરી શરૂ કરવાનું છે. "

"ચલ ને ફરી શરૂ કરીએ."

"લગ્નના ખાલી ત્રણ મહિના બાકી છે."

"મતલબ....?? "

"કંઈ નહીં. પાગલ. " સ્નેહાએ શુંભમના કપાળ પર ટપલી મારીને તે ત્યાંથી ઊભી થઈ બહાર બાલકનીમા જતી રહી. શુંભમ બસ તેને જોઈ રહયો.

લાગણી ભર્યો આ અહેસાસ એકમેકના બનાવી ગયો. એક નવી જ ઉર્જા સ્નેહાના દિલમાં ખીલી ઉઠી. આ બર્થડે તેની સૌથી યાદગાર પળ બની ગઈ. તે શુંભમને આ માટે ગમે તેટલું થેન્કયું કહે ઓછું કહેવાય. કેમકે શુંભમે આજે જે તેના માટે કર્યું હતું તે તેની જિંદગીની સૌથી ખુબસુરત પળ હતી. બાલકનીમાંથી આવતી ઠંડા પવનની લહેરો તેના હસતા ચહેરાને વધું રોનક કરે જતી હતી. પાછળથી શુંભમે આવી તેને બાહોમા ઝકડી લીધી ને તેની બાહોમા એક સુકુન ફરી જિંદગીને મહેસુસ કરી રહી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા માટેની આ સ્પરાઈઝ શુંભમે એક યાદગાર પળ બનાવી દીધી. શું આ યાદગાર પળ ખાલી યાદ બની જ રહી જશે કે પછી તે હંમેશા સાથ બની સાથે ચાલશે..?? શુંભમ અને સ્નેહાની રુહ સાથે જિસ્મ પણ એક થઈ ગયા ત્યારે શું આ જિસ્મ વાળો પ્રેમ સંગ જીવનમાં સાથે ચાલશે..? શું આ ખુશી આમ જ રહી શકશે કે કંઈક નવી જ રાહ બંનેના જીવનમાં બદલવાની તૈયારી કરી રહી છે તે જાણવા વાંચતા રહો" લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED