જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-18  Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-18 


(આગળના ભાગમાં જોયું કે કુસુમ તેની ગાડીમાં મહેશ લિફ્ટ આપે છે, અને તે પદમા ને ગમતું નથી, જ્યારે મહેશ લાઇબ્રેરીમાં જાય છે, ત્યારે પદમાને પણ લાઇબ્રેરીમાં જોવે છે, હવે આગળ)
પરી ને જોઈને મન વિચારના ચગડોળે ચડ્યું,
શું એને પણ વાંચનનો રસ હશે?
કે તે મારી પાસે આવી હશે ,
આખી લાઇબ્રેરીમાં હું અને તે બંને એકલા જ હતા,
તે કઈ બોલી નહોતી, અને મારી બોલવાની હિંમત નહોતી, અચાનક તેણે મારી સામે જોયું ,અને હું તેની સામે હસ્યો પણ તે ના હસી હજી તેને તો મારા પર ગુસ્સો હશે ,
મેં તેની પાસે પેન માગી તો તેને મને બોલ્યા વગર આપી દીધી,
પણ પેનલેતા મારો હાથ તેને સ્પર્શી ગયો,
તેને ઝાટકાથી હાથ પાછો ખેંચી લીધો,
પણ મારા તો આખા શરીરમાં વીજળી પ્રવાહ વહી ગયો,
શું થાય છે? એ પણ ખબર ના પડી? દિલ જોરથી ધડકી ઊઠ્યું ,
અને તે લાયબ્રેરીમાં થી નીકળી ગઈ ,
હું થોડીવાર સુધી લાઇબ્રેરીમાં બેસી રહ્યો,

મને શું થઈ રહ્યું છે? એ જ મને ખબર નહોતી ?યુવાન હૈયું અને મનગમતી છોકરી નો સ્પર્શ ,
શું હું તેની તરફ આકર્ષાઇ રહ્યો છું,
મને કંઈ ખબર નથી પડતી હું પણ લાઇબ્રેરીમાંથી ક્લાસમાં ગયો ક્લાસમાં લગભગ બધા બેસી ગયા હતા,
ત્યાં આકાશ બોલ્યો ક્યાં ગયો હતો? યાર
હું તારી રાહ જોઉં છું ,અરે હું તો લાઇબ્રેરીમાં હતો, એટલે તને તો હવે લાઇબ્રેરી દેખાય છે, તુ 'પુસ્તકિયો કીડો' ના બની જતો, થોડી જિંદગીને પણ રંગીન બનાવજે, એમ કહી હસવા લાગ્યો
મારા મનમાં થયું કે જિંદગીને રંગીન થોડી બનાવવી પડે છે, તો આપ મેળે રંગીન થઈ જાય છે ,
કોઈક ના કોઇકનો આપણા જીવનમાં પ્રવેશ થાય તેથી,
અને એટલામાં કુસુમ આવી,આજે થોડી ચહેરા પરથી ઉદાસ હોય તેવું દેખાયું, આવીને કોઈની સામે બોલતી નથી અને બેંચ પર ગોઠવાઇ ગઇ
બધાની નજર કુસુમ તરફ જ હતી રોજ આવીને હસવા વાળી અને હસાવવા વાળી આજે કેમ શાંત છે?
એટલા મા લેક્ચર શરૂ થયું અને બધા ભણવામાં વ્યસ્ત થઈ ગયા, પણ મારું મન તો વારેવારે પદમા ની પાસે જતું હતું,
તેના સ્પર્શ નો રોમાંચ અનુભવાતો હતો
શું તેને પણ એવું થતું હશે?
***************************************
આજે પદમા ને પણ ભણવામાં ધ્યાન બેસતું નહોતું બેઠી તો ક્લાસમાં છે,
પણ મનતો વારેવારે મહેશ પાસે જતું હતું,

જેને તે એક ગામડિયો છોકરો અબુધ એવું સમજતી હતી,. વારે વારે તે જ કેમ દેખાય
છે,
તે પણ મનમાં વિચારે છે તે કુસુમ જોડે બોલે છે અને મને કેમ ઇર્ષાથાય છે,
મને આ શું થઈ રહ્યું છે, તેની તરફ આકર્ષણ થઇ રહ્યું છે..
૧૭ વર્ષની કળીજ્યારે ખીલીને ગુલાબ બનવા જાય છે ત્યારે તેનામાં થી મધમધ તી ફોરમ જ વહે છે,
આજે સવારે ભૂલથી થઈ ગયેલો સ્પર્શ તેને પણ રોમાચ આપી જાય છે ,
આજે લેક્ચર પૂરો થવા આવે છે હવે સર નોટસ તૈયાર કરવાનું કહે છે,
પણ આજે તો નોટસ યંત્રવત લખાઇ તો ગઈ છે, પણ વાંચવામા ચીત્ત ચોટતુ નથી,

" જિંદગી પણ ઇકોનોમી ની જેમ ચડાવ ઉતારવાળી જ છે"
અને લેક્ચર પૂરો થાય છે લેક્ચર પૂરો થતાં બંનેની એકબીજા પર નજર પડે છે,
અને બંને ની નજર નીચી થઈ જાય છે બ્રેક પડતા બધા કેન્ટીનમાં જાય છે, પણ કુસુમ ક્લાસમાં બેસી રહે છે ,પદમા તેને પૂછે છે કે ચાલ કેન્ટીનમાં નથી આવવું, પણ તેના કહે છે,
પદમા , મહેશ, આકાશને કુસુમ, ક્લાસમાં છે ,
શું થયું છે કુસુમ? આજે કેમ ઉદાસ છે,
કઈ નથી થયું યાર,
ઘરની થોડી ચિંતા છે,
કેમ શું થયું ?
આજે મારા દાદી બીમાર થયા છે,
પદમા બોલી એતો એમને સારું થઈ જશે,

મેં કહ્યું કુસુમ તારા દાદી તમે એટલા બધા વ્હાલા છે,
હા મારા દાદી તો મારું સર્વસ્વ છે,
એમને તો મને મોટી કરી છે તે આ દુનિયામાં છે તો હું પણ શું નહીં તો ના હોત, તો કેમ તારી મમ્મી!
મારે મમ્મી નથી આકાશ થી સ્વગત બોલાઈ ગયું, ભગવાન તેમના આત્માને શાંતિ આપે ....
એવું નહીં મારી મમ્મી તો હજુ જીવે છે,
પણ તે અમારી સાથે નથી અમને બધાને પ્રશ્ન થયો કે,
કેમ?
એ તો મને પણ ખબર નથી,
પણ મને મારી મમ્મી જોડે જવાની પરમિશન નથી એ ક્યાં છે? શું કરે છે?
એ પણ મને ખબર નથી? તે કેવી દેખાય છે,એપણ...
દાદીમાએ મને મારા મમ્મી બનીને મોટી કરી છે, એટલેજ તો તે મારુ સર્વસ્વ છે,
આકાશ એ તરત જ પ્રશ્ન કર્યો કે તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા રાજકારણમાં છે ,
અને તેને મજાક કરતા કહ્યું કે તેથી જ તારા પપ્પાએ તારી મમ્મી ને છોડી દીધી,
ના ના એવું નથી દાદી કહે છે મારી મમ્મી જ મારા પપ્પા ને છોડીને જતી રહી છે,
અને મને મારા પપ્પાએ તેને નહોતી આપી,
બધાની આંખમાં પાણી ભરાઈ ગયું ,
મને વિચાર આવ્યો કે દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી છે,
પણ પદમાની જિંદગી તો ખબર નહીં કોઈક દિવસ આ રીતે સામે આવશે ,
પદમા એ સાંત્વના આપતા કહ્યું કે ચિંતા ના કરતી દાદી ને સારું થઈ જશે,
અને આકાશે તેને કહ્યું કુસુમ તું મારી ફ્રેન્ડ બનીશ, અને તે બોલી હું તો તારી ફ્રેન્ડ જ છું ને ,અને બ્રેકટાઈમ પૂરો થયો ,
બીજું લેક્ચર શરૂ થયું અને કોઠારી સાહેબે જાહેરાત કરી કે
બે વીક પછી અહીંથી થી ઇન્ડિયા ગેટ અને એલિફન્ટાની ગુફા જોવા જવાની પિકનિક નું આયોજન કરેલું છે, જેને આવવું હોય તે મારી પાસે નામ લખાવી₹ 50 જમા કરાવી જજો,
અને બધા બહુ ખુશ થઈ ગયા સાથે પીકનીક જવા મળશે ફુલ એન્જોય કરવા મળશે,
પણ મારું મન થોડું ઉદાસ થઈ ગયું કે પચાસ રૂપિયા હું ભરી શકીશ,
પિકનિક જવાનું મન થઇ આવતું હતું હવે રોજ નો ખર્ચ થતા સો રૂપિયા માથી 30 રૂપિયા બચ્યા છે ,ચાલો એ તો જોયુ જશે અને લેક્ચર પૂરો થયો ,
અને હું લાઇબ્રેરીમાં એક પુસ્તક લેવા ગયો ત્યાથી લઈને હું ઘરે ચાલ્યો અને કામના સ્થળ પર આવી બેઠો,
પણ આજે કુસુમની જિંદગીનો વિચાર આવતો હતો અને પદમા વારે-વારે યાદ આવતી હતી, જેમ આકાશે કુસુમ ને ફ્રેન્ડ બનાવવા રિક્વેસ્ટ કરી તેમ મે પણ પદમા ને કરી હોત તો તે મારી ફ્રેન્ડ તો બની જાત ને ,ચાલે તેનો પણ સમય આવશે, હવે આ પિકનિકમાં જવાનું શું કરીશ ?પૈસા ક્યાંથી લાવીશ ,જવાની તો બે અઠવાડિયા વાર છે ,
પણ નામ તો નોંધાવવું પડશે ,
" પૈસા પૈસા" એ તો જીવનમાં મૂલ્યવાન છે, અને નથી,
કંઈ ખબર જ પડતી નથી, અને મને ઉપાડ કરવાનો વિચાર આવ્યો,
અને કામનો સમય થયો બે દિવસ પછી રાકેશભાઈ આવે એટલે માંગી લઈશ
અને હવે રાતે બીજું કામ મળે તો તે પણ શોધવું પડશે, તો જ પૈસા ભેગા થશે,

અંદરથી અવાજ આવ્યો આવું મજૂરીનું કામ કરીને રાતે બીજું કામ કરી શકીશ

જો તારે પૈસા જોઈતા હોય તો પહેલું કામ શું ખોટું હતું ,ત્યાં રહ્યો હતો અત્યારે પુષ્કળ ધન કમાતો થઇ ગયો હોત..
ના,ના, મારે એવા પૈસા જોઈતા જ નથી, તો પછી છાનો માનો તારું ભણવાનું પૂરું કરને,
ભણીને ગામ નથી જવાનું જવાનું છે,
પાછું ગામ યાદ આવી ગયું
ગામમાં બાપુ શું કરતા હશે?
હવે છએક મહિના થઈ ગયા છે ,ત્યાનું વાતાવરણ કેવું હશે!
**************************************
અહીં ગામમાં મહેશના જવાથી બધાના લગ્ન બંધ રાખ્યા હતા, ને એની શોધખોળમાં બેએક મહિના વીતી ગયા હતા,
હવે આ દિવાળીએ લગ્ન લીધા છે, અને બે ભાઈઓ ના અને બહેનો ના લગ્ન કરવાના છે,
હજુ માને બહુ ચિંતા છે કે
મહેશ શું કરતો હશે? અને કાગળ ની રાહ જોયા કરે છે, પિતા એ માને સમજાવી છે કે હવે તું એની ચિંતા છોડી દે, આપણે બે જ દીકરા હતા,
એને જાતે જ એના પગ પર કુહાડી મારી છે,
હવે તો પાછો આવે તો આ ઘરમાં કે ગામમાં તેને પ્રવેશવા નહીં દઉ અને તેની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે.

મહેશ, મહેશ અહીં આવતો રામજીકાકા ની બુમ સંભળાઇ, અરે હા આવ્યો કાકા લે આ બધા હિસાબો લખી નાખ, અને આજે કેટલા મજુર કામ એ ચડયા છે, અને કેટલા મજુર ચડવાના છે તે પણ લખી દેજે, અને મેં હિસાબનો ચોપડો હાથમાં લીધો,
તેમા મારું પણ નામ હતું હજી મારે મારે 70 રૂપિયા જેવી મજૂરી ભેગી થઈ હતી,
અને રામજીકાકા નું કામ પતાવીને પાછો કામે લાગી ગયો.. .
રઘુ ને મળવા પણ જવું હતું પણ તે માટે સમય જ નહોતો નીકળતો,
પણ આ કામ એક દિવસ પણ મજૂરી પડાય તેમ નહોતી,
મારે હવે તો પૈસાની જરૂર હતી એવા એવો વિચાર કરતો ગયો,
અને સાથે કામ પણ રાતે જમીને ચોપડી લઈ ને બેઠો,
ચોપડીમાં તો કેમેય કરીને ચિત્ત ચોટતું ન હતું,
અને આજે રાતે થોડે દૂર દરિયાકિનારે જવાનું મન થયું ,
અને હું ચાલતો થયો,
રસ્તામાં હું ચાલતો ચાલતો જતો હતો ત્યાં દરિયાકિનારો થોડોક જ દૂર હતો,
અને એક દૃશ્ય જોયુ, જોઈને મારી નજર ત્યાં જ ખોડાઈ ગઈ ,
શું આ સાચું હશે ?કે પછી મારી આંખોએ ખાધેલો ધોકો છે..
ઘણી વાર કહેવાય છે ને કે
""આંખે જોયેલુ અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે"
મારે એની તપાસ કરવી પડશે?
(એવું તો કયું દ્રશ્ય જોયું હશે?
કોઈ તેનુ ઓળખીતું હશે?
હવે આગળના ભાગમાં)