જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-9 Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-9

આમ અચાનક સાઇકલ જોઈને થોડીવાર તો આંખો ફાટી રહી ગઈ, અરે કાકા તમે અહી, અત્યારે કેમ?
કાકા બોલ્યા કાલે મેં તારી આંખમાં ઉદાસીનતા જોઈ હતી, તારે એવું તારે કોઇ ઇમરજન્સી કામ હશે, તો જ તે મારી પાસે સાયકલ માગી હશે ને, તેવું વિચારી હું સાયકલ લઈને આવ્યો છું,
અજાણ્યા શહેરમાં દિકરા કોઇ જ્યારે આપણને ઓળખતુંયે નથી અને કોઇ અગત્યનું કામ આવી પડે છે, ત્યારે કેવી મન:સ્થિતિ થાય છે, તે મને ખબર છે,
દીકરા તું મારોબીજો કોઇ વિચાર ના કર અને તું તારે જે કામ હોય તે કરી આવ...


લે તું આ સાઇકલ, મારે તો મિલ માં જવું છે,
તો હું આજનો દિવસ રિક્ષામાં જઈ આવીશ દીકરા તું તારું કામ પૂરું કરી આવ, હું સાંજે પાછો અહીં જમવા આવું, ત્યારે સાયકલ લઈ જઈશ,' મને તો એ કાકામાં ભગવાન દેખાયા'
અને રઘુ ને કહ્યું
હું જાઉં છું , મને પાછા આવતા પહેલાં શેઠ આવી જશે તો, રઘુ એ કહ્યું તુ જાને યાર, અહીં તો હું બધું સંભાળી લઈશ, અને હજુ સાડા સાત વાગ્યા છે ,તો તું કદાચ પાછો પણ આવી જાય અને હું મારું બેગ લઈને સાયકલ પર ચાલી નીકળ્યો મારી સાઈકલ સડસડાટ ચાલી અને સિદ્ધિ કોલેજના ગેટ આગળ જઈને ઉભી રહી,
*********************************

આજે મારા સપના નો પહેલો દિવસ હતો શું થશે? શું નહીં થાય? એવું વિચારતો સાઈકલ પાર્ક કરી, કોલેજની અંદર ના ગેટ માં પ્રવેશ્યો, થોડાક છોકરા-છોકરીઓને અવર-જવર ચાલુ હતી, કોલેજ દેખાવે તો સારી લાગતી હતી ,આકર્ષક ગેટ હતો,
અંદર પ્રવેશ્યો ત્યારે સામે બગીચો હતો, અને મોટા મોટા વર્ગો હતા, ડાબી બાજુએ ઓફિસ હતી, હું આ બધું જોતા જોતા ઓફિસ આગળ પહોંચી ગયો, તો ત્યાં એક નોટિસ લગાવેલી હતી, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ,અરે હું તો આ વાંચીને ચોક્યો સારું થયું ,કે હું આજે જ અહીં આવ્યો, સારું થજો એ કાકાનું કે મને આ સાયકલ આપી, મારું પહેલું ઋણ રઘુ પર જે ડગલે અને પગલે મને મદદ કરે છે, અને બીજું ઋણ એ કાકા પર રહેશે,
અને મેં ઓફિસમાં જઈને પૂછ્યું કે મારે કોમર્સ ના એડમિશન માટે ફોર્મ ભરવું છે તો ક્લાર્કે કહ્યું કે 10 રૂપિયા ભરી ને આ ફોર્મ લઈ લે , દસ રૂપિયા આપીને ફોર્મ લઈ લીધું, અને વિગતો ભરવા બેઠો ,ત્યાં તો બોલવા માટે ભણવામાં હિન્દી મરાઠી અને અંગ્રેજી ભાષા ચાલે, એટલે મેં પણ અંગ્રેજી ભાષા માં ફોર્મ ભર્યું,
બધી વિગતો ભરી અને ફોર્મ ક્લાર્કને બતાવ્યું ,તો તેમને કહ્યું બરાબર છે, માર્કશીટની નકલ અને લિવિંગ સર્ટિફિકેટ જોડી દો, હું તો સાંભળીને ચોકી ગયો કે મારી પાસે માર્કશીટ તો છે, પણ
લિવિંગ સર્ટિફિકેટ, હા કઢાવીને તો લાવેલો પણ તે લીધું કે નહીં યાદ નહોતું,
હું મારી બેગ ફેદવા લાગ્યો ,માર્કશીટ તો અંદર જ હતી ,પણ લીવીંગ સર્ટી અરે હવે, શું !જોરથી નિસાસો નંખાઈ ગયો,
મારી સાથે પણ કેટલી ક્રુર મજાક થઈ છે ,હવે શું કરીશ? તેના વગર તો મને એડમિશન નહિ મળે, માડ માડ કોલેજ મળી અને તેમાં પાછું આ નવું વિઘ્ન, અને વિચાર આવ્યો કેહવે શું હું ગામ પાછો જતો રહુ,
જેના માટે ઘર પરિવાર અને ગામ છોડ્યું જો તે ભણવાનું જ ના થવાનું હોય તો મારે અહીં રહી શું કરવાનું!
ના હું ગામ પાછો નહીં જવું , મને સર્ટી મળી જ જશે, અને હું ફરી થી બેગ, તપાસવા લાગ્યો, કારણ કે વર્ષોથી હું મારા કોઈપણ સર્ટી આવે તો હું આ બેગમાં જ મૂકતો, તો કદાચ તે બેગમાં જ હોવું જોઇએ, બે ત્રણ વાર જોઈ લીધું ,સમય જતો હતો પણ સર્ટી મળતું નહોતું , આખો મા આસું અને મનમાં નિરાશા ઘેરી વળી,
એક છોકરો મારી સામે ક્યારનો જોઈ રહ્યો હતો કદાચ તે પણ અહીં એડમિશન માટે આવ્યો હશે, અને તે મારી પાસે આવી ઊભો રહ્યો, અને પૂછ્યું' ક્યાં હુઆ' હું તરત જ બોલી ગયો 'કંઈ નહિ'
અરે ગુજરાતી છે હું પણ ગુજરાતી છું મારું નામ આકાશ, હવે તો કહે શું થયું છે? મારું એક સર્ટી નથી મળી રહ્યું ,અરે યાર હું તને ક્યારનો જોવુ છું કે તું એક જ ચેન ના ખાનામાં જોઈએ છે પછી બંધ કરે છે પાછી ખોલીને જોઈએ છે, આ ઉપર ની ચેન ખોલી જો કદાચ એમા હોય,
અને મેં જેવી ઉપર ની ચેન ખોલી તો સર્ટી દેખાયું, અને હું ખૂબજ ખુશ થઈ ગયો,
મને કેમ નહી સુજ્યુ હોય, પણ ગભરાટમાં એવું જ બને કે બીજું કંઇ દેખાય જ નહી, મેતો સર્ટી બહાર કાઢ્યુ,
પણ હજી પાછુ એક વિઘ્ન આવવાનું હશે, તેમ ક્લાર્કે કહ્યું કે ઝેરોક્ષ જોઈશે, હવે ઝેરોક્ષ કરાવવા ક્યાં જવું ,અને મે આકાશને પૂછ્યું આ જ ઝેરોક્ષ ક્યાં કરી આપે છે, અને તે મને કહે તું શું લઈને આવ્યો છે,
મેં કહ્યું સાયકલ, ચાલ તો મને પાછળ બેસાડી દે, તને હું રસ્તોબતાવું, અને અમે બંને ઝેરોક્ષ કઢાવી ને પાછા આવ્યા, અને પછી ફોર્મ સાથે ઝેરોક્ષ જોડી અને ક્લાર્કને આપી દીધુ ને પૂછ્યૂ એડમિશન લેવા ક્યારે આવવાનું છે, તો તેમને કહ્યું કે ફી આજે ભરસો તો આજે થઈ જશે, આજે તો કઇ રીતે ફી ભરાશે, એવું હું વિચારતો હતો અને ક્લાર્કે ફોર્મ ની વિગત જોઇ ઊંચુ જોયું, પણ તમારું એડમિશન આજે નહીં થાય, તમે તો ગુજરાત થી આવો છો ને, એટલે તમારે અહીંયા પરીક્ષા પાસ કરવી પડશે આ પાછું નવું વિઘ્ન કેવી પરીક્ષા? તમને ઇંગ્લીશમાં એક પેપર આપવામાં આવશે અને તેમાં તમારે લખવાનું તેમાં નક્કી થયેલા માર્કસ તમે લઇ આવો તો તમને એડમિશન મળશે, નહીં તો નહીં મળે પરીક્ષા ક્યારે આપવી પડશે, બે દિવસ પછી સોમવારે પરીક્ષા થશે, તમારા જેવા બીજા પણ ગુજરાતી છે, અને તેના બીજા દિવસે રિઝલ્ટ મળશે, અને તે દિવસે ફી ભરી દેવાની રહેશે.
સારું એવું બોલી ત્યાંથી બહાર આવી કોલેજ સામે જોતો ઊભો રહ્યો,

" શું જિંદગી છે ખોબા જેવડા ગામમાંથી ક્યાં લાવીને ઉભો કરી દીધો !અને હજુ ક્યાં લઈ જશે!
પાછો આકાશ મારી બાજુમાં આવીને ઊભો રહ્યો ભાઈબંધ તારું નામ પૂછવાનુ તો ભૂલી ગયો, શું નામ છે તારું ,
મહેશ
સારુ કઈ ફેકલ્ટીમાં એડમિશન કરાવવાનુ છે, કોમર્સ,
અને તે શેમાં એડમિશન લીધુ મે પણ કોમર્સ માં મારું એડમિશન થઇ ગયું,
ચાલ કોલેજ શરૂ થાય ત્યારે મળીશું અને આકાશ ચાલતો થયો, તેની બાઇક લઇને તેની પાસે બાઇક જોઇ ને એવું લાગ્યું આકાશ પૈસાદાર ઘરનો છોકરો હશે, અને છતાંય આટલો સરળ , મને તો એના સમજાયુ કે બાઈક લઈને આવેલો છતાં તે મારી સાઈકલ પાછળ બેસીને ઝેરોક્ષ કરવા આવેલો, મારી કોઇ તો મદદ કરી જ રહ્યું છે, અને આ તો માયાનગરી અહીં તો માણસ કે માણસના મન પણ ના પારખી શકાય, તેને જ તો હું જોઈ રહ્યો ,અને પછી ત્યાંથી હું પણ ચાલ્યો આજે તો કામ થઈ ગયું,
અરે પૂછવાની રહી ગઈ પાછી સાયકલ કોલેજ તરફ વાળી ,અને પૂછવા ગયું તો કલાર્કે કહ્યું આખા વરસની 400 રૂપિયા 200 રૂપિયા પહેલા સત્રમાં ભરવાના અને 200 રૂપિયા બીજા સત્રમાં, ત્યાથી સારુ કહીને નીકળી ગયો,ફી તો વધારે ના જ કહી શકાય ટ્રસ્ટીની કોલેજ છે તેથી આટલી તો' ફી' હોઈ શકે,
અને પાછો હોટલ તરફ આવવા નીકળી પડ્યો, સાડા આઠ-નવ વાગવા આવી ગયા હશે, અને હું સાયકલસડસડાટ ચલાવતો પાછો હોટલ પર જવા નિકળી પડ્યો અરે શેઠ આવી ગયા હશે, તો બોલશે, એમ ગભરાતો ગભરાતો, અને રઘુએ શું કહ્યુ હશે? મારે લીધે રઘુ ને ખોટું બોલવું પડે છે, એકવાર એડમિશન થઈ જાય પછી હું શેઠને સાચી હકીકત કહી દઈશ અને રઘુ ને પણ, અને વિચારોની ઘટમાળ માં હોટલ આવી ઉભો રહ્યો,
રઘુ બહાર જ ઉભો હતો, મેં તેને પૂછ્યું શેઠ નથી આવ્યા હજુ સુધી,
ના આજે હજુ નથી આવ્યા
હવે કેમ નથી આવ્યા? એ પણ ખબર નથી, આમ તો ક્યારેય આટલું મોડું નથી કરતા, અને આજે કેમ આટલું મોડુ થયું હશે,
ચાલો જે થયું હોય તે હું તો બચી ગયો, રઘુ એ પૂછ્યું કામ થઈ ગયું, હાઅને ના , કેમ અડધું થયું યાર સોમવારે ફરી પાછું જવું પડશે,
કેમ, પરીક્ષા આપવાની છે, સોમવારે
સોમવારે કઈ રીતે જવું તેની કઈ રીતે સગવડ કરવી, અને મને શેઠ કાલે પગાર કરી દે તો સારું, મારે ફી ભરવાના પૈસા જોઈએ છે,
રઘુ બોલ્યો આમ તો મહિનો પૂરો થતાં શેઠ પગાર તો કરી દે છે ,પણ પછી ખબર નહીં,
એટલા મા શેઠના ઘરેથી સંદેશો આવ્યો, કે શેઠ બીમાર છે, તેથી બે ત્રણ દિવસ હોટલ પર આવી શકશે નહીં,
તેથી હિસાબ મહેશે લખી રાખવો , હું આવીને જોઇશ,
લે રઘુ હવે શું કરીશું , શેઠ તો નથી આવવાના, હવે મારી ફી નું શું થશે
હું તો નિરાશ થઈ ગયો પૈસાની જરૂર છે, અને તે નહીં મળે શું થશે હવે?
રઘુ એ કહ્યું મહેશ બહુ વિચાર ના કર કંઇ નેકંઇ તો જોગવાઇ થઇ જશે ,ચાલ હવે કામ કરીએ, આજે તો કામમાં પણ જીવ લાગતો નહોતો,
શું કરીશ! હાથમાં આવેલી તક ગુમાવવી પડશે! મને પૈસાની મદદ કોણ કરશે,
મારી બુદ્ધિ એ કહ્યું અરે હિસાબ તો તારે જ રાખવાનો છે, ને તો તેમાંથી લઈને ભરી દે પછી પાછા શેઠ આવે એટલે આપી દેવાના મારા મને ના પાડી, ના.. ના એવું ના કરાય,
પછી મારા બાપુએ કહેલી વાત યાદ આવી કે બેટા કોઈદી તારા પર કોઇ એકરેલો વિશ્વાસ ના તોડતો,
" વિશ્વાસ "હું તો તોડીને આવ્યો છુમારા પરિવાર નો , મારાથી નિઃસાસો નંખાઈ ગયો, રઘુ બોલ્યો શું વિચારમાં ખોવાઈ ગયો કંઇ નહીં યાર ,

હવે કોલેજના ફી ભરવા શું કરુ?
રઘુ તો મદદ કરી શકે તેમ ન હતો તો પછી કોની પાસે મદદ માગું, પેલા કાકા પાસે નારેના, એમની સાથે મારે એવો તે કેવો સંબંધ છે કે તે મને પૈસા આપશે,
હવે શું કરું? મારું સપનું નજીક આવી ને તુટી જશે,
" મારી મંઝિલ ની હોડી છેક કિનારે આવીને હાલક-ડોલક થવા લાગી છે "એ જ વિચારો સાથે કામ કરવા લાગી ગયો,
( હવે કોણ મદદ કરશે કે પછી નજીક આવેલું સપનું તૂટી જશે આગળના ભાગમાં)