(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશ લગ્ન કરવાની ના પાડી છે હવે આગળ) મહેશ તું લગ્ન કરી લે, ને તો સીતાનું પણ ઠેકાણું પડશે અને પછી તું ભણજે તને કોણે ભણવાની ના પાડી છે. તારી લગ્ન ન કરવાની જીદ છોડી દે ,અને જો તારે લગ્ન ન કરવા હોય તો.... અને એ રાત નું મનોમંથન ઊંઘ ના આવે શું કરવું ?શું ન કરવું શું મારે ઘર પરિવાર છોડી દેવા? કે પછી લગ્ન કરી લેવા ?જો લગ્ન કરી લઉં તો બંધાઈ જાઉ, લગ્ન પછી મને કોઇની દિકરી ને દુઃખી કરવાનો અધિકાર નથી, તો પછી મારી જિંદગીનું શું ?શું મારે મારી જિંદગી જીવવી કે પરિવારનુંવિચારવું ,હું એવી આંટીઘૂંટીમાં ફસાયો કે મનનું સાંભળ્યું કે બુદ્ધિનું, કે મારા હૃદય નું સાંભળુખરેખર અમુક સમય સંજોગો એવા આવી જાય છે, કે શું કરવું શું ના કરવું સમજાતું નથી, અને એપણ ખબર નથી કિસ્મત આપણું ક્યાં લઈ જશે અને ક્યા અટકશે... અને છેવટે દિલનો દેકારો સાભળ્યો જા તારા સપના પૂરા કરવા હોય તો ભાગ અહીથી નહિતો સવારે તારું સપનું રોળાશે, બીજી કોઇ તક નહી મળે તને,..૧૭ વર્ષની ઉંમર મારી અને ઘર છોડવાનો નિર્ણય કર્યો, ઘર છોડીને ક્યાં જઈશ? શું કરીશ? મને ત્યાં કોની છત્ર છાયા મળશે? હું છોડીશ તો, મારા પરિવાર નું શું થશે? મારા બાપુ એ પણ મારા માટે કઈ સપના જોયા હશે તે સપનાઓનું શું થશે ,પણ ખબર નહીં ચડતી યુવાની અને બસ એક જ બાજુ મગજ કામ કરે, અને નિર્ણય એવો લીધો કે, તે નિર્ણય લીધા પછી હું કદાચ ખુશ રહી શકીશ, ?હું આ ઘરમાં પાછો આવી શકીશ કે પછી જિંદગીભર મને મારું વતન પાછું નહીં મળે? એ બધા વિચારો સાથે અડધી રાતે દૂર થી બાપુજી ને પગે લાગી છેલ્લે ભાઈ-બહેનોને જોઈ ફક્ત મારું મેટ્રિક નું રીઝલ્ટ લઇ અને બે જોડી કપડાં લઈને નીકળી પડ્યો, આટલી અડધી રાતે જવું ક્યાં કે ક્યાં જઈશ, એવો પણ વિચાર ના આવ્યો .બસ મારે તો મારી જિંદગી જ બનાવી હતી, એ સાહ્યબી જોઈતી હતી ,મને થયું એકવાર ભણીને કમાતો થઇ મારા સપના પૂરા થશે તો બાપુ પણ પાછો સ્વીકારશે ,પણ મને બાપુના સૂતા પહેલાં, આ બોલેલા શબ્દો પડઘાતા હતા કે જો તારે લગ્ન ન કરવા હોય તો આ ઘરમાં તારી માટે કોઇ જગ્યા નથી ,બાપુ પણ ક્યાંક ખોટા હતા, તેમને તેમના પરિવારની ચિંતા હતી અને મને મારી જિંદગીની સીતાબેન ને તો રમેશ ભાઈ ની સાટા માં પરણી જશે, પણ જો હું આ તક ગુમાવીશ તો જિંદગી જ ગુમાવી બેસીશ, બસ એ જ વિચારો ઘૂમરાતા હતા પગપાળા ચાલતા ચાલતા હું નજીકના શહેર રેલવે સ્ટેશન પર પહોંચી ગયો, ત્યાં ટિકિટ લેવા પૈસા તો નહીં એટલે વગર ટિકિટે ટ્રેનમાં બેસી જવાનું નક્કી કર્યું અને લોકલ ગાડીમાં ચડી બેસવું ક્યાં જવું કે ક્યાં જઈશ એવું નક્કી નહોતું છેલ્લું સ્ટેશન આવે ત્યાં ઉતરવું અને છુપાઈને ટ્રેનમાં ખૂણામાં બેસી રહીશ અને અંતે એવું જ કર્યું હું ટ્રેનમાં ચડી બેઠ્યો ,અને સતત ટિકિટ ચેકર ની બીકે ધ્રૂજતો રડતો થોડી થોડી વારે આમ તેમ જોતો ઘડીક માં ઘર યાદ આવતું , વિચારો આવતા કેઘરે સવારે બધા મને નહીં જોવે તો શું કરશે ?ચારેકોર દેકારો થશે મને આમ તેમ શોધશે,અરે મારી બેનો એ તો ખૂબ રડશે, હું તો બેનો નો લાડકો ભાઇ એમનું હેત મને યાદ કરશે અને રાખડી તો ક્યારેય નહીં ભૂલે, ગણેશ ભાઇ તો બાપુ ને વઢશે કે શું કામ જિદ કરી એને પરણાવવાની, કેપછી બાપુ એવું કહી દેછે ગયો તો ભલે ગયો, હવે ભૂલી જાવએને એવું કંઈ ભૂલી જશે, કાળી અંધારી રાતમાં ધીરે ધીરે અંધકાર ઓગળી રહ્યો છે, અને હું પણ ફફડતો તો ઊંઘ નથી આવતી ક્યાં જવું છે એ પણ નક્કી નથી, કયા શહેરમાં ઉતરીશ ટ્રેન ક્યાં જાય છે કોઇને પૂછવાની હિંમત નથી, અને તે શહેરમાંકઈ કોલેજ એડમિશન આપશે મારી પાસે તો પૈસા નથી સવાર ની ભૂખશું કરાવશે? મોટા સપનાં જોઈને હું નીકળ્યો છું, તે કેવી રીતે પૂરા થશે. બસ એ જ વિચારો અંધકારથી ઘેરી વળ્યા, ચાલ પાછો ભાગું અને ઘરે જતો રહું, મારી મા ની સોડ માં છુપાઈ જવું, અરે મારી મા એ તો મને નહીં જુએ તો એનું તો કાળજુ કંપી જશે જો મને શાળાએથી આવતા બે-ત્રણ મિનિટ મોડું થતું તો હાફળી ફાફળી થઈ જતી અને મને નહીં જુએ તો શું થશે એનું? એ તો ખૂબ રડશે મારી મા અનેઉ ડૂસકુ નંખાઈ ગયું, મા તો મા જ હોય છે પોતાનું બાળક ગમે તેવું હોય તો એ તેને સુધારવા પ્રયત્ન કરે છે, તેને વહાલ કરે છે અને તેને તો આપણી પાસે કોઇ અપેક્ષા વિના નું વહાલ તો મા જ કરી શકે,તેને તો એવું મારા દીકરા મોટા થઈને સુખી થાયપણ મારે તો મારી માને સુખ આપવુ જ છે અને એને સુખ આપવા કમાવવા માટે તો ઘર છોડી દીધું છે,મને કહ્યું વિચાર જો લગ્ન થઈ ગયા હોત તો તું તારી પત્નીને સાચવવી જ પડે કદાચ મેટ્રિક પાસ કર્યું તો માસ્તરની નોકરી મળત તે કરવી પડતઅને તારું સપનું અધુરૂ રહી જાત તારું સપનું પૂરું કરવા તો તું નીકળી પડયો છે, જો તારું સપનું તારી રાહ જોઇને ઊભું છે, તારું સપનું પૂરું થશે, તો તારા ભાઇઓ અને બહેનો નું ઘર પણ સુખી થશે, બસ એજ અજંપા વચ્ચે સ્ટેશન આવી ગયું, વાર્તાઓમાં સાંભળેલું કે ઘરેથી છોકરાઓ ભાગી જાય છે ,તેને કોઈ ટ્રેનમાં કે બસમાં મળી જાય છે, અને પછી તેને ઘરે લઈ જાય છે સાથ આપે છે, પણ મારી સાથે તો એવું કશું જબન્યુ જ નહીં એતો બધું પિક્ચર કે સિરિયલકદાચ આ રિઅલ જિંદગીમાં એવું કશુ બનતું નથી અહીં તો આપણે જન્મ લીધો તકદીર પણ જાતે જ લખવી પડશે, અનેક સંઘર્ષો જોવા પડશે,આ વિચારો એક ક્ષણ માટે પણ જંપતા નથી અને વિચારો મા ટ્રેન સ્ટેશન પર આવીને ઊભી રહી ભરભાખરુથવા લાગ્યું હતું, હું સ્ટેશન પર ઉતર્યો થોડું ઝાખુ દેખાયું આખી રાત ની ઊઘ આખોમા અનેઅરે આતો મુંબઈ સ્ટેશન આવી ગયું હતું, દાદર વિસ્તાર એવું લખેલું અને હું તો સ્ટેશન પર જ ફસડાઈ ગયો, અરે હું કયાં આવી ગયો આ માયાનગરીમાં મારે નથી ફસાવું અહીં મારે તો આગળ ભણવું હતું અહીં કોણરાખશે મને કોણ ઓળખશે આવડા મોટા શહેરમાં, ક્યા જઇશ શું કરીશ? મને ભૂખ પણ કકડીને લાગેલી પણ શું કરું ઘરેથી કશુ ય લીધેલું નહીં ખિસ્સા તો ખાલી શું કરીશ થોડે દૂર ગયો, ત્યાં ભિખારીઓ બેઠેલા જોયા.મારી સામું ટગર ટગર જોવા લાગ્યા , તેમને જોઇને મનેએવું લાગ્યું કે શું હુંપણ આમની લાઈનમાં આવી જઈશ, મારી પાસે પૈસા તો છે નહીં હું ભણીશ કઈ રીતે એમ વિચારતા વિચારતા ચાલતો હતો, અને મને પગ માં ઠેસ લાગી અનેપડી ગયો તો પાછળથી એક ભાઈ આવીને ઊભો કર્યો તે કોઈ મોટો ભિખારી જ હશે, મને પૂછ્યું કે શું ભાગીને આવેલ છે? મેં એનો જવાબન આપ્યો અને ત્યાંથી ઝડપથી પગ ઉપાડ તો આગળ જઈને બેઠો, બેઠા બેઠા ગામ યાદ આવી ગયું. માના હાથ ના સવારના રોટલાને ચા યાદ આવી ગઈ પણ અહીં શું કોણ પાયચા કે કોણ ખાવાનું આપે ?શું કરીશ ખાવાનું અહીં નહી મળે તો ,તો પછી અહીં રહું કે પછી પાછો ભાગી જાવ, બીજુ શહેર ત્રીજું શહેર અરે એમ ક્યાં સુધી ભાગતો રહીશ,અહીં શું કરવું એનો વિચાર અને એક બાજુ પેટની ભૂખ જાણે મહીં અંગારા મૂક્યા હોય,કહેવાય છે ને બધું સહન કરી શકાય છે પણ ભૂખ સહન થતી નથી એટલે પેટ ગમે તે વેઠ કરાવે છે અને તે કરવી જ પડે છે ...(શું કરશે મહેશભાઈ મુંબઈમાં રહે છે કે પછી છોડીને જશે..કે પછી ભૂખ ભાગવા.. જુઓ આગળના ભાગમાં)