જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-17  Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-17 


(આગળના ભાગમાં જોયુ કે મહેશભાઈ ને પરીના બહુ જ વિચાર આવે છે, અને તે આકાશ વિશે જાણવા માગે છે અને આકાશને પ્રશ્ન કરે છે હવે આગળ)

આકાશ સ્વસ્થ થતા બોલ્યો મારા ઘરમાં મમ્મી પપ્પા ને હું છે,
મારા પપ્પા મોટા બિઝનેસમેન છે, તેથી તો હું બાઈક લઈને આવું છું,
મહેશ: એવું તારા પપ્પાને શાનો બિઝનેસ છે,
આકાશ :મોટી ગારમેન્ટ્સ ની ફેક્ટરી છે,
મહેશ: સારુ કહેવાય તારા નસીબ સારા છે,
આકાશ વિચારમાં પડી ગયો શું ધૂળ ને ઢેફાં નસીબ સારા છે, મારા પિતા ને એવડો મોટો બિઝનેસ હોત તો હું ગાડી લઈને કોલેજ ના આવત,
મારા પિતા ના ધંધા વિશે કોઈને કશું કહેવું જેવું નથી,
મહેશ ને તો ક્યાં ખબર પડવાની જ છે ... આકાશ ક્યાં ખોવાઈ ગયો,
ક્યાંય નહીં બે આ રહ્યો હાજર,
અને બંને ક્લાસમાં ગયા, ક્લાસમાં જઈને આજે શું ભણાવે તેવી ચર્ચા ચાલતી હતી,
અને બધાની નજર દરવાજા તરફ રોકાઈ ગઈ,
શું રૂપ પરીને પણ પાછુ પાડી દે તેવું
પાણીદાર નયન ગુલાબી હોઠ કર્લી વાળ અને મુખ પર હાસ્યની લાલીમા છવાઈ હતી,
જાણે સ્વર્ગમાંથી ધરતી પર અપ્સરા ઊતરી ન હોય,કમલનયની અને બધાના આકર્ષણનું કેન્દ્ર બની તૂ ક્લાસમાં પ્રવેશી તો અડધો કલાસ ભરાઈ ગયો હતો,
અને તે મારી સામેની બાજુની બેંચ પર જઈને બેઠી,
બધા વારે વારે તેની સામે જોતા હતા કોણ હશે? શું નામ હશે?
એટલા માં કોઠારી સાહેબ લેક્ચર લેવા આવ્યા , બધાની એટેન્ડન્સ પુરી અને આ નવી આવેલી છોકરી,
છોકરી તો ના કહેવાય અપ્સરા જ કહેવાય,
અને તેનું નામ પૂછ્યું ,
મારું નામ કુસુમ એની વાણી માંથી જાણે ફુલડા જરતા હોય તેવું લાગ્યું અને તે બેસી ગઈ સરે લેક્ચર પૂરો કર્યો, અને કહ્યું મહેશ તારી નોટસ કુસુમ ને લખવા માટે આપજે
અને કુસુમે મારી સામું જોયું
અને મારી નોટસ કુસુમ ને આપી, કુસુમે મને થેન્ક્સ કહ્યું ,
અને પદમા નોચહેરો જોવા જેવો થઈ ગયો
તેના ચહેરા પરથી લાગ્યું કે તેને ગમ્યુ નહી હોય,
પણ મને થયું કે મને નવી ફ્રેન્ડ મળશે ,

અને કોલેજનો ફ્રી ટાઇમ પૂરો થયો,
અને બીજું લેક્ચર શરૂ થયું ,
અમે લેકચર પૂરું કરી બહાર નીકળ્યા,
ત્યાં સુંદર સુરીલો અવાજ સંભળાયો, એક્સક્યુઝ મી,
આ તમારી કોપી અને વન્સ ટાઇમ અગેઇન થેન્ક્સ,
હું તેની સામે હસ્યો
અને ત્યાંથી બહાર નીકળી ગયો .
આકાશે કહ્યું,
યાર તારી તો લોટરી લાગી ગઇ,
કેમ?
લે તું ના સમજ્યો આ ક્લાસમાં અપ્સરા આવી,
અને સિધી તારી જોડે એની સાથે મુલાકાત થઈ ગઈ,
' અમને ભૂલી ના જતો'
આકાશ એવું કંઈ નથી મારે તો તું યે ફ્રેન્ડ, ને એ પણ મારી ફ્રેન્ડ ,
પણ મારી આંખો તો પરીને શોધતી હતી,

પણ તે ક્યાંય દેખાયી નહીં અને હું ત્યાંથી ચાલ્યો, આકાશ ને પૂછ્યું નથી આવવુ ઘરે ના હમણાં નહી,
મારે મારા બીજા ફ્રેન્ડ જોડે જવાનું છે,
સારું કહીને હું ચાલ્યો જેમ કોલેજમાં દિવસ વિતતા ગયા , તેમ ઘણો બદલાવ આવતો જાય છે,
અને કયારે પણ વિચાર્યું ન હતું કે કોઈ છોકરી પણ મિત્ર બની શકે છે, પણ હજુ તે તો બોલી છે, મિત્ર એને થોડી કહેવાય..
એમ વિચારોમાં ને વિચારોમાં કામની જગ્યા પર આવી ગયો, આવીને જોયુ તો બધા મજૂરો આરામ કરતા હતા,
બીજા દિવસે તો રવિવાર હતો એટલે હોટલ પર રઘુ ને મળવા જવાનો વિચાર હતો,
અને સમય થતાં અમે કામ પર ચડ્યા,
હું નીચેથી ઇટો આપતો હતો,
ને રામજીકાકા ઉપર ચડાવવા માટે બાંધેલા પાલખ પરથી ઇટો લેતા હતા, અને પાલખનો એક છેડો તુટી ગયો,
અને રામજીકાકા પાલખની સાથે નીચે પડી ગયા,
અમે બધા ભેગા થઈ ગયા તેમને માથામાં લોહી નીકળતું હતું
બધા મજૂરો તો ગભરાઈ ગયા,
મેં કહ્યું જલ્દીથી રીક્ષા લઈ આવો જલ્દી દવાખાને લઇ જવા પડશે,
એક મજુર ભાઇ તરતજ રિક્ષા લઈ આવ્યો
અને હું રામજીકાકા ને લઇ , સાર્વજનિક દવાખાને પહોંચી ગયો સદનસીબેમાથાનો ઉપરના ભાગમાં જ વાગ્યુ હતું,
અને હાથ છોલાયા હતા, પગ માં સામાન્ય ફ્રેકચર થયું હતુ,
ડોક્ટરે કહ્યું એક દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે,
અને હું તેમની જોડે હોસ્પિટલમાં રોકાયો,

રવિવાર સાંજ ના તેમને રજા આપવામાં આવી,
મારે રવિવારે હોટલમાં રઘુ ને મળવા જવાનું બંધ રહ્યું,
રઘુ રાહ જોતો હશે, પણ મારાથી નહી જવાય ,ફરીથી મનમાં એજ વિચાર આવ્યો કે
"" સમય અને સંજોગ આપણા હાથમાં નથી""
અને એક દિવસ નો ઉજાગરો અને થાકને લીધે ઊંઘી ગયો,
સવારે કોલાહલ થતાં જાગી ગયો
નાહી ધોઈને તૈયાર થઈ ને રામજી કાકાના ઘરે જઈ તેમને ખબર પૂછી આવ્યો,
અને પછી કોલેજ જવા નીકળ્યો
હું ચાલતો ચાલતો કોલેજ જતો હતો,
અને પાછળથી એક ગાડી આવી ને ઉભી રહી,
ગાડી કોની હશે? પાછું ફરીને જોયુ તો ગાડી કુસુમ ની હતી,
તે કોઈ બિઝનેસમેન કે નેતા ની દીકરી હશે.
તેને મને કહ્યું મહેશ ગાડીમાં બેસી જા,
પણ મેં કહ્યું ના મારે તો નથી બેસવું,
હું તો દરરોજ ચાલીને જવું છું.
પણ કુસુમ માની નહી, અનેહું ગાડીમાં બેસી ગયો,
કોલેજ આગળ ગાડી ઉભી રહી ,અને ગાડીમાંથી જેવો હુ ઉતર્યો તો સામે પદમા ઊભી હતી,
તેને મને જોઈને મોં ફેરવી લીધું તેને બિલકુલ ગમ્યું નહીં હોય એવું લાગ્યું ,
અને આજથી કોલેજની લાઇબ્રેરી ખુલવાની હતી,
તેથી હું સીધો લાઈબ્રેરીમાં જઈને બેઠો અને બુક ફેંદવા લાગ્યો,
એટલામાં આકાશ પણ ત્યાં આવી ગયો,
શું કરે છે મહેશ?
બસ મેં આ બુક જોવુ છું
અને તું પણ બુક્સ લેવા આવ્યો છે,
ના,રે, હું તો તને શોધતા અહીં આવ્યો છુ
કેમ, મારું શું કામ પડ્યું?
એટલે તારું કામ હોય તો જ શોધું ,
એમ નેમ ના શોધુ,
મહેશ આજે તો તું કુસુમ ની ગાડી માં આવેલો, બે દિવસમાં ઝડપી દોસ્તી બની ગઇ નહીં યાર,
હું તો ના જ કહેતો હતો, પણ તે ના માની અને હું બેસી ગયો,
ચાલ અમારી સાથે પણ તેની દોસ્તી કરાવજે,
યાર,એકજ ક્લાસમાં સાથે ભણતા હોય તો બધા એકબીજાના દોસ્તજને,
સારું ચાલ લેક્ચર નોટાઈમ થયો છે,
અને મેં જોયું તો પદમા પણ લાઇબ્રેરીમાં હતી,
શું તે મારી પાછળ આવી હશે,અને તે પણ અમારી આગળ બહાર નીકળી,
અમે બહાર નીકળ્યા ત્યારે તે કુસુમસાથે વાતો કરતી હતી,
અને મને થયું હાશ તેની પણ બહેનપણી બની ગઈ ખરી, પણ હું તેની પાસેથી પસાર થયો તો મારી સામું હસી નહીઅને અમે ક્લાસમાં જઈને બેસી ગયા,
આજે તો ક્લાસમાં કુસુમ અને પદમા સાથે બેઠા હતા, અને હું અને આકાશ તેમની પાછળ બેઠા, આકાશ તે બંન્નેજોડે વાત કરતો હતો,
હું તો શાંતિથી સાંભળતો હતો, એટલામાં કોઠારી સાહેબ નુ લેક્ચર ચાલુ થયો,
અને તેમની લખાયેલી નોટસ લખી લીધી,
અને બ્રેક પડ્યો,હવે તો કોલેજની કેન્ટિન પણ શરૂ થઈ ગઈ હતી,
અને મોટાભાગના છોકરા છોકરી કેન્ટીનમાં જઇને બેઠ્યા,
પણ હું તો બહાર જ બેઠો હતો,
' મારી પાસે એટલા પૈસા ક્યાં હતા'
અને એટલામાં આકાશે મને બૂમ પાડી કે કેન્ટીનમાં ચાલ પણ મે ના પાડી ,
મારું મન વિચારે ચડી ગયું,
આ બધા તો પૈસાદાર ઘરના એમને બધા ખર્ચા પોસાય પણ મને તો નહીં ,
આ છોકરાઓની દોસ્તી તો કરાય પણ બધામાં એમની જોડે તો ના જવાય,
અને બ્રેક નો સમય પૂરું થયો,
કુસુમે મને પૂછ્યુ? કેમ નહોતો આવ્યો
મેં કહ્યું બસ એમ જ પછી વિચાર્યુ કે હવે કાલથી તો બ્રેક ટાઇમ લાઇબ્રેરીમાં જઈશ
અને ક્લાસમાં ગયા લેકચર પૂરું થતાં જલ્દીથી ક્લાસ બહાર નીકળીને ચાલવા લાગ્યો, જેથી કુસુમ ની ગાડી માં બેસવું ન પડે,
અને સડસડાટ કરતાં મારા કામના સ્થળે પહોંચી ગયો,
રોજની જેમ જ કામના સમયે કામ કર્યુ,
રામજીકાકા ના ઘરે તેમના સમાચાર પૂછવા ગયો, તેમને આજે તો ઘણું સારું થઇ ગયું હતું,
અને બીજા દિવસ સવારે થોડા સમયના ફેરફાર સાથે કોલેજ જવા નીકળ્યો, અને ક્લાસના સમયે પહોંચી ગયો, લેકચર પૂરું થતા બ્રેક ટાઇમમાં લાઇબ્રેરીમાં ગયો મારી પાછળ પદમા પણ લાઇબ્રેરીમાં આવી તેને જોઈને હું ચમક્યો?
શું કામ આવી હશે?
મને કંઈકહેવું હશે?
કે પછી એના કામથી આવી હશે?
( હવે જોઇશું આગળના ભાગમાં)