Jindgi ni aanti ghunti - 6 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૬

(આપણે આગળના ભાગમાં જોયું કે મોહનભાઈ રાતે કાકા ની હોટલ થી નીકળી જાય છે ખિસ્સામાં સો રૂપિયા છે અને નોકરીની શોધમાં એક હોટેલમાં જઈને ઊભા રહે છે)
.. એકધારા સવાલોથી હું મુંજાઈ ગયો, શું કહેવું ?અને શું ના કહેવું? મેં ધીરે ધીરે જવાબ આપ્યો કે હું ભણવા માટેઆવ્યો છું ,
. પણ મારે ઘરની પરિસ્થિતિ સારી નથી, તેથી મારે નોકરી કરવી છે .જાણે કે શેઠ કંઇ ખબર પડી ગઈ હોય, કે હું ઘરેથી ભાગેલો છું કે પછી!
તેમને મારા જેવા છોકરાઓ નો અનુભવ છે, તેમને મારી સામું જવાબ ન આપતાં ડોકું ધુણાવ્યું,
સારું બોલ તારું નામ શું છે,
મહેશ
તારેઅહી વેઇટર ની અને વાસણની સાફસૂફી કરવાની નોકરી કરવી પડશે,
કામ સાંભળીને તો પહેલા એવું થયું કે શું હું અહીં આ કામ કરવા આવ્યો છું! પણ શું કરુ મજબુરી મારા પેટને ખાતર અને પૈસા માટે મારે કામ કરવું પડશે,
શેઠે કહ્યું મહિને 200 રૂપિયા મળશે બસ 200 રૂપિયા,
મને પેલા કાકા યાદ આવ્યા એક કામના સો રૂપિયા આપેલા જેમાં કોઇ મજૂરી નહીં ઊભા ઉભા કરી દેવાનુ અને માલ પણ તગડો એટલે માલ પણ એમા જ મળે, અરે હું ક્યાં એ ધંધામાં પડવાનો વિચાર કરું છું ,મારે ક્યાં એવા ધંધા કરવા છે , મારે તો આગળ ભણવું છે,
"રે જિંદગી માણસ ના કેવા હાલ થાય છે, પૈસા કમાવવા ગમે તે કામ કરવા મજબુર થાય છે"
હુંઅહીં મજૂરી કરીને પૈસાભેગા કરીને ભણીશ
બોલ છોકરા શું વિચાર છે,
અને મે કામની હા પાડી,
8:30 વાગ્યા હશે ને ત્યાં મારા જેવો બીજો જ છોકરો આવ્યો , શેઠે તેની સાથે મારો પરિચય કરાવ્યો, તેનું નામ રઘુ તે થોડાક વર્ષો થી અહીં કામ કરતો હતો, હવે રઘુ મારો સાથી હતો,

અમારા બંનેએ સાથે કામ કરવાનું હતું પણ મારે એ હોટલમાં ઊંઘી જવાનું અને તે ઘેર જતો રહેતો,
હું હોટલમાં કામ કરવા લાગ્યો મહિને 200 રૂપિયા પગાર કામ પ્રમાણે તો ના કહેવાય, પણ શું કરું, ચલાવી લેવું પડે આખો દિવસ ગ્રાહકો આવે તેમને સાચવવાના બપોરના વાસણ રઘુ એ સાફ કરવાના ને રાત ના વાસણ મારે સાફ કરવાના,
અમારા માણેકલાલ શેઠ દેખાવે તો કડક મિજાજી હતા પણ તેમને મારી પર દયા આવી હશે, તેઓએ મને હોટલમાં રહેવાની સગવડ કરી આપેલી,
ત્યાં દિવસો પસાર થતા ગયા, હું રઘુ ના પરિચય માં આવતો ગયો, ઘણી વાર અમે બંને રાતે વાતો કરવાબેસી રહેતા,
એક દિવસ મેં રઘુ ને કહ્યું કે ચાલ ને ક્યાંક ફરવા જઇએ, તો અહીં નો ભોમિયો છે , હા,ચાલ ને જઈએ.
અમે ફરતા ફરતા દરિયાકિનારે જઈ બેઠા ત્યાં ઠંડા ઠંડા પવન સ્પર્શ થી શરીરમાં એક નવી તાજગી અનુભવાઇ રહી હતી, મોજાઓ ઉછરતા હતા, તેનો ઘુઘવાટો સાભળી ને સારું લાગતું હતું,
રઘુ મને કંઈક પૂછવા માંગતો હતો પણ પૂછી શકતો નહી હોય તેના ચહેરા પરથી એવું લાગ્યું,
તેને મને હિંમત કરીને પૂછી નાખ્યું કે તું તો ભણેલો-ગણેલો લાગે છે ,તો શું કામ અહી આવ્યો છે, મજૂરી કરવા, તુ ગમે તેટલી મજૂરી કરીને મરી જઈશ ને તો પણપૈસા ભેગા નહી કરી શકે ,
કેમ આવું બોલે છે!
મારે તો મારી મંઝિલ પૂરી કરવાની છે મારે હજુ આગળ ભણવાનું છે,
શું તો તુ 200 રૂપિયા કમાઇને ભણીશ
મે નક્કી કર્યુ છે કે હું પહેલા થોડા પૈસા ભેગા કરીશ, પછી ભણવાનું શરૂ કરીશ , છોડ હું તો મારું કરી લઇશ..
પણ રઘુ તું કેમ નોકરી કરે છે ?અને તારું ઘર તારે ઘરે કોણ છે? મારો સવાલ સાંભળીને રઘુ થોડી વાર ચૂપ રહ્યો,
જો યાર હું તારા જેટલું તો ભણેલો નથી
મારું ઘર ઝુપડપટ્ટીમાં આવેલું છે, મારા બાપુ દારૂ પીવાની ટેવ છે એટલે તે તો કંઈ કરતા નથી ને કરમાય છે તે પીવા માટે જ વાપરી નાખે છે,
મારી મા લોકોના ઘરના કામ કરી પૂરુ કરે છે મારે એક નાની બહેન પણ છે , શું કરું યાર મારા નસીબમાં તોમજૂરી જ લખાયેલી છે પૈસા નહી" અમે તો ગરીબી મા પેદા થયા અને મરવાના પણ ગરીબીમાં જ" અમારે ગરીબ ને બે ટંક ખાવા રોટલા મળી જાય એટલે ભગવાનનો પાળ માનીએ,
જો મારા કમાયેલા પૈસા તો લેણદેરા ને ચૂકવવામાં જતા રહે છે,
આખી જિંદગી આવા વ્યાજના ચક્કરમાં ફરવાનું અને તેમા જ મરી જવાનું, યાર તું કહે તને ભણવા અહીં તારા બાપુએ મોકલ્યો છે, તો તે તને થોડા ઘણા પૈસા તો મોકલી આપશે ને,
રઘુ ની વાત સાંભળી પાછું મારું ઘર યાદ આવી ગયુ, ઘરે તો હવે મનેભૂલવા લાગ્યા હશે કે ભૂલી ગયા છે .અરે ભૂલી જાય ને એવું તો મેં શું સારું કામ કર્યુ છે ,
મેં પણ બધાને દુઃખી જ કર્યા છે.
અને રઘુ ને સાચી હકીકત કહેવાનું મન થઈ આવ્યું પણ થયું હમણાં નહિ પછી કોક વાર કહી દઇશ અને હું ચૂપ રહ્યો, રઘુ સમજી ગયો હશે,
મેં રઘુ ને કહ્યું પણ તું તો અહીં મુંબઈમાં જ રહે છે તો તને તો આખા મુંબઇને ખબર હશે, તું મને મુંબઈ બતાવશે મારે મુંબઈ જોવું છે ,ફરવું છે મુંબઈ નો અનુભવ કરવો છે, મનમાં થયું હું ફરીશ તો મને ખબર પડશે, કે કઈ કઈ કોલેજ છે ને કોલેજમાં કઈ રીતે એડમિશન થાય છે,
હા પેલી કોલેજનું નામ યાદ આવ્યુ દયાનંદ સરસ્વતી કોલેજ અને રઘુ ને પુછવાનું મન થયું અને રઘુ ને કોલેજનું નામ કહ્યું , તો રઘુ એ કહ્યું પણ મને તો આવી બધી ખબર ના હોય તુ સવારે શેઠને પૂછી લેજે હું શેઠ ને પુછુ તો શેઠ પકડી પાડે કે તે કોલેજમાં એડમિશન નથી કરાવ્યુ તો આવ્યો કઈ રીતે!
મારે શું જવાબ આપવો થોડી વાર અમે બંને ચૂપ થઈ ગયા ને દૂર સુધી તાકી રહ્યા દુર થીદીવાદાંડી દેખાતી હતી થોડી હોડીઓ અવર જવર કરતી હતી,
મે મહિનાના પાછલા દિવસો હતા એટલે પર્યટકોનીહાજરી પણ જણાતી હતી બધા કેવા મુક્ત મને વિહરતા હતા,
મારી મા એ કહેલું વાક્ય યાદ આવ્યુ કે ભાઈ તું તો ભણી ગણીને મોટો સાહેબ બને એટલે મને તુ મુંબઈ ફરવા લઈ જજે આ બધા એવું કહે છે ,મુંબઈ તો જાદુ ની નગરી છે, મારે મુંબઈ જોવું છે
હું મારી માનુ સપનું પૂરું કરીશ મુંબઈ તેને લાવીશ ...
પણ અત્યારે મારુ તો કોઈ ઠેકાણું પડે રઘુ બોલ્યો ચાલ ઘરે નથી જવું હું અને રઘુ ત્યાંથી ઊભા થયા,
મેં પૂછ્યું તારે જિંદગી વિશે શું કહેવું છે?અને તારું કોઇ સપનું છે?
કેમ મહેશ આવુપૂછ્યું,
અમને ગરીબોને વળી જિંદગી વિશે શું કહેવાનું હોય,
અમારા સપના તો કોઈ દી પૂરા થવાના નથી, તો પછી જિંદગી વિશેના સપનાં જોઈને શું કરવાનું! હું તો આ જીવું છું તેમા જ ખુશ છું.
અરે કોઇ માણસ કેવી રીતે ખુશ રહી શકે! તેના સપના તોડીને! શું એને થોડી જિંદગી કહેવાય? એવી જિંદગી તો પશુઓ પણ જીવી લે છે, તો આપણા માં અને પશુઓ માં શું ફેર ?
માણસ બનીને આપણા સપના પૂરા કરી ને જિંદગી જીવાય તો સાચી પણ બીજી બાજુ વિચાર આવ્યો કે ....
જો રઘુ એની જે રીતે જિંદગી જીવે છે ,તેમાં તે ખુશ છે, શું તે સાચી ખુશી હશે કે મન મનાવ્યુ હશે?અરે તો આપણે શુ શોધીએ છીએ ખુશીને બસ જીવનમાં ખુશીઓ મળવી જોઈએ..
તો પછી સપના જોવાના નહીં કે પછી તેને મેળવવા મથવું નહીં તો પછી હું ભાગી ને શું કામ આવ્યો?
રઘુ એ મને કહ્યું ક્યાં ખોવાઈ ગયો પાછો ચાલ મારે ઘરે જવાનો રસ્તો આવી ગયો, આપણે સવારે મળીએ અને તે ચાલતો થઈ ગયો રઘુ ગયો તે દિશામાં દેખાયો ત્યાં સુધી જોઈ રહ્યો, કેવો આ એક દુબળો-પાતળો છોકરો ભીનો વાન,
અને તેને જે વાત કરી જિંદગીની
શું તે સાચી છે ?કે મારો નિર્ણય છે તે સાચો છે ,ના મારે સપના તોડી ને ખુશ નથી થવું નહીં તો ગામડે હું ખુશ થયો હોય તો શું કામ અહીં આવ્યો હોત , મારે તો મારું સપનું પૂરું કરવું છે મારે ભણવાનું છે,
અને વિચારોમાં ને વિચારોમાં હોટલ આવી ગઈ, હોટલ ખોલી અંદરથી ખાટલો બહાર લાવી તેમાં ઊંઘ્યો,
*****************************************

મારી મા મને વહાલથી માથે હાથ ફેરવી રહી છે, અને મારા બાપુ બેઠેલા છે,
હું ભણી ગણીને કલેક્ટર બની ગયો છું આખું ગામ ઝૂમી રહ્યું છે, અને ખુશી ના ગીતો ગવાય છે, મારા ભાઈઓ આખા ગામમાં ઉજાણી આપી છે અને મીઠાઈ વહેચાય છે, સાથે ભાઇ ઓ ના " નાના" છોકરાઓ પણ છે બેન ભાણીયા સાથે અહીં આવ્યા છે, એ પણ ખુબ જ ખુશ છે, બધા એ ભૂલી ગયા છે કે મેં વર્ષો પહેલા આ ગામ છોડ્યું હતું પણ મારા બાપુ નહોતા બોલી મારા ભાઈ એ કીધું બાપુ તને નહીં બોલાવે અને મેં બાપુ બાપુ એવી જોરથી બૂમો પાડી ,
પણ મને જોર જોરથી કોઈ હલાવી રહ્યું હતું તે હતો અરે ઊઠ મહેશ હજુ સુધી ઊંઘે છે, હમણાં શેઠઆવી જશે ,તો તારી નોકરી જશે અને હું ફટાફટ ઊભો થઈ ગયો અરે બાપુ ક્યાં? આ તો સપનું હતું શું કોઈ સપનું જોયું ,
હા,
અનેહું હોટલ ની અંદર ચાલ્યો ગયો ,ત્યાંજ એકચોકડી હતી, એમાં મારે નાહી લેવાનું અંદર જઈ ફટાફટ નાહીધોઈ ને તૈયાર થઇ ગયો, અને આજે તો નિર્ણય કર્યો કે બપોર ના સમયગાળામાં શેઠ પાસેથી રજા લઈને કોલેજ શોધવા જવું જ છે..
( શું મહેશભાઈ કોલેજ મળશે? કે કદાચ કોલેજ મળી જશે તો તેમાં એડમિશન થશે ?શું તેમને જોયેલુ સ્વપ્ન સાચું પડશે કે જિંદગી તેમને બીજી તરફ વાળશે ? જુઓ આગળના ભાગમાં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED